સો ઝળહળ દીવડા શણગારના, તો એક ટમટમ દીવો શૌર્યનો
- એકનજરઆતરફ - હર્ષલપુષ્કર્ણા
- આખો દેશ દિવાળીનો પર્વ ઉત્સાોહપૂર્વક મનાવવામાં મશગૂલ હોય ત્યાુરે સરહદે ઊભેલા પ્રહરીઓ માટે સંજોગો ઉચાટના હોય છે. એક નજર તેમની દીવારહિત ફિક્કી દિવાળી પર...
- અહીં રજૂ કરેલું વર્ણન વાંચ્યાય પછી હૃદયમાં કોઈ લાગણી જગાડવા જેવી હોય તો તે આપણા સીમાપ્રહરીઓ પ્રત્યેણ આદર-પ્રેમની છે, આભારની છે અને તેમના નિષ્ઠાઓપૂર્ણ નિસ્વાતર્થ ફરજપાલન પ્રત્યેિ સલામની છે.
નવેમ્બ ર ૧, ૨૦૦પને દિવાળીનો દિવસ હતો. પ્રકાશનો અને મીઠાશનો દિવાળી પર્વ આપણા દેશના સરહદી જવાનો સાથે વીતાવવાની વ્-ાક્તિગત પરંપરાના ભાગરૂપે પંજાબના ફિરોઝપુર નગરથી ૧૧ કિલોમીટર ઉત્તર-પશ્ચિમે હુસૈનીવાલા સરહદની મુલાકાતે જવાનું થયેલું. આ સ્થિળ બે રીતે વિશેષ હતું : (૧) શહીદેઆઝમ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવના પાર્થિવ દેહને ગોરા અંગ્રેજોએ અહીં માર્ચ ૨૩, ૧૯૩૧ની રાત્રે અત્યંતત ક્રૂર તેમજ અમાનવીય ઢબે ગુપચુપ રીતે અનિ્ દાહ દીધેલો. આથી હુસૈનીવાલાની ભૂમિ તેમનું અંતિમધામ છે કે જ્યાં જઈને ત્રણેય શહીદોનો તેમના સર્વોચ્ચદ બલિદાન બદલ હૃદયના ઊંડાણથી આભાર માની શકાય. (૨) હુસૈનીવાલાની લગોલગ નીકળતી ભારત-પાક સરહદે દરરોજ સાંજે સીમા સુરક્ષા દળ/ બોર્ડર સિક્યુરિટી ફોર્સ/ BSFના જવાનો ફ્લેગ સેરિમની કહેવાતી દબદબાભરી કૂચ યોજે છે.
દેશની આઝાદી માટે બલિદાન આપી દેનાર શહીદ ત્રિપૂટીને શ્રદ્ધાંજલિ દેવા તથા દેશની આઝાદી અકબંધ રાખવા માટે સરહદે 24x7 ઊભેલા BSFના પ્રહરીઓને સલામ કરવા માટે હુસૈનીવાલા આદર્શ સ્થટળ હતું. આથી અમદાવાદથી મોટર હંકારીને દિવાળીના દિવસે હુસૈનીવાલા પહોંચ્યોથ હતો. સૌપ્રથમ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવની સમાધિએ જઈને જે સમય વીતાવ્યો તેમાં ક્યાંય સુધી એ ત્રિપૂટીનાં બલિદાનને તથા તેમની સાથે અંગ્રેજોએ કરેલા દુર્વ્યવહારને યાદ કરીને એવા તો હીબકે ચડી જવાયું કે મને છાનો રાખવા માટે પિતાજીએ વારંવાર સાંત્વના આપવી પડી હોવાનું હજી યાદ છે.
ખેર, દિવાળીની એ ઢળતી સાંજે હુસૈનીવાલાની અત્યંરત ગરિમાપૂર્ણ ફ્લેગ સેરિમની માણી. સીમા સુરક્ષા દળના છ-છ ફૂટિયા જવાનોને છાતી કાઢી છટાભેર પરેડ કરતા જોઈને તેમજ બ્યુ ગલની લશ્કારી ધૂનના તાલે તિરંગો આસ્તેઢ આસ્તેર નીચે ઊતરતો જોઈને શેર લોહી વધી ગયું. ફ્લેગ સેરિમની સંપન્નલ થયા પછી હુસૈનીવાલા ચોકીમાં તૈનાત BSFના જવાનો/અફસરો સાથે વન-ટુ-વન વાર્તાલાપનો મોકો મળ્યો. ગુજરાતથી આણેલી મીઠાઈઓ તેમજ મઠિયાં, ચોળાફળી જેવા નાસ્તાેનો આસ્વા્દ તેમને કરાવ્યો ત્યાહરે સૌના ચહેરા પર ઊપસી આવેલી આનંદ-સંતોષની લાગણી સ્પઆષ્ટવ ‘વાંચી’ શકાતી હતી.
નાસ્તાીપાણીની સાથોસાથ અવનવી વાતોનો જે દોર ચાલ્યો તેમાં મારાથી એક સહજ સવાલ પુછાઈ ગયો કે, અહીં સરહદે પરિવારથી દૂર તમે સૌ દિવાળીનો પર્વ કેવી રીતે મનાવો?
‘કૈસી દિવાલી? ઔર ક્યા સેલિબ્રેશન, સા’બ?’ ચોકીના હેડ કોન્ટે સર બલે જવાબ દીધો. ‘હમ યહાઁ સે ઉનકો મીઠાઇયાઁ ભેજતે હૈ... ઔર વહાઁ સે હમ પર ગોલીયાઁ બરસતી હૈ! સરહદ કે ઉસ પાર સે ઘૂસપૈઠી ચલે આતે હૈ, ઔર હમ સબ ઉનકો પકડને મેં લગ જાતે હૈ...ઐસે તંગ માહોલ મેં કોઈ શાંતિ સે દિવાલી કૈસે મના સકતા હૈ?’
હેડ કોન્ટેે બલના કહેવાનું તાત્પહર્ય એ હતું કે આપણા જવાનો દિવાળીનો તહેવાર ઊજવવામાં પરોવાયા હોય ત્યાસરે પાક સૈનિકો હરકતમાં આવી જાય, ઓચિં તું ફાયરિંગ શરૂ કરી દે અને ગોળીબારીની આડમાં પોતાના ઘૂસણખોરોને સરહદ પાર કરાવી દે. આથી BSFની આખી પલટણે સતત અને સખત સાવધાની રાખવી પડે. માહોલ એવો તો ઉચાટનો હોય કે તેમાં દિવાળીની ઉજવણીનો આનંદ નિરાંતે જીવે માણી જ ન શકાય.
■■■
ઉપરોક્ત કિસ્સોન તો જાણે ૨૦૦પની સાલનો છે અને પંજાબની હુસૈનીવાલા ચોકીનો છે. પરંતુ દિવાળીના પર્વ દરમ્યાન આપણી સરહદી ચોકીઓની (ફોરવર્ડ પોસ્ટહની) મનોસ્થિુતિની વાત કરતા હો ત્યા રે વર્ષ અને સ્થપળ બદલાવાથી કંઈ સ્થિપતિસંજોગો બદલાઈ જતાં નથી. હુસૈનીવાલા, જૈસલમેર, નાથુ લા, રેઝાંગ લા, સિઆચેન વગેરે જેવાં સરહદી ક્ષેત્રોમાં લશ્કનર સાથે અત્યાયર સુધી જે દિવાળીઓ વીતાવી અને ત્યાં તૈનાત પ્રહરીઓ જોડે જે વાતચીત કરી તેમાં એક બાબત બહુ સ્પુષ્ટ રીતે સમજાઈ છે કે—
કચ્છંથી લઈને કાશ્મી ર સરહદ સુધી ઊભેલા આપણા BSFના તથા ખુશ્કી દળના સીમાપ્રહરીઓના નસીબમાં દિવાળીનો પર્વ સુખરૂપ ઊજવવાનું લખાયું નથી. નજર હટી, તો દુર્ઘટના ઘટી એ ઉક્તિ ફક્ત હાઈ-વે પર વાહન હાંકવા પૂરતી સીમિત નથી. સરહદી ક્ષેત્રોને પણ તે લાગુ પડે છે. શત્રુ પર કડક જાપતો રાખતી આંખો સહેજ વાર પૂરતીય વિચલિત થાય તો તેનું પરિણામ કેવું ગંભીર આવી શકે એ સમજવા માટે ઇઝરાયલનો કેસ તપાસવા જેવો છે.
આપણા દેશમાં દિવાળીનું જેટલું માહાત્મ્ય છે એટલું જ ઇઝરાયલમાં યોમ કિપૂર તહેવારનું છે. આખો દેશ તે દિવસે જાહેર રજા પાળે, ઉપવાસ રાખે અને પોતાના દ્વારા થયેલી ભૂલોનું મનોમન પ્રાયશ્ચિત્ત કરે. ઓક્ટોબર ૬, ૧૯૭૩ના રોજ ઇઝરાયલ યોમ કિપૂરમાં ગળાડૂબ હતું એ તકનો લાભ લઈને પડોશી શત્રુ દેશોએ તેના પર જંગી લશ્ક રી આક્રમણ કરી દીધું. ઇઝરાયલ ખરા અર્થમાં ઊંઘતું ઝડપાયું, જેની આકરી કિંમત તેણે ૨,૮૦૦ લોકોનાં મોત, આઠેક હજાર ઘાયલ સૈનિકો, ૩૦૦ જેટલા લાપતા સૈનિકો, ૪૦૦ રણગાડીઓ, ૪૦૭ બખ્ર રિયા વાહનો અને લગભગ ૩૦૦ લડાકુ વિમાનો ગુમાવીને ચૂકવવી પડી.
આનું વન્સ૦-મોર ઓક્ટોબર ૭, ૨૦૨૩ના રોજ થયું. ઇઝરાયલ તે દિવસે શબ્બા ત નામનો રાષ્ટ્રી ય પર્વ મનાવી રહ્યું હતું. સુરક્ષા વ્યરવસ્થાા પરથી જરાક નજર હટી, એટલે તકનો લાભ લઈ હમાસ સંગઠને ઇઝરાયલ પર સામટાં પાંચેક હજાર રોકેટ દાગી દીધાં. હમાસના અનેક હુમલાખોરો પેરાગ્લાઇડર્સ પર સવાર થઈને ચડી આવ્યા છતાં ઇઝરાયલ તેમનું આગમન પામી શક્યું નહિ.
ઉત્સવના દિવસે શત્રુઅટેકનો ઇઝરાયલે કર્યો તેવો અનુભવ આપણને પણ ભૂતકાળમાં થઈ ચૂક્યો છે. જેમ કે, ઓક્ટોબર ૨૦૧૪ની દિવાળીએ પાકિસ્તાજને જમ્મુાની કઠુઆ તથા સાંબા ક્ષેત્રોમાં આપણી ચોકીઓ તરફ બેફામ ગોળીબાર કર્યો હતો. શત્રુની મીડિઅમ મશીન ગન તથા મોર્ટાર તોપો સવારથી રાત સુધી ગરજતી રહી, જેની જવાબી કાર્યવાહીમાં આપણા જવાનો ખાવા-પીવાનું તથા સૂવાનું ભૂલીને સતત વ્યરસ્ત રહ્યા. આ હતી તેમની દીવા વિનાની, મીઠાશ વિનાની, ઉમંગ વિનાની ભારોભાર ઉચાટભરી દિવાળી!
બીજો દાખલો ૨૦૨૦નો છે. લાઇન ઓફ કન્ટ્રોચલ (અંકુશરેખા) પર Ceasefire/ યુદ્ધવિરામની ભારત-પાક વચ્ચેો દ્વિપક્ષી સંધિ હોવા છતાં પાકિસ્તાહને તેનો ભંગ કર્યો. આપણા જવાનોની દિવાળી બગાડવાનું જાણે નક્કી કરી લીધું હોય તેમ પાક સૈનિકોએ ૧૪મી નવેમ્બનરે જમ્મુ ના ગુરેઝથી શરૂ કરીને ઉરી સુધીના સરહદી મોરચે મશીન ગનનાં તથા મોર્ટાર તોપોનાં નાળચાં ખોલી નાખ્યાં. પ્રચંડ ફાયરિંગનો આપણી સેનાએ બમણા જોશથી પ્રત્યુોત્તર તો દીધો, પણ એમ કરવા જતાં કુલ ચાર જવાનો ગુમાવી દીધા. કવિ પ્રદીપની ‘એ મેરે વતન કે લોગોં...’ રચનામાં આવતી પંક્તિ ‘जबदेशमेंथीदीवाली... वोझेलरहेथेगोली’એ ચારેય શૂરવીર જવાનોને બંધબેસતી હતી.
■■■
માન્યું કે શત્રુ તરફથી દર દિવાળીએ સશસ્ત્રे અડપલાં થતાં નથી. પરંતુ ન થાય તેનો મતલબ એવો નહિ કે થશે જ નહિ. સંભવિત અટેક માટે આપણા સરહદી પ્રહરીઓએ તૈનાત રહેવું પડે છે. ફોરવર્ડ પોસ્ટિ કહેવાતી અગ્રિમ ચોકીઓમાં ઊભેલા સંત્રીઓ દુશ્મન પર નજર ચિપકાવીને ખડેપગે હોય ત્યાકરે ક્વિક રિએક્શન ટીમ/ QRT ટુકડીના સશસ્ત્રડ જવાનો બે ચોકીઓ વચ્ચેન સતત પેટ્રોલિંગ કરતા રહે છે. ડ્યૂટી દરમ્યાીન દેહધાર્મિક ક્રિયા પતાવવા માટે થોડોક બ્રેક મળે એટલી જ વાર પૂરતો QRTનો કમાન્ડોવ સૈનિક પોતાના નિર્ધારિત સ્થાકનથી ચલિત થઈ શકે. નાની રિસેસ પતાવીને તેણે ફરી પોતાના મુકામે આવી જવું રહ્યું. બે ટંકના ભોજન માટે પણ ચોકી સુધી જવાનું નહિ. બલકે, પઠારી છાવણીમાં તૈયાર થતું ભોજન ટિફિન મારફત QRTના સભ્યો સુધી પહોંચતું કરવામાં આવે.
રાત્રિભોજન પશ્ચાત્ નીંદર માણવાના કલાકો એક તો મર્યાદિત, એમાં વળી સૂવાનું QRTના બખ્ જરિયા વાહનની બિલકુલ બાજુમાં ખુલ્લી જમીન પર અને તે દરમ્યાટન બુલેટપ્રૂફ જાકિટથી લઈને શસ્ત્ર સરંજામને શરીર પરથી ઉતારવાનો નહિ! ઊલટું, રાઇફલને પોતાના હાથમાં સતત ઝાલી રાખીને સૂવાનું! આવી અગવડભરી સ્થિહતિમાં નીંદર આવે તોય કેવી અને કેટલી?
આ ટીમના સભ્યોૂ માટે દિવસ શું ને રાત શું? હોળી શું ને દિવાળી શું? ડ્યૂટીમાંથી થોડી વાર પૂરતાય ચલિત થવાની છૂટ ન હોય ત્યા રે દિવાળી જેવો પર્વ મનાવવાનો તો સવાલ જ નહિ. આજે દિવાળી છે... એ પ્રકારનો પલ દો પલનો અહેસાસ કરાવતી લાગણી કદાચ તેમને ભોજન લેતી વખતે થતી હશે. કારણ કે દિવાળી નિમિત્તે પઠારી છાવણીમાં વિશેષ મેન્યૂટવાળું ભોજન બનતું હોય છે. લશ્કકરી પરિભાષામાં ‘બડા ખાના’ તરીકે ઓળખાતું એ ભોજન સ્વા્દ અને વેરાઇટીના મામલે રોજિંદા ભોજન કરતાં જરા ચડિયાતું હોય તદુપરાંત તેમાં મીઠાઈ પણ હોય.
વિચાર તો કરો કે દિવાળીના દિવસોમાં આપણને વ્યંજનોના એટએટલાં વિકલ્પોઈ મળે કે શું ખાવું અને શું નહિ તેની મૂંઝવણ અનુભવીએ. બીજી તરફ, સરહદી ફોરવર્ડ પોસ્ટઈમાં તેમજ ક્વિક રિએક્શન ટીમમાં તૈનાત આપણા જવાનો દિવાળીના દિવસે ‘બડા ખાના’ના નિર્ધારિત મેન્યૂી સિવાય બીજી કોઈ મિજબાની માણી શકતા નથી.
■■■
આ બધું વિવરણ BSFના, QRTના તથા ખુશ્કીિદળના પ્રહરીઓ પ્રત્યેણ ફક્ત કરુણાની લાગણી જગાડવા ખાતર લખ્યુંવ એમ ધારી લેવાની ભૂલ બિલકુલ ન કરશો. બલકે, ઉપરોક્ત વર્ણન વાંચ્યાખ પછી હૃદયમાં કોઈ લાગણી જગાડવા જેવી હોય તો તે આપણા સીમાપ્રહરીઓ પ્રત્યેર આદર-પ્રેમની છે, આભારની છે અને તેમના નિષ્ઠારપૂર્ણ નિસ્વા ર્થ ફરજપાલન પ્રત્યેિ સલામની છે. આ લાગણીની મૌન અભિનવ્ ક્તિ કરવાની ઇચ્છાણ હોય તો દિવાળીના દિવસે ઘરને દીવડાથી શણગારો ત્યાભરે એકાદ દીવો આપણા વીર સૈનિકોના માનમાં પ્રગટાવો રહ્યો. દિલમાં દેશપ્રેમનો અને મગજમાં જ્ઞાનનો દીવો બારેમાસ જલતો રહે તેવી શુભેચ્છાી સાથે સૌને શુભ દિપાવલી અને નૂતનવર્ષાભિનંદન!■