રૂદ્રાક્ષના સ્ટીરોઇડ શરીરને તંદુરસ્ત રાખે છે
- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
- ઉપનિષદમાં રૂદ્રાક્ષનું વૃક્ષ શિવના અશ્રુમાંથી જન્મ્યુ છે એવું જણાવાયું છે
શ્રા વણ માસ આવે ત્યારે રૂદ્રાક્ષનું મહત્ત્વ વધી જાય છે. જ્યાં શિવપૂજા થાય છે ત્યાં રૂદ્રાક્ષ દેખાય છે. રૂદ્રાક્ષ એ સંશોધનનો રસપ્રદ વિષય છે.
બનારસ હિન્દુ યુનિવર્સિટીના સંશોધકોએ પ્રાચીન સમયમાં ઉપનિષદનો અભ્યાસ કર્યો હતો જેમાં રૂદ્રાક્ષનું વૈજ્ઞાાનિક મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. અક્ષરમલિકા ઉપનિષદમાં રૂદ્રાક્ષનું વૃક્ષ શિવના અશ્રુમાંથી જન્મ્યુ છે એવું જણાવાયું છે. રૂદ્રાક્ષની રચના ભૌતિકશાસ્ત્રીઓએ વર્ણવી છે. આ ફળની ઉપર ઊંડી રેખા હોય છે. બે લાઈન વચ્ચેના ભાગને મુખ કહેવામાં આવે છે. રૂદ્રાક્ષને આવા ૧થી ૧૪ મુખો હોય છે. દરેક પ્રકારના મુખની સંખ્યા શરીર પર ખાસ પ્રકારની વિશિષ્ટ અસરો જન્માવે છે. દા.ત. લગ્ન થાય હોય તે બેમુખી અને પંચમુખી રૂદ્રાક્ષ પહેરે છે. તેઓ હનુમાનના પ્રતિનિધી ગણાય છે.
જીઓલોજીસ્ટ અને બોટેનીસ્ટના સંશોધન પ્રમાણે નેપાળના રૂદ્રાક્ષ ૨૦-૩૫ મી.મી.ના હોય છે. જ્યારે ઇન્ડોનેશિયાના રૂદ્રાક્ષ ૫-૨૫ મી.મી.ના હોય છે.
રૂદ્રાક્ષ સામાન્ય રીતે તપખીરી રંગના હોય છે પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે તેઓ કાળા, પીળા, લાલ, અને સફેદ રંગના હોય છે.
રૂદ્રાક્ષ ભૂરા પણ હોય છે. આ એક સંશોધનનો વિષય છે. એક વૈજ્ઞાાનિક રિપોર્ટ પ્રમાણે ઇલેઓકાર્યસ ગેનિટ્સ નામનું વૃક્ષ ૬૦-૮૦ ફિટનું થાય ત્યારે ભૂરા રંગના ફળ આપે છે. ત્રણ ચાર વર્ષનું આ વૃક્ષ ૧૦૦૦-૨૦૦૦ ફળો દર વર્ષે આપતું રહે છે.
રૂદ્રાક્ષનાં આ ફળને 'બ્લ્યુબેરી બીડ્સ' તરીકે પણ ઓળખવામાં આવે છે. રસાયણશાસ્ત્રીઓએ અનેક સંશોધન કરી આ ફળના રાસાયણિક ગુણધર્મો વર્ણાવ્યા છે. આ ફળમાં ટેનિન્સ, સ્ટીરોઇડ, ફ્લેવેનોઇડ, આલ્ક્લોઇડ કાર્બોહાઈડ્રેઇડ અને કાર્ડિએક ગ્લાયકોસાઇડ્સ હોય છે.
૧૯૭૯માં લોચરેફેલ અને જેમ્સ નામના વિજ્ઞાાનીકોએ રૂદ્રાક્ષમાં રૂદ્રાકાઈન નામનું આલ્ક્લોઇડ શોધ્યું હતું.