300ની સ્પીડે ઊડતું બાજ જાસૂસી ડ્રોનને તોડી પાડશે...!
- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
સા માન્ય રીતે ભીડ પર નજર રાખવા માટે કેમેરાયુક્ત બાજ પક્ષીનો ઉપયોગ થાય છે. હવે જાસુસી ડ્રોનને તોડી પાડવા માટે બાજ પક્ષીનો ઉપયોગ થશે. આ માટે ભારતીય સેનાએ બાજ પક્ષીમાં કેમેરો તેમજ જીપીએસ સીસ્ટમ ફિટ કર્યા છે.
આ કેમેરો વજનમાં હલકો હોવાથી બાજ પક્ષીને તેનો ભાર લાગતો નથી. બાજ પક્ષીની સાથે ચોક્કસ કૂતરાને પણ ડ્રોનના અવાજથી પરિચિત કરાવી તેનો ઉપયોગ ડ્રોનની હાજરી માટે કરવામાં આવે છે.
આપણાં કરતાં કૂતરાને છ ગણું મોટું સંભળાય છે એટલે જે ડ્રોનનો અવાજ આપણને ના સંભળાય તે અવાજ કૂતરાને ખબર પડે છે. કૂતરો બાજ તરફ જોઈ ડ્રોનની દિશા તરફ ભસે છે અને ડ્રોન તરત જ ૩૦૦થી વધુ સ્પીડે ડ્રોન તરફ આક્રમણ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે બાજ પક્ષી ૩.૨ કિ.મી.ના અંતર સુધી ગલુડિયાને કે સસલાંને જોઈ શકે છે.
બાજ પર લગાડવામાં આવેલા કેમેરા હલકો જ નહિં ખૂબ નાનો હોય છે. આ કેમેરો ચાઈનીઝ છે. ભારતીય આર્મી તેનો ઉપયોગ ચાઈનીઝ આર્મીની હિલચાલ પર નજર રાખવામાં કરે છે. આ એફ એક્સ ૯૮્ કેમેરામાં એક ગોળાકાર પોલેરાઈઝડ ૫.૮ ય્ ટયૂન એન્ટેના ફિટ કરેલું હોય છે. આ કેમેરા અત્યંત દૂરના દ્રશ્યોને હાઈડેફિનેશનમાં ઝડપી તેના સંકેત પૃથ્વી પર મોકલે છે.
ભારત સિવાય ફ્રાંસ અને અન્ય દેશો પણ ડ્રોનને તોડી પાડવા એટલે કે એન્ટિ ડ્રોન સિસ્ટમ તરીકે બાજ પક્ષીનો ઉપયોગ કરે છે. ફ્રાંસમાં ૨૦૧૭ થી આ રીતે બાજનો ઉપયોગ 'નો ફલાય ઝોન' માં ઊડતા ડ્રોનને તોડી પાડવા માટે થાય છે. ફ્રાંસ બાજને તાલીમ આપનારૂ સૌથી મોટુ કેન્દ્ર છે.
નેધરલેન્ડની એક કંપની પણ એન્ટિ ડ્રોન સિસ્ટમ તરીકે બાજને તાલીમ આપે છે. આ કંપની પોતાને બાજ પક્ષીને તાલીમ આપનારી પ્રથમ કંપની માને છે. અમેરિકામાં પણ બાજ પક્ષીનો ઉપયોગ જાસુસી ડ્રોનને ખંખેરી નાંખવા માટે થાય છે. અમેરિકા પણ ચાઇનીઝ માલનો ઉપયોગ પોતાના જેટ ફાઇટરમાં પણ કરે છે.
વિશ્વના તમામ દેશોમાં ચાઈનીઝ પ્રોડકટ ફરી વળી છે. આપણે પણ હેટથી માંડીને મોજાં સુધી ચાઇનીઝ ઊત્પાદન વાપરીએ છીએ. એપલ ફોનથી માંડીને અનેક ઇલેકટ્રોનિક ગુડસ ચીનમાં બને છે.
ડ્રોનને તોડી પાડવા માટે બાજને ૨૪ કલાક ઊડતું રાખવું મુશ્કેલ છે. છતાંયે બાજ કૂતરાની જુગલબંદી એક નવતર પ્રયોગ છે.