Get The App

હમ પંછી એક ડાલકે... .

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
હમ પંછી એક ડાલકે...                                               . 1 - image


- થોડામાં ઘણું-દિલીપ શાહ

- જીવદયાના ચકલી-કૂંડા... ચબૂતરા શું ચકલીબુનની પોપ્યુલારીટીનાં સાક્ષી નથી ? ઘુવડને ના પૂછતા એ નાઈટ વોચમેન છે

ચકલી : બાલ મંદીરમાં સ્લેટમાં જ્યારે 'ચ' ચકલીનો ચ ઘૂંટાતો ત્યારે આ ગગનવિહારી જમાતનો પરોક્ષ ખ્યાલ આવી જતો... અને જુઓને આ માટે જગતે પણ એકમત કેળવી 'સ્પેરો ડે' ઉજવી બાથરૂમની ચકલી (નળ) ઉપરાંત આ જીવંત ચીં... ચીં...ના પડઘા ઝીલી લીધાને ? અરે ! ચુનચુન કરતી આઈ ચિડિર્યાં ગીતમાં ય ગૂંજી આ ચકલી... બાળ વાર્તામાં ય એક હતો ચકો અને એક હતી ચકી... બાળપણ પરીકથા ઉપરાંત ચકા-ચકીથી સમૃદ્ધ થઈ ગયું. જીવદયાના ચકલી-કૂંડા... ચબૂતરા શું ચકલીબુનની પોપ્યુલારીટીનાં સાક્ષી નથી ? ઘુવડને ના પૂછતા એ નાઈટ વોચમેન છે.

પોપટ : સાથે પોપટલાલ અને પોપટલાલ સાથે બોલીવુડ રાજેન્દ્રનાથ વાનરવેડા કેવા હોઠ પર મરક મરક રંગોળી પૂરે છે ! 'મિઠ્ઠૂ મિયા' જેવા પેટ નેમ મળ્યા. પાંજરા ય મળ્યા, મરચાં ય મળ્યા અરે ફૂટપાથનાં જ્યોતિષીઓ માટે ચકલી જોડે ક્યારેક કંપની પણ આપી. તોતા... મેનાકી કહાની વેલેન્ટાઇન જોડી લાગે ને ?

ગીધ-સમડી : પર્યાવરણનાં પ્રતિનિધિઓ તરીકે આદર પામ્યા સડેલા, કોહવાતા એંઠવાડ જેવા પદાર્થો આમનું મેનુ થઈ ગયા. શબ... મડદાં ઉપર મિજબાની, જયાફત તો આ ગેંગની જ ! આ બધાની સાઇડ ઈફેકટસ પોલીટીક્સમાં પેલા ગીધ અને બાજ સાથે ગઠબંધન કરીને જોડાઈ ગઈ એવું ગણિત બેસે જ !

ગરૂડ : દેવ તો રામાયણથી ફેવરીટ. જટાયુના પરાક્રમી પ્રકરણથી જીવન બોધ ઘૂંટાતો સમર્પણનો. અમેરિકાના રાષ્ટ્રીય પક્ષી તરીકે સન્માન... વાહ ! અરે ! મરણ પછી ય ગરૂડ પુરાણ !

કબૂતર : જા... જા... જા ગીત યાદ આવ્યું કે પંચશીલનો શાંતિદૂત ? કક્કામાં પણ 'ક' કબૂતરનો રાજ કરતો (હાલ ભલે 'ક' કમળનો !)

હોલો... : બિચારો હોલે... હોલે... ગીતોમાં ફીટ થઈ ગયો. મેના, કાબર બિચારી લાગે. શાહમૃગ પેલા ૧૨માં ખેલાડી જેવો ઉડવાના ચાન્સ ઓછા મળે! પેગ્વીન ડોલરિયા દેશમાં વીઝીટર્સને ખુશ કરી મોટી પ્રકાશન સંસ્થા બની ગયું ને!

કાગડો : બોલો ખીર ખાય કે દહીંથરું લઈ કહેવતમાં ભાગે ? ચતુર કાગડો કાંકરા નાંખી પાણી ય પીએ... ભોળો બની લુચ્ચા શિયાળને પૂરી પણ આપે. યાર! શ્રાધ્ધમાં ય વટવાળા વીઝીટર્સને?


Google NewsGoogle News