આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ હવે સૂર્યની આસપાસ
- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
- સૂર્યના મેગ્નેટિક ફિલ્ડ પર કોનું વર્ચસ્વ છે કોણ તેને ડ્રાઈવ કરે છે એ જાણવું મુશ્કેલ છે પરંતુ આ ફિલ્ડ સોલર ધડાકા ભડાકા માટે જવાબદાર છે...
ને ચર એસ્ટ્રોનોમી નામના મેગેઝિનમાં રજૂ થયેલા એક રિપોર્ટ પ્રમાણે સૂર્યનું વર્તન અને વાતાવરણ પર તેની અસર વિશેના અભ્યાસમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ મદદ કરશે.
તમારું જ જ્ઞાાન કોમ્પ્યુટરમાં દાખલ થઈ વ્યસ્થિત રીતે જરૂર પ્રમાણે ફરી રજૂ થાય એ જ ઓર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ.
હવે અવકાશમાં પણ તે પોતાની કમાલ દેખાડશે. જો કે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ તમને મૂંઝવણમાં મુકતા ઉત્તરો પણ આપી શકે છે એટલે એનાથી સંભાળવું જરૂરી છે.
આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ભલે કૃત્રિમ હોય પણ તે ચતુર છે. તમારા ઘણાં પ્રશ્નોના ઉત્તર ઝડપથી આપે છે. તમારા ટીવીમાં, કારમાં, મોબાઈલમાં ''એઆઈ'' ગોઠવાયેલું છે. એટલે જ તમારા ઉત્તરો મોબાઈલમાંથી ઝડપથી મળી જાય છે. અવકાશના વાતાવરણમાં જ્યાં વિશિષ્ટ ફેરફાર થાય છે તે જગ્યા સનસ્પોટની આજુબાજુ હોય છે. અહીં ખૂબ જ તીવ્ર મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. હાલમાં વૈજ્ઞાાનિકો આ મેગ્નેટિક ફિલ્ડની તીવ્રતા શોધી રહ્યા છે. સોલર વાતાવરણમાં જેને સૂર્યનો કોરોના કહેવાય છે ત્યાં મેગ્નેટિક ફિલ્ડ કેટલું તીવ્ર છે તે જાણવું જરૂરી છે. આને માટે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ થશે.
શરૂઆતમાં તમારે આ મેગ્નેટિક ફિલ્ડનો ડેટા એઆઈને આપવો પડે છે. સ્કોકોવો ઈન્સ્ટટયૂટ ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, રશિયા તેમજ યુનિવર્સિટી ઓફ ગ્રેકના વૈજ્ઞાાનિકોની ટીમ આ ડેટાને સફળતાથી મેળવી તેના પર સંશોધન કરી રહી છે.
ડેટા ટ્રાન્સફરની આ ઝડપ અત્યંત પ્રભાવશાળી ગણાય છે. પાંચ દિવસમાં જે ડેટા મેળવવામાં આવે તેને ફક્ત ૧૨ કલાકમાં કોમ્પ્યુટ કરી દેવામાં આવે છે. એઆઈ ટેકનીક કે જે ન્યુમરિકલ સિમ્યુલેશન માટે વપરાય છે તે ઓબ્ઝરર્વેશન ડેટાને ઝડપથી ઈન્કોર્પોરેટ કરી શકે છે. આનાથી ભવિષ્યમાં આપણી સિમ્યુલેશન મર્યાદા વધશે એવું લાગી રહ્યું છે.
સૂર્યના મેગ્નેટિક ફિલ્ડને માપવું સરળ નથી. નાસાના વૈજ્ઞાાનિકો આ કપરૂ કામ કરી રહ્યા છે. સૂર્યની સપાટી નાચતી રહે છે પરંતુ વિઝિબલ લાઈટમાં આ દેખાતું નથી. સૂર્ય પર પણ અનેક તોફોનો થાય છે નાસાના વૈજ્ઞાાનિક હોલી ગિબર્ટ સૂર્યના મેગ્નેટિક ફિલ્ડને મોડેલ વડે સમજાવે છે.
સૂર્યના મેગ્નેટિક ફિલ્ડ પર કોનું વર્ચસ્વ છે કોણ તેને ડ્રાઈવ કરે છે એ જાણવું મુશ્કેલ છે પરંતુ આ ફિલ્ડ સોલર ધડાકા ભડાકા માટે જવાબદાર છે અને આની અસર આપણી પૃથ્વીના વાતાવરણ પર પડે છે. આ તોફાની મેગ્નેટિક ફિલ્ડ અને રેડિએશનમાંથી જ આપણું અવકાશયાન પસાર થાય છે અને સૂર્યની આસપાસ ફરે છે.
આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ, આ ડેટાને આધારે ઘણી રસપ્રદ માહિતી ઊભી કરશે અને અવકાશી વાતાવરણના અનેક રહસ્યમય પ્રશ્નોનું નિરાકરણ કરશે.