Get The App

ભારતની સર્વોચ્ચ તંત્રવિદ્યાના પ્રાગટયની કથા!

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
ભારતની સર્વોચ્ચ તંત્રવિદ્યાના પ્રાગટયની કથા! 1 - image


- સનાતન તંત્ર  - પરખ ઓમ ભટ્ટ

- ભગવાન વિશ્વકર્માએ એ સમયે જગતજનની માટે વિશાળ અને સૌથી જટિલ એવા ભવનનું નિર્માણ શરૂ કર્યુ, જેને આજે આપણે 'શ્રીયંત્ર' તરીકે ઓળખીએ છીએ

ભ ગવાન આશુતોષનું ધ્યાનભંગ થાય અને તેઓ પુનઃ પ્રેમનો અનુભવ કરી શકે એ હેતુ સાથે કામદેવે એમના પર બાણ છોડયું, પરંતુ મહાદેવ પર એનો કોઈ પ્રભાવ પડે એ પહેલાં જ એમના ત્રિનેત્રને લીધે કામદેવ ભસ્મીભૂત થઈ ગયા. તત્પશ્ચાત્, એમની ધર્મપત્ની રતિ દ્વારા થયેલાં આક્રંદને કારણે કામદેવને પુનર્જીવિત કરવામાં આવ્યા. અહીંયા સુધીની કથા તો કદાચ સૌને ખબર જ હશે, પરંતુ કથાની મધ્યમાં ગૂઢાતિગૂઢ ઘટનાનો ઉલ્લેખ કેટલાક શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. એ ઘટના છે, કામદેવના દેહની રાખમાંથી એક મહા-અસુરના પ્રાગટયની!

થયું એવું કે કામદેવનો દેહ ભસ્મીભૂત થયા પછી એની રાખ કોઈએ ત્યાંથી દૂર ન કરી. થોડા સમયમાં ભગવાન ગણેશ એ રાખમાં રમવા માંડયા. એમણે રમત-રમતમાં રાખમાંથી એક પુરુષના આકારની મૂર્તિ બનાવી અને જોતજોતામાં એમાં પ્રાણ રોપાઈ ગયા. એનું નામ હતું, ભંડાસુર! ભગવાન ગણેશે એને મહાદેવની આરાધના કરવાની સલાહ આપી અને ભંડાસુરે એકદમ ડાહ્યાડમરા તથા કહ્યાગરા શિશુની માફક શિવનું તપ આદર્યુ. દેવાધિદેવ જ્યારે પ્રસન્ન થયા, ત્યારે ભંડાસુરે વરદાન માગ્યું કે કોઈ દેવ અથવા મનુષ્ય એનો વધ ન કરી શકે. મહાદેવ તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થયા અને ભંડાસુરને શોણિતપુરનો રાજા બનાવવામાં આવ્યો. સમયની સાથે એ ભ્રષ્ટ થઈ ગયો અને પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ.

દેવતાઓ પણ પહેલેથી જ ત્રસ્ત હતાં. આથી, મહર્ષિ નારદે એમને આદિ પરાશક્તિની સાધના કરવાનું સૂચન કર્યુ. અહીં એ વાતનો ઉલ્લેખ અચૂક કરવો પડે કે ભંડાસુરના અસ્તિત્વમાં આવ્યા પહેલાં સુધી સર્વોચ્ચ મહાવિદ્યા મા લલિતા મહાત્રિપુરસુંદરી પોતાના નિરાકાર સ્વરૂપમાં જ બ્રહ્માંડને સંચાલિત કરતાં હતાં. એમના સાકાર સ્વરૂપના પ્રાગટય માટે સર્વ દેવી-દેવતાને નિમંત્રણ મોકલવામાં આવ્યા. તંત્રાચાર્ય પંડિત રાજેશ દીક્ષિત લિખિત હિન્દી ગ્રંથ 'દસ મહાવિદ્યા તંત્ર મહાશાસ્ત્ર'માં જણાવ્યા પ્રમાણે, (આજના) હિમાચલપ્રદેશની ભૂમિ પર મહાયજ્ઞાનું આયોજન કરવામાં આવ્યું, જેની અગ્નિમાં તમામ દેવી-દેવતાઓએ પોતપોતાના અંગોની આહુતિ આપી. એમની આ દિવ્યાહુતિઓને કારણે જેઓ સાકાર સ્વરૂપે પ્રગટયાં, એ હતાં દેવી લલિતામ્બિકા!

શ્રીલલિતાસહસ્ત્રનામનો સર્વપ્રથમ શ્લોક છે :

ન્ન્ જ્ઞફઊં્।્ જ્ઞફઊંર્ં્ઝ્પ્ત્ફ જ્ઞફઊં।શ્ર-ેંર્છિંં્ઝ્રિંયૈશ્નઝફ ળ

ેંટ્ટઋટઝ્રદ્વઢછક્ન-િંઈંગ્હ।્ યશ્નદ્વ્પ્ીિંઊંઢશ્રરપ્।્ ળળ

જેનો અર્થ એ છે કે, ચિત્તરૂપી અગ્નિમાંથી દેવોનું કાર્ય સંપન્ન કરવા માટે જેમનું પ્રાગટય થયું, એ છે શ્રીમાતા! જેઓ કોઈ મહારાજાના રાણી નહીં, પરંતુ સમસ્ત બ્રહ્માંડના અધિષ્ઠાત્રી અને જગતસામ્રાજ્ઞાી - શ્રીમહારાજ્ઞાી - છે અને ભવ્યાતિભવ્ય સિંહાસન ઉપર બિરાજમાન છે.

આ શ્લોકનો માર્મિક અર્થ એવો પણ થાય કે તંત્રમાર્ગ પર ચાલી રહેલાં સાધકને મહાદેવીનો સાક્ષાત્કાર ત્યારે જ થાય છે, જ્યારે એ પોતાના અંતરમાં નિહિત વિકારો અને હાનિકારક વૃત્તિઓને ચિત્તરૂપી અગ્નિમાં ભસ્મીભૂત કરી સ્વયં દેવતાની ઉપમા પ્રાપ્ત કરી લે. મનુષ્ય સ્વયં જ્યારે કઠોર સાધનાના બળે દેવમાં રૂપાંતરિત થઈ જાય, ત્યારે એમના પ્રત્યેક કાર્યને સંપન્ન કરવા માટે પ્રાગટય થાય છે દેવી મહાત્રિપુરસુંદરીનું!  

દેવોના સ્થપતિ એવા ભગવાન વિશ્વકર્માએ એ સમયે જગતજનની માટે વિશાળ અને સૌથી જટિલ એવા ભવનનું નિર્માણ શરૂ કર્યુ, જેને આજે આપણે 'શ્રીયંત્ર' તરીકે ઓળખીએ છીએ. મહામેરુના આઠ આવરણોને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું, મહાદેવીની સંગિની-શક્તિ અને ચક્રેશ્વરીઓએ! નવમું આવરણ અર્થાત્ સર્વાનંદમય ચક્ર (મધ્યનું બિંદુ)માં ચિંતામણિગૃહનું ચણતર કરવામાં આવ્યું. દેવી લલિતામ્બિકાનું નિવાસસ્થાન એ ગૃહ હોવાથી શાસ્ત્રોમાં એમને એક નામ આપવામાં આવ્યું - બિંધ્યવાસિની/બિંદુવાસિની.

લલિતામ્બિકાના પ્રાગટય પશ્ચાત્ જ્યારે ભગવાન બ્રહ્માને એમના વિરાટ સ્વરૂપ અને મહાવિદ્યા તરીકેની ઓળખ અંગે જાણ થઈ, ત્યારે તેઓ વિચારમાં પડી ગયા કે અસંખ્ય કરોડો બ્રહ્માંડોની જનની (શ્રીલલિતાસહસ્ત્રનામઃ  હ્ય્ઝ્રયદ્વદ્વ્યેંદ્બ ઃર્્રંઊં્છક્ન(ઝ્રઝ્રફ ેંભપ્ેંશ્નર્ટ્રં્ ળ)ના અર્ધાંગ અર્થાત્ ભરથાર તરીકે કોણ યોગ્ય હશે? અને એ સમયે, સ્વયં દેવાધિદેવ મહાદેવે પોતાનું સર્વોચ્ચ 'સદાશિવ' સ્વરૂપ ધારણ કર્યુ.

યોગિની, યક્ષિણી, નિત્યાઓ અને સંગિની-શક્તિઓ સાથે મહાત્રિપુરસુંદરી નીકળી પડયાં ભંડાસુરનો વધ કરવા માટે! એ સમયે એક અદ્ભુત પ્રસંગ બને છે. આદિ પરાશક્તિનો સામનો કરવા માટે ભંડાસુર પોતાના જેવા અન્ય શક્તિશાળી અસુરો - મહિષાસુર, રક્તબીજ, ચંડ-મુંડ વગેરે - ને ઉત્પન્ન કરે છે; જેની સામે મહાદેવી પોતાની આંગળીના નખમાંથી ભગવાન વિષ્ણુના દસ અવતારોને પ્રગટ કરે છે. આ અંગે શ્રીલલિતાસહસ્ત્રનામમાં સુંદર શ્લોક છે ઃ

દ્વઝ્છઙ્મઢેંલ્-ઝ્રજ્જ્યેહ્લવ્થ્ ઝ્ર્ઝ્પ્ઙ્ઘ-ૈ્દ્વરૂેં।થ ળ

નારાયણ અર્થાત્ ભગવાન વિષ્ણુની દશાકૃતિઓ (દસ અવતારો)નું પ્રાગટય આ સમયે મહાદેવીના કર અર્થાત્ હાથની આંગળીના નખમાંથી થાય છે.

આ પ્રસંગ દેવી મહાત્રિપુરસુંદરીના વિરાટ સ્વરૂપની એક ઝાંખીમાત્ર છે! શ્રીવિદ્યાને આપણાં તંત્રશાસ્ત્રો શા માટે સર્વોચ્ચ તંત્રવિદ્યાનું નામ આપે છે, એની પાછળના અનેક કારણોમાંનું એક કારણ આ પણ છે. વિષ્ણુ ભગવાનના આ દસેય અવતારો ભંડાસુરે પેદા કરેલાં અસુરોનો વધ કરી નાખે છે અને ત્યારપછી સ્વયં આદિ પરાશક્તિ શ્રીમાતા પોતાની પ્રચંડ શક્તિ વડે ભંડાસુરનો વધ કરે છે. ગૂઢાર્થ સમજવાનો પ્રયત્ન કરીએ તો ખ્યાલ આવે કે મનુષ્યો ઈન્દ્રિયો થકી ઉત્પન્ન થયેલાં વિકારોરૂપી અસુરોનો વધ કરવા માટે તો લલિતા દેવીના નખ અર્થાત્ એમની કૃપાદ્રષ્ટિ જ પૂરતી છે! હવે વિચાર કરો, શ્રીવિદ્યા સાધના થકી જેમણે એમનો સાક્ષાત્કાર કર્યો હોય, એમના ઉપર માતાની કેવી કૃપા વરસતી હશે? એ વાતમાં કોઈ જ શંકા નથી કે આ કક્ષાએ પહોંચ્યા પછી સાધક સ્વયં જ લલિતા મહાત્રિપુરસુંદરી સાથે એકરૂપ થઈને બ્રહ્માંડનો અધિષ્ઠાતા બની જાય.


Google NewsGoogle News