Get The App

મગર પકડવાની ટેકનિક હવે સમજી લો .

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
મગર પકડવાની ટેકનિક હવે સમજી લો                                      . 1 - image


- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી

- મગર એટલું ફ્રેન્ડલી થઇ રહ્યું છે કે બરોડીઅન લોકો આવતા ચોમાસે પહેલી રોટલી ગાયની અને બીજી રોટલી મગરની રાખશે !

ફ રીવાર વિશ્વામિત્રીમાં રેલ આવી અને પાણીની સાથે મગરો પણ લોકોના આંગણે આવી પહોંચ્યાં આ ખુનખાર મગરને પકડવા યુવાનોએ દોરડાંનો ઉપયોગ કર્યો. મગરના જડબા બંધ કર્યા, આંખો બંધ કરી અને ઉપર ચઢી બેઠાં. કોઈ ટેકનીક નહિ.

વિશ્વના અનેક ખૂણામાં મગરને પકડવામાં આવે છે ક્યારેક સંરક્ષાર્થે તો ક્યારેક તેની ચામડીનો વેપાર કરવા માટે. હવે મગર પકડવાની જાણીતી ટેકનીક સમજી લો.

(૧) પહેલાં નદીના કે તળાવના છીછરા પાણીમાં ફ્લેશ લાઇટ ફેંકો. આનાથી થોડી વાર મગર પેરેલાઇઝ થશે. (૨) યુવા નાના મગર માટે ખુલ્લી મેશવાળી નેટ વાયરો જેને છેડે ઓછામાં ઓછી બે ફૂટ વ્યાસની રીંગ હોય. છીછરા પાણીમાં કાદવમાં છૂપાયેલા મગર પર આ નેટ નાંખો. અને ઝડપથી ટ્રેપ કરો. (૩) મગરની આંખો જાડા કંતાનથી ઢાંકી દો જેથી તેનો તનાવ ઓછો થશે અને આમતેમ જોતો બંધ થશે. (૪) જો તે આક્રમક બને તો ઝડપથી એને એન્ટીબોડી આપો. (૫) મગરને પકડવાનો શ્રેષ્ઠ સમય રાત્રિનો છે. (૬) મગરના જડબા ફરતે ટેપ મારી દો.

દિવસે આંગણામાં દેખાયેલા મગર માટે રાતની રાહ જોવાની જરૂર નથી. વિશ્વામિત્રી નદીના પેટાળમાં ૪૦૦ જેટલા મગરો છે અને વડોદરાની આસપાસના તળાવો નદી મળી ૧૦૦૦ જેટલા મગરો છે. એટલે ભવિષ્યમાં ક્રોકોડાઇલ ટૂરિઝમ આવે તો નવાઈ નહિ. યુનિવર્સિટી ક્રોકોડાઇલ મેનેજમેન્ટ વિશે કોર્ષ પણ શરૂ કરી શકે.

મગરની ચામડીમાંથી પટ્ટા, પર્સ, જેકેટ વગેરે વસ્તુનો મોટો બિઝનેસ થાઈલેન્ડમાં ચાલે છે. તમે મગરની ચામડીની પર્સ થાઇલેન્ડથી અમેરિકા મોકલી શકો પરંતુ આ બિઝનેસ આપણાં દેસમાં ગેરકાનુની ગણાય છે. જંગલી વન્ય પ્રાણીઓને તમે પાલતુ પ્રાણી તરીકે ઘરમાં કે ફાર્મહાઉસમાં રાખી શક્તા નથી.

મિત્રો, મગરની ચામડીથી બનેલા પર્સની કિંમત ૧,૧૬,૨૭૦.૦૦ જેટલી હોય છે. સહેજે મોટું બેગપેક ૧,૮૦,૫૦૦ રૂ.માં મળે છે. જો કે ૧૫થી ૨૦,૦૦૦ની નાની પર્સ ફ્લુઅન્ટ સોસાયટીમાં ખૂબ વપરાય છે.

મગરની ચામડીની પ્રોડક્ટ ખૂબ ટકાઉ હોય છે. તે ઘસાતી નથી કે ફાટતી નથી. વળી તે આકર્ષક અને યુનિક હોય છે. તેની પેટર્ન અને ટેક્સ્ચર પણ ખૂબ લોકપ્રિય બની છે. હવે પ્લાસ્ટિ કોપી મળે છે પણ ઓરિજીનલ લેધરનો ગેટઅપ ક્લાસી હોય છે. પુરૂષો માટે બૂટ, કોટ અને વૉલેટ પણ મગરના લેધરવાળા મળી રહે છે.

મગરને અંગ્રેજીમાં ક્રોકોડાઇલ કહે છે. આ ક્રોકોડાઇલનો ભાઈ એલિગેટર તરીકે ઓળખાય છે. બન્ને વચ્ચે તફાવત છે. તેઓ દેખાવમાં વર્તનમાં અને હેબિટેટમાં જુદા છે. આમ તો તમને ખબર ના હોય તો સરખા જ દેખાશે. તફાવત સમજો. ક્રોકોડાઇલનો નાકવાળો ભાગ પોઇટેડ અને અંગ્રેજી અક્ષર 'વી' આકારનો હોય છે. એલિગેટરનું નાક અંગ્રેજી અક્ષર 'યુ' આકારનું અને પહોળું હોય છે. તેનો રંગ ઘેરો, કાળાશ પડતો રાખોડી હોય છે. હેબિટેટ એટલે કે વસવાટ જોઇએ તો ક્રોકોડાઇલ ખારા પાણીમાં રહી શકે છે જ્યારે એલિગેટર તાજા પાણીમાં મળે છે.

મગરના આંસુ વિશે તમે જાણો છો હવે તેના લોહી વિશે સમજી લો. મગરનું લોહી એન્ટીબેક્ટેરિઅલ, એન્ટિ વાઇરલ, એન્ટિ ઇન્ફ્લામેટરી, એન્ટિ ટયુમર અને એન્ટિ એનીમીઆ હોય છે તે ખૂબ જ એસિડિક હોવાથી કાદવમાં રહેવા છતાં એક વાઇરસ અને બેક્ટેરિયાને મારી નાંખે છે. તેના લોહીમાં રક્તકણો આપણાં કરતાં ત્રણ ગણાં હોય છે. તેનું લોહી ખારાશ સામે ટકી શકે છે. એટલે તે તાજા કે ખારા પાણીમાં રહી શકે છે.

મગર એટલું ફ્રેન્ડલી થઇ રહ્યું છે કે બરોડીઅન લોકો આવતા ચોમાસે પહેલી રોટલી ગાયની અને બીજી રોટલી મગરની રાખશે !


Google NewsGoogle News