Get The App

ઓપરેશન ફ્રેન્ક્ટ નઃ કીડીએ જ્યારે કોશને ડામ દીધો

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
ઓપરેશન ફ્રેન્ક્ટ નઃ કીડીએ જ્યારે કોશને ડામ દીધો 1 - image


- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા

- બીજા ‌વિશ્વયુદ્ધની ‌મિશન ઇમ્પોર‌સિબલ સાહસપોથીનું એક અજાણ્યું પ્રકરણ : બ્રિ‌ટિશ કમાન્ડો-એ સોય વડે જર્મન સરમુખત્યા્ર ‌હિટલરનું નાક વાઢી નાખ્યાની સત્યણકથા. (લેખાંક-૨)

-‌ ડિસેમ્બનર ૧૨, ૧૯૪૨ની સવારે ચાર વાગ્યેફ સુરંગના કર્ણભેદી ધડાકાઓએ વાતાવરણ કંપાવ્યું. ‌વિસ્ફોએટે જર્મન જહાજોનાં શસ્ત્રાભંડારને તથા બળતણની ટાંકીઓને પલીતો ચાંપતાં આગના ભડકા બોદોને ઘેરી વળ્યા.

ગયા ર‌વિવારે લેખાંક-૧માં નોંધ્યું  તેમ, ફ્રાન્સનનું Bordeaux/ બોદો નામનું બંદર ‌હિટલરના જર્મની માટે વ્યૂ-હાત્મેક રીતે અતિ્ મહત્ત્વનું હતું. કારણ કે જર્મનીમાં શસ્ત્ર -સરંજામનું ઉત્પારદન કરતાં કારખાનાંને જોઈતો લોખંડ તથા રબર જેવો આયાતી કાચો માલ જહાજો મારફત બોદો ઊતરતો અને ત્યાંનથી જર્મની આવતો. યુરોપી મોરચે ‌ગોટલા ફુલાવીને જોશપૂર્વક લડતી જર્મન સેનાનું થોડુંઘણું જોર હણી લેવું હોય તો શસ્ત્રીઉત્પાઆદન કરતાં એકમોનાં ચક્રો ધીમાં યા બંધ કરી દેવાં જોઈએ. આથી ‌બ્રિ‌ટિશ નૌકાદળે બોદો પર છાપામાર હુમલો કરવાનું નક્કી કર્યું અને તે માટે મેજર હર્બર્ટ હેસ્લુરની દોરવણી હેઠળ ‘ઓપરેશન ફ્રેન્ક્ટ ન’ નામનું ‌સિક્રેટ કમાન્ડોે ‌મિશન ઘડ્યું. સાહસ અસંભવની હદે અઘરું હતું એટલું જ ન‌હિ, આત્મ’ઘાતી પણ હતું. કાયક કહેવાતી નાનકડી નૌકામાં બેસીને બોદો બંદરને ધમરોળવા નીકળેલા ૧૨ ‌બ્રિ‌ટિશ કમાન્ડોણની સાહસકથા હવે આગળ વધારીએ—

■■■

‌ડિસેમ્બળર, ૧૯૪૨ના પ્રથમ સપ્તાાહે મેજર હર્બર્ટ હેસ્લળરે તેમની કમાન્ડોે ટીમ સમક્ષ પહેલી વાર ‘ઓપરેશન ફ્રેન્ક્ટ ન’નો ફોડ પાડ્યો ત્યાપરે સૌનો સ્વાહભા‌વિક સવાલ હતો : ‘Bordeaux/બોદો બંદરગાહને બારૂદી ધડાકામાં ઉડાવી દીધા બાદ ત્યાં્થી પાછા શી રીતે ફરવું?’

મેજરનો ટૂંકો જવાબ હતો : ‘પગપાળા ચાલીને!’

અધ્ધરતાલ પ્રત્યુબત્તરનો સૂ‌ચિતાર્થ એ કે ‌મિશન સંપન્નં થતાં જ બધા કમાન્ડો એ એકમેકથી ‌વિખૂટા પડી જવાનું, જુદી જુદી ‌દિશા પકડવાની, જર્મન સૈ‌નિકોથી બચતા-છુપાતા પગપાળા પ્રવાસ કરતા રહેવાનું અને કોઈ નાનકડા ગામમાં કેટલોક સમય અન્ડએરગ્રાઉન્ડસ થઈ જવાનું! માદરે વતન ક્યારે પાછા ફરવા મળે તેનો કશો ધડો નહોતો. આમ છતાં બારે બાર કમાન્ડો્ ‌જિંદગીનો સૌથી મોટો જુગારી દાવ ખેલવા માટે તૈયાર થઈ ગયા. જોવાની વાત પાછી એ કે દાવ જેના વડે ખેલવાનો હતો એ પાનું હુકમનો એક્કો ન‌હિ, પણ દુડી-તીડી જેવું ફુદ્દીછાપ હતું. મતલબ કે, કમાન્ડોનએ કોઈ મારકણા આયુધને બદલે kayak/ કાયક હોડકાં વડે શત્રુ પર ધાબો બોલાવવાનો હતો. આલંકા‌રિક રીતે કહો તો કીડીએ લોખંડી કોશને (જર્મન જહાજોને) ડામ દેવાનો હતો.

મેજર હર્બર્ટ હેસ્લશરની યોજના મુજબ ‌બ્રિ‌ટિશ નૌકાદળની સબમરીને ૧૨ કમાન્ડો  + ૬ કાયક જોડે ‌બિસ્કે્ અખાત તરફ હંકારવાનું હતું. ફ્રાન્સ નું Bordeaux/ બોદો બંદર સોએક ‌કિલોમીટર છેટે રહે ત્યાબરે કમાન્ડોતને દ‌રિયામાં ઉતારી સબમરીન સ્વસદેશ પાછી ફરે. બીજી તરફ, કમાન્ડોટ હાથના જોરે હલેસાં મારતા બોદો બંદરગાહમાં પ્રવેશે, ત્યાંા લાંગરેલાં જહાજોના પડખે ચુંબકવાળી ‌લિમ્પેરટ સુરંગ ‌ચિપકાવે, બારૂદી ધડાકા વડે બંદરને ધમરોળે અને પછી... 

...પછી શું? એનો જવાબ તો કોઈની પાસે નહોતો. ઓપરેશન ફ્રેન્ક્ટ નના સૂત્રધાર મેજર હર્બર્ટ હેસ્લિર પાસે પણ ન‌હિ.

■■■

‌ડિસેમ્બ ર ૭, ૧૯૪૨.

સ્કોડટલેન્ડબના હોલી લોચ બંદરેથી HMS Tuna નામની  ‌બ્રિ‌ટિશ સબમરીને કમાન્ડો્ તથા કાયક જોડે ‌બિસ્કેબ અખાતની ‌દિશા પકડી. મોડી સાંજે લગભગ પોણા આઠ વાગ્યે HMS Tuna બિસ્કે્ની આઇસ કોલ્ડિ જળસપાટી ચીરતી બહાર નીકળી. ના‌વિકોએ સબમરીનના કો‌નિંગ ટાવરનો એરટાઇટ દરવાજો ઉઘાડ્યો અને તેમાંથી એક કે બાદ એક કાયક બહાર કાઢી. દરેકને મેજર હેસ્લારે ‘કેટ‌ફિશ’, ‘કટલ‌ફિશ’, ‘ક્રેફિશ’, ‘કોલ‌ફિશ’, ‘કેશલોટ’ અને ‘કોંગર’ એવાં સમુદ્રી માછલીઓનાં નામ આપ્યાં હતાં.

દુર્ભાગ્ય વશ બન્યુંબ એવું કે સબમરીનના સાંકડા કો‌નિંગ ટાવરમાંથી કાયક બહાર કાઢતી વેળા ‘કેશલોટ’માં ફાંકું પડી ગયું. નૌકા વાપરવા યોગ્યજ ન રહી, એટલે તેનું સંચાલન કરનાર એલેરી તથા ‌ફિશર નામના બે કમાન્ડોીએ ફર‌જિયાત સબમરીનમાં રોકાઈ જવું પડ્યું. ‌મિશનના આરંભે જ અણધાર્યું હર્ડલ આવ્યું, પણ તેને ઠેકી જઈ આગળ વધ્યા  ‌વિના આરો નહોતો. ‘કેશલોટ’ની નૈયા તરતા પહેલાં જ ડૂબ્યાુ પછી પાંચ કાયક રહી, જેમને ‌બ્રિ‌ટિશ સબમરીનના ના‌વિકોએ બિસ્કેી અખાતની જળસપાટી પર ઉતારી.

મેજર હર્બર્ટ હેસ્લયર અને ‌બિલ સ્પા ર્ક્સ ‘કેટ‌ફિશ’ નામની કાયકમાં ગોઠવાયા. ‘કટલ‌ફિશ’નું સંચાલન લેફ્ટ. જ્હોન મેકીનનોન અને જેમ્સ કોન્વેેએ સંભાળ્યું. ત્રીજી કાયક ‘ક્રેફિશ’માં આલ્બીર્ટ લેવર તથા ‌વિ‌લિયમ ‌મિલ્સ્ બેઠા. જ્યોર્જ ‌શિઅર્ડ અને ડે‌વિડ મોફ્ફેટ્ટના ફાળે     ‘કોંગર’નું સંચાલન આવ્યું, જ્યારે ‘કોલ‌ફિશ’ની ડબલ સવારી સેમ્યુુઅલ વોલેસ તથા રોબર્ટ ઇવાર્ટે નામના કમાન્ડોઆએ કરી.

પાંચ કાયક અને તેના દસ શેર‌દિલ કમાન્ડો ને અલ‌વિદા કહીને HMS Tuna સબમરીને વળતો પ્રવાસ આરંભ્યોઆ. હવે સૌ કમાન્ડોલ ‌નસીબના હવાલે હતા.

■■■

ઉત્તર ગોળાર્ધના કઠોર ‌શિયાળાની હાડ થિજાવી દેતી ઠંડી, દ‌રિયાના આઇસ કોલ્ડH પાણી પરથી સૂસવતો સુપર ‌ચિલ્ડ  પવન, ચારેય તરફ ઘોર અંધકાર અને કમ સે કમ સો ‌કિલોમીટર લાંબી સમુદ્રી સફર ખેડવાની માત્ર હલેસાંના જોરે! મનોબળના ચૂરેચૂરા કરી દેનારી આના કરતાં આકરી શારી‌રિક-માન‌સિક કસોટી તો શું હોય?

અલબત્ત, હતી! રા‌ત્રિના બાર વાગ્યે ‌બિસ્કેઆ અખાતના વાતાવરણે ઓચિંંતી કરવટ બદલી. વેગીલા પવન ફૂંકાવા લાગ્યા. દરિયો એવો તોફાને ચડ્યો કે પાંચથી છ ફીટ ઊંચાં મોજાં ફણીધર નાગની જેમ અધ્ધર ચડ્યાં અને તેના ફૂંફાડાએ કમાન્ડોએ સેમ્યુોઅલ વોલેસ તથા રોબર્ટ ઇવાર્ટેની ‘કોલ‌ફિશ’ કાયકને તણખલાની જેમ ફંગોળી દીધી. રા‌ત્રિના અંધકારમાં તે ક્યાં ગાયબ થઈ? શું દ‌રિયો તેને ગળી ગયો?... કોને ખબર!

‘કોલ‌ફિશ’ ભેદી રીતે છૂમંતર થયાના કેટલાક સમય પછી ‌મિશન સૂત્રધાર મેજર હર્બર્ટ હેસ્લરરને પડ્યા પર પાટુ જેવો બીજો ફટકો પડ્યો. આ વખતે ‘કોંગર’ કાયકના બૂરા હાલ થયા. દ‌રિયાની સંખ્યાપબંધ લપડાકો ખાધા પછી એ નૌકાએ તારણશ‌ક્તિ ગુમાવી, એટલે તેના કમાન્ડોય જ્યોર્જ ‌શિઅર્ડ અને ડે‌વિડ મોફ્ફેટ્ટ ઠંડાગાર પાણીમાં કૂદી પડ્યા. શેષ બચેલી કાયકે તેમને સમયસર ઉગારી લીધા ન હોત તો બન્ને‌ સાહ‌સિકો ‌બિસ્કેય અખાતની ઊંડી કબરમાં સમાઈ ગયા હોત.

‘કોંગર’ના કમાન્ડો‌ને ઉગારી તો લેવાયા, પણ તણખલા જેવી કાયક નૌકામાં તેમને માટે જગ્યાન નહોતી. આથી ‌નિકટતમ ભૂ‌મિએ તેમને ઉતારવા માટે ગઈ. કમાન્ડોત જ્યોર્જ ‌શિઅર્ડ અને ડે‌વિડ મોફ્ફેટ્ટને કાંઠે ઉતારીને પાછી ફરી ત્યાં  તો મેજર હેસ્લરરને  સુખદ સરપ્રાઇઝ મળી. રા‌ત્રિના અંધકારમાં અલોપ થઈ ગયેલી ‘કોલ‌ફિશ’ વળી પાછી પ્રગટ થઈ! 

■■■

હવે કમાન્ડોલ ટુકડીમાં ‘કેટ‌ફિશ’, ‘કટલ‌ફિશ’, ‘ક્રેફિશ’ અને ‘કોલ‌ફિશ’ એમ ચાર કાયક બાકી રહી. એક કલાક સુધી નોન-સ્ટોવપ હલેસાં મારવાં, ત્યા’ર બાદ પાંચ ‌મિ‌નિટનો ‌વિરામ લેવો અને ફરી કલાક લગી હલેસાં વીંઝવાં... એમ કરતાં ચારેય કાયક આખરે બોદો બંદરગાહ તરફના મુખ નજીક પહોંચી. અહીંથી ગેરોમ નદીના રસ્તે  બોદો સુધી હજી ઘણું અંતર તય કરવાનું હતું. નદીના બન્નેં કાંઠે દર થોડા અંતરાલે જર્મન ચો‌કિયાતો તૈનાત હતા, એટલે તેમની નજરથી બચવા માટે કાયક સફર રાત્રે જ કરવી પડતી. ત્રણ ‌દિવસ એમાં નીકળી ગયા, જે દરમ્યાટન દુર્ભાગ્યે  ‘કોલ‌ફિશ’ અને ‘કટલ‌ફિશ’ નૌકાઓના કમાન્ડોા જર્મન સૈ‌નિકો દ્વારા ‌ગિરફ્તાર કરાયા. થોડા ‌દિવસ પછી ચારેયને શૂટ કરી દેવામાં આવનાર હતા.

કુલ ૧૨ કમાન્ડોટ અને ૬ કાયક વડે શરૂ કરાયેલું ‘ઓપરેશન ફ્રેન્ક્ટન’ ‌ડિસેમ્બ્ર ૧૧ની રાત સુધીમાં ચાર કમાન્ડોન (મેજર હર્બર્ટ હેસ્લડર, ‌બિલ સ્પા્ર્ક્સ, આલ્બનર્ટ લેવર તથા ‌વિ‌લિયમ ‌મિલ્સિ) અને તેમને બે કાયક (અનુક્રમે ‘કેટ‌ફિશ’ તથા ‘ક્રેફિશ’) પૂરતું મર્યા‌દિત રહી ગયું. આમ છતાં ‌મિશનના આગેવાન મેજર હેસ્લ્રે પ્રવાસ જારી રાખ્યો. 

ડિસેમ્બનર ૧૧, ૧૯૪૨. રા‌ત્રિના ૯ઃ૦૦ વાગ્યેસ ‘કેટ‌ફિશ’ તથા ‘ક્રેફિશ’ કાયક ‌શિકાર તરફ આસ્તે્ આસ્તેજ સરકતા મગરની માફક બોદો બંદરગાહમાં પ્રવેશી. જર્મન માલવાહક જહાજો તથા  નૌકાદળના યુદ્ધજહાજો ત્યાં૧ લાંગરેલાં હતાં. બને એટલાં વધુ જહાજોનો ‌શિકાર કરી શકાય એ માટે બેઉ કાયક એકમેકથી ‌વિખૂટી પડી. મેજર હર્બર્ટ હેસ્લેર, ‌બિલ સ્પારર્ક્સે તેમની ‘કેટ‌ફિશ’ને બારાના પ‌શ્ચિમ ફુરજા તરફ વાળી, જ્યારે ‘ક્રેફિશ’માં સવાર આલ્બિર્ટ લેવર તથા ‌વિ‌લિયમ ‌મિલ્સેં પૂર્વ ફુરજાનો હવાલો સંભાળ્યો. 

થોડી થોડી વારે ટોર્ચલાઇટનો શેરડો તાકીને બારાનો ખૂણેખૂણો ચકાસતા જર્મન ચો‌કિયાતોની નજરથી બચતા ચારેય કમાન્ડો્ તેમના ‌શિકારની લગોલગ આવી પહોંચ્યામ. એક કે બાદ કરીને કુલ ૬ જર્મન જહાજોના લોખંડી પડખે ચુંબકવાળી ‌લિમ્પેીટ સુરંગો ‌ચિપકાવી દીધી. હાઈ-એક્સપ્લોઝિવ બારૂદ ધરાવતી દરેક સુરંગના ‌વિસ્ફોાટનો સમય સેટ કર્યો, જે પહો ફાટવાની કલાક પહેલાંનો હતો. હવે બોદો બંદરગાહ માટે ‌ડિસેમ્બકર ૧૨, ૧૯૪૨ની પ્રભાત સૂર્યનાં ‌કિરણો વડે ન‌હિ, પણ સુરંગ ‌વિસ્ફોાટની અગનજ્વાળાના પ્રકાશથી પડે એ નક્કી હતું.

■■■

‘ઓપરેશન ફ્રેન્ક્ટન’ આખરે સફળતાથી સંપન્ન્?

ન‌હિ! હજી તો તેનો બીજો અંક બાકી હતો. સુરંગ લગાવ્યા પછી ચારેય કમાન્ડોલએ બોદોથી લપતા છુપાતા નીકળવાનું હતું, કેમ કે રખે જર્મન ચો‌કિયાતોની નજરે ચડી જવાય તો સુરંગને બદલે ‌મિશનનો ભાંડો ફૂટે. અત્યાેર સુધી બધું કર્યુંકારવ્યું  એળે જાય. આથી જેટલી સાવધાનીપૂર્વક બારાની અંદર પેસ્યાભ એટલી જ સાવચેતી સાથે બહાર પણ નીકળવું જોઈએ એટલું જ ન‌હિ, જતાં પહેલાં ‘પગછાપ’ ભૂંસી નાખવી જોઈએ. આ માટે કરવા જેવું પહેલું કામ ‘કેટ‌ફિશ’ તથા ‘ક્રેફિશ’ કાયકને ઠેકાણે પાડવાનું હતું. કમાન્ડોન તેમને સલામત સ્થુળે હંકારી ગયા, ત‌ળિયામાં છરા વડે ફાંકાં રચ્યાં  અને બેઉ કાયકને ગેરોમ નદીમાં ડુબાડી ત્યાં થી ચાલતી પકડી.

ખરા અર્થમાં ચાલતી પકડી, કેમ કે પૂર્વ‌નિર્ધા‌રિત યોજના મુજબ વળતો પ્રવાસ પગપાળા કરવાનો હતો. ફ્રાન્સ નું પડોશી સ્પેવન ‌વિશ્વયુદ્ધમાં તટસ્થુ હતું. એડોલ્ફં ‌હિટલરનું ત્યાંક રાજ સ્થ પાયું નહોતું, માટે નાઝી ફ્રાન્સ માંથી પગપાળા ચાલીને ‌સ્પેપન પહોંચી જવાય તો જાનના જોખમની લટકતી તલવાર માથા પરથી ખસી જાય. મેજર હર્બર્ટ હેસ્લ રે, ‌બિલ સ્પાતર્ક્સે, આલ્બ ર્ટ લેવરે તથા ‌વિ‌લિયમ ‌મિલ્સેન બબ્બેંનું જૂથ રચ્યુંા. એકમેકથી વેગળી ‌દિશામાં તેઓ સ્પેસન તરફ ઊપડ્યા.

આ તરફ બોદો બંદરગાહમાં લાંગરેલાં જહાજોનું ડેથ વોરન્ટે બજવામાં હતું. ‌ડિસેમ્બલર ૧૨, ૧૯૪૨ની સવારે ચાર વાગ્યેા સુરંગના કર્ણભેદી ધડાકાઓએ વાતાવરણ કંપાવ્યું. બોદોથી ક્યાંય દૂર નીકળી ગયા છતાં ચારેય કમાન્ડોમએ તે અવાજ ઝીલ્યોી એટલું જ ન‌હિ, આગામી એક કલાક સુધી તેમને ધૂમધડાકા સંભળાતા રહ્યા. કારણ કે સુરંગ ‌વિસ્ફોુટે જર્મન જહાજોનાં શસ્ત્રાભંડારને તથા બળતણની ટાંકીઓને પલીતો ચાંપ્યોા હતો. દસ હજાર ટન વજનનું ‘ટેનનફેલ્સા’ માલવાહક જહાજ આગની જ્વાળાઓમાં લપટાયું. કલાકો સુધી ભડકે બળતું રહ્યું અને અંતે મરણચીસ નાખતું ગેરોમ નદીમાં ડૂબ્યું. જર્મન નૌકાદળના યુદ્ધજહાજ ‘ડ્રેસ્ડેબન’ને પણ સુરંગ ‌વિસ્ફોાટે સણસણતી ગડદાપાટુ મારી. હજારો ટન વજન ધરાવતું તેનું પ્રોપેલર શાફ્ટમાંથી ખરી પડ્યું, જહાજના ત‌ળિયાનો કેટલોક ‌હિસ્સોા ફાટી પડતાં પાણી ધસી આવવા લાગ્યું અને આખરે ‘ડ્રેસ્ડે ન’ ગેરોમ નદીના ત‌ળિયે પહોંચ્યુંસ. ‘અલાબામા’ અને ‘પોર્ટલેન્ડઅ’ નામનાં માલવાહક જહાજોનાં પણ બૂરા હાલ થયાં. લોખંડી કાયામાં ગાબડાં પડ્યાં છતાં ડૂબ્યાંન તો ન‌હિ, પરંતુ નુકસાની એટલી બધી થઈ કે સમારકામ પાછળ પુષ્ક ળ ખર્ચ તથા સમય આપવાનો થયો. ‌બ્રિ‌ટિશ કમાન્ડોજ ટુકડીના ‌પ્રહારે ‘પાયથન’ અને ‘સ્પાર‌બ્રિચર’ નામનાં વધુ બે જર્મન જહાજોને પણ એટલાં બધાં ફ્રેકચર કર્યાં કે મલમપટ્ટાનું કામ મ‌હિનાઓ સુધી ચાલ્યું. બોદો બંદરગાહ પોતે ખાસ્સુંન નુકસાન પામ્‍યું. લોખંડ, રબર, કાચું તેલ વગેરે જેવા આયાતી માલનો બોદોથી ચાલતો જહાજી વ્યગવહાર થંભી ગયો, જેની સીધી અને નકારાત્માક અસર શસ્ત્રા-સરંજામનું તથા લશ્કીરી વાહનો માટે ટાયરનું ઉત્પાહદન કરતાં જર્મન કારખાનાં પર પડી. મગતરા કાયક નૌકા વડે ‌બ્રિ‌ટિશ કમાન્ડોશ જર્મનીના હાથી જેવા છ-છ જહાજોને ધોલ મારી ગયા એ બાબત ‌એડોલ્ફા હિટલર માટે આઘાત ઉપરાંત શરમની પણ હતી.

■■■

આરંભ કરતાં પહેલાં જેની સફળતાનો ચાન્સછ એક ટકા જેટલો પણ નહોતો તે ‘ઓપરેશન ફ્રેન્ક્ટંન’ના નરબંકા કમાન્ડો  સાહ‌સિકોનું શું છેવટે થયું? ખેદની વાત કે ઘણાખરા કમાન્ડોટ સફળતાની ઉજવણી માટે જીવતા ન રહ્યા. ‘કોંગર’ કાયક તજીને દ‌રિયામાં કૂદી પડેલા અને ત્યાનર બાદ કાંઠે પહોંચેલા જ્યોર્જ ‌શિઅર્ડ અને ડે‌વિડ મોફ્ફેટ્ટ અતિતશય ઠંડીના વાંકે હાઇપોથ‌ર્મિયાનો ભોગ બન્યાં. બેઉ જણાએ દમ તોડી દીધો. ‘કોલ‌ફિશ’ અને ‘કટલ‌ફિશ’ નૌકાઓના ચારેય કમાન્ડો ને તો જર્મન સૈ‌નિકોએ ક્યારના ગોળીએ દીધા હતા. ‌મિશન આટોપીને નાસેલા ચાર પૈકી બે કમાન્ડોઅ આલ્બ ર્ટ લેવર તથા ‌વિ‌લિયમ ‌મિલ્સો પણ દ‌ક્ષિણ ફ્રાન્સામાં નાઝી સૈ‌નિકોની રાયફલથી વીંધાયા. શેષ બચ્યા્ મેજર હર્બર્ટ હેસ્લિર અને ‌બિલ સ્પા‍ર્ક્સ, જેઓ મ‌હિનાઓ સુધી સ્પેતનના અજ્ઞાતવાસમાં રહ્યા પછી આખરે એપ્રિ લ, ૧૯૪૩માં માદરે વતન ‌બ્રિટન પાછા ફરી શક્યા. બન્નેી સાહ‌સિકોની બહાદુરી બદલ ‌બ્રિ‌ટિશ સરકારે તેમને લશ્ક રી ‌ખિતાબ-સન્માાન વડે નવાજ્યા.

બીજા ‌વિશ્વયુદ્ધના સૌથી સનસનીખેજ તથા સરપ્રાઇઝિંાગ કમાન્ડો્ ‌મિશનના ‌લિસ્ટઞમાં ‘ઓપરેશન ફ્રેન્ટ્‌મન’નું નામ અચૂક લેવાય છે. ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીના ચીની સેનાપ‌તિ સૂન ત્ઝૂેનું વાક્ય, ‘યુદ્ધની સર્વોચ્ચ્ કળા એ છે, જેમાં લડ્યા ‌વિના શત્રુને માત દેવામાં આવે !’ સાચું ઠરાવતા દાખલા યુદ્ધની તવારીખમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ છે, જેમાંનો એક વેઢો ‘ઓપરેશન ફ્રેન્ક્ટવન’ના સૂત્રધાર મેજર હર્બર્ટ હેસ્લાર માટે રિઝર્વ્ડ છે અને રહેવાનો!■


Google NewsGoogle News