પેન્ટાગોન : ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
પેન્ટાગોન : ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ 1 - image


શીતયુદ્ધના સૌથી વધુ ગરમહટવાળા દિવસોમાં,  અમેરિકાને  યુએસએસઆર,  બંને નૈતિક રીતે ખૂબ જ ખરાબ આયોજન કરી રહ્યા હતા.  જાપાનના  હિરોશિમા અને નાગાસાકી ઉપર નાખવામાં આવેલ  પરમાણુ બોમ્બ પછી,  અમેરિકા અને યુએસએસઆર  બંને સામે એક ભયાનક વ્યવહારુ પ્રશ્ન ઊભો થયો હતો. 'પરમાણુ વિસ્ફોટની સ્થિતિમાં એક સૈનિક શારીરિક અને  માનસિક રીતે વિચલિત થાય અથવા અપંગ બને,  તે પહેલા રેડીએશનનો કેટલો ડોઝ સહન કરી શકે છે?'   

સવાલનો જવાબ મેળવવા માટે,  પેન્ટાગોને એક પ્રયોગની શરૂઆત કરી  હતી. ૧૯૬૦થી ૧૯૭૧ સુધી, યુનિવર્સિટી ઓફ સિનસિનાટીના જાણીતા રેડિયોલોજિસ્ટ, ડૉ. યુજેન એલ. સેન્ગર અને તેમના સાથીઓએ ૯ થી ૮૪ વર્ષની વયના ૮૮ કેન્સરના દર્દીઓ પર પ્રયોગો કર્યા હતા. તેમને રેડીએશનની તીવ્ર માત્ર આપવામાં આવી.  બાદ તેમના શારીરિક અને માનસિક પ્રતિભાવ રેકોર્ડ કરવામાં આવ્યા હતા. આ દર્દીઓમાંથી મોટાભાગના દર્દીઓ ગરીબ હતા. પ્રયોગોમાં સામેલ લોકોમાંથી ૬૦%  લોકો અશ્વેેત હતા. પેન્ટાગોન દ્વારા  કરવામાં આવેલા પ્રયોગો ઉપર  નિષ્ણાતોએ પણ સવાલો ઉઠાવ્યા હતા.  અમેરિકન સરકારની સેનેટમાં પણ સવાલો કરવામાં આવ્યા હતા. જેના જવાબમાં ડૉ સેન્ગરે સ્વીકાર્યું છેકે '૮૮ દર્દીઓમાંથી ૮ના મૃત્યુ માટે ઉચ્ચ રેડિયેશનનું   લેવલ જવાબદાર હતું.' આ ઘટના બાદ, મેગેઝીન અને  દૈનિક પત્રો દ્વારા,  ડૉ. સેન્ગરને મુલાકાત આપવા માટે  કહેવામાં આવ્યું ત્યારે તેમણે,  મુલાકાત આપવા માટે  સ્પષ્ટ 'ના'  કહી હતી . 

૧૯૭૨માં યુનિવર્સિટી ઓફ સિનસિનાટીના ઉપરોક્ત પ્રયોગનું મૂલ્યાંકન કરનાર,  ત્રણ જુનિયર ફેકલ્ટી મેમ્બરે જણાવ્યું હતું કે 'પ્રયોગો દરમિયાન  ૨૫ ટકા લોકોના મૃત્યુ રેડીએશનના કારણે થયા હતા'. ૧૯૭૦ અને ૭૧માં પેન્ટાગોને,  દર્દીઓને પ્રયોગોની જાણ કરીને રેડીએશનનો ડોઝ આપવાનું શરૂ કર્યું હતું. ૨૦,૦૦૦ જેટલા એક્સરે લેતા સમયે, દર્દીને રેડિયેશનનો જે ડોઝ મળે, તેની માત્ર ૩૦૦ રેડ્સ થાય. પ્રયોગોમાં એક જ સમયે  દર્દીને ૩૦૦ રેડ્સનો  ડોઝ  આપવામાં આવતો હતો.

પેન્ટાગોન : ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ 2 - image

સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી 

અમેરિકન જાસુથી સંસ્થા સીઆઈએ આ ક્ષેત્રમાં પાછળ કઈ રીતે રહી જાય? છૂટક છૂટક મળેલી માહિતી પ્રમાણે  સીઆઈએ અને અમેરિકન સરકારના કરતુતો જોઈએ તો...

(૧) ૧૯૪૫માં કેલિફોર્નિયાના ૫૮ વર્ષના,  ઘરનું પેઇન્ટિંગ કામ કરનાર  પેઈન્ટરના પેટમાં મોટું અલસર હતું.  તેમને ઇન્જેક્શન દ્વારા પ્લુટોનિયમ ૨૩૮ અને ૨૩૯ના ભારે ડોઝ આપવામાં આવ્યા હતા. જેનું પ્રમાણ  સરેરાશ જીવનકાળ દરમિયાન રેડીએશનની  જે અસરમાં થાય તેના કરતાં ૪૪૬ ગણું  વધારે હતું. (૨) ૧૯૪૭માં ડોકટરોએ ૩૬ વર્ષીય આફ્રિકન અમેરિકન રેલરોડ પોર્ટર એલ્મર એલનના ડાબા પગમાં પ્લુટોનિયમનું ઇન્જેક્શન આપ્યું. ત્રણ દિવસ પછી હાડકાના કેન્સરના કારણે તેનો પગ કાપવામાં આવ્યો. હાડકાના કોષો ઉપર રેડીએશનની શું અસર થઈ હતી? તે  તપાસ કરવામાં આવી હતી. (૩) ૧૯૪૯ની શરૂઆતથી, ક્વેકર ઓટ્સ કંપની, નેશનલ ઇન્સ્ટિટયૂટ આફ હેલ્થ અને છઈભએ વોલ્થમ, મેસેચ્યુસેટ્સમાં માનસિક રીતે વિકલાંગ માટે ચાલતી ફર્નાલ્ડ સ્કૂલના છોકરાઓને નજીવી માત્ર  માત્રામાં  કિરણોત્સર્ગી વાનગી ખવડાવી હતી. 

અજાણ્યા વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે 'તેઓ સાયન્સ ક્લબમાં જોડાઈ રહ્યા છે.' જે માટે છોકરાઓના માતાપિતાને મોકલવામાં આવેલા સંમતિ ફોર્મમાં, રેડિયેશન પ્રયોગનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. (૪) ૧૯૬૩માં ઓરેગોન અને વોશિંગ્ટન રાજ્યના  ૧૩૧ જેલના કેદીઓને ૬૦૦ રોન્ટજેન્સ રેડિયેશનના સંપર્કમાં લવાયા હતા. આ માટે તેમને લગભગ ૨૦૦ ડોલર ચૂકવવામાં આવ્યા હતા.  પરંતુ  સત્તાવાળા દ્વારા તેમને જણાવવામાં આવ્યું ન હતું કે ,  રેડીએશનના કારણે  તેમને  અંડકોષ કે વૃષણનું કેન્સર થઈ શકે છે. એટલું જ નહીં,  રેડિયેશનથી દૂષિત થયેલ અંડકોશ અને વૃષણથી અન્ય વ્યક્તિ  સગર્ભા ન બને અને,  બાળકો  વિકૃત પેદા ન થાય તે માટે,  ડોક્ટરોએ બધા જ કેદીઓ ઉપર નસબંધી કરી હતી. (૫) છેલ્લે  ૨૦૦૬માં રશિયન સરકાર દ્વારા  તેના જાસૂસ  એલેક્ઝાંડર લિટવિનેન્કોને મારવા માટે કરવામાં આવેલ રેડિયો એક્ટિવ પદાર્થ પોલોનિયમ -૨૧૦નો ઉપયોગ, અને તેના મૃત્યુનો  કિસ્સો  વિશ્વભરમાં ચર્ચાસ્પદ બન્યો હતો.


Google NewsGoogle News