પરિવર્તન સંસારનો એકમાત્ર અફર નિયમ છે .
- મેનેજમેન્ટ-ધવલ મહેતા
- નવી શોધો અને ટેકનોલોજીના કારણે મેનેજમેન્ટ તેમ જ અર્થશાસ્ત્રમાં પરિવર્તનો આવ્યા છે, છતાં ભારતમાં એ પરિવર્તનની ગતિ ખૂબ ધીમી છે
જ ગતમાં પરિવર્તનના અનેક ક્ષેત્રો છે : રાજકારણ, વાતાવરણ, અર્થકારણ, સમાજકારણ, ધર્મ, કલ્ચર, મૂલ્યો, વગેરે જેવી જગતમાં કોઈ પણ ધર્મ સનાતન નથી. જગતમાં બધુ જ બદલાયા કરે છે. કશું જ સ્થિત નથી. ભારતીય કંપનીઓનું મેનેજમેન્ટ તો ઈ.સ. ૧૯૫૦ (જ્યાર આપણે લોકશાહી, સિક્યુલર રાષ્ટ્ર બન્યા) પછી ધીમે ધીમે કરીને ઘણું બદલાઈ ગયું. શેઠિયાશાહી મેનેજમેન્ટનું સ્થાન પ્રોફેશનલ મેનેજમેન્ટે લીધું. શરૂઆતમાં કંપનીઓ 'લોંગ ટર્મ પ્લાનિંગ'નો મેનેજમેન્ટની એક અગત્યની ટેકનિક તરીકે ઉપયોગ કરતી. ઘણી કંપનીઓમાં લોંગ ટાઇમ પ્લાનિંગના અલગ ડિપાર્ટમેન્ટસ હતા જેના મૂળમાં સ્ટેસ્ટીકલ લોંગ ટર્મ ફોરકાસ્ટીંગ ટેકનિકસનો ઉપયોગ થતો. ભવિષ્ય તો ઘણું અનિશ્ચિત છે અને માત્ર સ્ટેટિસ્ટીકલ ફોરકાસ્ટિંગ ટેકનિકો તે માટે અપરુતી હોવાથી મેનેજમેન્ટ ટ્રેઇનિંગમાં સિનારીઓ પ્લાનિંગની ટેકનિકનો પણ વિકાસ થયો છે. ધારો કે આખુ મુંબઈ કે આખુ ન્યુયોર્ક પાણીમાં ગરકાવ થઈ જાય તો આપણી કંપનીએ શું કરવું? ધારો કે ખનિજ તેલની આયાત શૂન્ય થઈ જાય તો શું કરવું ? આવા તો હજારો સિનારીઓઝની પ્રેક્ટિસ મેનેજરોની બુદ્ધિશક્તિ તથા ક્રિએટીવીટી ખીલવવા આપી શકાય. દા.ત. ધારો કે આપણી પ્રોડકટના વિકલ્પ તરીકે હરિફ કંપની તદ્દન નવી ટેકનિકથી આપણા જેવી જ પ્રોડક્ટ અડધા ભાવે વેચે તો શું કરવું ? ધારો કે કોવિડથી પણ ખતરનાક અને સો ટકા જીવલેણ વાયરસ પ્રજામાં ઝડપથી પ્રસરી જાય તો શું કરવું ? પરંતુ સમય જતા લોંગ ટર્મ પ્લાનીંગના ડિપાર્ટમેન્ટસ બંધ થવા માંડયા અને લોંગ ટર્મ પ્લાનિંગનું સ્થાન સ્ટ્રેટેજીક મેનેજમેન્ટ અને સ્વોટ (સ્ટ્રેન્થસ વીકનેસીઝ, ઓર્પોચ્યુનીટીઝ અને થ્રેટસ) એનાલીસીસી વિના ચાલે તેમજ નથી. અમદાવાદમાં અને મહારાષ્ટ્ર કે દિલ્હીમાં શેઠિયાશાહી મેનેજમેન્ટ ચાલે કારણ કે ટેક્ષ્ટાઇલ, કેમીકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ ખીલતા જતા હતા અને બજારોમાં નવી નવી માંગ ઊભી થતી જતી હતી. વળી પ્રથમ વિશ્વ યુદ્ધે (ઇ.સ. ૧૯૧૪-૧૯૧૮) અને બીજા વિશ્વ યુદ્ધે (૧૯૩૯-૧૯૪૫)
લગભગ તમામ ચીજવસ્તુઓ અને સેવાઓની જબરજસ્ત માગ ઊભી કરી હતી. શેઠિયાશાહીના જમાનામાં મોટાભાગની કંપનીઓના માળખા (સ્ટ્રકચર્સ) હાયરાર્કીકલ એટલે કે રસ્તા ઉપરથી નીચે જાય અને બોલતા હુકમનું તમારે પાલન કરવું જ પડે અને બોલતી નિર્ણય પ્રક્રિયામા તમારો કોઈ જ અવાજ ના હોય, બોસનો હુકમ આખરી ગણાય. તે પ્રકારના હતા. આ પ્રકારના માળખા હજી લઘુ ઉદ્યોગ તથા સૂક્ષ્મ ઉદ્યોગમાં ચાલે છે. જેમં ટીમવર્કનો કન્સેપ્ટ બહુ વિકસ્યો નથી. કર્મચારીઓનો સૌથી મોટો ગુણ વફાદારી (લોયલ્ટી) અને તે પછી આજ્ઞાાંકારિતા (ઓબીડીયન્સ) ગણાતા હતા. તે પછીના યુગના માળખા તદ્દન જુદા પ્રકારના થઈ ગયા છે. જેમ કે ડીવીઝનલાઈઝડ સ્ટ્રકચર્સ, મેટ્રીક્ષ સ્ટ્રકચટર્સ, બાઉનડ્રીલેસ સ્ટ્રકચર્સ, નેટવર્કીંગ સ્ટ્ર્કચર્સ, લર્નીંગ ઓરેગેનાઈઝેન્સ આધારિત સ્ટ્રકચર્સ વગેરે ઉભા થયા છે.
ડીજીટલ યુગની શરૂઆતમાં તો એવા સ્ટ્રકચર્સ ઊભા થયા હતા કે ક્રીએટીવ ટીમો રાતના બે કે ત્રણ વાગ્યા સુધી અંદર અંદર ચર્ચા કરી કામ કરે, નવી ડીઝાઇન બનાવે પછી રાતના ચાર વાગે આખી રાત ચાલતી રેસ્ટોરાંમાંથી પીઝા કે હેમબર્ગર કે ટાકોડે બરીટોના પેકેટસ મંગાવે અને સવારે ચાર કે પાંચ વાગે ઊંઘ આવે તો ઓફિસના સોફા પર કે ખુરશી પર કે ભોંયતળિયા પર સૂઈ જાય અને સવારે ૧૧ વાગે ઊઠીને ફરીથી કામ શરૂ કરે. આમાંથી એટલું જબરજસ્ત ટીમવર્ક ઉભું થયું કે અમેરિકા નવી નવી શોધોનું મુખ્ય સ્થાન બની ગયું. ઔદ્યોગિક મંડળ ભલે બ્રિટને શરૂ કરી પણ ડીજીટલ ક્રાંતિ અને અત્યારની આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ ધરાવતા વિવિધ પ્રકારના એરબોક્ષ કે રોબોટસની રચના અમેરિકાએ કરી છે.
આ ક્ષેત્રમાં યુરોપ પાછળ રહી ગયું છે અને મસ્ક, બીલ ગેટસ, સેમ ઓલ્ટમેન વગેરે સેલિબ્રીટીઝ બની ગયા છે. મેનેજમેન્ટનું અત્યાર સુધીના મુખ્ય કામો પ્રોડકટસના બજારોનો વિસ્તાર વધારવાનું, વેચાણ અને નફો વધારવાનું, અન્ય કંપનીઓને ટેકઓવર કરવાનું હતું, પ્રોડકટની ગુણવત્તા વધારવાનું વગેરે હતા. હવે મેનેજમેન્ટનું ઉપરના કુશળતાપૂર્વક કરવા ઉપરાંત ઇનોવેશન્સનું છે. હવે કંપનીઓને એક્સ્ટ્રાઓર્ડિનરી ઇન્ટેલીજન્ટ મેનેજરો નહીં પરંતુ એકસ્ટ્રાઓર્ડિનરી ઇનોવેટીવ મેનેજરો કે વૈજ્ઞાાનિકો અને ટેકનોલોજીસ્ટોની જરૂર છે.
નવી ઊભી થયેલી એઆઈ ચેટબોક્ષ કે રોબોટીકસ ને પડકાર કઈ રીતે ઝીલવો તે બાબત દુનિયાની મધ્યવર્ગની અને મોટી કંપનીઓને અત્યારે સતાવી રહી છે. ટોપ મેનેજમેન્ટની આ પડકારને કારણે ઊંઘ ઊડી ગઈ છે. હવે જે જમાનો આવ્યો છે તે 'લર્નીંગ ઓર્ગેનાઈઝેશન'નો નહીં પરંતુ ઇનોવેટિવ ઓર્ગેનાઇઝેશનને લગતો છે.
ભારતીય મેનેજમેન્ટ માટે એક મોટો પડકાર એ છે કે નવી નવી પ્રોડકટસ કે સર્વીસીઝ કેવી રીતે ઊભી કરવી અને નવા સ્ટાર્ટઅપ્સ કેવી રીતે ટકાવી રાખવા. ભારત ભૂતકાળમાં ઇનોવેટીવ હતું. શ્વાસની પ્રક્રિયા પર પ્રાચીન ભારતે જે ચિંતન કર્યું છે તે કોઈ અન્ય પ્રજાએ કર્યું નથી. તેમાંથી 'યોગ' ની શોધ થઈ છે. હવેની સરકાર પ્રજાને ભક્તિથી તરબોળ બનાવી દેવા અને આપણુ પ્રાચીન જ્ઞાાન જગતમાં સર્વશ્રેષ્ઠ હતું. તેને શાળા અને કોલેજોમાં ભણાવવાનો આગ્રહ રાખે છે. ભારતમાં સાયન્ટીફીક અને ટેકનોલોજીકલ ક્ષેત્રોનું પ્રચંડ મોજુ ઉભુ થવાને બદલે રીલીજીઅસ રીવાઇવલીઝમનું પ્રચંડ મોજું ઊભુ થઈ ગયું છે. વિજ્ઞાાન લોજિક અને રીઝનીંગ પર ચાલે છે. આ બંનેના કાર્યક્ષેત્રો અને ચિંતન ક્ષેત્રો જુદા છે. ભારતમાં ઇનોવેશન્સનું પ્રચંડ મોજુ આવે તો ભારતની કંપનીઓની મેનેજમેન્ટ આ મોજાનો લોકોને લાભ થાય તે માટે તૈયાર છે અને સજ્જ છે.
ભારતમાં નહેરૂના જમાનામાં અને તે પછી શરૂ થયેલી આઇઆઇટી અને આઇઆઇએમ જેવી સંસ્થાઓએ શિક્ષણના ક્ષેત્રમાં કમાલ કરી છે પરંતુ ભારત હજી નવી પ્રોડકસ કે સર્વીસીઝ કે અન્ય પ્રકારની શોધોમાં ઇનોવેટીવ નથી પણ ઇમીટેટીવ છે તેથી વિજ્ઞાાન પ્રધાન સીકયુલર પશ્ચિમ જગત ઐહિક ધર્મપ્રધાન પ્રામાણીકતામાં ભારતથી હંમેશા આગળ રહેશે. અને સમૃદ્ધ ઐહિક અને લાંબુ તંદુરસ્ત જીવન તેના નાગરિકોને આપી શકશે.