Get The App

બ્રહ્માંડ અને ભારતીય સંસ્કૃતિનું નવનીત

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
બ્રહ્માંડ અને ભારતીય સંસ્કૃતિનું નવનીત 1 - image


- દુર્ગા માતાના નવ સ્વરૂપ, ગ્રહો પણ નવ અને નાથ પણ નવ

- હોરાઈઝન-ભવેન કચ્છી

- આંકડાની શોધ થઈ તે પહેલાથી બ્રહ્માંડ તેમજ હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં અજબ  ગજબનું અંક ગણિત જોવા મળે છે 

ભ ક્તિ અને શક્તિ નવરાત્રિમાં કેન્દ્ર સ્થાને છે. નવ દિવસની ઉજવણી જ શું કામ. મોટાભાગના માઇ ભક્તોને માટે ઉત્તર આસાન હોઇ શકે. મા દુર્ગાના નવ સ્વરૂપ છે. મા શૈલપુત્રી, મા બ્રહ્મચારીની, મા ચંદ્રઘંટા, મા કુષ્માંદા, મા સ્કંદમાતા, મા કાત્યાયની, મા કાલરાત્રી, મા મહાગૌરી અને મા સિધ્ધિદાત્રી.

હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં નવના આંકડાનું મહત્વ કોઈ સંયોગ નથી પણ તેની પાછળનું તત્ત્વ જ્ઞાન છે. 

આપણે જાણીએ છીએ કે નવ છેલ્લો અને સૌથી મોટો એક ડીજીટ આંકડો છે અને એકી સંખ્યા તો સ્વાભાવિક છે જ પણ દશાંશ ગણતરી પણ દસ એટલે કે  બે આંકડાના પ્રથમ આંકડાથી શરૂ થાય છ. નવનો આંક તે રીતે આગવો છે. ભારતે ત્રણ હજાર  વર્ષ પહેલાં શૂન્યની શોધ કરી હતી.

નવના આંકડાના મહિમા પર નજર નાંખતા તમે પણ કહેશો કે માનવના સ્થૂળ અને સૂક્ષ્મ દેહ તેમજ સમગ્ર બ્રહ્માંડમાં જ્યારે અંક શાસ્ત્ર કે ગણિતની  શોધ નહોતી થઈ ત્યારથી કુદરતે નવનો આધાર લઈને જાણે સૃષ્ટિની રચના કરી હતી. ચાલો નવનો જયજયકાર કઈ રીતે થયો છે તે જોઈએ.આ તો કેટલાક ઉદાહરણો જ છે.

નવ તત્વો  : પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, ઈથર, સમય, આકાશ, આત્મા અને મન.

નવ ગ્રહ : સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શનિ, શુક્ર, રાહુ અને કેતુ

નવરત્ન : રૂબી, કુદરતી રીતે મળી આવેલ મોતી, લાલ કોરલ, નીલમણિ, પોખરાજ, વાદળી નિલમ, હેસોનાઈટ, સફેદ - પીળો કેતુનો લસણિયો રત્ન, હીરા.

નવ પ્રકારની લાગણી  : પ્રેમ, ખુશી, આશ્ચર્ય, શાંતિ, ક્રોધ, હિંમત, ઉદાસીનતા, ભય અને  બનાવટી (ગૈજયેૈજી) 

નવ તત્ત્વોથી જીવન બને : સત્વ રજસ અને તમસ તે ત્રણ ગુણો,  સર્જન, જાળવણી અને સંહાર એમ ત્રણ અવિરત ચાલતી પ્રક્રિયા અને સમય, આકાશ અને  કાર્યકારણની ઉત્પત્તિ  (causation) 

ખ્રિસ્તી  ધર્મમાં આત્માના નવ ફળ (Fruits of the spirit) :  પ્રેમ,શાંતિ, ખુશી, ધીરજ, દયાળુ, સારાપણું, વફાદારી, નરમાશ અને સંયમ

આત્માની નવ  ભેટ (Gifts of the spirit)  : ડહાપણ અને વિવેક, જ્ઞાન સમજી શકે, ભગવાન પ્રત્યે વફાદાર રહે અને બીજાને તેનું મહત્વ સમજાવી શકે, પીડાશમન, ચમત્કાર, ભગવાનનો મેસેજ જાહેર કરી શકે (ગિફ્ટ ઓફ પ્રોફેસી, ખરાબ કરતા પહેલા ઈશ્વરનો ડર, શબ્દોના અર્થઘટનની સૂઝ અને મદદ કરવાની ભાવના

પુરાણોની સંખ્યા : નવ

મહાપુરાણની સંખ્યા : ૧૦૮

મહાભારતના પ્રકરણ : ૧૮ (૧+ ૮ = ૯)

ગીતામાં અધ્યાય : ૧૮

ભાગવતના શ્લોક : ૧૦૮૦૦ (૧+૮=૯)

સૂર્ય રાશિ : ૧૨ છે. બ્રહ્માનો નંબર ૯ છે. ૧૨  ૯ = ૧૦૮ મણકાની  માળા કરવાથી ગ્રહોની વિપરીત અસરથી મુક્તિ મળી શકે છે.

૧૦૮ પ્રકારના : શરીરને ૧૦૮ પ્રકારની ઈચ્છા, વાસના અને આસક્તિ હોય છે. સામાન્ય માનવી ૧૦૮ પ્રકારના જૂઠ કહેતો હોય છે. સામાન્ય માનવીને ૧૦૮ પ્રકારનું અજ્ઞાન હોય છે અને છતાં તેને સાચો હોવાનો ભ્રમ હોય છે.

૧૦૮ શ્વાસ : સિધ્ધ પુરુષ દિવસમાં ૧૦૮ વખત જ શ્વાસ લેતો હોય છે. આ સિધ્ધિ પ્રાણાયામ અને નવ ચક્રો પરના પ્રભુત્વ બાદ આવી શકે છે

સાત  ચક્રો :  મૂળધારા,  સ્વાધીસ્થાન, મણિપુર (નાભિસ્થાન), અનાહતા, વિશુધ્ધ, અજના અને સહશ્રરા આ સાત ચક્રો અને સ્થૂળ અને સૂક્ષ્મ દેહની  અકળ સૃષ્ટિ

શ્રી યંત્રમાં ૧૦૮ પોઇન્ટ : શ્રી યંત્રમાં ૫૪ શિવ અને ૫૪ શક્તિના ઇન્ટર સેક્શન  હોય છે. માનવ દેહમાં પણ ૧૦૮ પોઇન્ટ હોય છે.

૧૦૮  પ્રકારની લાગણી : એવું કહેવાય છે કે સામાન્ય માનવીને ૩૬ લાગણી ભૂતકાળની, ૩૬ વર્તમાન અને ૩૬ ભવિષ્યની હોય છે અને તેમાંથી તેનો સમય બનતો હોય છે.૧+૮=૯

ચંદ્ર કળા : ૧૦૮

ગંગા નદી : ૧૨ ડિગ્રી અક્ષાંશ અને ૯ ડિગ્રી રેખાંશ પર આવેલી છે.૧૨૯=૧૦૮

૧૦૮ ગોપી : ભગવાન કૃષ્ણ સાથે ગોપીઓનો જે ઉલ્લેખ છે તે ૧૦૮ હોવાનું મનાય છે.

સૂર્ય અને પૃથ્વીનું કદ : પૃથ્વી કરતાં સૂર્ય ૧૦૮ ગણો મોટો છે.

ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર : ચંદ્રના ૧૦૮ વખતના વ્યાસ (Diameter) જેટલું છે.

સતયુગ : ૧,૭૨,૮૦૦ વર્ષ (૧+ ૭+ ૨+ ૮ = ૧૮, ૧ + ૮ =૯)

ત્રેતા યુગ : ૧૨,૯૬૦૦૦ વર્ષ (૧ + ૨ + ૯ + ૬ = ૧૮, ૧ + ૮=૯)

દ્વાપર યુગ : ૮,૬૪,૦૦૦ વર્ષ (૮ + ૬ + ૪= ૧૮,૧ + ૮=૯)

કળયુગ : ૪,૩૨,૦૦૦ વર્ષ  (૪ + ૩ + ૨=૯)

અન્ય પૌરાણિક સંદર્ભમાં યુગના વર્ષો જુદા બતાવાયા છે પણ તેઓના આંકનો સરવાળો નવ જ થાય છે.

દિવસના શ્વાસ : તંદુરસ્ત વ્યક્તિ રોજના ૨૧,૬૦૦ શ્વાસ લેતી હોય છે. (૨ + ૧ + ૬= ૯)

બ્રહ્માંડમાં ડાર્ક મેટર : બ્રહ્માંડના ૨૭ ટકા ડાર્ક મેટર છે.

સંસ્કૃત ભાષામાં મૂળાક્ષરોની સંખ્યા : ૫૪ (૫+૪=૯)

નવ ધર્મ પ્રવાસ કેન્દ્ર : વૈષ્ણોદેવી, ઋષિકેશ, મથુરા, વારાણસી, હરિદ્વાર, ચારધામ યાત્રા, અયોધ્યા , જ્યોતિર્લિગ અને શક્તિપીઠ 

૩૬૦ ડિગ્રી : ૩૬૦ ડિગ્રીએ એક ચક્કર પૂરું થાય,( ૩+૬= ૯)

નવ મહિના ગર્ભમાં : વિશ્વના કોઈપણ ધર્મનું સંતાન હોય પણ માતાના ગર્ભમાં નવ મહિના રહ્યા પછી જ સામાન્ય રીતે તેનો જન્મ થાય છે.

શરીરના નવ પ્રવેશ દ્વાર : બે આંખ,બે કાન, નાકના બે નસકોરા,મોઢું, બે જનાનાંગો.

નવ રીતે ભક્તિથી ઈશ્વર પ્રાપ્ત  થાય : શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદુકા પૂજન, અર્ચન, મંત્ર પઠન, સેવા, સખા ભાવ, શરણાગત ભાવ

કુબેર નવ પ્રકારનું ભાગ્યદાતા છે : મહાપદ્મ, પદ્મ, શંખ, મકર, કચ્છપ (કાચબો) મુકુંદ, કુંડ,નીલ, અને ખર્વ

ખાતમુહૂર્ત વખતે પાયામાં : નવ પ્રકારના રત્નો અને નવ ધાન્યો (ઘઉં, ચોખા, લાલ ચણા, લીલા ચણા, અન્ય ચાર પ્રકારના ધાન્યો અને કાળા તલ)મૂકીને પૂજા થાય છે. તે કાયમ માટે પાયામાં જ રહે છે અને ઉપર મંદિર, સ્મારક કે ભવનનું નિર્માણ થાય  છે.

માળામાં ૧૦૮ મણકા : ૧ + ૮ = ૯.  વેદમાં લખ્યું છે કે એક માળામાં ૧૦૮ વખત પ્રભુ સ્મરણ થાય અને આવી ૧૦૦ માળા થાય તો ૧૦૮૦૦ વખત સ્મરણ થાય.આવું શા માટે ? તો તેનો પણ ઉત્તર છે. આપણે એક મિનિટમાં ૧૫ વખત શ્વાસ લઈએ છીએ એટલે કે એક કલાકમાં ૯૦૦ (૯નો આંક આવી ગયો ને) શ્વાસ લઈએ છીએ. દિવસના ૧૨ કલાક વ્યકિતએ તેના પરિવાર અને કાર્યક્ષેત્રમાં આપવા જોઈએ અને બાકીના ૧૨ કલાક ઈશ્વરના નામસ્મરણ માટે. એક કલાકના ૯૦૦ શ્વાસ અને ૧૨ કલાકના ૧૦,૮૦૦ શ્વાસ સાથે(૧+૮= ૯)  ઈશ્વરનું નામ.એટલે જ ૧૦૮ મણકાની માળા ૧૨ કલાક કરવાની ..  શ્વાસે શ્વાસે ભગવાન સ્મરણ જોડી શકાય.

અન્ય ધર્મોમાં : ઇસ્લામમાં પણ ૧૦૮ નંબર પવિત્ર હોવાનું મનાય છે.શીખ ધર્મમાં પણ ઉનની દોરીમાં ૧૦૮ ગાંઠ મણકાની જગ્યાએ જપ નામ માટે હોય છે. જૈન ધર્મમાં પણ  ૧૦૮ ગુણોનો મહિમા છે.

બૌદ્ધ ધર્મમાં નવા વર્ષની ઉજવણી ૧૦૮ વખત ઘંટ વગાડીને થાય છે. શુભ નસીબ માટે અખરોટની છાલ પર ૧૦૮ નાના બુદ્ધ કોતરવામાં આવે છે. ચીનમાં પણ ૧૦૮ મણકાની માળા જપ માટે ઉપયોગમાં લેવાય છે.

નવ નાથ : મત્સ્યેન્દ્રનાથ, ગોરખનાથ, જાલાંધરનાથ, કાનીફનાથ, ચર્પટીનાથ,  ભૂર્તહરીનાથ, નાગનાથ, રેવણનાથ અને ગહિનીનાથ 

નવ રસ : શૃંગાર, હાસ્ય, રૌદ્ર, કરુણા, વીર, ભયાનક, અદ્દભુત,બીભત્સ અને શાંત

નવ નાગ : અનંત, વાસુકી, શેષ, પદ્મનાભ, કંબાલા, શંખપાલા, ધાર્થારાસ્ટ્રા તક્ષક અને કાલી 

નવ મુખી રુદ્રાક્ષ : નવ દુર્ગાનું પ્રતિક છે.

રામ નવમી : ભગવાન રામનો જન્મ નોમના દિવસે થયો હતો. 

નવ નંદી : આ મંદિર કુરનુલ ક્ષેત્ર, આંધ્ર પ્રદેશમાં આવેલું છે.

તમે પણ હજુ આપણા શાસ્ત્રોમાં ડૂબકી લગાવી નવના મહિમાના અનેક ઉદાહરણો ઉમેરી શકો છો. 


Google NewsGoogle News