Get The App

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ભૂલભરેલી માહિતી આપી શકે

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ભૂલભરેલી માહિતી આપી શકે 1 - image


- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી

આ ર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની ચર્ચા આજે ઠેરઠેર થઈ રહી છે. સામાન્ય માણસની સમજની બહારની વાત છે કારણ કે તે અતિ આધુનિક ટેકનીક છે. વિવિધક્ષેત્ર તેનો ઉપયોગ શરૂ થયો છે. ક્યાંક તે સ્પષ્ટ બોલે છે તો ક્યાંક લોચા પણ વાળે છે એટલે બેધારી તલવાર જેવું છે. તબીબ ક્ષેત્રે તેને સમજવા ડૉક્ટરોના એસોસીએશનો સેમિનાર યોજી રહ્યાં છે. રેડિયોલોજી અને પેથોલોજીમાં તેનો ઉપયોગ ઝડપથી થઈ રહ્યો છે. આ બે ક્ષેત્રો એવા છે જે વિઝયુઅલ એનાલાયસિસ પર ભારે વિશ્વાસ રાખે છે.

એમઆરઆઈ, સીટી સ્કેન અને એક્સ-રે ની ઇમેજમાં રહેલી અસામાન્યતા ઓળખવા માટે એઆઈનો ઉપયોગ થાય છે. હેલ્થકેર ઈન્ડસ્ટ્રીઝમાં મોડું થાય એ જીવનમરણનો પ્રશ્ન થઈ જાય છે પરંતુ એઆઈ ઝડપથી નિદાન કરી ટ્રીટમેન્ટ સજેસ્ટ કરે છે. અમેરિકાની કેટલીક હોસ્પિટલમાં એઆઈ પાવર્ડ હેલ્થકેર સોલ્યુશનનો ઉપયોગ થાય છે.

બોસ્ટનમાં આવેલી બૉય હેલ્થ (BUOY HEALTH) માં એઆઈના ઉપયોગ વડે રોગનું નિદાન અને સારવાર થાય છે આ માટે તે અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. અહીં ચેટબોટ દર્દીના રોગના ચિન્હો સાંભળે છે, તેની તબિયત વિશે જાણે છે અને અંતે પોતાના નિદાન પ્રમાણે તે દર્દીને સાચી કાળજીનો માર્ગ દેખાડે છે.

જેમ એબોટિક સર્જરીમાં રોબોટ મદદરૂપ થાય છે તેને પેથોલોજી ક્ષેત્રે એઆઇ ડેટાના આધારે નિદાન અને સારવાર કરે છે.

એક અભ્યાસ પ્રમાણે એઆઈ એક ડબલ ધારવાળી તલવાર છે. તે સાચા નિદાન આપે છે પરંતુ જ્યારે આ મોડેલ બાયેસ્ડ મેડિકલ ડેટા ગ્રહણ કરે છે ત્યારે ખૂબ ખરાબ નિર્ણયો સૂચવે છે. આ માટે આપણે સજાગ રહેવું પડશે.

જામા (JAMA) માં પ્રકાશિત એક લેખ પ્રમાણે એઆઈના વર્ણનો આપ્યા છતાંયે બાયેસ્ડ એઆઈ મોડેલ વડે કિલનિશ્યનો મૂર્ખ બની જાય છે. તમારે એઆઈના વર્ણનને ધ્યાનથી સમજવું જરૂરી છે.

ટેકનિશ્યનો કરતાં એઆઈ પોતાનું કામ ઝડપથી કરે છે અને સમય બચાવે છે. આવું હોય તો લોકોને નોકરીએ રાખવાની ક્યાં જરૂર છે. નોકરી પર યુવાનો કેટલાં સુસ્ત હોય છે તેનો દરેક માલિકો જાણે છે. જેમ જેમ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો વિકાસ થશે તેમ તેમ માણસને સ્થાને કોમ્પ્યુટર જ કામ કરી લેશે.

તમે કસ્ટમર કેરમાં કંઈ ફરિયાદ કે તપાસ કરો ત્યારે તમારા ફોનમાં પેલો એકઝીક્યુટિવ હવે આવતો નથી ચેટ માટે એ-આઈ આવી જાય છે. ૩૭ ટકા બિઝનેસ લિડર્સનો સર્વે કહે છે કે ૨૦૨૩માં એઆઈ એ અનેક લોકોને બેકાર કરી દીધા હતા. એન્ટ્રી લેવલના અનેક જોબ પર હવે એઆઈ ડયૂટી બજાવે છે !

જેમ એ.આઈ. વધુ સ્માર્ટ છે તેની પાસે લાર્જ લેન્ગ્વેજ મોડેલ છે જે કસ્ટમર સર્વિસ જેવી લેવલ-૧ની નોકરી માટે પડકાર રૂપ બની રહ્યું છે.


Google NewsGoogle News