Get The App

બહાર મૂશળધાર વરસતી નોનસ્ટોપ બારિશ, બંધ કમરામાં ભીતર આદિમ ગંધનો આગોશ!

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
બહાર મૂશળધાર વરસતી નોનસ્ટોપ બારિશ, બંધ કમરામાં ભીતર આદિમ ગંધનો આગોશ! 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- સોફિસ્ટેકેશન કરતા વાઈલ્ડનેસ કેવું અગમ્ય આકર્ષણ પેદા કરે છે એ મનના વમળો સાથે તનના વર્તુળોનું વર્ણન કરતી આઝાદી અગાઉ વિશ્વવિખ્યાત ભારતીય ક્લાસિક મોન્સૂન લસ્ટ સ્ટોરીનો સ્વાદ! 

ચિ ક્કાર વરસાદે ગુજરાતનું જનજીવન તહેવારો પર જ દિવસો સુધી એવું ખોરવી નાખ્યું કે કેટલાય અસરગ્રસ્ત શ્રમજીવી પરિવારો પર એણે વીંઝેલા ફટકાનો ચૂવાક મહિનાઓ સુધી થતો રહેશે. કાદવ તડકે સૂકાઈ જાય તો જીવતરના સંઘર્ષ લપસણા જ રહેતા હોય છે. જો કે, એકઝાટકે ગુજરાતમાં પીવાનું આખા વરસનું પાણી છલકાયું એ જમા સિલક પણ ખરી મેળાથી મોલાત પરના સિતમ સાથે. મિત્રોએ મેસેજ કાગળની હોડીની જેમ તરતા કર્યા કે પાછું કોરોના જેવું લાગે છે. બસ, રજા હોવા છતાં પણ ઘરમાં બેઠા રહો, બહાર ના નીક્ળો અને ખાતાપીતા, ટીવી જોતા, મોબાઈલ મચડતા ટાઈમપાસ કરો.

આવી ફુરસદ મળે, ત્યારે એકલતા નિવારતી કાયમી કંપની હોય તો એ સાહિત્ય પણ છે. બારિશમાં બૂક વાંચવાની મજાઓ પર પણ અગાઉ લખ્યું છે. એમાં ય બંધ પડયા વિના દિવસો સુધી વાદળછાયા વાતાવરણમાં વરસતા વરસાદ થકી એક રોમેન્ટિક ઈરોટિક માહોલ પણ રચાય જાય ! પરફેકટ ફોર કપલ્સ ઓન્લી. બધું જ બાળકો માટે ના હોય, કશુંક એવું રસિક પણ હોવું જોઈએ ને જેથી જગતમાં નવા બાળકો અવતરે ! અને સંસ્કૃતના માદક શ્લોકોની સાથે વર્ષો અગાઉ જેને યાદ કરેલી એ ઉર્દૂના ખ્યાતનામ બળવાખોર લેખક સઆદત હસન મંટોની ટૂંકી વાર્તા 'બૂ' (ગંધ) મનમાં આળસ મરડીને બેઠી થઇ. સતત વરસતા વરસાદના આખા દિવસમાં પરસ્પર ઓગળી ગયેલા શરીરોનું વર્ણન બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ છે એમાં. મન્ટો તો આમ પણ વિપ્લવી વિસ્ફોટનો લેખક. કહેતો કે 'બંધ અંધારામાં તમે જે છુપાવો છો એની પર હું માત્ર અજવાળું ફેંકુ છું ને એ તમને ના ગમે તો એ તમારી જ હકીકત છે. બીજાઓ પરની અસરની ફિકર કરવાને બદલે પોતાને ગમ્યું કે ના ગમ્યું એટલું જ કહેવાનો હક સમાજને છે. સમજ તો સર્જક પાસે છે જ.' મૂળ ભારતમાં પેદા થયેલી આગવી ભાષા એવી ઉર્દૂના થોડા શબ્દોના અર્થ સાથે અહીં થોડીક ટૂંકાવેલી વાર્તાની ફ્લેવર ગુજરાતી અનુવાદમાં તો ટાઢી પડી જાય એમ છે. એટલે યથાવત વાંચો સેલિબ્રેશન ઓફ ઈરોટિક સેન્સ્યુઆલિટી.

બરસાત કે યહી દિન થે. ખિડકી કે બહાર પીપલ કે પત્તે ઈસી તરહ નહા રહે થે. સાગવાન કે ઈસ સ્પ્રિંંગદાર પલંગ પર જો અબ ખિડકી કે પાસ સે થોડા ઈધર સરકા દિયા ગયા થા. ખિડકી કે પાસ બહાર પીપલ કે નહાએ હુએ પત્તે રાત કે દૂધિયા અંધેરે મેં ઝૂમરોં કી તરહ થરથરા રહે થે ઔર શામ કે વક્ત જબ દિન ભર એક અંગ્રેજી અખબાર કી સારી ખબરેં ઔર ઈશ્તિહાર પઢને કે બાદ વો બાલ્કની મેં આ ખડા હુઆ થા તો ઉસને ઉસ ઘાટન લડકી કો - જો સાથ વાલે રસ્સિયોં કે કારખાને કરતી થી ઔર બારિશ સે બચને કે લિએ ઈમલી કે પેડ કે નીચે ખડી થી, ખાંસ ખાંસ કર અપની તરફ મુતવજ્જા (ધ્યાન આપતી) કર લિયા થા.

રણધીર ને બસ યૂં હી હૈજલ સે બદલા લેને કી ખાતીર ઉસ ઘાટન લડકી કો ઈશારે પર બુલાયા થા. હૈજલ ઉસકે ફલેટ કે નીચે રહતી થી ઔર હર રોજ સુબહ વર્દી પહન કર કટે હુએ બાલોં પર ખાકી રંગ કી ટોપી તીર્છે જાવીએ (એંગલ) સે જમા કર બાહર નીકલતી થી ઔર લડકપન સે ચલતી થી જૈસે ફૂટપાથ પર ચલને વાલે સભી લોગ ટાટ કી તરહ ઉસકે રાસ્તે કે બિછે ચલે જાયેગેં.  રણધીર સોચતા થા કી આખિર કયોં વો ઈન ક્રિશ્ચિયન છોકરીયોં કી તરફ ઈતના જયાદા માઈલ (આકર્ષિત) હૈ. ઈસમેં કોઈ શક નહીં કી વો અપને જિસ્મ કી તમામ દિખાઈ જા સકને વાલી અશ્યા (સામગ્રી) કી નુમાઈશ કરતી હૈ. કિસી કિસ્મ કી જિજક મહસૂસ કિએ બગૈર અપને કારનામોં કા જિક્ર કર દેતી હૈ. અપને બીતે પુરાને રોમાંસો કા હાલ સુના દેતી હૈ.... યે સબ ઠીક હૈ લેકિન કિસી દૂસરી લડકી મેં ભી તો યે ખાસિયતેં હો સકતી હૈ.  લેકિન થોડી હી દેર કે બાદ ઉસને ઉસ ઘાટન કે ભીગે હુએ કપડે દેખ કર યે સોચા થા કી કહીં એસા ન હો કી બેચારી કો નિમોનિયા હો જાયે તો રણધીર ને ઉસસે કહા થા ''યે કપડે ઉતાર દો. સર્દી લગ જાએગી.''

વો રણધીર કી ઈસ બાત કા મતલબ સમજ ગઈ થી, કયોંકી ઉસકી આંખો મે શર્મ કે લાલ ડોરે તૈર ગયે થે લેકિન બાદ મેં જબ રણધીર ને ઉસે અપની ધોતી નિકાલ કર દી તો ઉસને કુછ દેર સોચ કર અપના લહંગા ઉતાર કર ઉસને એક તરફ રખ દીયા ઔર જલ્દી સે ધોતી અપની રાનોં (સાથળ) પર ડાલ લી. ફિર ઉસને અપની તંગ ભિંચી ભિંચી ચોલી ઉતારને કી કોશિશ કી જિસકે દોનોં કિનારો કો મિલા કર ઉસને એક ગાંઠ દે રખી થી. વો ગાંઠ ઉસકે તંદુરસ્ત સીને કે નન્હે લેકિન સમટીલે ગઢઢે મેં છિપ ગઈ થી. દેર તક વો અપને ધિસે હુએ નાખુનોં કી મદદ સે ચોલી કી ગાંઠ ખોલને કી કોશિશ કરતી રહી જો ભીગને કી વજહ સે બહુત જયાદા મજબૂત હો ગઈ થી. 

રણધીર ઉસકે પાસ બૈઠ ગયા ઔર ગાંઠ ખોલને લગા. જબ નહીં ખુલી તો ઉસને ચોલી કે દોનોં સિરોં કો દોનો હાથો મે પકડ કર ઈસ જોર સે જટકા દિયા કી ગાંઠ સરાસર ફૈલ ગઈ ઔર ઈસકે સાથ હી દો ધડકતી હુઈ છાતિયાં એક દમ સે નુમાયાં(પ્રગટ) હો ગઈ. લમ્હાભર કે લીએ રણધીર ને સોચા કી ઉસકે અપને હાથો ને ઈસ ઘાટન લડકી કે સીને પર, નર્મ નર્મ ગૂંદી હુઈ મિટ્ટી કો માહિર કુમ્હાર કી તરહ દો પ્યાલો કી શક્લ બના દી હૈ. ઉસકી સેહતમંદ છાતિયોં મેં વહી ગુદગુદાહટ, વહી ધડકન, વહી ગોલાઈ, વહી ગર્મગર્મ ઠંડક થી જો કુમ્હાર કે હાથોં સે નિકલે હુએ તાજા બર્તનોં મેં હોતી હૈ.

મટમૈલે રંગ કી જવાન છાતિયોં મેં જો બિલકુલ કુંવારી થી. એક અજીબ-ઓ-ગરીબ કિસ્મ કી ચમક પૈદા કર દી થી જો ચમક હોતે હુએ ભી ચમક નહીં થી. ઉસકે સીને પર યે એસે દીયે માલૂમ હોતે થે જો તાલાબ કે ગંદલે પાની પર જલ રહે થે. બરસાત કે યહી દીન થે. ખિડકી કે બાહર પીપલ કે પત્તે ઈસી તરહ કંપકંપા રહે થે. લડકી કે દોનો કપડે પાની મેં શરાબોર હો ચુકે એક ગંદલે ઢેર કી સૂરત મેં પડે થે, ઔર વો રણધીર કે સાથ ચિપટી હુઈ થી. ઉસકે નંગે બદન કી ગર્મી ઉસકે જિસ્મ મેં એસી હલચલ સી પૈદા કર રહી થી જો સખ્ત જાડે કે દિનોં મેં નાઈયોં કે ગર્મ હમામોં મેં નહાતે વક્ત મહસૂસ હુઆ કરતી હૈ.

દિન ભર વૌ રણધીર કે સાથ લિપટી રહી.... દોનોં જૈસે એક દૂસરે કે ગડમડ હો ગએ થે. ઉન્હોને બમુશકિલ એક દો બાતેં કી હોંગી. કયોંકી જો કુછ ભી હો રહા વો હોઠો ઔર હાથોં સે તય હો રહા થા. રણધીર કે હાથ છાતિયોં પર હવા કે ઝોંકો કી તરહ ફિરતે રહે.  ગોલ દાને જો ચારોં તરફ એક સ્યાહ(શ્યામ) દાયરે કી શકલ મેં ફૈલે હુએ થે હવાઈ ઝોંકો સે જાગ ઉઠતે ઔર ઉસ ઘાટન લડકી કે પૂરે બદન મેં એક સરસરાહટ પૈદા હો જાતી કી ખુદ રણધીર ભી કંપકંપા ઉઠતા. એસી કંપકંપાહટો સે રણઘીર કા સૈકડોં બાર વાસ્તા પડ ચુકા થા. વો ઉનકો બખૂબી જાનતા થા. કઈ લડકિયોં કે નર્મ-ઓ-નાજુક ઔર સખ્ત સીનોં સે અપના સીના મિલા કર કઈ કઈ રાતેં ગુજાર ચૂકા થા. વો એસી લડકિયોં કે સાથ ભી રહ ચુકા થા જો બિલ્કુલ ઉસકે સાથ લિપટ કર ઘર કી વો સારી બાતેં સુના દિયા કરતી થીં જો કિસી ગૈર કે લિએ નહીં હોતીં. વો એસી લડકિયોં સે ભી જિસ્માની તઅલ્લુક કાયમ કર ચુકા થા જો સારી મહેનત કરતી થીં ઔર ઉસે કોઈ તકલીફ નહીં દેતી થીં.... 

સારી રાત રણધીર કો ઉસકે જિસ્મ સે એક અજીબ કિસ્મ કી બૂ આતી રહી થી. ઉસ બૂ કો જો બ-યક-વક્ત(એક જ સમયે) ખુશબૂ ભી થી ઔર બદબૂ ભી... વો સારી રાત પીતા રહા. ઉસકી બગલોં સે ઉસકી છાતિયોં સે, ઉસકે બાલોં સે, ઉસકે પેટ સે જિસ્મ કે હર હિસ્સે સે. યે બૂ(ગંધ) રણધીર કે પૂરે સરાપા(આકાર)મેં બસ ગઈ થી. સારી રાત વો સોચતા રહા થા કિ યે ઘાટન લડકી બિલ્કુલ કરીબ હોને પર ભી હર્ગિઝ ઈતની કરીબ ન હોતી અગર ઉસકે જિસ્મ સે યે બૂ ન ઉડતી... યે બૂ ઉસકે દિલ-ઓ-દિમાગ કી હર સલવટ (કરચલી) મેં રંગ રહી થી. ઉસકે તમામ નયે પુરાને મહસૂસાત મેં રચ ગઈ થી. ઉસ બૂ ને ઉસ લડકી ઔર રણધીર કો જૈસે એક દૂસરે સે હમ-આહંગ (ગૂંથાયેલા) કર દિયા થા. દોનોં એક દૂસરે મેં મુદગમ (એકાકાર) હો ગયે થે. ઉન બેકરાં(અસીમ) ગહરાઈયોં મેં ઉતર ગયે થે જહાં પહુંચ કર ઈંસાન એક ખાલીસ (શુદ્ધ) તસ્કીન (ધરવ) સે મહજૂજ (પુલકિત) હોતા હૈ. જિસ તરહ કભી મિટ્ટી પર પાની છિડકને સે સોંધી-સોંધી બૂ નિકલતી હૈ... લેકિન નહીં વો બૂ કુછ ઔર તરહ કી થી. ઉસમેં લૈંવેડર ઔર ઈત્ર કી આમેજિશ નહીં થી, વો બિલ્કુલ અસલી થી... ઔરત ઔર મર્દ કે જિસ્માની તઅલ્લુકાત કી તરહ અસલી ઔર મુકદસ (પવિત્ર).

રણધીર કો પસીને કી બૂ સે સખ્ત નફરત થી. નહાને કે બાદ વો હમેશા બગલોં વગૈરા મેં પાઉડર છિડકતા થા યા કોઈ એસી દવા ઈસ્તેમાલ કરતા થા જિસસે વો બદબૂ જાતી રહે લેકિન તઅજ્જુબ હૈ કિ ઉસને કઈ બાર ઉસ ઘાટન લડકી કી બાલોંભરી બગલોં કો ચુમા ઔર બિલ્કુલ ધિન નહીં આઈ બલ્કિ અજીબ કિસ્મ કી તસ્કીન કા એહસાસ હુઆ. રણધીર કો એસા લગતા થા કિ વો ઉસે પહચાનતા હૈ. ઉસકે માની ભી સમજતા હૈ લેકિન કિસી ઔર કો નહીં સમજા સકતા. 

બરસાત કે યહી દીન થે. યૂં હી ખિડકી કે બાહર જબ ઉસને દેખા તો પીપલ ઈસી તરહ નહા રહે થે. હવા મેં સરસરાહટેં ઔર ફડફડાહટેં ધુલી હુઈ. ઉસમેં દબી-દબી ઘુંદલી સી રોશની હુઈ થી. જૈસે બારિશ કી બૂંદો કા હલ્કા ફુલકા ગુબાર નીચે ઉતર આયા હો. દિન લંબે થે, મૌસમ ભી બિલ્કુલ વૈસા હી થા. બારીશ કી બૂંદોં કે હમરાહ સિતારોં કી તરહ ઉસકા ગુબાર સા ઈસી તરહ ઉતર રહા થા લેકિન ફિઝા મેં હિના કે ઈત્ર કી તેજ ખુશ્બૂ બસી હૂઈ થી. દૂસરા પલંગ ખાલી થા. ઉસ પલંગ પર રણધીર ઔંધે મુંહ લેટા ખિડકી કે બાહર પીપલ કે પત્તોં પર બારીશ કી બૂંદો કા રક્સ (નૃત્ય) દેખ રહા થા. એક ગોરી ચિટ્ટી લડકી જિસ્મ કો ચાદર મેં છિપાને કી નાકામ કોશિશ કરતે કરતે કરીબ-કરીબ સો ગઈ. ઉસકી સુર્ખ (લાલ) રેશમી સલવાર દૂસરે પલંગ પર પડી થી જિસકે ગહરે સુર્ખ રંગ કા એક ફુંદના નીચે લટક રહા થા. પલંગ પર ઉસકે દૂસરે ઉતારે કપડે ભી પડે થે. સુનહરી ફૂલદાર જંપર, અંગિયા ઔર દુપટ્ટા સુર્ખ થા. ગહરા સુર્ખ ઔર ઈન સબ મેં હિના કે ઈત્ર કી તેજ ખુશ્બૂ બસી હુઈ થી. ચેહરે પર પાઉડર, સુર્ખી ઔર મુકેકશ કે ઈન જર્રો (જરી)ને મિલ જુલ કર એક અજીબ રંગ બિખેર દિયા થા. બેનામ સા ઉડા ઉડા રંગ ઔર ઉસકે ગોરે સીને પર કચ્ચે રંગ કે જગહ જગહ સુર્ખ ધબ્બે બના દિએ. છાતિયાં દૂધ કી તરહ સફેદ થી. ઉનમેં હલ્કા-હલ્કા નીલાપન ભી થા. બગલોં કે બાલ મુંડે હુએ થે જિસકી વજહ સે વહાં સુરમઈ ગુબાર સા પૈદા હો ગયા થા.

રણધીર ઉસ લડકી કી તરફ દેખ દેખ કર કઈ બાર સોચ ચુકા થા. ક્યા એસા નહીં લગતા જૈસે અભી અભી ઉખેડ કર ઉસકો લકડી કે બંદ બક્સ મેં સે નિકાલા હો. જબ રણધીર ને ઉસકી તંગ ઔર ચુસ્ત અંગિયા કી ડોરિયાં ખોલી થી તો ઉસકી પીઠ પર ઔર સામને સીને પર નર્મમર્મ ગોશ્ત પર ઝૂરિયાં સી બની હુઈ થી ઔર કમર કે ચારોં તરફ કસ કર બાંધે હુએ ઈજારબંદ (નાડું) કા નિશાન. વજની ઔર નુકીલે જડાઉ નેકલસ સે ઉસકે સીને પર કઈ જગહ ખરાશેં પડ ગઈ થીં. જૈસે નાખુનોં સે બડે જોર સે ખુજાયા ગયા હો.

મૌસમ બેહદ સુહાના થા. ઠંડી ઠંડી હવા ચલ રહી થી લેકિન ઉસમેં હિના કે ઈત્ર કી તેજ ખુશબૂ ધુલી હુઈ થી. રણધીર કે હાથ બહુત દેર તક ઉસ ગોરી ચિટ્ટી લડકી કે કચ્ચે દૂધ કી તરહ સફેદ સીને પર હવા કે જોંકો કી તરહ ફિરતે રહે થે. ઉસકી ઉંગલિયોં ને ઉસ ગોરે ગોરે બદન મેં કઈ 

ચિનગારિયાં દૌડતી હૂઈ મહસૂસ કી થીં. ઈસ નાજુક બદન મેં કઈ જગહોં પર સિમટી હુઈ કંપકંપાહટોં કા ભી ઉસે પતા ચલા થા. જબ ઉસને અપના સીના ઉસકે સીને કે સાથ મિલાયા તો રણધીર કે જિસ્મ કે હર રોંગટે ને ઉસ લડકી કે બદન કે છિડે હુએ તારોં કી ભી આવાઝ સુની થી... 

મગર વો પુકાર જો ઉસને ઘાટન લડકી કે બદન મેં દેખી થી. વો પુકાર જો દૂધ કે પ્યાસે કે બચ્ચે કે રોને સે ઝયાદા હોતી હૈ, વો પુકાર જો હલ્કા-એ-ખ્વાબ સે નિકલ કર બેઆવાઝ હો ગઇ થી. રણધીર ખિડકી સે બાહર દેખ રહા થા. ઉસકે બિલ્કુલ કરીબ હી પીપલ કે નહાતે હુએ પત્તે થરથરા રહે થે. વો ઉનકી મસ્તી ભરી કંપકંપાહટોં કે ઉસ પાર કહીં બહુત દૂર દેખને કી કોશિશ કર રહા થા જહાં મઠીલે બાદલોં મેં અજીબ-ઓ-ગરીબ કિસ્મ કી રૌશની ધુલી હુઈ દિખાઈ દે રહી થી... ઠીક વૈસે હી જૈસી ઉસ ઘાટન લડકી કે સીને મેં ઉસે નજર આતી થી એસી પુરઅસરાર (ગુપ્ત) ગુફગતુ કી તરહ દબી લેકિન વાજેહ(સ્પષ્ટ) થી.

રણધીર કે પહલૂ મેં એક ગોરી ચિટ્ટી લડકી... જિસકા જિસ્મ દૂધ ઔર ઘી મેં ગૂંદે મૈંદે કી તરહ મુલાઈમ થા, લેટી થી... ઉસકે નીંદ સે માતે બદન સે હિના કે ઈત્ર કી ખૂશ્બૂ આ રહી થી વો થકી થકી સી માલૂમ હોતી થી. ઉસમેં કુછ ખટાસ થી... એક અજીબ કિસ્મ કી જૈસી બદહજમી કે ડકારોં મે હોતી હૈ. ઉદાસ... બેરંગ... બેચૈન. રણધીર ને અપને પહલૂ મેં હુઈ લડકી કી તરફ દેખા. જિસ તરહ ફટે હુએ દૂધ કે બેરંગ પાની મેં સફેદ મુર્દા ફટકિયાં તૈરને લગતી હૈં ઉસી તરહ ઉસ લડકી કે જિસ્મ પર ખરાશેં ઔર ધબ્બે તૈર રહે થે ઔર વો હિના કે ઈત્ર કી ઉટપટાંગ ખુશ્બૂ... રણધીર કે દિલ-ઓ-દિમાગ મેં વો બૂ બસી હુઈ થી જો ઉસ ઘાટન લડકી કે જિસ્મ સે બિના કિસી કોશિશ કે ખુદ નિકલ રહી થી. વો બૂ જો હિના કે ઈત્ર સે કહીં ઝયાદા હલ્કી ફુલ્કી ઔર દબી હુઈ થી. જિસમેં સૂંઘે જાને કી કોશિશ શામિલ નહીં થી. વો ખુદબખુદ નાક કે અંદર ઘુસ કર અપની સહી મંજિલ પર પહુંચ જાતી.

રણધીર ને આખિરી કોશિશ કે તૌર પર ઉસી લડકી કે દૂધિયા જિસ્મ પર હાથ ફેરા લેકિન કંપકંપી મહસૂસ ન હુઈ... ઉસકી નઈ નવેલી બીવી જો એક ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કી બેટી થી, જિસમે બી.એ. તક તાલીમ હાસિલ કી થી ઔર જો અપને કોલિજ કે સૈકડોં લડકોં કે દિલોં કી ધડકન થી, રણધીર કી કિસી ભી હિસ્સે કો ન છૂ સકી. વો હિના કી ખુશબૂ મેં ઉસ બૂ કો તલાશ કર રહા થા જો ઉન્હીં દિનોં મે જબ કિ ખિડકી કે બાહર પીપલ કે પત્તે બારિશ મેં નહા રહે ઈસ ઘાટન લડકી કે મૈલે બદન સે આઈ થી.

કામરસ મોટે ભાગે અંધારામાં આકાર લેતો હોય છે, પણ એનું એક ગૂઢ રહસ્ય છે અદમ્ય ખેંચાણ. ઘણી વખત ડાહ્યા કે સરળ સ્ત્રીપુરુષો દેખાવડા હોવા છતાં કોલ્ડ, ફિક્કા લાગે છે અને દેખીતી રીતે એ લેવલના ના હોય એવા નરનારી ચૂંબક જેવું આકર્ષણ પેદા કરે છે. આ ડર્ટીનોટી સિક્રેટ જોઈએ એટલું ચર્ચાતું નથી આજે જાહેરમાં પણ દાયકાઓ પહેલા એનો પડદો મંટોએ હટાવેલો અને વિજ્ઞાને પાછળથી સાબિત કર્યું એ મેલ ફિમેલ ફેરોમોનની આંતરિક ગંધ હોર્મોનલ એટ્રેેકશન પેદા કરે છે ને લવર કે પાર્ટનરની પસંદમાં છૂપો પણ અગત્યનો ભાગ ભજવતા કોડેડ સિગ્નલ્સ આપે છે, એની ફોર્સફૂલ રજૂઆત આ બૂ કહાનીમાં છે. દેશ પરદેશમાં બેસ્ટ ઇન્ડિયન શોર્ટ સ્ટોરીઝના અઢળક ઉચ્ચ પ્રતિષ્ઠિત કલેક્શનમાં એને સ્થાન મળ્યું છે. એટલે વાંચીને સંકુચિત ચિત્તવાળાઓએ ભડક્વાને બદલે પોતાના વાચનનો વિસ્તાર કરવા માટેની તલપ રાખવી. આમે, યુગોથી ચાલતી રસઝરતા વર્ષાવર્ણનના મોહકમિલનની ધારા અશ્લીલ નથી. અશ્લીલ તો બેફામ ઇનડાયરેકટ ટેક્સ ને તોતિંગ બજેટ પછી પણ કાયમ વરસાદમાં ઉભરાઈ જતી ગટરો, ઉખડી જતી તાજી બનેલી સડકો, અકસ્માત સર્જતા ખાડા અને ભૂવા, ધસી જતા પુલો કે ટપકતી છતો ને ગુલ થતી વીજળી વગેરેમાં 'ઉઘાડો' થતો ભ્રષ્ટાચાર છે, પણ એ વલ્ગારિટીનો વિરોધ કોણ કરે ?

ફાસ્ટ ફોરવર્ડ

ભારત માટે એવું જીપીએસ બનવું જોઈએ, જેમાં રસ્તા ઉપરાંત ચોમાસામાં પડેલા ભૂવા પણ નેવિગેશનમાં દેખાડે ! 

(ફન ફોરવર્ડિયું)


Google NewsGoogle News