અશાંત, અતૃપ્ત, મૃતાત્મા એમની ઇચ્છા પૂરી કરવા પ્રેત રૂપે દેખાતા રહે છે !

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
અશાંત, અતૃપ્ત, મૃતાત્મા એમની ઇચ્છા પૂરી કરવા પ્રેત રૂપે દેખાતા રહે છે ! 1 - image


- અગોચર વિશ્વ - દેવેશ મહેતા

- શાંત ચિત્ત, ઉમદા સ્વભાવના, સંતૃપ્ત મન ધરાવતાં લોકો ખાસ કોઇ પ્રબળ ઇચ્છા અધૂરી ના રહી હોય તો પિતૃ લોકમાં જઇને દેવલોક કે મુક્તિ પ્રાપ્ત કરે છે.

'ન જાય તે મ્રિયતે વા કદાચિન્નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયત

અજો નિત્યઃ શાશઅવતોડયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે ।।

આ જીવાત્મા ન તો ક્યારે જન્મ લે છે અને ન તો મરણ પામે છે અને ન તે ઉત્પન્ન થઇ ફરી થનાર છે કેમ કે તે અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. શરીરનું મરણ થાય ત્યારે તેનું મરણ નથી થતું.'

- શ્રીમદ્ ભગવદ્ ગીતા (અધ્યાય-૨, શ્લોક -૨૦)

'ન જાયતે મ્રિયતે ચેત ન પુરુષઃ કવચિત્ ।

સ્પપ્નસંભ્રમવત્ ભ્રાંતમેતત્પશ્યતિ કેવલમ્ ।।

પુરુષશ્ચેતનામાત્રં સ કદા કવેવ નશ્યતિ ।

ચેતનવ્યતિરિકત્વે વદાન્યત્કિં પુમાન્ભવેત્ ।।

આત્મા ન કયારેય જન્મે છે અને ન મરે છે.

તે ભ્રમવશ સ્વપ્ન જેવી સ્થિતિનો અનુભવ કર્યા કરે છે. આત્મા તો ચેતન માત્ર છે. તે નષ્ટ થઇ જતાં નથી. લાખો શરીરોના નાશ થઇ જવા છતાં પણ ચેતન આત્મા અક્ષય સ્થિતિમાં રહે છે.

- યોગવાશિષ્ઠ મહારામાયણ (૩/૫૪/૬૭-૬૮)

બ્રિટનના વિખ્યાત મનોવિજ્ઞાાન એન્ડ્રય્ ગ્રીને ભૂત-પ્રેતોની ૯૮ જાતોનું વિશ્લેષણ કર્યું છે. તેમણે વિશ્વસનીય ઘોસ્ટ હન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે તેમણે વૈજ્ઞાાનિક પરિપ્રેક્ષ્યથી પ્રેત સૃષ્ટિનો અભ્યાસ અને સંશોધનો કર્યા હતા. તેમણે ઇંલિંગ સોસાયટી ફોર સાઇક્કિલ રિસર્ચ, લેવિશમ સાઇક્કિ રિસર્ચ સોસાયટી અને નેશનલ ફેડરેશન ઓફ સાઇક્કિ રિસર્ચ સોસાયટી જેવી સંસ્થાઓની સ્થાપના કરી હતી. તેમણે એક્ષ્સ્ટ્રા સેન્સરી પર્સેપ્શન પર સંશોધનો કર્યા હતા અને પ્રેતાત્માઓના માધ્યમો (સ્ીગૈેસજ) પર પણ પરીક્ષણો કર્યા હતા. તેમણે અવર હોન્ટેડ કિંગ્ડમ (ર્ંેિ લ્લચેહાીગ ણૈહયર્ગસ) નામનું પુસ્તક લખ્યું હતું. જેને અંગ્રેજ પ્રેતોની ડિરેક્ટરી તરીકે પણ ઓળખવામાં આવે છે. 'ઘોસ્ટ હન્ટિંગ, એ પ્રેક્ટિકલ ગાઇડ' નામનું પુસ્તક પણ લખ્યું હતું. જેને વિશ્વનું પ્રેતાત્માઓની પ્રવૃત્તિઓને વૈજ્ઞાાનિક સાધનોથી ચકાસાયેલી ઘટનાઓના આલેખનું પ્રથમ પુસ્તક કહેવામાં આવે છે. ૧૯૯૬માં એન્ડ્ર ગ્રીનને રોયલ આલ્બર્ટ હોલમાં થતા પ્રેત ઉપદ્રવોની તપાસ કરવા નિયુક્ત કરાયા હતા. ત્યાં તેમણે તેમના વૈજ્ઞાાનિક સાધનોમાં પ્રેતાત્માની હાજરીને નોંધી હતી.

ડો.એન્ડ્ર ગ્રીન જણાવે છે કે, વ્યક્તિની મનઃ સ્થિતિ અને તે પણ અંતકાળ વખતની ભાવદશા મહત્વની હોય છે. ઉદ્વિગ્ન, અશાંત, આતુર, કામનાગ્રસ્ત, ક્રોધી, વિક્ષુબ્ધ અને અતૃપ્ત લોકોને જ મહદંશે પ્રેત બનવું પડે છે.  શાંત ચિત્ત, ઉમદા સ્વભાવના, સંતૃપ્ત મન ધરાવતાં લોકો ખાસ કોઇ પ્રબળ ઇચ્છા અધૂરી ના રહી હોય તો પિતૃ લોકમાં જઇને દેવલોક કે મુક્તિ પ્રાપ્ત કરે છે.

એરિક મેપલ (ઈિૈબ સ્ચૅની)ને ભૂત-પ્રેત વિદ્યાના નિષ્ણાંત માનવામાં આવે છે. તેમણે પ્રેતાત્માઓને લગતા અનેક પુસ્તકો લખ્યા છે. એસેક્સ પાસે આવેલ રેક્યુલ્વર ગામની એક ઘટના વિશે તેમણે સંશોધન કર્યું હતું તે ગામના લોકોએ જણાવ્યું હતું કે, એક વૃક્ષ પાસે અનેક લોકોએ નાના બાળકોના રડવાનો અવાજ સાંભળ્યો છે. તેમના ચિત્કાર, હિબકા સાંભળનારનું હૃદયદ્રવિત કરે છે. આસપાસમાં ક્યાંક કોઇ બાળકો ન હોવા છતાં અનેક બાળકોના એક સાથે કરૂણ રીતે રડવાના અવાજથી ગ્રામજનો ત્રસ્ત અને ભયભીત રહે છે. રાત્રિના સમયે તો આ અવાજ દૂર સુધી સંભળાય છે અને ગ્રામજનોનેે શાંતિથી સૂવા દેતો પણ નથી.

એરિક મેપલે પોતે તે સ્થળે જઇને તપાસ કરી. ગામના લોકોની દંતકથા હોય, કોઇ વહેમ કે ઉપજાવી કાઢેલી વાત હોય તો ખ્યાલમાં આવે. પરંતુ એરિકના આશ્ચર્ય સાથે તેને અનેકવાર તે અવાજો સંભળાયા. પહેલા તો તેણે કોઇ તરકટ કે છેતરપિંડી કરીને અવાજો ટેપ રેકોર્ડર દ્વારા પ્રસારિત તો નથી કરતું ને તેની ખાતરી કરી. પણ એવું કંઇ હતું નહીં. એટલે તેણે ૧૯૬૦માં ભૂગર્ભવિજ્ઞાાનીઓ અને સ્થાનિક પોલીસની મદદથી તે ઝાડ નીચે અને તેની આસપાસની જગ્યાએ ખોદકામ કરાવ્યું. ખોદકામ દરમિયાન અનેક માસૂમ વયના નાના બાળકોની ખોપરીઓ અને શરીરના બીજા અંગોના હાડકાં મળી આવ્યાં. વૈજ્ઞાાનિક તપાસમાં એ જાણવા મળ્યું કે બાળકોના તે હાડપિંજર ઓછામાં ઓછા ૧૫૦૦ વર્ષ જૂના છે. એમાં એક બાળકનું હાડપિંજર તો કોઇપણ નુકસાન વિનાનું મળ્યું. ઇતિહાસકારોએ જણાવ્યું કે, બાળકોની હત્યા તે સમયના સૈનિકો દ્વારા ધાર્મિક કારણસર દેવ-દેવીઓને રાજી કરવા બલિદાન રૂપે કરાતી હતી. આ બાળકો એવા જ પ્રસંગનો ભોગ બન્યા હશે. તે બાળકોના હાડપિંજરોને ત્યાંથી કાઢી યોગ્ય વિધિ અને પ્રાર્થના સાથે દફનાવવામાં પછી તે જગ્યાએ બાળકોના રડવાના અવાજો આવતાં બંધ થઇ ગયા હતા.

ઇંગ્લેન્ડનું નોરફોક નગર અનેક અભિશાપિત જગ્યાઓ ધરાવે છે. જ્યાં ભૂત-પ્રેતના પ્રભાવો જોવા મળે છે. એવું કહેવાય છે કે દર વર્ષે ૩૧ મેની મધ્યરાત્રિના સમયે રથ પર બેઠેલ એક પ્રેતાત્મા બેસ્ટવિક ગામમાંથી પસાર થાય છે. તે રથ ભડકે બળતા અગ્નિવાળો દેખાય છે. લોકો એવું માને છે કે, ઇ.સ.૧૭૪૧માં સર ગોડફ્રે હેઝલિટના લગ્ન બેસ્ટવિકમાં થયા હતા. તે લગ્ન કરી પાછા આવી રહ્યા હતા ત્યારે તેમનો દ્વેષ કરનારા કેટલાક વિરોધીઓએ તેમને રથ સાથે બાળી નાંખ્યા હતા. પાછળથી તેમને બેસ્ટવિક હોલમાં દફનાવી દેવામાં આવ્યા હતાં. તેમને બાળી નાંખવામાં આવ્યા તે ૩૧ મેનો દિવસ હતો ત્યારથી દરેક ૩૧ મેની રાત્રે તે નિશ્ચિત સમયે રસ્તા પર તેમનો પ્રેતાત્મા રથ પર સવાર થઇને જતો અને તે સળગી જતો હોય એ રીતે જોવા મળે છે.

૧૯૬૪માં  પ્રેતાત્માને લગતો એક માન્યામાં ન આવે તેવો કિસ્સો ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં બન્યો હતો. એક પોસ્ટમોર્ટમ કરનારા સર્જન અકાળે મરણ પામેલી એક વ્યક્તિના મૃતદેહનું પરીક્ષણ કરી રહ્યા હતા. તે વ્યક્તિનું મરણ નિષ્ણાત ડોક્ટરો દ્વારા પ્રમાણિત થઇ ચૂક્યું હતું. સર્જને જેવી મૃતદેહની વાઢકાપ શરૂ કરી તે સાથે પેલો મૃતદેહ એકદમ ઉછળવા અને કૂદવા લાગ્યો. પેલા સર્જન કંઇ બોલે કે સમજે તે પહેલાં જ પેલા મૃત વ્યક્તિનો આત્મા બેઠો થઇ ગયો. તેણે સર્જનનું ગળું દબાવી દીધું અને તે સર્જનના સહકર્મચારીઓની સામે જ તેના પ્રાણ હરી લીધા. વિક્ષુબ્ધ મનઃસ્થિતિ ધરાવતા તે મૃતાત્માએ પ્રેત રૂપે પોતાના સ્થૂળ શરીરના માધ્યમથી ભયાનક કાર્ય અનેક લોકોની નજર સામે કરી નાંખ્યું હતું. પછી તે પ્રેત શાંત, નિષ્ક્રિય થઇ ગયો હતો.



Google NewsGoogle News