विघ्नयंत्रप्रहर्षिता : મહાત્રિપુરસુંદરીના સુપુત્રનું પરાક્રમ!

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
विघ्नयंत्रप्रहर्षिता : મહાત્રિપુરસુંદરીના સુપુત્રનું પરાક્રમ! 1 - image


- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ

ભં ડાસુરના મંત્રી વિશુક્ર દ્વારા મા લલિતા મહાત્રિપુરસુંદરીની સેના-છાવણીમાં જયવિધ્ન (તાંત્રિક) યંત્ર મૂકવામાં આવ્યું, જેના કારણે આખેઆખી સેના પ્રમાદગ્રસ્ત થઈ ગઈ. તેમનામાં આળસ, તંદ્રા, નિદ્રા અને વિસ્મૃતિ ભરાઈ ગઈ. યુદ્ધ લડવાને બદલે તેઓ હતોત્સાહ થઈને પોતપોતાના તંબુમાં જઈને આરામ કરવા માંડયાં. એ સમયે મા લલિતાના સ્મિતરૂપી પ્રભાપુંજમાંથી મહાગણપતિનું પ્રાકટય થયું, જેમણે મા પાસેથી આશીર્વાદ લીધા. અહીંયા સુધીની ઘટનાનો ગયા અઠવાડિયે ચિતાર મેળવ્યા બાદ હવે આગળ વધીએ.

મહાગણપતિ સેનાનું અવલોકન કરવા માટે છાવણીમાં પહોંચ્યા. સેનાની ચારેબાજુ તેઓ જ્યારે વિચરણ કરી રહ્યા હતા, ત્યારે સાવ ખૂણામાં પડેલું જયવિઘ્ન યંત્ર એમની નજરે ચડયું. તેના તાંત્રિક પ્રભાવને ખતમ કરવા માટે એમણે તાત્કાલિક પોતાના તીક્ષ્ણ દંષ્ટ્ર અર્થાત્ દાંતો વડે તેના ખુરચા બોલાવીને હવામાં ઉડાડયા.વિઘ્નયંત્રના નષ્ટ થતાંની સાથે જ શક્તિસેના યુદ્ધ માટે ફરી તત્પર બની! તેમનામાં જાણે પ્રાણોનો સંચાર થયો હોય એવી રીતે છાવણીમાં મા લલિતા અને મહાગણપતિના નામના જયકારા સંભળાવા માંડયાં. શ્રી લલિતા સહસ્ત્રનામનો ત્રીસમો અને એકત્રીસમો શ્લોક છે :  

મા વારાહી દ્વારા વિશુક્રના પ્રાણહરણથી અત્યંત આનંદિત એવા મહેશ્વરીએ કામેશ્વરના મુખ સામે જોતાંની સાથે જ મહાગણેશનું પ્રાગટય થયું. મહાગણપતિએ જ્યારે સર્વવિઘ્નો (વિઘ્નયંત્ર)નો નાશ કર્યો, ત્યારે મા અત્યંત રાજી થયા અને એમણે ભંડાસુર દ્વારા વરસાવવામાં આવેલાં પ્રત્યેક અસ્ત્રો-શસ્ત્રોનો સામનો પોતાના અલાયદા હથિયારો વડે કર્યો.

પહેલાંની માફક ફરી એકવાર ઘમાસાણ યુદ્ધ શરૂ થઈ ચૂક્યું હતું. શ્રીમહાગણપતિએ દૈત્યસેનાને મૂર્છિત કરી નાખી. આમોદ, પ્રમોદ, દુર્મુખ, સુમુખ, અરિઘ્ન (વિઘ્નહર્તા) અને વિઘ્નકર્તા - એમ કુલ છ વિઘ્નવિનાયકો તથા તીવ્રા, જ્વાલિની, નંદા, સંભોગદા, કામરૂપિણી, ઉગ્રા, તેજવતી, સત્યા અને વિઘ્નનાશિની સહિતની ૯ શક્તિઓની સાથે તેઓ વિશુક્રની સેના ઉપર હુમલો કરવા પહોંચી ગયા. ત્યાં સાત અક્ષૌહિણી સેનાની સાથે ગજાસુર નામના મહાપરાક્રમી દૈત્યનો એમણે સંહાર કરી નાખ્યો.

ગજાસુરનો વધ કર્યા બાદ મહાગણપતિ પુનઃ મા લલિતા મહાત્રિપુરસુંદરીના સાંનિધ્યમાં પહોંચી ગયા. એમના આ પરાક્રમથી પ્રસન્ન થઈને માતાએ એમને 'અગ્રપૂજ્ય' થવાનું વરદાન આપ્યું.

બ્રહ્માંડપુરાણના લલિતોપાખ્યાનમાં જણાવવામાં આવ્યું છે :

જ્યારથી મહારાજ્ઞાી મહેશ્વરી લલિતા મહાત્રિપુરસુંદરી પાસેથી મહાગણપતિને વરદાન પ્રાપ્ત થયું, ત્યારથી તેઓ વિષ્ણુ, બ્રહ્મા આદિ તમામ દેવતા, અસુર, મુનિ, મનુષ્ય અને મહર્ષિઓમાં પ્રથમપૂજય બન્યા.

શુક્લ યજુર્વેદનો એક સુંદર અને અત્યંત પ્રભાવશાળી મંત્ર છે, જેનું ઉચ્ચારણ મહાગણપતિને આહ્વાન આપવા માટે કરવામાં આવે છે :

ભાવાર્થ : હે પરબ્રહ્મ, અનંત-અજ્ઞોય, અદ્વિતીય ભગવાન! આપ સર્વ પ્રકારના ગણોના સ્વામી છો. અમે આપને આહુતિ અર્પણ કરીએ છીએ. હે પ્રભુ, આપ પ્રિયગણની મધ્યમાં નિવાસ કરનારા પ્રિયપતિ છો, અમે આપને આહુતિ અર્પણ કરીએ છીએ. હે નિધિઓના સ્વામી, અમે આપને આહુતિ અર્પણ કરીએ છીએ. આપ અજન્મા છો તેમજ ગર્ભમુક્ત અવતાર ધારણ કરનારા છો. ગર્ભના માધ્યમથી ઉત્પન્ન થનારા અમે આપને આહ્વાન આપીએ છીએ.

ઋગ્વેદમાં મહાગણપતિને દ્વશ્નફઝ્ર્છ દ્વેંશ્નઊંશ્ર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. સર્જનાત્મકતાના અખૂટ સ્રોત, જેમણે પોતાની વિશિષ્ટ કળા થકી મહાભારત જેવા મહાકાવ્યનું લેખનકર્મ પૂર્ણ કર્યું, એવા ભગવાન ગણેશ માત્ર કવિ નથી... તેઓ કવિઓના પણ કવિ છે! જ્યારે જ્યારે એક સાધક ભગવાન ગણેશની તંત્રસાધના કરે છે, ત્યારે ત્યારે એમને અપાર ઐશ્વર્ય અને બુદ્ધિક્ષમતા પ્રાપ્ત થાય છે, કારણ કે તેઓ રિદ્ધિ અને બુદ્ધિ/સિદ્ધિના અર્ધાંગ છે.

પ્રત્યેક આધ્યાત્મિક કર્મની શરૂઆતમાં નીચેની સ્તુતિ અચૂક કરવામાં આવે છે :

ભગવાન ગણપતિના દ્વાદશ અર્થાત્ બાર નામોનું સ્મરણ અહીં કરવામાં આવે છે : સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નેશ, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન. વિદ્યાભ્યાસની શરૂઆત હોય કે પછી વિવાહપ્રસંગ, યુદ્ધભૂમિ પર જવાનું હોય કે પછી સંકટની સ્થિતિ; ગણપતિના સ્મરણનો મહિમા પ્રત્યેક સ્થિતિમાં આલેખવામાં આવ્યો છે. ગણેશસહસ્ત્રનામમાં ભગવાન એકદંતને गौरीतेजोभूः (મહાદેવીના તેજમાંથી ઉત્પન્ન થયેલાં દેવતા) તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે મહાગણપતિ જ્યારે દેવાન્તક અને નરાંતકના વધ માટે ગર્ભમાંથી અવતાર ધારણ કરે છે, ત્યારે એમના દ્વારા થયેલી લીલા અને કૃષ્ણલીલા વચ્ચે અદમ્ય સામ્યતા છે, જેના વિશે નજીકના ભવિષ્યમાં ગોષ્ઢિ કરીશું.


Google NewsGoogle News