Get The App

જેટલું જીવ્યા તેના કરતાં હવે ઓછું જીવવાનું હોય ત્યારે

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
જેટલું  જીવ્યા તેના કરતાં હવે ઓછું જીવવાનું હોય ત્યારે 1 - image


- બ્રાઝિલના કવિ મારીઓ ડી એન્ડ્રેડની કવિતા ‘‘My soul has a hat"  જાગ્યા ત્યારથી સવારની વાત છેડી આપણને જીવન કઈ રીતે જીવવું તેનો રોડ મેપ બતાવે છે

- હોરાઈઝન-ભવેન કચ્છી

- બાળક કઈ રીતે કેન્ડી ખાય છે તેમાંથી જીવનનું તત્ત્વ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે

- મારીઓ ડી એન્ડ્રેડ

વિ શ્વના મહાન કવિઓમાં જેમની ગણના થાય છે તેવા બ્રાઝિલના મારીઓ ડી  એન્ડ્રેડ (૧૮૯૩-૧૯૪૫)ની કવિતા *MY SOUL HAS A HAT* કુટુંબના બધા સભ્યો અને વિશેષ કરીને જેઓ વયનાં માઈલસ્ટોન વટાવતા જાય  છે તેઓએ કવિતાને જોરથી  પ્રતિજ્ઞા પત્રની જેમ વાંચવા જેવી છે.એન્ડ્રેેડ બાવન વર્ષ જ જીવ્યા પણ તેમની ૨૮ વર્ષની વયે તેમણે આ કવિતા લખી અને તેમાંથી એવી પ્રેરણા મેળવી કે જીવનના બાકીના વર્ષો ગદ્ય અને પદ્યનું વિશ્વ શ્રે સાહિત્ય, પેઇન્ટિંગ અને ફોટોગ્રાફી વિશ્વને ભેટ ધરી. તેઓ એવા વ્યક્તિઓની જોડે જ મિત્રતા કે  વિશેષ વાતચીત કરવાનું પસંદ કરતા જેઓમાં સંવેદના હોય. એન્ડ્રેડ બ્રાઝિલમાં બંધિયાર અને સંકૂચિત થઇ રહેલ સમાજમાં આધુનિક આબોહવા સર્જી. તેમના સર્જનમાં એક ચિંતા કેન્દ્રસ્થાને રહેતી કે માનવ કૃત્રિમ,દંભી અને બીજાની નજરે ચઢિયાતો અને સુખી છે બતાવવામાં તેનું પોતાનું જીવન ક્યારેય જીવતો જ નથી.  ભૌતિક તેમજ આધ્યાત્મિક સમન્વય સાથેનું  સદાબહાર જીવન જીવવા કરતા પૂર્ણ સમય ભારોભાર સંસાર, ખટપટ, ચાલાકી, ઈર્ષા અને ક્ષુલ્લક વિચારોમાં જ મોટાભાગના માણસો આયખું પૂરું કરી દે છે. બહોળો સમુદાય આવા  વ્યક્તિ સમૂહ જોડે  જીંદગી વિતાવી લે છે. ઈશ્વરની અમુલ્ય ભેટ સમાન મજાનાં જન્મને એમ જ  હેતુવિહીન વેડફી નાંખે છે. કવિ કહે છે કે હું પણ આવું જ્ઞાન નહતું થયું ત્યાં સુધી જીવનની મહત્તા સમજ્યા વગર કેટલાયે વર્ષો વેડફી ચુક્યો હતો પણ હવે મને સમજાયું છે કે હવેની બાકીની આવરદામાં સાત્વિક છતાં ભરપુર મજા માણવી છે. કવિતાનું નામ છે ધસ્અ ર્જેન રચજ ચ રચાધ છે. લ્લચા એટલે કે ટોપી કે જે  સન્માન અને ગૌરવનું પ્રતિક છે. કવિ કહે છે કે મારો આત્મા કંઈ જેવો તેવો નથી. તે માંડ પ્રાપ્ત થાય છે.તેનું આદર, સન્માન અને સાફલ્ય તે મારી જવાબદારી છે. મારે જગતનાં આ અમુલ્ય મળેલ ફેરા દરમ્યાન જીવનનું રત્ન પામવું છે. કઈ રીતે? કવિતામાં તેનો રોડ મેપ તેમણે આપેલો છે. પહેલા કવિતા વાંચી લો.

I counted my years

& realized that I have

Less time to live by,

Than I have lived so far.

I feel like a child who won a pack of candies: at first he ate them with pleasure,

But when he realized that there was little left, he began to taste them intensely.

I have no time for endless meetings where the statutes, rules, procedures & internal regulations are discussed,

knowing that nothing will be done.

I no longer have the patience

To stand absurd people who,

despite their chronological age,

have not grown up.

My time is too short:

I want the essence,

my spirit is in a hurry.

I do not have much candy

In the package anymore.

I want to live next to humans,

very realistic people who know

How to laugh at their mistakes,

Who are not inflated by their own triumphs

& who take responsibility for their actions.

In this way, human dignity is defended

and we live in truth and honesty.

It is the essentials that make life useful.

I want to surround myself with people

who know how to touch the hearts of those whom hard strokes of life

have learned to grow, with sweet touches of the soul.

Yes, I'm in a hurry.

I'm in a hurry to live with the intensity that only maturity can give.

I do not intend to waste any of the remaining desserts.

I am sure they will be exquisite,

much more than those eaten so far.

My goal is to reach the end satisfied

and at peace with my loved ones and my conscience.

We have two lives

& the second begins when you realize you only have one.

કવિની જેમ આપણને પણ જ્ઞાન થઇ જવું જોઈએ કે  ઉછેર દરમ્યાન યોગ્ય માર્ગદર્શન કે સાચી પ્રેરણા નહીં હોઈ કે પછી યુવા ઉંમરનો કેફ હોવાને કારણે મેં જીવનના કેટલાક દાયકાઓ તો એમ જ વેડફી નાંખ્યા. યંત્રવત જીવતો રહ્યો. ન પ્રકૃતિને માણી કે ન મળવા જેવા માણસોને મળ્યો. કોઈ શોખ, કોઈ રસ, કોઈ રૂચી નહીં. સંવેદનનાની રીતે પણ શુષ્ક રહ્યો. ઈશ્વરે આપી તો  હતી જન્મતા સાથે જ મજાની કેન્ડી પણ અડધીથી વધુ કેન્ડી તો એવી અભાન રીતે આરોગી ગયો કે મને તેનો સ્વાદ, અહાહાનો એહસાસ અને આસ્વાદ કંઈ ખબર જ  ન રહી. ઇન્દ્રિયો જાણે તમામ ક્રિયાઓ વખતે નિર્જીવ જ હતી. પણ હવે જીવન રૂપી કેન્ડી પર મારી નજર પડી અને ધ્રાસકો પડયો કે 'ઓહ ..અરેરે .. આટલી મજાની કેન્ડી અને હવે આટલી જ બાકી રહી?' કવિ જો કે ઝડપથી વર્ષો ગુમાવ્યાનો અફસોસ ત્યજીને તરત જ હવે બાકીની જીંદગી બહેતર કઈ રીતે બને તે માટેના સંકલ્પો કરે છે જે આપણા સૌને માટે પણ દીવાદાંડી સમાન છે.

જેમ બાળક કેન્ડી પૂરી થવાની છે તેનું અચાનક ભાન થયા પછી બચેલી કેન્ડી જે રીતે માણે છે તેમ જ હવે હું પણ તેમ કરીશ. નિરર્થક ચર્ચા, કૂથલી, ગંદુ રાજકારણ સમાજની નજરે મારી મૂલવણી થાય ય કે ન થાય તેની પરવા ત્યજી હું માત્ર મારા નિજાનંદ,જીવન ધ્યેય માટે બાકીનું જીવન જીવીશ. મારે મારી નજરે ખરું ઉતરવું છે.

અત્યાર સુધી હું સમાજની દાદ અને પ્રતિભાવ માટે જ જીવ્યો. હવે અપેક્ષાઓથી મુક્ત બની ગયો છું. મીટીંગો અને મેળાવડામાં ઓળખ ઉભી કરવા કે જાળવવામાં કેટલો શ્રમ અને તણાવ વેઠયો. હવે બધું છોડી મારે મારા સ્વ માટે જીવવું છે. છવાઈ જવા કે વિસ્તરવાની જગાએ સંકોચાઈ જઈને ખલેલ વગરની આંતરિક મસ્તીથી લથપથ થવું છે.

એવા તમામ વ્યક્તિઓ કે જેઓ લાગણી વગરના બુઠ્ઠા અને એકતરફી ફાયદા ઉઠાવતા સ્વકેન્દ્રી છે જે મારી નજરે 'એબ્સર્ડ' છે તેઓ અંગે વિચારીને કે સમય બગાડીને હું મારી ગતિ અને મસ્તીમાં હવે વિચલીત થવા નથી માંગતો. આ એ બધા લોકો છે કે જેઓ વૃદ્ધ થતા જાય છે પણ પ્રબુદ્ધ કે તેનાથી આગળ બુદ્ધ થવા અંગેનો વિચાર સુદ્ધા નથી કરતા. જડ વિચારસરણી ધરાવતા લોકો સાથે પણ સમય ન બગાડશો.

હવે  મારી પાસેની લાજવાબ કેન્ડી પીગળી રહી છે. એવા વ્યક્તિઓ અને સમૂહ જોડે જ વધુને વધુ સમય અને સંપર્ક રાખીશ કે જેઓમાં માનવીય અભિગમ, ઉદારતા, પ્રામાણીકતા, તેમની ભૂલ સ્વીકારવાની સરળતા, સંવેદના, સૌમ્યતા અને સાલસતા સમાયેલી હોય. વાણીમાં વિવેક ન હોય, વિચારોથી હલકા તેમજ અહંકારીઓથી દુર રહીશ. જેઓ પોતાની જાત પર હસી શકે. બીજાને ભરપુર સન્માન આપે અને નમ્ર હોય તેવી વ્યક્તિઓનું જ વર્તુળ બનાવી તેઓ વચ્ચે રહું છું. જેમાંથી કંઇકનું કંઇક શીખી શકાય અને જેઓને જ્યાં છે ત્યાંથી ઉપર તરફ જવું છે તેઓ જોડે  જ રહેવું અને તેઓ અંગે જ વિચારવું.જેઓ પોતાના જ બણગા ફૂંકે રાખે અને તમારા અસ્તિત્વની નોંધ જ ન લે તેઓને તો માનસપટલમાંથી જ કાઢી નાંખશો, તો જ તમારા ધ્યેયમાં તનાવ મુક્ત રહીને આગળ વધી શકશો.

આપણા સૌને એક જ જન્મમાં બે જીવન મળેલા છે  પણ  બીજા જીવનની આપણેને ત્યારે જ ખબર પડે છે જ્યારે  તે  જ બાકી રહ્યું હોય.મોટાભાગના તો આજીવન નવોદયનાં જ્ઞાન વગરના પ્રથમ તબક્કા જેવા પામર અને તુચ્છ જીવન સાથે  જીવનલીલા સંકેલી લે છે. આખી કેન્ડી એમ જ ખાઈ જાય. તો ચાલો... અત્યાર સુધી અજ્ઞાની હોઈ જીવનના પ્રથમ તબક્કા જેવું ભોજન તો લિજ્જત માણ્યા વગર પૂરું થવા આવ્યું છે પણ કંઈ વાંધો નહીં. હતાશ થવાની જરૂર નથી. ભોજનના અંતે પીરસાતા  મીઠાઈ, રબડી, આઈસ્ક્રીમ અને પેસ્ટ્રી વગેરે ની જયાફત એટલે કે એક જ જીવનમાં બીજા જીવનના જન્મ અંગેનું   જ્ઞાન થયું છે તે   ભોજનના આખરી કોર્સની તો મજ્જેથી જયાફત ઉડાવીએ. 


Google NewsGoogle News