છોડમાં છોડ... રણછોડ! .
- થોડામાં ઘણું-દિલીપ શાહ
મજનૂ 'દીલ'ના ભરાયાની કંપલેન કરે, પણ હજી લર્નીંગ લાયસંસવાળા જે પોલીટીક્સમાં જોડાયા છે એનું તો વિચારો? બેંક બેલેન્સ 'ભરાયા' નથી !
છો ડ જાતિવાચક નામ, પણ 'વું' નું જો પૂંછડું લાગે તો ? છોડ-વું યસ પ્રમોશનમાં ક્રિયાપદ. Quit... Leave તરીકે ડીક્ષનેરીમાં ગોઠવાઈ જાય !
'હિંદ છોડો' (Quit India) ૧૯૪૨ થી છોડવું ક્રિયાપદ હીસ્ટ્રીમાં ૪ માર્કની ટૂંકનોંધ બની ગયું. પછી તો આ 'છોડવું' ક્રિયાપદ બોલીવુડનાં શબ્દ સોદાગરોએ ચલણી કરી દીધું.
છોડો કલકી બાતે : સાસુ-વહુ, બે ભાગીદારો... શાસક.. વિરોધી પક્ષોમાં આ ગીત ટાઈફોડના રોગની જેમ ઉચાળા મારતું રહે છે. દૂષિત, ખરડાયેલો ભૂતકાળ વાદ-વિવાદને સળી કરતો જ રહે છે ને ?
મૈં તો છોડ ચલી બાબુલ કા દેશ... પિયાકા ઘર પ્યારા લગેત પણ બુન ! ક્યાં સુધી ? નણંદ-સાસુની કોમ્બો એન્ટ્રી હજી થઈ લાગતી નથી. પછી જોજો ભર શિયાળે માવઠું ! ગરજ કે સાથ બોલે... બોલે.. શરૂ હોલે... હોલે ! ઓલે ઓલે
હમ છોડ ચલે હૈં મહેફીલ કો... હે ! ૨૦૨૪ના દેવદાસી શાયર! આવી લુખ્ખી ધમકી આ છઠ્ઠીવાર છે. મંચ... બંચ... તાલી.. દાદ ના મળે એમાં આવી વોર્નિંગ ?
છોડ દો આંચલ જમાના... બહુ જૂનવાણી ના બનો. એમ હોય તો દાદાને રીફર કરો !
... શરાફત છોડ દી મૈંને
૨૦૨૪ ચૂંટણીનાં પડઘા હજી ય સંભળાય છે. ગઠબંધન સાથીઓ 'હોર્સ ટ્રેડીંગ'નાં ચોઘડિયા જોતાં થઈ ગયા છે. સત્તા, પાવરના બોણી બોનસમાં બિચ્ચારી 'શરાફત' શહીદ !
અભી ના જાઓ છોડકર...
મજનૂ 'દીલ'ના ભરાયાની કંપલેન કરે, પણ હજી લર્નીંગ લાયસંસવાળા જે પોલીટીક્સમાં જોડાયા છે એનું તો વિચારો ? બેંક બેલેન્સ 'ભરાયા' નથી !
છોડો... છોડો મોરી બયાં સાઁવરે... જાહેરમાં આવા અડપલા શોભે છે તમને ? આમાં હાથ ઉતરી ય જાય! પછી 'હાથના કર્યાં.. હૈયે વાગે !' આમ 'છોડવું' ક્રિયાપદ ઘણીવાર ઘરવાળી હુકમનું પાનું બનાવીને પતિદેવનાં ગુટકા.. ધૂમ્રપાન દારૃં- પત્તાની લત.. ઇતર પ્રવૃત્તિનાં ખાંખાંખોળાં 'છોડાવીને' જ સોળ સોમવાર કે સાત શુક્રવાર ફળ્યાનો સંતોષ માને છે.
હે પતિદેવો... પાનના ગલ્લે, ગોરધનની ચાની કીટલીએ.. ઓફિસ કેન્ટીને હવે ગપ્પાબાજી છોડો... અને હે મેડમો ! કીટી પાર્ટીઓમાં તમે ગોસીપબાજી છોડો!