Get The App

નવી કારનો ક્યો રંગ ભાગ્યશાળી નીવડશે?

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
નવી કારનો ક્યો રંગ ભાગ્યશાળી નીવડશે? 1 - image


- શોધ સંશોધન - વસંત મિસ્ત્રી

અ મેરિકામાં ૭૮.૫ ટકા વાહનો સફેદ, કાળાં, સિલ્વર અને ગ્રે હોય છે. અમેરિકા સફેદને વધુ મહત્ત્વ આપે છે એનું કારણ ટેકનોલોજી છે જે એપલ આઇફોન સાથે જોડાયેલી છે. યુનાઈટેડ કિંગ્ડમમાં શાહી કુટુંબો અને સેલિબ્રિટી કાળા રંગની સેડાન વિશેષ પસંદ કરે છે.

ભારતમાં સફેદ રંગ શાંતિના દૂત તરીકે અને સ્ટેટસ અનુરૂપ ગણાય છે. કારનો રંગ જ્યારે ગૂંચવણમાં મૂકી દે છે ત્યારે આખું ફેમીલી સફેદ રંગ સ્વીકારી લે છે.

કેટલાંક લોકો સિલ્વર અને ગ્રે કલરની કાર પસંદ કરે છે કારણ કે તેમાં નિભાવ ખર્ચ ઓછો આવે છે ઘણીવાર નવા ફેસલિફૂટ મોડેલ ભૂરા કે લાલ રંગમાં રજૂ થાય છે એટલે લોકો એ રંગ તરફ ઢળી જાય છે. આજકાલ આછા ઓલિવ રંગની બોલબાલા છે. તેનાથી તમે આર્મી સાથે જોડાયેલા હોવાનો આભાસ થાય છે.

તમારી રાશિના સ્વામીનો રંગ પસંદ કરશો તો વધુ સલામત અને સમૃદ્ધ રહેશો. જેમકે શુક્રનો સફેદ અને ચંદ્રનો સિલ્વર કલર પસંદ કરી શકાય.

૨૦૨૪માં ટોપ ફેશન કલર ટ્રેન્ડ ૯ રંગોમાં ચાલ્યો. આ રંગોમાં પીળો, લાઈટ બ્લ્યુ, સ્ટીલ ગ્રે, પીચ ફઝ, ચેરી રેડ, ચોકલેટ બ્રાઉન, સ્નો વ્હાઈટ, પીસ્તા ગ્રીન અને મેટાલિક સિલ્વરનો સમાવેશ થાય છે. આ તો વસ્ત્રોના રંગ થયા પણ કારના રંગોની ફેશન અલગ હોય છે.

ભારતની કારના સૌથી પસંદગીના રંગોમાં સફેદ, કાળો, ગ્રે, સિલ્વર અને બ્લ્યુનો સમાવેશ થાય છે. ગરમીથી ભરપૂર એવા ભારતમાં સફેદ રંગ સૌથી પહેલી પસંદ હોય છે. ૨૦૨૨માં વેચાયેલી પેસેન્જર કારમાં ૪૨ ટકા કાર સફેદ રંગની હતી. ૨૦૨૩માં ૧૯.૫ ટકા કાર કાળા રંગની હતી ગ્રે અને સિલ્વર કલર પણ લોકોની પસંદ હતી કારણ કે આ રંગ ઓછા નિભાવ ખર્ચ માટે જાણીતો છે. કેટલીક મહિલાઓ બ્લ્યુ કલરની કાર પસંદ કરે છે.

ફેરારી લાલ રંગમાં જ સારી લાગે. હોન્ડા સિટી (૨૦૨૩) ફેસલિફૂટ બ્લ્યુમાં જ જામી અને બધી જ એસ.યુ.વી. સફેદમાં અને ક્યારેક શ્યામ રંગમાં પસંદગી પામી.

સ્વામી મંગળ હોય તો લાલ કે મરૂન કલર નસીબવંતો કહેવાય. સ્વામી શનિ હોય તો કાળો રંગ વધુ લાભદાયક રહે. પરંતુ આ તો તમે શાસ્ત્રમાં માનતા હોય તો ફોલો કરી શકો બાકી રાજાને ગમી રાણી ને છાણાં વીણતી આણી પણ ચાલે.

તમે કારનો રંગ પસંદ કરો ત્યારે નીચેની બાબત પણ વિચારજો.

(૧) તમારી પોતાની પસંદ પ્રમાણે જ રંગ નક્કી કરો કારણ કે ૯-૧૦ વર્ષ કાર તમારે જ રાખવાની છે.

(૨) કારના રંગોને ચળકતા રાખવા નિભાવ ખર્ચ વિચારજો. રંગો ડાર્ક હશે તો સ્ક્રેચ વધુ દેખાશે અને બોડીને અવારનવાર પોલીશ કરવી પડશે.

(૩) ઘેરા રંગોની મેટલ કાર અંદરથી વધુ ગરમ થાય છે એટલે વધુ એસીની જરૂર પડે છે.

(૪) કેટલાંક રંગોની કાર મોંઘી તો કેટલાંક રંગોની કાર સસ્તી હોય છે. જોકે આ ટ્રેન્ડ ઓછો થઈ ગયો છે.

(૫) કારની રિસેલ વેલ્યુ વિચારજો. સફેદ, સિલ્વર અને ગ્રે ગ્રાહકોની પહેલી પસંદ છે.

મિત્રો, કાર લેતા પહેલાં ખૂબ રિસર્ચ કરજો પછી જ શો-રૂમમાં જમણો પગ મૂકી દાખલ થજો....!!


Google NewsGoogle News