Get The App

રક્ષિત જેટલા જ મહત્ત્વના રક્ષક

Updated: May 1st, 2021


Google NewsGoogle News
રક્ષિત જેટલા જ મહત્ત્વના રક્ષક 1 - image


- સુભાષિત-સાર-ડૉ. કુલીનચંદ્ર પો. યાજ્ઞિાક

- વદ્યા શીખ્યા પછી પણ એને યાદદાસ્તમાં તાજી રાખવી પડે નહિં તો તે ધીમે ધીમે ભુલાતી જાય, અને ખપ પડે ત્યારે કામમાં આવે નહિ. વિદ્યાને તાજી રાખવા માટે તેનો અભ્યાસ 

કરવો પડે

( अनुष्टुभ)

सत्येन रक्ष्यते धर्मो

विद्या योगेन रक्ष्यते ।

मृजला रक्ष्यते रुपं

कुलं वृत्तेन रक्ष्यते ।।

- विदुरनीति

ભ ક્તોને પૂછો : તમે ભક્તિ શા માટે કરો છો ? જવાબ મળશે ઈશ્વર પ્રાપ્તિ, ઈષ્ટદેવની કૃપા. સંપત્તિ, પરમ સુખ, આનંદ, પરમ તત્ત્વ, વ. જ્ઞાાનીઓ કહેશે. આ બધું પરમ તત્ત્વમાં આવી જાય છે. સત્ય એ જ પરમ તત્ત્વ છે. વૈદ-વાક્ય છે : સત્ય એક જ છે, પણ પંડિતો એને જુદા જુદા સ્વરૂપે ઓળખે છે, ઓળખાવે છે. ગાંધીજી કહેતા : મારે મન સત્ય એ જ ઈશ્વર છે. એ જુદા નથી. ભાગવતકાર મંગળાચરણમાં જ કહે છે અને પરમ સત્યનું ધ્યાન ધરીએ છીએ.

ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ તે ધર્મ. એ જપ-તપ-પૂજા-અર્ચના, આરાધના-ઉપાસના વ. કેડીઓ બતાવે છે. ભક્તિ અને સાધનાની શીખ આપે છે. 

વિદ્યા શીખ્યા પછી પણ એને યાદદાસ્તમાં તાજી રાખવી પડે નહિં તો તે ધીમે ધીમે ભુલાતી જાય, અને ખપ પડે ત્યારે કામમાં આવે નહિ. વિદ્યાને તાજી રાખવા માટે તેનો અભ્યાસ કરવો પડે. આપણે તે અભ્યાસનો અર્થ 'વિદ્યાભ્યાસ' કરીએ છીએ, પણ અસલમાં તેનો અર્થ છે ફરી ફરીને યાદ કરવું, પુનરાવર્તન કરવું, જરૂર પડે ગોખવું, વ. જેથી તે બરાબર યાદ રહે. સંસ્કૃતમાં 'ત્રીપક્ષી વિદ્યા' કહ્યું છે, એટલે કે એક વાર શીખ્યા પછી શરૂ ત્રણ ત્રણ પખવાડીએ તેનું પુનરાવર્તન કરવું. આમ અભ્યાસથી વિદ્યાનું રક્ષણ થાય, અને જ્યારે જોઈએ ત્યારે હાથવગી રહે.

સુંદર વસ્તુઓના રૂપની જાળવણી કરવા માટે પુષ્કળ જહેમત અને ખર્ચની જરૂર પડે છે. સુંદર ચિત્રો લાંબે ગાળે ઝાંખા કે ફીક્કાં પડી જાય, ત્યારે અત્યંત દુર્લભ એવા કુશળ કલાકારોની જરૂર પડે, જેઓ અસલ રંગ જેવો ફંડા અગાઉની જેમ જ લગાડીને ચિત્રને નવા જેવું બનાવી શકે.

શિષ્ય અને સ્થાપત્યમાં પણ તેમના જુના પ્રકારના પત્થર અથવા લાકડા પસંદ કરો. સૈંકડો વર્ષ જેવી કલાકારી ધરાવતા આબેહૂબ નકશો બનાવી શિલ્પમાં એવી રીતે ઓઢે છે. અસલનું રૂપ બરાબર જળવાઈ રહે, તેવા કારીગરો હવે જ્વલ્લે જ મળે.

આપણા સમાજમાં કુળની રક્ષા, તેની પ્રતિષ્ઠા અને તેની સ્વસ્થતા માટે ઘણી ચિંતા સેવાય છે. કુળના સભ્યોના દોષ-રહિત અને નિષ્પાપ જીવન, સમાજ સાથે સુમેળ અને પરોપકારી જીવનથી કુળમાં સૌનો સદાચાર દ્રઢ થાય છે. તેથી કુળની આબરૂ વધે છે, અને તેની સુરક્ષા નિશ્ચિત થાય છે. આથી કવિ કહે છે કે કુળનું રક્ષણ શુદ્ધ અને પવિત્ર આચરણથી થાય છે.

આમ આ મૌક્તિક વ્યક્તિને ચારિત્ર્યવાન સમાજને સુખી અને તંદુરસ્ત બનાવવાનો ઉપાય બતાવે છે.


Google NewsGoogle News