'ધ ક્રાયિંગ બોય' પેઈન્ટિંગમાં દોરાયેલો બાળકનો પ્રેતાત્મા આગ લગાડી મોતના મુખમાં ધકેલી દેતો
- અગોચર વિશ્વ - દેવેશ મહેતા
- 'ધ ક્રાયિંગ બોય'ની પ્રતિકૃતિ નષ્ટ કરીને જ્યારે તે ઘેર આવ્યો ત્યારે તેણે જોયું કે તેના લિવિંગ રૂમમાં આગ લાગી હતી.'
'ધ ક્રાયિંગ બોય' ઈટાલિયન ચિત્રકાર જિયોવાની બ્રાગોલિન દ્વારા દોરાયેલું એક પ્રસિદ્ધ પેન્ટિંગ છે. જિયોવાની બ્રાગોલિન (૧૯૧૧-૧૯૮૧) પેન્ટર બુ્રનો અમરિલો (મ્િેર્હ છસચિૈનર્ન) નું ઉપનામ હતું. જિયોવાની બ્રાગોલિન (ય્ર્ૈપચહહૈ મ્ચિર્યનૈહ) દ્વારા ૧૯૮૫માં આ રડતા છોકરાનું ચિત્ર દોરવામાં આવ્યું હતું જેને ઉત્તમ કલાકૃતિમાં સ્થાન પણ મળ્યું હતું. જ્યારે આ રડતા બાળકની તસવીર ખૂબ પસંદ કરવામાં આવી ત્યારે બ્રાગોલિને એની આખી શૃંખલા તૈયાર કરી દીધી. પેન્ટિંગ એટલું પ્રસિદ્ધ થઈ ગયું કે તે અસલ પ્રથમ પેન્ટિંગની ૫૦,૦૦૦ પ્રતિકૃતિઓ બનાવી દેવામાં આવી. પરંતુ તે પેન્ટિંગ અભિશાપિત બની ગયું. તેની તમામ પ્રતિકૃતિઓ પણ દુર્ભાગ્ય, દુઃખ અને મોતની પરંપરા સર્જવા લાગી. જે લોકોએ તે પેન્ટિંગની પ્રતિકૃતિઓ ખરીદીને એમના ઘરની દીવાલો પર લટકાવી તેમની જિંદગી બરબાદ થઈ ગઈ. એમના ઘરોમાં મુસીબતોની વણઝાર ચાલુ થઈ ગઈ અને અનેક જગ્યાએ પ્રેતાત્માના પ્રભાવ દેખાવા લાગ્યા અને વિચિત્ર રીતે ઘરમાં આગ લાગવાની ઘટનાઓ બનવા લાગી.
૫ સપ્ટેમ્બર ૧૯૮૫ના રોજ બ્રિટિશ ટેબ્લલોઈડ વર્તમાનપત્ર ધ સન (્રી જીેહ) થકી એવો અહેવાલ રજૂ કરાયો કે એસેક્સ (ઈજજીટ) ના એક ફાયર ફાઈટરને અનેક જગ્યાએ જ્યાં આગ બૂઝાવવા જાય ત્યાં 'ધ ક્રાયિંગ બોય'નું પેન્ટિંગ જોવા મળતું હતું. અત્યંત વિસ્મય ઉપજાવે તેવી બાબત તો એ હતી કે ઘરનું રાચરચીલું, વસ્તુઓ આગમાં બળીને ખાક થઈ ગયેલી. જોવા મળી હતી પણ તેમાં તે રડતા બાળકની તસવીરને ઊની આંચ આવી નહોતી. તે આગમાં સહેજ પણ બળેલી જોવા મળી નહોતી. તે પેન્ટિંગને કારણે દુર્ઘટનાઓ સર્જાતી હોવાની વાત પર લોકોને એટલો વિશ્વાસ બેસી ગયો હતો કે લોકોએ એ પેન્ટિંગના ચિત્રોની હોળી કરવાનું શરૂ કરી દીધું હતું.
યોર્કશાયરના ફાયરમેન પીટર હૉલે જ્યારે તેના આ અનુભવની વાત 'ધ સન' થકી રજૂ કરી અને તે પેન્ટિંગ અભિશાપિત છે એવું જણાવ્યું ત્યારે ઘણા લોકોએ તે વાત માની નહીં. પીટર હૉલના ભાઈ રોન હૉલને પણ તેની વાતમાં વિશ્વાસ પડયો નહોતો. તેણે જાણી જોઈને તે પેન્ટિંગની એક પ્રતિકૃતિ ખરીદી કે જેથી તે પેન્ટિંગ અભિશાપિત અને અપશુકનિયાળ છે એવી વાતને ખોટી સાબિત કરી શકાય. પણ થોડા સમયમાં જ તે વાત સાવ સાચી છે તેવું સાબિત થઈ ગયું ! રોન હૉલનું સાઉથ યોર્કશાયરના સ્વેલોનેસ્ટ (જીુચનર્નુહીજા) માં આવેલું ઘર રહસ્યમય રીતે આગમાં સળગી ગયું.
સરેના મિચેમ (સ્ૈાબરચસ) ની ડોરા બ્રાન્ડની બાબતમાં પણ એવું થયું હતું. તેને પેન્ટિંગ્સ ખરીદીને ઘરની દીવાલો પર લટકાવવાનો ખૂબ શોખ હતો. તેણે ધ ક્રાઈંગ બોયના પેન્ટિંગની પ્રતિકૃતિ ખરીદી તેની દીવાલ પર લટકાવી હતી. તેનું ઘર પણ આગમાં બળી ગયું અને તે પેન્ટિંગ જ સલામત રહ્યું. બાકીના બધા પેન્ટિંગ્સ અને ઘરની વસ્તુઓ બળી ગઈ હતી. કિલબર્નની સેન્ડ્રા ક્રેસ્કે (જચહગચિ બચિજંી) પણ જણાવ્યું હતું કે તે ચિત્રની પ્રતિકૃતિઓ ખરીદવા બાદ તેને, તેની બહેનને તેની માતાને અને તેની એક મિત્રને આગ લાવવાની ઘટનાઓનો સામનો કરવો પડયો હતો. ૨૧ ઓકટોબર ૧૯૮૫ના રોજ ગ્રેટ યારમાઉથ, નોરફોકમાં આવેલો પેરિલો પિઝા પેલેસ પણ આગ લાગવાથી સળગી ગયો જોકે તેમાં ધ્યાનાકર્ષક રીતે રાખેલું 'ધ ક્રાઈંગ બોય'નું પેન્ટિંગ બિલકુલ સળગ્યા વિનાનું રહ્યું હતું.
૨૪ ઓકટોબર ૧૯૮૫ સાઉથ યોર્કશાયરના હેરિંગથોરપેમાં રહેતા ગોડપર કુટુંબે પણ આગને લીધે ઘરમાં ભારે નુકસાન વેઠવું પડયું. ઘરની બધી તસવીરો સળગી ગઈ, પણ પેલું પેન્ટિંગ સહીસલામત રહ્યું. નવેમ્બર ૧૯૮૫માં લીડસની એક મહિલાએ 'ધ ક્રાઈંગ બોય'નું પેન્ટિંગ નષ્ટ કરી દીધું હતું કેમ કે તેને એવો વિશ્વાસ બેસી ગયો હતો કે આગમાં તેના પતિ અને ત્રણ પુત્રોના નાશ પામવાનું કારણ તે પેન્ટિંગ જ હતું.
૧૨ નવેમ્બર ૧૯૮૫ના રોજ ચર્ચ ડાઉન ગ્લૂસ્ટશાયરના મેલ્કમ વોને એના પડોસીના ઘેર રહેલી 'ધ ક્રાયિંગ બોય'ની પ્રતિકૃતિ નષ્ટ કરવામાં મદદ કરી. જ્યારે તે ઘેર આવ્યો ત્યારે તેણે જોયું કે તેના લિવિંગ રૂમમાં આગ લાગી હતી. ફાયરબ્રિગેડના માણસો તેનું કારણ શોધી શક્યા નહોતા. જિયોવાની બ્રાગોલિનના ઓરિજિનલ ક્રાઈંગ બોય પેન્ટિંગ દોરાયેલા રડતા છોકરાનું નામ ડોન બોનિલો (ર્ઘહ મ્ર્હૈનર્ન) હતું એવું માનવામાં આવે છે. તેને લોકો શેતાન બાળક (્રી ઘીપૈન ભરૈનગ) કહેતા હતા. એવું કહેવાય છે કે જિયોવાનીને તે અનાથ બાળક પર દયા આવી હતી અને તેનું પોટ્રેટ દોર્યું હતું પણ તેના ઘરમાં આગ લાગવાને કારણે અને તે ડોન બોનિલોને કારણે જ લાગી છે એવું પ્રતીત થવાને કારણે તેણે ડોનને તેના ઘરમાંથી બહાર ધકેલી દીધો હતો. ઘણા લોકો એવું માને છે કે તે શેતાની પ્રભાવવાળા ડોન બોનિલોના પ્રેતાત્મા દ્વારા જ જ્યાં એનું ચિત્ર હોય ત્યાં આગ લગાડાય છે અને તે જગ્યાએ પોલ્ટરગિસ્ટ જેવી તોફાની પ્રવૃત્તિઓ કરાય છે. તેના પ્રેતાત્માએ અનેક લોકોને મોતના મુખમાં ધકેલી દીધા છે.
ઈંગ્લેન્ડના સસેકસમાં રહેતા બ્રાઉન નામના વ્યક્તિએ એના ઘરમાં આ પેન્ટિંગ લટકાવ્યું પછી તે બાળકના પ્રેતાત્માએ તેના ઘરમાં પણ તોફાની પ્રવૃત્તિઓ કરવા માંડી હતી. તે ઘરની વસ્તુઓને તોડી-ફોડી નાંખતો, વેરવિખેર કરી દેતો. ઘરના લોકોને તેના પદરવનો અવાજ સંભળાતો. ક્યારેક તે પેન્ટિંગના દોરાયેલું બાળક સાચે જ રડે છે એવો અવાજ સંભળાતો. બ્રાઉનની પાંચ વર્ષની પુત્રી રાબેકાને પણ તેના પલંગ પાસે તેનો પ્રેતાત્મા જોવા મળ્યો હતો. એક દિવસ ઘરમાં રાખેલા કપડામાં આગ લાગી. જેમ તેમ કરી તે બૂઝાવી. પછી બ્રાઉન પ્રેતાત્મા વિદ્યાના જાણકારને બોલાવી લાવ્યો. તેણે શોધી કાઢ્યું કે એ બધી પ્રવૃત્તિ પેલા પેન્ટિંગના કારણે જ થાય છે. તેને સળગાવી દો તો ઉપદ્રવ બંધ થઈ જશે. તેમણે ઘરની બહાર લઈ જઈને તેને સળગાવી દીધી ત્યારે તેમાંથી નીકળેલા ધૂમાડામાં તે રડતા બાળક ડોન બોનિલોની આકૃતિ જોવા મળી હતી. તે પછી તેની તોફાની પ્રવૃત્તિ બંધ થઈ ગઈ હતી.