કારની કેબિન-એરમાં કેન્સરકારક રસાયણો
- શોધ સંશોધન - વસંત મિસ્ત્રી
ત મારી નવી કારમાંથી આવતી સુગંધ તમને ખૂબ ગમે છે અને છએક મહિના સુધી તમે તેની પ્રશંસા કરતા રહો છો પરંતુ આ સુગંધ એક મીઠી છરી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આગ લાગે નહિ તે માટેના રસાયણો કારની સીટમાં અને પ્લાસ્ટિકમાં ભેળવેલા હોય છે.
આ રસાયણો તમારા શરીર માટે હાનિકારક હોય છે એવું એક રિપોર્ટમાં જણાવાયું છે. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલને એક રિપોર્ટ આપ્યો છે. એ રિપોર્ટ પ્રમાણે કારની કેબિનમાં રહેલી હવામાં ફરતાં રસાયણો કેન્સરકારક છે અને તેમને ૧૯૮૯ના મેન્યુફેક્રચર, સ્ટોરેજ અને ઇમ્પોર્ટ ઓફ હેઝારડસ કેમિકલ્સના નિયમમાં દર્શાવવામાં આવ્યા નથી.
સીપીસીબીના મત પ્રમાણે એક મીડીયા રિપોર્ટમાં ૧૦૧ કારનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. ૨૦૧૫થી ૨૦૨૨ સુધીની કારની કેબિનએરનું વિશ્લેષણ કરતાં ૯૯ ટકા વાહનોમાં આગથી બચાવનારા રસાયણો જણાયા હતા. તેમાં બે રસાયણો એવા હતાં જે કેન્સરકારક અને રીપ્રોડ્ક્ટીવ ઈસ્યુ સાથે જોડાયેલા હતા...!
આ રિપોર્ટમાં એવું પણ જણાવાયું હતું કે આ હાનિકારક રસાયણો સીટના ફોમમાં હતા અને આગ સામે ખાસ રક્ષણ આપતા ન હતા.
ઓટોમોબાઈલ સેફટી સ્ટાન્ડર્ડ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ દ્વારા સેટ થાય છે. એના સહયોગમાં નેશનલ ઓટોમોટિવ ટેસ્ટિંગ એન્ડ આર એન્ડ ડી ઇન્ફ્રાસ્ટ્રકચર પણ હોય છે. આ બધી એજન્સીઓ ભેગી થઈને કામ કરશે તો જ આ ઝેરી પ્રશ્નોનું નિરાકરણ આવશે. હાલમાં તો ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર કાર ખરીદવાના શ્રેષ્ઠ મહિનાઓ ગણાય છે. બેફામ ઓફર છે પણ શેરબજારમાં બેફામ પૈસા ઇન્વેસ્ટ થઈ ગયા છે. ગોડાઉનમાં કારનું અને શેરબજારમાં પૈસાનું ભરણું ચરમ સીમાએ છે.
કાર ખરીદવા માટે પ્રોફિટ-લોસની રમત રમવી પડશે. ગ્રાહકને કારની સુગંધ કરતાં કારની ડિઝાઈન અને સેફટીમાં વધુ રસ છે. યુવાનોના મગજ પર એસ.યુ.વી. જ કેમ સવાર છે એ શોધનો વિષય છે.
સાત સીટવાળી એસ.યુ.વી.માં એક જ માણસ શહેરમાં ફરતો હોય તો કેવું લાગે ? આજકાલ ઑફ રોડર પણ રોડ પર વધુ ચાલે છે...! બધુ વિચિત્ર લાગે છે. સંભાળીને ચાલવું જરૂરી છે કારણ કે સિઝન વિચિત્ર છે અને શેરબજારનો પરપોટો પણ ફૂટતો નથી...!