Get The App

ઘરમાં છોડ રોપવાથી રોગપ્રતિકારક શક્તિ વધી શકે?

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
ઘરમાં છોડ રોપવાથી રોગપ્રતિકારક શક્તિ વધી શકે? 1 - image


- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી

ઈ ન્ડોર પ્લાન્ટ્સ માટે એક રસપ્રદ સંશોધન યુનિવર્સિટી ઓફ હેસીન્કીઝ ફેકલ્ટી ઓફ બાયોલોજીકલ એન્ડ એન્વાયરનમેન્ટલ સાયન્સીસ તરફથી કરવામાં આવ્યું છે.

આ પ્રયોગ પ્રમાણે માટીના મોટા કૂંડામાં અનેક છોડ વાવવામાં આવ્યાં હતા આ કૂંડાની માટીમાં ખૂબ જ જીવાણુંઓ ધરાવતી માટી રાખવામાં આવી હતી અને તેમાં છોડને એક માસ માટે ઊગાડવામાં આવ્યાં હતાં.

ઉપરોક્ત યુનિવર્સિટીના પ્રોફેસર સંશોધક મિકા સારેનયા એ આ પ્રયોગમાં રસ દાખવ્યો હતો. તેમના મતે એક માસના શહેરી ઈન્ડોર ગાર્ડનિંગ દરમ્યાન ભાગ લેનારા સ્વયંસેવકોની ચામડી પર જીવાણુંઓની વિવિધતામાં વધારો થયો હતો અને એનો સંબંધ લોહીમાં રહેલાં એન્ટીઈન્ફલામેટરી સાયટોકિન્સની વધેલી  માત્રા સાથે હતો.

આ કૂંડામાં વટાણા, ભાજી, રાઈ બીન્સ, લસણ  અને આદુની વનસ્પતિનો ઉપયોગ થયો હતો. પ્રથમવાર જ એવું જાણવા મળ્યું હતું કે કુદરતી માનવ પ્રવૃત્તિથી પ્રતિકાર પધ્ધતિને પોઝિટિવ અસર થઈ શકે. જો ઘર મોટુ હોય તો જ આ પ્રયોગ થઈ શકે. નાના ફ્લેટ કે ઘર માટે ઘણાં ઈન્ડોર પ્લાન્ટ ઊગાડી શકાય જે પ્રાણવાયુ આપી ઝેરી પદાર્થો શોષી લે છે. તેમાંના ઘણાં વાસ્તુ ફ્રેન્ડલી હોય છે. અહીં પાંચ છોડની પસંદગી કરી છે જે અન્ય પરિબળો સાથે તમારા ઘરમાં સમૃધ્ધિ લાવી શકશે.

સૌથી પહેલાં તમારે માટે ''મની પ્લાન્ટ'' છે. સહેલાઇથી ઊગી શકાતો આ છોડ તમારા ઘરમાં નાણાંનો સ્ત્રોત વધારવા માટે જાણીતો છે. આ છોડને અગ્નિ દિશામાં રાખજો. તમે પાણીની બોટલમાં પણ આ છોડને ઊગાડી શકો છો.

બીજો છે ''રબ્બર પ્લાન્ટ'' આ એક સરળતાથી ઊગતો ઈન્ડોર પ્લાન્ટ છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ છોડ ઘરમાં સમૃધ્ધિ લાવે છે.

ત્રીજો છે ''સ્નેક પ્લાન્ટ'', આ છોડના પાન નાગની ફેણ જેવા દેખાય છે. તેની ખાસ કાળજી લેવી પડતી નથી. આપમેળે ઊગે છે. તમારા ઘરમાં ઓક્સીજન વધારી તમને આનંદમાં રાખનાર આ છોડ નાની નર્સરીમાં પણ મળી રહેશે.

ચોથી વનસ્પતિ સૌને ગમતી પવિત્ર ''તુલસી'' છે. વાસ્તુ ઉપરાંત ધાર્મિક રીતે પણ તે ઘણી મહત્વની છે. પૂર્વ, ઉત્તર અને ઈશાન દિશા તેનું સ્થાન છે. તે તમારા શરીરમાંથી ઝેરી તત્વો કાઢી શરીરની પાચનક્રિયા સુધારે છે. દરરોજ તમે તેના સાત પાન લઈ મરીના પાંચ દાણા સાથે ખાઈ શકો છો. વાસ્તુશાસ્ત્રમાં તેનુ ખાસ સ્થાન છે. તે હવાને શુધ્ધ કરી કિટકોને ભગાડે એવું માનવામાં આવે છે.

નાસાની પસંદગીની પાંચમી વનસ્પતિ 'પીસ લીલી' તરીકે ઓળખાય છે. નામ પ્રમાણે તે ઘરમાં શાંતિ સ્થાપનાર છોડ છે. તે સમૃધ્ધિનુ સર્જન કરે છે. ઘરમાં કોઈપણ ખૂણામાં તમે તેને સ્થાપતિ કરી શકો છો.

દરેક છોડની ખાતર તથા પાણીની ખાસિયત હોય છે. નર્સરીમાંથી તમે જ્યારે આ છોડ લો છો ત્યારે માળીની સૂચનાઓ ધ્યાનથી સમજી લેજો. કેટલાંક છોડ ઓછા પાણીથી ઊેગે છે. કેટલાંકને ૪૮ કલાકે પાણી આપવાનું રહે છે.


Google NewsGoogle News