હવે ઓટોમેટિક નહિ ઇલેક્ટ્રિક કાર વિચારો....!
- શોધ સંશોધન - વસંત મિસ્ત્રી
ગી અરવાળી કાર વટાવી આપણે ઓટોમેટિક કારના યુગમાં ક્યારના આવી ગયા છે. હવે પ્રદૂષણ નાથવા ઈલેક્ટ્રિક કાર મેદાનમાં આવી છે પશ્ચિમના દેશમાં અનેક ઇલેક્ટ્રિક કાર એવી છે જે વિશ્વમાં જાણીતી થઈ ગઈ છે. પ્રથમ ભારતમાં મેદાનમાં આવેલી ઇલેક્ટ્રિક કાર વિશે જાણીએ.
ઈલેક્ટ્રિક કારથી કાર્બન ઓછો ફેંકાય છે, અવાજ ખૂબ ઓછો આવે છે અને બળતણ ક્ષમતા પણ વધે છે ભારતમાં મહેન્દ્રની બી-૬, એમજીની વિન્ડસર અને મહેન્દ્રની XEV 9e જાણીતી કાર છે. આ કારની કિંમત ૧૫ લાખથી ૨૫ લાખ સુધી થાય છે.
તમારા નાના બજેટમાં આવે એવી કાર એમજી કોમેટ છે. બોક્સી લૂક છે. વિદેશની મિનિ કારને ધ્યાનમાં લઈ તેનો આકાર જેવો રાખ્યો હોત તો માર્કેટ અલગ હોત પરંતુ આ તો ડિઝાઈનરોની પસંદ છે. કોમેટને મિનિ વિન્ડસર બનાવી હોત તો લોકોએ પેટ્રોલ કારને સ્ટોકયાર્ડમાં ધકેલી દીધી હોત.
અડધી ઇલેક્ટ્રિક અને અડધી પેટ્રોલ કાર એટલે હાઈબ્રીડ સમજો. હાઈબ્રીડની બોલબાલ છે જે તમારૂ પાકીટ તગડું હોય તો.
મર્સીડિઝ બેન્ઝ, લેક્સસ, મસેરાટી, લેમ્બોર્ગિની, હોન્ડા સીટી, ટોયોટા ક્રેમી, ટોયોટા બેલ્ફાયર, ઇન્વીકરો, ઈનોવા હાઈક્રોસ, ગ્રાન્ડ વિટારા, હાઈરાઈડર વગેરે હાઈબ્રીડ કાર છે અથવા એવી કાર આપતી કંપની છે. આવી કારની રેન્જ ૧૩ લાખથી ૨ કરોડ સુધી આવેલી છે.
ઈલેક્ટ્રિક કારના ચાર્જિંગનો પ્રશ્ન ઘણાંને વિચારતાં કરી મૂકે છે. હવે કંપનીઓ તમારે ઘરે આવી તમારા ઈલેક્ટ્રિક મીટર પાસે ઇન્સ્ટોલેશન કરી આપે છે. હાઈવે પર તમે ક્યાં ક્યાં ચાર્જ કરી શકશો એની યાદી પણ તેઓ આપે છે. તમે ચા-પાણી-નાસ્તો પતાવો ત્યાં તમારી કાર ચાર્જ થઈ જાય છે. કંપનીઓ ચાર્જીગ કર્યા પછીની કિલોમીટર રેન્જ આપે છે પરંતુ તમારે જાતે પ્રેક્ટિકલી તપાસી લેવું આવકાર્ય છે...!
જેમને ઘરેરાટી કરીને ફાયરિંગની મઝા લેવાનો શોખ હોય તેમને શાંત અને ડાહીડમરી ઈલેક્ટ્રિક કાર નહિ ગમે. ફેરારીનું ફાયરિંગ પસંદ કરનારા ઇલેક્ટ્રિક કાર ચલાવે તો તેમની મનોસ્થિતિ તમે વિચારી શકો છો.
વિદેશમાં ટેસ્લા એક્સ વધુ લોકપ્રિય છે નિસાન લીફ બીજી આકર્ષક કાર છે. હ્યુન્ડાઈની આઈકોનિક ૧૧૮ બીએચપીની છે જે ૧૦ સેકન્ડમાં ૬૨ની સ્પીડ મેળવે છે જે ઓછી કહેવાય. બીએમડબલ્યુ ૧૩ અને રિનોલ્ટ ઝુ પણ લોકપ્રિય વિદેશી કાર છે. આઉડી (કે ઓડી...!) ઈટ્રોન મનમાં વસી જાય એવી કાર છે.
જેગ્યુઆરની આઈ પેસ એક આકર્ષક કાર છે ટેસ્લાનો મોડેલ-૩ પણ લોકોની પ્રાયોરિટી પસંદ છે ફોક્સવેગન (વૉક્સ નહિ) આઈડી-૩ પોર્શ ટેકાન, વૉકઝલની કોર્સા, બીએમડબલ્યુની આઈક, મર્સની ઈક્યુસી અને હોન્ડા-ઈ વિશ્વમાં ધૂમ મચાવતી કાર છે.
ભારતની કેટલીક કંપનીઓ ૧૦ લાખની આસપાસના બજેટમાં ઇલેક્ટ્રિક કાર મૂકી રહી છે. જરા ટેસ્ટડ્રાઈવ લો ત્યારે જ ઈની મજા ખબર પડશે. તમે ૮૦-૧૮૦ કી.મી. રોજ હંકારતા હો તો ઇલેક્ટ્રિક કાર વિચારી શકાય.