મંકીપોક્સ .
- હેલ્થકેર-ડો.સંજીવ ફાટક
આ એક મંકીપોક્સ નામના વાયરસ દ્વારા ફેલાતો રોગ છે જે સામાન્ય રીતે પશુઓથી માણસમાં ફેલાય છે. આ રોગ ખાસ કરીને વાંદરામાંથી માણસમાં ફેલાતો હોવાના કારણે એને મંકીપોક્સ નામે ઓળખવામાં આવે છે. હાલમાં WHO દ્વારા કલેડ વન (Clad 1) મંકીપોક્સનો ફેલાવો થઈ રહ્યો હોવાનું જાહેર કર્યું છે જે ૨૦૨૨માં થયેલા ડલેડ ટુ પ્રકારના મંકીપોક્સ કરતા થોડોક જુદો છે. આ રોગ મુખ્યત્વે બાળકોને થાય છે અને કેટલાક કેસમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આફ્રિકાના કોંગો નામના દેશમાં અત્યારે આ રોગના ઘણા બધા કેસ જોવા મળી રહ્યા છે અને આફ્રિકાની બહાર યુરોપમાં અને બીજા કેટલાક દેશોમાં આ રોગના કેસની શરૂઆત થઈ છે.
મંકીપોક્સના લક્ષણો
આ રોગના લક્ષણો ચીકનપોક્સ એટલે કે અછબડા જેવા હોય છે પરંતુ તેના કરતાં આ રોગ થોડો વધારે ગંભીર હોય છે. ૧. તાવ સામાન્ય રીતે ૧૦૦ ડિગ્રી અથવા તેનાથી વધારે ૨. માથું દુખવું ૩. હાથ પગ તૂટવા ખૂબ થાક લાગવો ૪. ચામડી પર અછબડા જેવી ફોલ્લીઓ થવી ૫. લસિકા ગ્રંથિ પર સોજો અથવા ગાંઠ થવી ૬. કેટલાક કેસમાં ન્યુમોનિયા જેવી અસર થવી અથવા મગજ પર તાવ ચડી જવો.
સામાન્ય રીતે આ લક્ષણો આ રોગના વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યા પછી ૪થી ૧૪ દિવસમાં થતા જોવા મળે છે અને કુલ બેથી ચાર અઠવાડિયા સુધી આ રોગના લક્ષણો રહી શકે છે.
આ રોગ કેવી રીતે ફેલાય છે
૧. વાંદરા અથવા વન્ય પ્રાણીઓના સંપર્કમાં આવવાથી
૨. જે વ્યક્તિને મંકીપોક્સ થયેલો હોય તેની સાથે સંપર્કમાં આવવાથી ખાસ કરીને ચામડી પર થયેલી ફોલ્લીઓ સાથે સંપર્કમાં આવવાથી અથવા પીડિત વ્યક્તિએ વાપરેલા કપડાં, ટુવાલ, ચાદર વગેરે સાથે સંપર્કમાં આવવાથી અને ક્યારેક જાતીય સંપર્કમાં આવવાથી. હાલમાં આફ્રિકામાં થયેલા મોટાભાગના કેસ જાતીય સંપર્કના લીધે થયેલા છે.
ચામડી પર કયા પ્રકારના ડાઘ પડે છે
સામાન્ય રીતે આ રોગમાં ચામડી પર અછબડાની જેમ નાના ગુમડા જેવી તકલીફ થાય છે. ત્યારબાદ તેમાં પાણી અથવા પરુ ભરાય છે. જો આ ગુમડા ફાટે તો તેમાંથી પરુ નીકળી શકે છે જે બીજાને ચેપ ફેલાવી શકે છે. આ પ્રકારની ચામડી પરની તકલીફ હાથે પગે અથવા શરીરના અલગ અલગ ભાગમાં થઈ શકે છે.
સારવાર
મોટાભાગના કેસમાં આ બીમારી સ્ૈનગ હોય છે અને બે થી ચાર અઠવાડિયામાં કોઈ પણ સારવાર વગર વ્યક્તિ સંપૂર્ણ રીતે સારી થઈ જાય છે. પરંતુ કેટલાક કેસમાં ખાસ કરીને બાળકોમાં આ બીમારી ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે અને વ્યક્તિને વધારે તાવ શ્વાસની તકલીફ વગેરે થઈ શકે છે. સંક્રમિત વ્યક્તિને અલગ રાખવાની સલાહ આપવામાં આવે છે અને રોગના લક્ષણો જેમ કે તાવ, માથું દુખવું એની દવા આપીને રાહત આપવામાં આવે છે. તાજેતરમાં ્ીર્બિૈસૈપચા નામની દવા આ રોગ માટે અસરકારક છે તેવું પુરવાર થઈ રહ્યું છે.
આ રોગથી કેવી રીતે બચી શકાય
૧. સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવું, તેના ચામડીની સાથે સંપર્કમાં ન આવવું અને નિયમિત હાથ ધોવા.
૨. સંક્રમિત વ્યક્તિ સાથે સંપર્ક થાય તો શીતળાની રસી લેવામાં આવે તો આ રોગથી મહદઅંશે બચી શકાય છે.
૩. જે લોકોએ ભૂતકાળમાં શીતળાની રસી લીધેલી હોય તેમને આ રોગ સામે થોડું ઘણું રક્ષણ મળે છે. પરંતુ રસી લીધેલી વ્યક્તિને પણ આ રોગ થઈ શકે છે.