એઆઈના યુગમાં મેનેજમેન્ટ બદલાશે .
- મેનેજમેન્ટ-ધવલ મહેતા
વિ જ્ઞાન અને વૈજ્ઞાનિક પદ્ધતિનો જન્મ પશ્ચિમ જગતમાં થયો અને તેને આધારે શોધાયેલી પ્રોડકટ્સના ઉત્પાદન અને વેચાણનું માર્કેટ સર્જાયું. પશ્ચિમ જગતે ધર્મને ગૌણ બનાવીને વિજ્ઞાન અને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રીત કર્યું. અગણિત શોધો તો કરી જ પરંતુ આ શોધોને આધારે વિરાટ કંપનીઓની સ્થાપના કરી અને ખાસ પ્રોડકશન અને માસ માર્કેટીંગ (જનકેન્દ્રી) ઉત્પાદન અને જનકેન્દ્રી બજારો ઊભા કર્યા. કાર, ટ્રક, વગેરેની શોધ પાછળ અનિવાર્ય એવા ઇર્ન્ટનલ કમ્બશ્ચન એન્જિનની શોધ જર્મનીના એન્જિનીયર નીકોલસ ઓટો (૧૮૩૨-૧૮૯૧)એ કરી.
ઓટોમોબાઈલના ઉદ્યોગને ઊભો કરનાર નીકોલસ ઓટોનું નામ અમર થઈ ગયું. આજે પણ જગતમાં ઘણા લોકોને ખબર નથી કે ફોરસ્ટ્રોક ઇર્ન્ટનલ કમ્બશ્વન એન્જિનની શોધ કરનાર જર્મનીના ઓટોના નામ પરથી કાર માટે ઓટોમોબાઈલ શબ્દ ઊભો થયો અને તે શબ્દ જગદવ્યાપી બની ગયો છે. અલબત્ત જર્મનીમાં શોધાયેલા ઇર્ન્ટનલ કમ્બશ્નન એન્જિનનો ઉપયોગ કરીને અમેરિકાએ જગતમાં સૌથી વધુ કારનું ઉત્પાદન શરૂ કર્યું જેમાં હેન્રી ફોર્ડનું નામ ટોચ પર છે. અમેરિકાની જનરલ મોટર્સ મોખરાનું સ્થાન ભોગવે છે. તે પછી જાપાનીસ મેનેજમેન્ટ પદ્ધતિનો (કૈઝાન, જસ્ટ ઈન ટાઇમ ઇન્વેન્ટરી, કાનાબાન, સ્ટેરીસ્ટીકલ ઇન્વેન્ટરી કન્ટ્રોલ)નો ઉપયોગ કરીને જાપાનની ટોયોટા કંપનીએ અમેરિકાની ફોર્ડ અને જનરલ મોટર્સ, સેવરોલેટ વગેરે નામે તીવ્ર હરીફાઈ ઊભી કરી અને અમેરિકાની સડકો પર લાખો જાપાનીસ કારો દોડવા લાગી. ૧૯૮૦માં કોમ્પ્યુટર ઉદ્યોગમાં આઇબીએમ કંપનીએ આઇબીએમ પર્સનલ કોમ્પ્યુટર જુનીઅર નામનું કોમ્પ્યુટર બજારમાં મુક્યું અને જગત ડીજીટલ યુગમાં દાખલ થઈ ગયું. તે પહેલાં પણ મસમોટા કોમ્પ્યુટર્સની શોધ છેક ૧૯૪૬માં યુનિર્વસીટી ઓફ પેન્સીવીલીયામાં થઈ હતી પરંતુ આ કોમ્પ્યુટર્સ એકબીજા સાથે સંદેશાવ્યવહાર કરી શકતા ન હતા તેથી તેઓ માત્ર વિશાળ કદના કોમ્પ્યુટીંગ મશીન્સ જ હતા જેનો મૂળ હેતુ કરોડો અને અબજા ડેટાનું પ્રોસેસીંગ અને કલાસીફિકેશન કરવાનો જ હતો. ફોમટોપ અને ટેબલટોપ કોમ્પ્યુટર્સની શોધ જેમાં ઇન્ટરનેટ મુખ્ય ભાગ ભજવે છે તેણે ફરીવાર જગતને બદલી નાખ્યું અને સાથે સાથે મેનેજમેન્ટમાં પણ ઘરમૂળથી ફેરફારો કર્યા. ડીજીટલ યુગ હવે આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સના યુગને જન્મ આપી રહ્યો છે અને આ યુગ માનવનું જીવન અને કંપની મેનેજમેન્ટની પ્રથા કેવી અને કેટલી બદલશે તેની હજી આપણને જાણ નથી. આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ ધરાવતા મશીનો કવિતા લખી નવલકથા અને ગીતો લખે, નાટકો લખે, નવા પેઇન્ટીંગ્ઝ કરે, ગાયન ગાય, જુદા જુદા કલ્ચર્સનું ફયુઝન કરે, જીવનને કદાચ અમાર્યાદિ લંબાવે, ઘરના રસોઈથી માંડીને તમામ કામો કરે તે દુનિયા કેવી હશે તેની આપણને હજી જાણ નથી. પરંતુ ચેટજીપીટી બોક્ષ અઠવાડીયામાં કામ કરવાના દિવસો માત્ર ચાર જ કરી નાખશે તેવું લાગે છે. મગજના કોષોના સ્ટીમ્યુલેશન દ્વારા એઆઈ જો આધ્યાત્મિક અનુભવોનું સર્જન કરી શકશે તો અત્યારના તમામ ધર્મો જે આભાસી અને અનપ્રુવન માન્યતાઓ પર તેમજ અનવેરીફાઇડ અને અનવેરીફાયેબલ (જેમકે આત્માનો કે સ્વર્ગ અને નરકનો કન્સેપ્ટ) માન્યતાઓ પર ઊભા થયા છે તેને બદલે કોઈ નક્કર પાયા પર ઊભા થશે અને તેથી કદાચ ધર્મયુદ્ધોનો અંત પણ આવે જગતમાં વિજ્ઞાન પ્રધાન દેશોએ માનવજીવનનો આવરણ વધાર્યો છે અને ધર્મપ્રધાન દેશોમાં તે માત્ર પશ્ચિમને શોધોને કારણે જ ઘટયો છે તેનો સ્વીકાર કર્યા વિના છૂટકો નથી.
તબીબી વિજ્ઞાનમાં ખાસ કરીને માનવીના કોષોની કામગીરી બાબતમાં વધુ શોધો થતા કેન્સરને કદાચ મટાડી શકાશે અને હાર્ટ એટેકસથી યેનકેન થતા મૃત્યુને પણ કાબુમાં લઈ શકાશે અને વૃદ્ધત્વને પણ થોડુંક પાછું ઠેલી શકાશે. આ બધાને પરિણામે માનવજીવન લંબાવી શકાશે જેથી માનવીના કામમાંથી મુક્ત થવાની રીટાયરમેન્ટની ઉમર ૭૫ વર્ષ પર પહોંચી જાય તેવો સંભવ છે. જાપાનમાં સરાસરી જીવન આવરદા લગભગ ૭૫ વર્ષ પર પહોંચી ગયો છે અને ભારતના પણ ૧૯૦૧ની સાલમાં જે માત્ર ૨૧ વર્ષ હતો તે સરાસરી જીવન આવરણ ૭૦ વર્ષ પર પહોંચી ગયો છે. આ વિજ્ઞાન અને પોષક ખોરાકની અને રોગનિવારણ પદ્ધતિઓની કમાલ છે. આથી યુનિવર્સિટીઓમાં નવા નવા કોર્સીઝનું જ્ઞાન અને કુશળતા મેળવવા માટે ૬૦ કે ૬૫ વર્ષે પણ જોડાય તેવું પણ બની શકે છે. મગજના કોષોને ન્યુરોન્સ કહે છે અને આ ન્યુરોન્સમાં ફેરફારો કરીને કદાચ જીનીયસ સ્ત્રી-પુરૂષો પણ ઊભા કરી શકાય તો દુનિયાના દરેક વ્યવસ્થાતંત્રો લર્નીંગ ઓર્ગેનાઇઝેશન્સ બની શકશે.