Get The App

કંપની મેનેજમેન્ટમાં ચડતી-પડતી .

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
કંપની મેનેજમેન્ટમાં ચડતી-પડતી                            . 1 - image


- મેનેજમેન્ટ-ધવલ મહેતા

- ડિજિટલ ક્રાંતિના કારણે મેનેજમેન્ટમાં ફરીથી પરિવર્તન આવી રહ્યું છે. માર્કેટમાં બિઝનેસ લીડર્સ સતત બદલાતા રહે છે

ખે તીવાડીના યુગ પછી વાણિજ્ય ક્રાંતિનો યુગ શરૂ થયો જેને કોમર્શીયલ રીવોલ્યુશન કહે છે. તે દરમિયાન ઈસ્ટ ઈન્ડીયા કંપની (સ્થાપના ઈ.સ. ૧૬૦૦), ડચ ઈસ્ટ ઈન્ડીઝ કંપની, વગેરેની શરૂઆત થઈ જેણે દરિયાઈ વ્યાપારમાં ઘણી વૃદ્ધિ કરી. તે પહેલા પણ ઈટાલીમાં બેંકીંગ પ્રથા શરૂ થઈ ગઈ હતી અને આ યુગની મહાન શોધ 'ડબલ એન્ટ્રી બુકકીપીંગ'ની હતી. ઈ.સ. ૧૭૬૦ પછી ઔદ્યોગીક યુગ શરૂ થયો અને તેણે જીડીપીની બાબતમાં અને ખાસ કરીને ઔદ્યોગીક ઉત્પાદનની બાબતમાં વાણિજ્ય યુગને પોતાનો સાથીદાર બનાવી દીધો. ઉદ્યોગોનું પ્રચંડ ઉત્પાદન વાણીજ્ય એટલે કે માર્કેટીંગ વિના શક્ય નથી અને વાણીજ્ય યુગનું મુખ્ય લક્ષ્ય દેશમાં અને દેશો વચ્ચે વ્યાપાર અને તેનાથી ઉભી થતી નાણાકીય લેવડ-દેવડનું, હૂંડી અને હૂડીયામણ વગેરે ઉપર કેન્દ્રીત થયું. તે પછી અનુ ઔદ્યોગીક યુગ અમેરીકાએ શરૂ કર્યો અને તેણે માસ પ્રોડક્શન અને માસ માર્કેટીંગની ટેકનીકો અપનાવીને જગતભરના બજારો કબજે કર્યા. ઉદ્યોગો, કન્સ્ટ્રકશન તથા માઈનીંગના ઉત્પાદન આગળ ખેતીવાડી ક્ષેત્રનું ઉત્પાદન કુલ ઉત્પાદનની ટકાવારીમાં ગૌણ બની ગયું. આજે જગતના સમૃદ્ધ દેશોમાં ખેતીવાડી ક્ષેત્રે દસ ટકાથી પણ ઓછા લોકો કામ કરે છે અને છતાં ખેતીવાડીમાં વિજ્ઞાાનના પ્રદાનને કારણે તેઓનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં છે. ખેતીના જમાનાની મેનેજમેન્ટ પદ્ધતિની સરખામણીમાં ઔદ્યોગીક જગતનું મેનેજમેન્ટ અને હવે અનુઔદ્યોગિક ડીઝીટલ જગતના મેનેજમેન્ટ વચ્ચે આભ જમીનનો તફાવત છે. હવેના ઉદ્યોગોએ માહિતી માટે અને બિઝનેસને લગતી સમસ્યાઓના ઉકેલ માટે એઆઈ (આર્ટીફીશીયલ ઈન્ટેલીઝન્સ)નો ઉપયોગ શરૂ કરી દીધો છે. હવે તે શિક્ષણના ક્ષેત્રમાં પણ મોટેપાયે દાખલ થશે અને આજની પરીક્ષા પદ્ધતિને ધરમૂળથી બદલી નાખશે. શાળાઓ અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ લર્નીંગ એકસ્પીરીયન્સ માટે દાખલ થશે અને તેમને ગિણત, ઈતિહાસ, ભૂગોળ, અંગ્રેજી, ગુજરાતી વગેરે વિષયો 'ચેટબોક્ષ' શીખવાડશે. શિક્ષકને પ્રશ્નો પૂછતાં વિદ્યાર્થીઓ શરમ કે સંકોચ અનુભવે છે પરંતુ ચેટબોક્ષને પ્રશ્નો પૂછતાં વિદ્યાર્થીઓને કોઈ સંકોચ નહીં થાય. ચેટબોક્ષ કદી એમ નહીં જવાબ આપે કે મને ખોટા ખોટા પ્રશ્નો પૂછીને મારો સમય ના બગાડતાં ચેટબોક્ષ વિદ્યાર્થીઓને કોઈ શિક્ષા નહીં કરે. આર્ટીફીશીયલ ક્ષેત્રે ભવિષ્યમાં અનેક શોધો થશે તેમ છતાં મેનેજમેન્ટનું મુળભૂત માળખુ અને નિર્ણય પ્રક્રિયામાં નીચેનું ફ્રેમવર્ક તો ચાલુ જ રહેશે એનું એક કારણ એ છે કે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે પરંતુ ધંધા ઉદ્યોગમાં હરીફાઈનું તત્ત્વ રહેવાનું જ છે. દરેક નવા ધંધામાં નવા નવા ઉદ્યોગસાહસીકો ઉભા થવાના જ છે. મેનેજમેન્ટ નિષ્ણાતોએ નીચેના કન્સેપ્ચ્યુઅલ માળખાની રચના કરી છે તે કાયમ રહેવાની છે કારણ કે ઉદ્યોગ અને વાણીજય માનવ સમાજમાં ઘણા ડાયનેમીક તત્ત્વો છે. ખેતીવાડી પણ હવે ઉદ્યોગ બની રહ્યો છે કારણ કે તે ક્ષેત્રમાં યંત્રીકરણ અને ઓટોમેશનનું પ્રમાણ વધતું જાય છે. ભવિષ્યમાં મોટાભાગના ખેડૂતો પાસે એગ્રીકલ્ચરના ક્ષેત્રમાં પીએચડી ડીગ્રી કે માસ્ટર્સ ડીગ્રી હોય તો નવાઈ પામવા જેવું નથી. નીચેના માળખા દ્વારા ટોપ મેનેજમેન્ટને સતત નવી માહિતી મેળવવી પડશે. ઉદ્યોગ ઉપરાંત રાજકારણમાં પણ જે રીતે રાજકીય પક્ષો એકબીજાને ઉતારી પાડે છે તેમને નીચેનું ફ્રેમવર્ક લાગુ પડે છે. (૧) જે ઉદ્યોગોમાં સતત કામગીરી થઈ રહી છે અને જેમાં ઔદ્યોગિક એકમોને સફળતા મળી રહી છે તેમાં કંઈ નવી હરીફ કંપનીઓ દાખલ થશે ? આને આપણે અંગ્રેજીમાં 'થ્રેટસ ઓફ ન્યુ એન્ટ્રન્ટસ કહીએ છીએ. દરેક સફળ ઉદ્યોગકારને આ પ્રશ્ન મુંઝવતો રહે છે અને નવો હરીફ જૂના ઉદ્યોગકારોને હરાવી કે હટાવી દે છે. (૨) એક બીજો ભય પણ ચાલુ ઉદ્યોગકારોને સતાવતો હોય છે. જેને આપણે અંગ્રેજીમાં થ્રેટ ઓફ સબસ્ટીટયુટસ તરીકે ઓળખીએ છીએ. ધારો કે તમે એક પ્રોડક્ટમાં જબરજસ્ત સફળતા મેળવો છે અને આ પ્રોડક્ટના ઉત્પાદન અને માર્કેટીંગમાં તમારી માસ્ટરી છે પરંતુ જો તમારી પ્રોડક્ટની સરખામણીમાં અન્ય પ્રોડક્ટ વધુ સસ્તી, વધુ ટકાઉ, વધુ આકર્ષક હોય તો તમારી પ્રોડક્ટનું બજાર બેસી જાય તે શક્ય છે.

(૩) તમારા ગ્રાહકો મોટા ગજાના હોય અને તમારી પાસેથી ઘણી મોટી રકમનો માલ ખરીદતા હોય તો તેવો તમારી સાથે વાટાઘાટો કરીને વધુ ઓછી કિંમતે માલ ખરીદે છે અને તમારો નફો ઘટાડી નાખે છે. વીજળી ઉત્પાદનની કંપનીઓ કરોડો ટન કોલસો તેની ખાણોના માલીકો પાસેથી ખરીદે છે. આથી વીજળી કંપનીઓનો કોલસાની ખાણના માલીકો પર 'પાવર' વધી જાય છે અને તેઓ લાંબી વાટાઘાટો દ્વારા તમારો નફો ઘટાડી શકે છે.

(૪) જેવી રીતે કોઈ મોટી ખરીદદાર કંપની પાસે તેના કાચા માલના ઉત્પાદકો પર ઓછોવત્તો અંકુશ હોય છે તેનાથી ઊંધુ કેટલાક સપ્લાયરો પાસે પણ તેમના ગ્રાહકો 

પર બાર્ગેનીગ પાવર હોઈ શકે છે. તમે જેટ વિમાનો બનાવો છો પણ જેટ વિમાનનું એન્જીન જે તેનો સૌથી અગત્યનો અને મોંઘો પાર્ટ છે. તેનો સપ્લાયર તમને પુષ્કળ રાહ જોડાવે અને વધુ પડતા ઉંચા ભાવો લે તો પણ તમે એની સામે કશું કરી શકતા નથી કારણ કે આવું મોંઘુ જેટ એન્જીન બનાવનાર અન્ય કોઈ કંપની તમને તમારી જરૂરિયાતનું એન્જીન બનાવી આપતી નથી.

(૫) છેલ્લે અત્યારનાં જે પ્રોડક્ટસ કે સર્વીસ ક્ષેત્રોમાં તમે છો તેમની વચ્ચે હરીફાઈ તીવ્ર હોઈ શકે છે. આ હરીફો તમારૂ બજાર પડાવી લેવા અનેક તરીકબો રચે છે. તમારે માટે આ બહુ જ સામાન્ય બાબત છે અને ધંધા ઉદ્યોગમાં પણ આ સામાન્ય બાબત છે. નેગેટીવ અફવા પણ ફેલાવે છે. 


Google NewsGoogle News