Get The App

મેનેજમેન્ટ શિક્ષણમાં અસહમતી પ્રગટ કરવાની રીતો પણ શીખવવી જોઇએ

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
મેનેજમેન્ટ શિક્ષણમાં અસહમતી પ્રગટ કરવાની રીતો પણ શીખવવી જોઇએ 1 - image


- મેનેજમેન્ટ-ધવલ મહેતા

- અસહમત થવા પાછળ જુદા જુદા કારણો જવાબદાર હોય છે. જરૂર જણાય ત્યાં તાર્કિક રીતે અસહમતી વ્યક્ત કરવી જોઈએ

સહમતી કે અસહમતી

દરેક સંસ્થામા અમુક નિર્ણયો વિવાદાસ્પદ બને છે તો પણ ના છૂટકે લેવા પડે છે. મેનેજરની નીચે કામ કરનારી વ્યક્તિઓ તેના નિર્ણયો સાથે મોટાભાગે સહમત હોય છે પરંતુ કોકવાર અસહમત પણ હોય છે. અમુક નિર્ણયો તો એવા હોય છે કે કંપનીની ટોપ મેનેજમેન્ટમા પણ વિખવાદ કે વિસંવાદ થાય છે. તો પછી મીટીંગમાં સભાસદે અસહમતી કેવી રીતે પ્રગટ કરવી તેને વિષે પણ જ્ઞાાન મેળવવું જરૂરી છે.

અસહમતી પ્રગટ કરવા પાછળ જુદા જુદા નીચે રજૂ કરેલા કારણો હોઈ શકે છે. (૧) કેટલાક સભાસદો અસહમતી પ્રગટ કરે છે. તેની પાછળ પોતાની જીત મેળવીને પોતાની વાહ વાહ સાંભળવાની ઇચ્છા ધરાવતા હોય છે. (૨) કેટલાક સભાસદો અસહમતી દર્શાવી પોતે પોતાના ઉપરી અધિકારી કરતા પણ વધુ હોશિયાર છે તે સાબીત કરવા પ્રયત્નશીલ રહે છે. (૩) કેટલાક સભ્યસદો સામાને પજવવા માટે કે હેરાન કરવા માટે અસહમતી પ્રગટ કરતા હોય છે. (૪) કેટલાક સભાસદો બોસની સામે વેરની વસૂલાત માટે અસહમતી દર્શાવવા માગે છે. (૫) કેટલાક સભાસદો મૂળથી જ ઝઘડાખોર હોય છે. (૬) ઘણી વ્યક્તિઓ અસહમતી પ્રગટ કરવામા ઉધ્ધત ભાષા અને બીનજરૂરી આક્રમકતાનો ઉપયોગ કરે છે. (૭) કેટલીક સભાસદો ચર્ચાના વિષય વિષે કશું જ જ્ઞાાન કે અનુભવ ધરાવતી ના હોવા છતાં તેમના મળતિયાઓને સાથ આપવા વિરોધ પ્રગટ કરે છે. ચર્ચા જ્યારે ઉપરી સાથે નહી પરંતુ મિત્રો કે સહ કાર્યકરો સાથે ચાલતી હોય તો ઘણા સહકાર્યકરો એકબીજાને મુર્ખા (સ્ટુપીડ) કે બુધ્ધીવિનાના કહીને પણ પોતાની અસહમતી પ્રગટ કરે છે. રાજકીય પક્ષોની મીટીંગમાં બળિયા સભાસદો ભેગા થાય અને મીટીંગ ચલાવતા વડા નિસ્તેજ હોય કે ઢીલુ મુકે તો ઉપરના તમામ કારણો આવી મીટીગ્ઝમાં હાજર હોય છે. વેરઝેર, પ્રતિશોધ, સરસાઈ, સામાને નીચો દેખાડવો, સામા કરતા પોતાને વધુ લાયક ઠરાવવા અનેક નાટકો કરવા વગેરે પોલીટીક્સ મીટીંગ્ઝમાં જોવા મળે છે. 

સાચો નિર્ણય લેવામાં અવરોધ રૂપ પરિબળો 

(૧) તદ્દન ખોટુ જનરલાઇઝેશન

આપણી આ પ્રોડક્ટ કોઈપણ મધ્યમવર્ગની શહેરી પ્રજા ખરીદશે નહીં. તે માત્ર ગામડાઓમાં જ ચાલશે અથવા આપણી પ્રોડક્ટ કોઈપણ બાળકને પસંદ નહી આવે કે આપણે ડીઝાઈન કરેલો આ ડ્રેસ કોઈપણ સ્ત્રી ખરીદશે નહીં - આ પ્રકારના જનરલાઇઝેશન મોટે ભાગે ખોટા સાબિત થતા હોય છે. આમ છતા ભારતની પ્રજા ધર્મ કે જ્ઞાાતિની બાબતમા ખોટા જનરલાઇઝેશન કરતી હોય છે. દા.ત., અમારી જ્ઞાાતિની કન્યા કદી બહારની જ્ઞાાતિના યુવક સાથે લગ્ન ના કરે. અમુક ધર્મ પાળતો નાગરિક કદાપી આ પક્ષને મત ન આપે વગેરે વગેરે. અંગ્રેજીમાં આને 'સ્વીપીંગ જનરલાઇઝેશન્સ' કહેવામાં આવે છે.

(૨) કેટલાક લોકો લાગણીઓના પૂરમા તણાઈ જઇને ખોટો વિરોધ રજૂ કરે છે.

(૩) કેટલાક લોકોનું લોજીક એટલુ ક્ષતિપૂર્ણ હોય છે કે તેમનુ ખોટુ લોજીક તેમને વિરોધ કરવા પ્રેરે છે. દા.ત, ભારત ધર્મપ્રધાન દેશ હોવાથી અહી ઓછામાં ઓછી અપ્રમાણિક્તા કે છેતરપીંડી જોવા મળે છે.

(૪) મનપસંદ માહીતીની રજૂઆત : કેટલાક લોકો અગણીત માહિતીસ્ત્રોતમાંથી પોતાને પસંદ આવે તેવી જ મનપસંદગીવાળી માહિતી રજૂ કરે છે. માત્ર એક નાનકડી ભૂલ કરી હોય તેનુ વારંવાર રટણ સામોપક્ષ કરે છે પરંતુ હજારો વાર ભૂલો વગર નવું કામ સફળતાપૂર્વક કર્યું હોય તે માહિતીને છુપાવી દેવામા આવે છે. 

કોઈપણ પ્રશ્ન જ્યારે ભવિષ્યને લગતો હોય તો તેનો ૧૦૦ ટકા સાચો જવાબ આપવાનું મુશ્કેલ છે. તમે કદાચ મિત્રને કહો કે કાલે તે ૧૦૦ ટકા સાજે છ વાગે મળશે પરંતુ તે જ સમયે ધરતીકંપ થયો તો તે પોતે તમને તે સમયે મળી શકે નહી કે પછી કદાચ મળે અને કદાચ ના પણ મળે. આમ ભવિષ્યની કોઈપણ બાબતમા નિર્ણય લેવાના હોય અને ખાસ પરિસ્થિતિ એકદમ તરલ (વોલેટાઇલ) હોય તો તે માટે નીચેના 'ઓપ્શન્સ'ની હારમાળા (સીરીઝ)ની જાણકારી ઉપયોગી સાબીત થઇ શકે.

(૧) આ બાબત તદ્દન શક્ય છે.

(૨) આ બાબત લગભગ શક્ય છે અથવા કદાચ શક્ય છે.

(૩) અશક્ય નથી પરંતુ પ્રોબેબલ (શક્યતાના દાયરા)મા છે. પ્રોબેબલનો અર્થ અહી સંભવિત થાય છે.

(૪) પુષ્કળ પ્રોબેબલ છે.

(૫) નક્કી છે. દા.ત. દરેક જીવંત વ્યક્તિનું મૃત્યુ નક્કી છે.

(૬) તદ્દન અશક્ય છે. દા.ત., તમે ૧૦૦૦ વર્ષ જીવી શકો તે અત્યારે એકદમ અશક્ય છે.

શું આવતા ૧૦૦ વર્ષમા માનવી મૃત્યુ પર વિજય મેળવીને અમર થઇ શકશે ? તેના જવાબમા શક્ય, ઘણુ શક્ય, કદાચ શક્ય, તદ્દન શક્ય, તદ્દન અશક્ય કે તદ્દન સંભવિત કે તદ્દન અસંભવિત વગેરે વિકલ્પો રજૂ કરી શકાય. મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને ટીમવર્કમા સફળતા પ્રાપ્ત કરવા સામા સામે કેવી રીતે અસહમતી પ્રગતિ  કરવી તેનુ શિક્ષણ મેળવવું જરૂરી છે.


Google NewsGoogle News