Get The App

પોસ્ટકાર્ડ . .

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
પોસ્ટકાર્ડ                                                         .                                   . 1 - image


- વિન્ડો સીટ - ઉદયન ઠક્કર

- બાકીનાં પોસ્ટકાર્ડ વાંચતાં ચિત્રાંગને જાણવા મળ્યું કે ટપાલ પેટી ગાયબ થઈ જવાને કારણે તે મોકલી જ શકાયાં નહોતાં. ટપાલપેટી ચોરાઈને વેચાઈ ગયેલી

'લ ખવાનું પણ શું હોય ? પોસ્ટકાર્ડ જેટલી વાતો ! ખબર હોય કે આ તારા સુધી નહિ જ પહોંચે. ખાતરી હોય કે તારા સુધી પહોંચશે ! ઋતુઓના રંગ. ફૂલોની ગંધ, પંખીઓનો કલશોર, આકાશ, તારા, સમુદ્રો, નદીઓ.. આ હમણાં ઊડે છે તે શક્કરખોર... આપણા પોતાના સૂર્યોદયો. આપણા એકલાનો ચાંદો. બીજું છે શું ?... ચાલ, નર્મદામાં નહાવા ચાલ. (કે ડૂબવા ચાલ !).આ..વ..જે..!''

આવું પોસ્ટકાર્ડ મળ્યું ચિત્રાંગને, જે ચાલીસ વર્ષથી બેંગલોરમાં સ્થાયી થઈ ગયેલો. પોસ્ટકાર્ડ લખેલું શાળાના જૂના ભાઈબંધે. ચિત્રાંગને વિચાર આવ્યો. 'લજં એટલે જય શ્રીકૃષ્ણ,  લલહએટલે જય જિનેન્દ્ર અને ાબએટલે ટેઇક કેરનો આ જમાનો, તેમાં આ પોસ્ટકાર્ડ ?' ખાસ વાત એ કે આ વાર્તામાં બધે જુદા જુદા પોસ્ટકાર્ડના ફોટા છાપેલા છે, જેમાં લખનારના અક્ષરોના મરોડ દેખાતા હોવાથી અંગતતા ભળે છે. ચિત્રાંગ ફલાઈટ પકડીને ભાગ્યો. મિત્રના ઘેર તાળું લટકતું હતું. યાદ આવ્યું કે ચાવી શૂ-બોક્ષમાં રખાતી હતી. ઘર ઉઘાડીને જોયું તો પૂજાની ઓરડીમાંથી પીળા પોસ્ટકાર્ડની થોડકી મળી. ચિત્રાંગ વાંચવા માંડયો.

'દોસ્ત, મસ્ત શિયાળો છે, સવારે ચાર વાગે આંટો મારવા નીકળું.. નીલગાયના કાળા ઓળા ઘડીક રસ્તા પર મને તાકી રહેતા હોય.. વાડમાં કાંઈક સંચાર કળાયો. ઠુંગરાઈને સસલું બેઠેલું ! જમણી તરફનું આકાશ હવે લાલમાંથી સોનેરી થઈ ગયું. તાર ઉપર પતરંગાની પચીસેકની હાર.. સાંકડમકડ બેઠેલી.. લી. હું તો લખ્યા જ કરીશ.'

ત્રીજું પોસ્ટકાર્ડ આવું હતું. 'કાગળ વાચનાર સદા સુખી રહો. મારી બા પોસ્ટકાર્ડ લખતી ત્યારે મથાળે આવંહ અચૂક લખતી ઃ કાગળ વાચનાર સદા સુખી રહો.' બાના હાથનાં ગરમ-ગરમ ઢોકળાં તને બહુ ભાવતાં યાદ છે ને !

ચિત્રાંગ બેંગલોરમાં ચાલીસ વર્ષથી રહેતો હોવાથી તેની ભાષામાં નર જાતિ, નારી જાતિ, વચન, બધાંની ભૂલો થઈ જાય છે. જેમ કે તે કહે છે. છેલ્લે પેન ક્યારે હાથમાં પકડયું 'તું એ યાદ નથી રહ્યો.' હાથમાં આવેલાં પોસ્ટકાર્ડની થપ્પી સ્કેન કરીને તે પોતાના બ્લોગ પર મૂકતો જાય છે, અને તેના બ્લોગ-મિત્રો પ્રતિભાવ આપતા જાય છે. જેમ કે ઃ

શૈલી ઃ રૈૈ ભરૈાચિહય લૈ...!!! તમારી બ્લોગની અચાનક  પૈજૈા કરી કોણ છે આના લખનાર ? આટલે દૂર બેઠાં આવી ગુજરાતી લેન્ગવેજ વાંચવાની એક જુદી જ ખીીન હોય છે. આવું લખીને.. એક ઁબ મારા શિકાગોના એડ્રેસ પર મોકલોને..

બાકીનાં પોસ્ટકાર્ડ વાંચતાં ચિત્રાંગને જાણવા મળ્યું કે ટપાલ પેટી ગાયબ થઈ જવાને કારણે તે મોકલી જ શકાયાં નહોતાં. ટપાલપેટી ચોરાઈને વેચાઈ ગયેલી. તેનાં સગડ પૂછવા જતાં જવાબ મળતો, આજના જમાનામાં તમે ટપાલ લખો છો ? હેડ પોસ્ટ ઓફિસે જઈને મોટી ટપાલ પેટીમાં પોસ્ટકાર્ડ નાખ્યાં ત્યાં ટપાલીઓની હડતાળ પડી. પછી પેલો ભાઈબંધ પોસ્ટકાર્ડ લખીને ઘરે જ રહેવા દેતો. એક પોસ્ટકાર્ડમાં તેણે લખેલું. જેને જોઉં એ બાઈક ઉપર મોઢું વાંકું કરી, મોબાઈલ પર વાત કરતું ભાગતું હોય છે. જોજેને, આવતા સમયમાં એક આખી જનરેશન વાંકા મોઢાવાળી જનમવાની છે. 'બ્લોગ ઉપર આ વાંચીને બ્લોગ-મિત્ર પ્રતીક્ષાની કમેંટ આવી, 'હલો.. આ તમે ઁર્જાકરો છો તે બધું ખચબાછે કે કૈર્બૌહ? તમારા મિત્રનું નામ કેમ નથી આવતું ? ચિત્રાંગે વળતો ઘા કર્યો, કેવી રીતે માની લઉં કે તમે પ્રતીક્ષા છો ? તમે પ્રવીણ હો ને પ્રતીક્ષા ના બન્યાં હો એની કાંઈ ઁર્ર્કિ? છેલ્લે ચિત્રાંગ લખે છે, 'મારી વિઝિટર્સ સ્પેસમાં મુલાકાત લેવા બદલ આભાર..(હવે) આ બ્લોગ ડીલીટ કરીશ. એની જેમ જ પોસ્ટકાર્ડ લખવાની ર્ચાર સોરી. પ્રતિજ્ઞાા સાથે ! નર્મદાને કાંઠે ક્યાંક એ મળી જાય. એવી ઈાીહિચન ર્રૅી સાથે.'''

મહેન્દ્રસિંહ પરમારની નવલિકા 'પોસ્ટકાર્ડ જેટલી (જ) વાર્તા'નો આ સંક્ષેપ હતો. બે જીવનશૈલી અહીં વિરોધાવાઈ છે. એક તરફ ભાષાનું કાપીકૂપીને કચુંબર કરતાં, ઇ-મોજીથી ચલાવતાં લોકો ઃ બીજી તરફ સાહિત્યિક સદર્ભોવાળા, સરસ્વતીનું શીલ સાચવતા માણસો. એક તરફ દોડતી બાઈક પર મોબાઈલમાં બોલતાં વાંકા મોઢાવાળાં લોકો. બીજી તરફ તાર પર મૂગા બેઠેલા પતરંગાઓને નિહાળવાની ફુરસદ ધરાવતા માણસો. લેખકે મનભર પ્રકૃતિચિત્રો દોર્યા હોવાથી તેમનો પક્ષપાત છતો થઈ જાય છે. પત્રો લખનારનું નામ જ નથી આપ્યું. છેવટ સુધી ચિત્રાંગ સાથે તેની મુલાકાત પણ થતી નથી. છેલ્લે ચિત્રાંગનું હૃદય-પરિવર્તન થાય છે. (સાદ દઈને કુદરતને ખોળે બોલાવનાર તેનો માંહ્યલો જ હશે ?) લેખકની શૈલીમાં ભરપૂર નાવીન્ય છે. પોસ્ટકાર્ડની સાહિત્યિક ભાષા, ચિત્રાંગની વ્યાકરણ-અશુદ્ધ ભાષા, બ્લોગ-મિત્રોની અંગ્રેજી મિશ્રિત વર્ણસંકર ભાષા. નવલિકા ત્રણ સ્તરે ચાલે છે. ચિત્રાંગ વાચકોને પોતાની કથા-પ્રથમ પુરુષ એકવચનમાં કહે છે, તે પહેલું સ્તર. ભાઈબંધ તેને ઉદ્દેશીને પોસ્ટકાર્ડ લખે છે તે બીજું સ્તર. અને બ્લોગ પર સંદેશાઓની આપ-લે ચાલે છે તે ત્રીજું સ્તર. વાક્યોની વચ્ચે મુકાયેલાં અંગ્રેજી શબ્દો. ટૂંકાવેલા શબ્દો અને ઇમોજી વડે આજની પેઢી પ્રત્યક્ષ થાય છે. (ચિત્રાંગ અને બ્લોગ મિત્રોની અંગ્રેજી શબ્દોની જોડાણીમાં ભૂલો આવ્યા કરે, તેનું પ્રયોજન સમજાતું નથી.) વિવિધ પ્રયુક્તિ વડે 'બેક ટુ નેચર'નંં આવાહન આપતી નવલિકા લેખકે સર્જી છે.


Google NewsGoogle News