AI માણસની લોભવૃત્તિ અને હિંસાને રોકી શકશે નહીં

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
AI માણસની લોભવૃત્તિ અને હિંસાને રોકી શકશે નહીં 1 - image


- મેનેજમેન્ટ-ધવલ મહેતા

- એઆઈની અસર થશે તેથી હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ધરમૂળથી બદલાશે. આગામી સમયમાં સેવાના ક્ષેત્રોમાં એઆઈનું મહત્ત્વ વધશે

જ્યારે સમગ્ર જગત ખેતીયુગમાં જીવતું હતું ત્યારે ઇંગ્લેન્ડમા ઇ.સ. ૧૭૬૦ પછી એટલે કે આજથી લગભગ ૨૬૦ વર્ષ પહેલા જે ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઇ તે વખતે પણ એવો ભય ઊભો થયો હતો કે ઔદ્યોગિક ક્રાંતિ માનવજીવનને ભયમાં મુકી દેશે અને કરોડો લોકોને બેકાર બનાવી દેશે અને ગૃહઉદ્યોગો નષ્ટ થઇ જતા ગરીબી ઘટશે નહી પરંતુ વધશે. આમાંના મોટાભાગના ભય ખોટા સાબીત થયા છે. ઔદ્યોગીક ક્રાંતિએ ચીજવસ્તુઓનાં ઉત્પાદન અને વિતરણને મબલખ વધાર્યુ છે. અલબત્ત તેણે મજૂર અને શેઠિયા વર્ગો ઊભા કર્યા અને કાર્લ માર્ક્સ જેવા ક્રાંતિકારી ચિંતકો પણ ઊભા કર્યા. કાર્લ માર્ક્સ અને એન્જલ્સના સખત પ્રયત્નો છતાં માનવ માનવ વચ્ચે આર્થિક અને સામાજિક સમાનતા હજી ચાલુ છે. પ્રોલેટેરીઅન રીવોલ્યુશનની વાત ભ્રામક સિધ્ધ થઇ. કોઈ ઠેકાણે હજી પ્રોલેટેરીયન સમાજ ઊભો થયો નહી પરંતુ પુટીન, માઓ જગતમા હીટલર અને જીનપીંગ ઊભા થયા છે.

AI ક્રાંતિ : હવે જગત નવી ક્રાંતિની આરે આવીને ઊભું છે. ઔદ્યોગીક ક્રાંતિ પછી ડીજીટલ ક્રાંતિ થઈ. ડીજીટલ ક્રાંતિ જે ૧૯૮૦માં અમેરીકન આઈબીએમ કંપનીએ આઈબીએમ પીસી જુનીયર નામનું મોડેલ બહાર પાડયું જેમા ઇન્ટરનેટ કનેક્ટીવીટી હતી તેણે તો સંદેશાવ્યવહાર ક્ષેત્રે કમાલ જ કરી નાંખી. તે પછી હવે ડીજીટલ ક્રાંતિનું એઆઈ (આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સ) ક્રાંતિમાં થઇ રહ્યું છે. ઔદ્યોગીક ક્રાંતિએ જે ખાસ પ્રોડકશન અને માલ માર્કેટીંગની સીસ્ટમ ઊભી કરી તેના હીરોસમા હેન્રી ફોર્ડ, ફ્રેડરીક ટેલર, રોકફેલર્સ, જનરલ મોટર્સ વગેરેના નામ જાણીતા છે. ડીજીટલ ક્રાંતિને શરૂ કરનાર બિલ ગેસ્ટ, સ્ટીલ બોઝનીઆક, માઇક્રોસોફ્ટ કંપની, ગુગલ, એમેઝોન વગેરેના નામો પશ્ચિમ જગતમા ઘેર ઘેર જાણીતા થઇ ગયા છે. હવે એઆઈ યુગમા મસ્ક, મેટ, એઆઈ ઓપન એઆઈ વગેરે શબ્દો દાખલ થઇ ચૂક્યા છે.

કોમ્પ્યુટર્સ સંવાદ કરી શકે અને સમજી શકે એ તેને પૂછેલા સવાલોનો જવાબ માનવભાષામા આપી શકે તે માટે પણ વિરાટ લેન્ગ્વેજ મોડેલની રચના થઇ છે. આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સનો અર્થ જ એ કે તે માનવસર્જીત બુધ્ધી નથી પરંતુ મશીન રચિત બુધ્ધિ છે પરંતુ તેમા એક ફેર એ છે કે માનવયુદ્ધ મગજના અબજો કોષો (ન્યુરોન્સ) વચ્ચેના ખાતર સંબંધોને કારણે થાય છે. કોષો વચ્ચેના સંબંધો એ જીવરાસાયણીક (બાયોકેમીકલ) પ્રક્રિયા છે જ્યારે આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સ ઇલેક્ટ્રોન્સ વચ્ચેની પ્રક્રિયા છે, આ બન્નેમાં મોટો તફાવત છે. માનવ કોષો જટીલ પ્રક્રીયા દ્વારા ક્રીએટીવીટી ઉભી કરી શકે છે જ્યારે આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ જીવરાસાયણીક નહી પરંતુ ઇલેક્ટ્રોનીક પ્રક્રિયા દ્વારા ક્રીએટીવીટી ઊભી કરી શકશે કે નહી તે હજી નક્કી નથી. કોમ્પ્યુટર્સે અને ડીજીટલ ટેકનોલોજીએ માનવ સમાજ અને કામ કરવાની પધ્ધતિ, કલાકો, ટીમવર્ક વગેરે પર અસર કરી છે પરંતુ આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સનો વ્યવહારૂ ઉપયોગ હજી બાલ્યાવસ્થામા હોવાથી તેની લાબાગાળાની અસરની હજી આપણને ખબર નથી.

આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ સીસ્ટમનો ઉપયોગ પ્રજા પર પોલીસીંગ કરવા કે લોકોની પ્રાઈવસીનો ભંગ કરવા કે વ્યક્તિ સ્વાતંત્ર્યને હણવા થશે તો તે માનવ સમાજ માટે ચિંતાજનક બાબત ગણાય. દા.ત., આ બાબતમાં એક ભય એવો પણ છે કે એઆઈયંત્રો માનવીના ગુલામ બનવાને બદલે અને માનવીને ઇશારે કામ કરવાને બદલે તેના માલીકને તેમજ સમસ્ત સમાજને તો ગુલામ નહી બનાવી દે ને ? એવુ બનવાનો સંભવ એટલે નથી કે એઆઈ, ચેટ બોક્ષ પાસે પોતાનું કોઈ મોટીવેશન કે ઇચ્છાશક્તી હોતી નથી. મોટીવેશન, પ્રેમ, કરૂણા, સંતાનપ્રેમ, માતા-પિતા માટે પ્રેમ વગેરે માનવીય ચેતના (હ્યુમન કોન્સીયસનેસ)ના આવિષ્કારો છે. અત્યારે એમ લાગે છે કે આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ એક સજ્જ રોબોટસ ગમે તેટલા કામો કરી શકશે પણ તેઓ પણ તે માનવચેતનાને કે લાગણીઓને અસર કરશે નહી તેમ અત્યારે તો લાગે છે.

આવા જ રોબોટ્સ માનવજીન્સસ (જીનોમ)માંથી ઊભા થયા હોય તો વાત જુદી છે. મેનેજમેન્ટની બાબતમા એઆઈરોબોટીક્સ મેનેજમેન્ટમા સ્ટ્રેટેજીક મેનેજમેન્ટના ક્ષેત્રને ધરમૂળથી બદલશે. હ્યુમન રીર્સોસ મેનેજમેન્ટ પણ ધરમૂળથી બદલાશે. કારણ કે રોબોટીક્સ વ્યાવસાયીક મેનેજમેન્ટને પણ દૂર કરશે. હજી સુધી આપણ રોબોટીક્સનો ઉપયોગ ઉદ્યોગ-વ્યાપાર-વાણીજ્ય સેવાઓના ક્ષેત્રે જ તેમજ રોજીંદા ઘરકામના ક્ષેત્રે થશે તો તે કયા પ્રકારના સમાજની રચના કરશે તેનું ચિંતન કર્યું છે. માનવજાતની 'વર્ક પ્લેસ'માં તે જરૂરથી મોટા ફેરફારો લાવશે પરંતુ કુટુંબ પ્રથા કે બાળઉછેરની પ્રથા કે રાજકારણની પ્રથાને તે કેવી અસર કરશે તેની આપણને ખબર નથી.

જ્યારે ઔદ્યોગીક ક્રાંતિની શરૂઆત થઇ ત્યારે આપણને તે વખતે તેની અસર માત્ર વર્કપ્લેસ પર કેવી થશે તેનો જ ખ્યાલ હતો પરંતુ ઔદ્યોગીક ક્રાંતિએ સ્ટીમ એન્જીન અને પછીથી વીજળીથી ચાલતા યંત્રોને જન્મ આપ્યો ત્યારે તો રેફરીજરેટર્સ, કોલ્ડ સ્ટોરેજ, ઇલેક્ટ્રીક હીટર, વોશીંગ મશીન, ટીવી, ટેલીકોમ, ઇલેક્ટ્રીક લાઇટીંગ (ઘરમા તેમજ વર્કપ્લેસીઝ પર) ટ્રેકટર, પેટ્રોલથી ચાલતી કાર (જે હવે પછી વીજળી પર ચાલશે). વીમાના સારવારના સાધનો જેમ કે એક્સ-રે, કેટ સ્કેન, ઇસીજી અને છેવટે કોમ્પ્યુટર્સ જેણે આપણુ સમાજજીવન ધરમૂળથી બદલી નાંખ્યું.

યાદ રહે કે માનવજાતના લાખો વર્ષોના ઇતિહાસમા ઉપરની તમામ શોધો છેલ્લા ૩૦૦ વર્ષથી પણ ઓછા ગાળામા થઇ છે. એટમ બોમ્બની શોધને હજી ૮૦ વર્ષ પણ પૂરા થયા નથી. એ બાબતમા કોઈ શંકા નથી કે એઆઈ સજ્જ યંત્રો માનવસમાજમાંથી ગરીબી અને રોગો દૂર કરસે પણ આર્થિક અસમાનતાનો પ્રશ્ન અને ધાર્મિક શ્રધ્ધા ચાલુ જ રહેશે.

રોબોટસ એક નોકર તરીકે : આ સંદર્ભમા જોતા એમ લાગે છે કે આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સથી સજ્જ રોબોટીક્સ માનવજીવનના વર્ક પ્લેસમા અને તે પછી કુટુંબ જીવનમા (જેમ કે રોબોટસ રસોઈ કરશે) કપડા ધોશે અને ઇસ્ત્રી કરી વ્યવસ્થિત રીતે કબાટમા ગોઠવશે, વાસણો માજી નાખશે, કચરો વાળશે, માદગીમાં તમને ટાઈમસર દવા આપશે. તમારા હાથપગ દબાવી આપશે, બજારમાંથી તમે સૂચવેલી ચીજવસ્તુઓ લઇ આવશે વગેરે પણ તે ખરેખરા અને સાચા અર્થમા યંત્રવત સેવાઓ હશે. તેમા લાગણીનુ કોઈપણ તત્ત્વ નહી હોય. વિજ્ઞાનની શરૂઆત હજી ૫૦૦થી પણ ઓછા વર્ષ પહેલા કોપરનીક્સ અને તે પછી ગેલેલીઓ અને ન્યુટને શરૂ કરી. ધર્મે સમાજને વ્યવસ્થાનો કન્સેપ્ટ આપ્યો અને સમાજ જીવનને ધારણ કર્યું એટલે ઇન્ટીગ્રેટ કર્યું પરંતુ વિજ્ઞાનો સરાસરી માનવ આયુષ્ય નાટયાત્મક રીતે વધારી આપ્યું છે. શ્રદ્ધા પર રિઝનનો આ વિજય છે.


Google NewsGoogle News