Get The App

પાની રે પાની... .

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
પાની રે પાની...                                            . 1 - image


- થોડામાં ઘણું-દિલીપ શાહ

- બેસણામાં મગરનાં આંસુ બનીને સ્વર્ગસ્થનાં ફોટા પાસે... સ્નેહીજનોની આંખમાં ય ઘૂસણખોરી !

પાણી, જળ, વારિ, સલીલ, નીર, H2O ... પાસપોર્ટમાં

આ બહુરૂપિયાને કોણ નથી ઓળખતું ? જીવન જરૂરિયાતના આ પરમેનંટ કેન્ડીડેટ જૂઓ હવા, પાણી ખોરાકમાં મીડલમાં કેવો અડ્ડો જમાવી પરમેનંટ થઈ ગયું છે !

''પાણી-જીવનની સરવાણી,

સંજીવની, અમૃતની એ વાણી''

નટખટ... ચંચળ આ પાણીના સરક્યુલર રૂટ તો જૂઓ...

- ઘેન ચઢ્યું તો બોટલ નિવાસી રમ, વ્હીસ્કી, બીયર !

- સ્વાદ માટે સદાય ? રહી બાટલીમાં કાળ ચોઘડિયાનું ઝેર !

- ટેસ્ટી-ટેસ્ટી ખસ, ગુલાબનું શરબત... ઠંડઈ... રૂહ અફજા !

- લપસવાનું મન થયું અલ્યા પાણી ? લો વ્યથા વિચારણનાં એમ્બેસેડર 'આંસુ' બની ગાલ પર સ્કીઈંગ...!

- છેતરપીંડી પણ શીખી ગયું (વાયા રાવલપીંડી) મૃગજળનો વેશપલટો કરી રસ્તે... રણમાં કેવી દોડાદોડ કરાવે... બદમાશ !

- મીઠાશની પરબ માંડી ટેટી અને તરબૂચમાં થેંકસ પાણી વીરા !

- બેસણામાં મગરનાં આંસુ બનીને સ્વર્ગસ્થનાં ફોટા પાસે... સ્નેહીજનોની આંખમાં ય ઘૂસણખોરી !

- સંતાકૂકડી રમવા અલ્યાં છેક ઊંચે... સાવ ઊંચે નાળીયેરીમાં સંતાયુ ? દોસ્ત, ભલે ઊંચે ગયું તારું પાણી... તારી મિઠાસ તરસને નીચે બેસાડે છે. ફરી થેંક્સ.

- પરોપકારી જીવ... જેવી લાગે આગ તું જલ્દી ભાગ... જીવદયા તારો રાગ... ઉજડતો બચાવે જીવનબાગ !

- આખરે... જાત પર ગયુ ને ? બાટલી-બોટલમાં જગ્યા રોકી બજારૂ બની ગયુ ને તકવાદી ? 'તરસ' માટે આપો Cash... અલ્યા દાદા પહાડ... ભાંડુ ઝરણા માતા નદીની આબરૂ તો રાખ !

ખબરદાર મને જો સોડા સાથે રંગીન માદક પ્રવાહીમાં ભેળવ્યું તો...

મૈંને હોઠો સે લગાઈ તો હંગામા હો ગયા !

મરીમસાલા

ટીપા, ફોરા, વાછટ, પરપોટાના બાળમરણની પીડા તો પાણીની !


Google NewsGoogle News