Get The App

થાળી : મુઝે ભી કુછ કહેના હૈ... .

Updated: Dec 3rd, 2022


Google NewsGoogle News
થાળી : મુઝે ભી કુછ કહેના હૈ...                           . 1 - image


- થોડામાં ઘણું-દિલીપ શાહ

'ર સોડાનાં વાસણ છે યાર, ગમે ત્યારે ખખડે ય ખરા...' ખખડતાં વાસણોમાં ય જીવનના પથદર્શક શિલાલેખ અનાવૃત થયેલ પણ હોય !

જૂઓને થાળી જોડે વાડકી... વાટકાનું ગઠ-બંધન કેવું સામે આવે ? ઝૂંપડપટ્ટીમાં કદાચ એલ્યુમિનિયમની કે એંઠવાડમાં મળેલી યુઝ એન્ડ થ્રો વાળી થાળી હોય... મધ્યમવર્ગમાં કાંસા... સ્ટીલની થાળી હોય કે ફાઈવ સ્ટારમાં સીલ્વરની હોય પછડાય ત્યારે ગોબો તો દરેકને નાનો મોટો પડવાનો જ !  પૂજારીમાં ૫૬ ભોગની થાળી 'અન્નકુટ-દર્શન'ની બ્રાન્ડ બની ગઈ છે પૂજા... આરતીની થાળીમાં ઘીની દીવેટ, ગુલાબ, અબીલ, કપૂર, ચોખાનું ગઠબંધન અતૂટ છે. પૂજાની આરતી મૂર્તિ સમક્ષ પકડી ભજનના જુદા જુદા અંતરા સુધી પરિવારના હાથમાં થાળી 'હજી આપણને ઘરનાં ગણ્યા છે'ની અનુભૂતિ કરાવે છે. હોટલ રેસ્ટોરન્ટની થાળી સ્ટેટસ સીમ્બોલ વાળી ૩ પકવાન, ૪ ફરસાણ, ૨ કઠોળ... ફોર્મ ર્સ્ટાટર ટુ ડેઝર્ટની 'ક્ષુધાસવારી' કરાવે છે. લગ્ન સમારંભમાં કવરનો ચાંલ્લો થાળીની મારકેટ વેલ્યુના સમપ્રમાણમાં ગતિ કરે છે. બુફે સમારંભોમાં મનગમતા પાત્રોની થાળીની ખૂટતી વાનગી દોડીદોડીને લઈ આવનારા ઘરવાળાનાં રડારમાં જ હોય છે જેની ઉલટ તપાસ બેડરૂમની દિવાલમાં પડઘા પાડે છે. અપવાસના દિવસે થાળી મેઘધનુષી બની જાય છે. રાજગરો શીરો લઈને મોરૈયા... સાબુદાણાની ખીચડી ફરાળી બફવડા લાળગ્રંથિઓનાં બળવાને શાંત પાડે છે. અગિયારસ કે અપવાસ ન કરનારાઓ પણ જઠરાગ્નિનાં ખાંખાંખોળાને નવો સરક્યુલર રૂટ આપી દે છે. (યાદ આવ્યું !) ચૈત્ર માસના તદ્દન અસલી અપવાસ વખતે થાળી સ્વપ્નમાં વારંવાર ડોકિયા કરે છે. જમાઈરાજાની થાળીમાં જ્યારે જ્યારે નવી નવી સાળી આવે ત્યારથી 'સાળી આધી ઘરવાળી'ની સુષુપ્ત લાગણીઓ સળવળે એ ઘટના નિર્દોષ ગણાય એ વારસાગત લક્ષણ છે.

છાજલી ઉપર ઉડકેલી... માંજેલી થાળીઓ યુનિફોર્મમાં કતારબંધ લશ્કરી ટૂકડી જેવી લાગે છે. ગુસ્સામાં થાળી પછાડી... ચાલુ ભાણે છણકો કરી ધડામ્ દઈ બારણું, ખોલી નોકરી ઓફિસે ભાગતા પતિદેવો હજી ફિલ્મો, સીરીયલમાં સુધર્યા નથી. માતાની આરતી વખતે સોસાયટીનાં ઈગ્લીશ મીડીયમ વાળા ટેણિયાઓ પણ હાથમાં પૂજાની થાળી લઈ આરતીમાં ભૂલ વગર છેલ્લી લીટી સુધી ઝઝૂમે છે. લગ્નની પૂરતની થાળી મારકેટવેલ્યુની પબ્લીસીટી કરે છે. વાડ (૨) કી વહેવાર ગૃહિણીઓની આવડત છે. થાળીવાજુ (ગ્રામોફોન) વડીલોનું સંભારણું છે. નદી બે મા-થાળી પૂરમાં ઘસમસતી હતી એ 'થાળી'નું વોલ્યુમ જ છે ને ! ઘરનો લાં...બો સમય વિવાદ ચાલે પછી વડીલોની મધ્યસ્થીથી થાળે પડે છે (મૂળમાં તો થાળી જ ને ?) પૈસાદાર પૂછે મમ્મી થાળીમાં આજે શું શું છે ? મધ્યમવર્ગી પૂછપરછ કરે... બેન, આજે થાળીમાં બસ એક જ શાક ? કઠોળ... પાપડ નથી ?

ઝૂંપડપટ્ટી :- માડી, થાળીમાં આજે ખાવાનું કશુંક છે ?

મરી મસાલા :- આ વાડકીબુનના મોઢે કેમ તોબરો ચઢેલો છે ?

મેચીંગનો પોતે સ્ટીલની છે. કંપનીમાં થાળી નથી પ્લેટ છે.


Google NewsGoogle News