લવ ટ્રાયેંગલ પ્રકરણ - 8 .

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
લવ ટ્રાયેંગલ પ્રકરણ - 8                                                                   . 1 - image


- અજય સાંજે ફિલ્મના સેટ ઉપર આવ્યો અને  વરુણના ટેન્ટમાં જવા માટે ચાલવા લાગ્યો. તે હજી માંડ આઠ-દસ ડગલા ચાલ્યો હશે ત્યાં જ તેની પીઠ ઉપર અવાજ અથડાયો.

રાજને સામાન્ય અણસાર હતો કે, અજય અહીંયા મોજમસ્તી કરતો હશે, દારૂ પીતો હશે. તેને એક્સ્ટ્રીમ લેવલ પણ ખબર હતી કે કદાચ અહીંયા કોઈની સાથે હમબિસ્તર થયો હશે. આજે રાજે જે જોયું તે કદાચ તેણે સ્વપ્નેય વિચાર્યું નહોતું. તેણે ઝાટકા સાથે બારણું તો ખોલ્યું પણ ખુલેલા બારણાએ તેને વધારે મોટા ઝાટકો આપ્યો હતો. 

રાજે ઝાટકા સાથે બારણું તો ખોલ્યું પણ સામેના લોકોને જોઈને તેને જે ઝાટકો લાગ્યો હતો તે ક્યારેય ભુલી શકાય તેમ નહોતો. સામેની તરફ બેડ ઉપર અજય, જીયા અને સ્વેની ત્રણેય કામક્રિડામાં વ્યસ્ત હતા. ત્રણેય નશામાં ધૂત હતા અને કઢંગી હાલતમાં હતા. આ જોઈને રાજના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. 

'જીયા... અજય... તમને લોકોને શરમ આવે છે. આ શું કરી રહ્યા છો. અજય તો વ્યાભીચારી અને લંપટ જ છે પણ જીયા તારે તો સમજવું જોઈએ કે નહીં... અને સ્વેની અત્યાર સુધી તું સારા દેખાવોનો નાટક કરતી હતી તે બધું જ આજે ઉતારીને બાજુએ મૂકી દીધું છે. તમને લોકોને આ બધું કરતા લાજ નથી આવતી...'- રાજ મોટે મોટેથી બોલતો હતો. 

રાજને જોઈને જીયા અને સ્વેની થોડા ડઘાઈ ગયા. તેઓ ઊભા થયા અને નીચે પડેલા કપડાં લઈને બાથરૂમ તરફ દોડી ગયા. બીજી બાજુ અજય ઊભો થયો અને પેન્ટ પહેરવા લાગ્યો. પેન્ટ પહેરીને તે દરવાજા પાસે આવ્યો.

'સાલા રાસ્કલ.... મારા ટેન્ટમાં આવવાની પરમિશન તને કોણે આપી. તને સેટ ઉપર આસિસ્ટન્ટ શું બનાવ્યો તું તારી ઓકાત ભુલી ગયો છે. મારે શું કરવું, શું ન કરવું, નશો કરવો કે નહીં, સેક્સ કરવું કે નહીં, કોની સાથે કરવું, ક્યારે કરવું એ બધું મારે તારા જેવા સડકછાપને પુછવાની જરાય જરૂર નથી.'- અજયે આટલું બોલવાની સાથે એક મોટી ગાળ પણ દીધી.

આ સાથે જ રાજે અજયને એક તમાચો મારી દીધો.

'તું કલંક છે. વ્યાભીચારની ગટરમાંથી જન્મેલી એક એવી બિમારી જેણે બધા જ સંબંધોને સંક્રમિત કરી નાખ્યા છે. તને નથી મિત્રતા આવડી કે નથી તને પોતાના સાથીઓ જોડે કામ કરતા આવડયું. અંકિતા પાસેથી તું કામ કરવાનું અને કરાવવાનું પણ શીખી શક્યો હોત. તું તો છે જ ગંદકીથી ખદબદતા મગજવાળો એટલે તને વ્યાભીચાર અને નશાખોરી સિવાય કશું જ આવડયું નહીં. હરામખોર.'- રાજે ફરીથી જોર જોરથી કહ્યું. 

રાજના બરાડા સાંભળીને સેટ ઉપર રહેલા લોકો પણ ટેન્ટ તરફ દોડી આવ્યા. આ ઉપરાંત જીયા અને સ્વેની કપડાં પહેરીને બહાર આવ્યા. રાજે તિરસ્કાર ભરેલી એક નજર જીયા અને સ્વેની ઉપર નાખી અને કંઈ બોલવા જતો હતો ત્યાં જ તેની છાતી ઉપર અજયે લાત મારી અને રાજ ટેન્ટની બહાર જઈને પડયો. બહાર લગાવેલી હેલોજનની લાઈટ સીધી જ તેના ચહેરા ઉપર પડતી હતી જેમાં તે પીડાથી કણસતો દેખાતો હતો. 

'બાસ્ટર્ડ મારી ફિલ્મમાં કામ કરવાની મેં તને તક આપી. તને મારો આસિસ્ટન્ટ બનાવ્યો. છત્રી પકડીને ફરતા બે કોડીના સ્પોટબોયમાંથી આગળ વધવાની તક આપી અને તું મને મોરાલિટી અને વેલ્યૂઝ શિખવવા નીકળ્યો છે. તને ખબર છે તું કોની સાથે વાત કરે છે. અજય કપૂર... ધ અજય કપૂર... જેની પાસે આજે પાંચ ફિલ્મો અને દસ સિરિયલો છે. વરુન જેવો મોટો પ્રોડયુસર જેનો પાર્ટનર છે અને અર્જુન જેવો ભેજાબાજ આજે જેની સાથે પાર્ટનર બનીને ફિલ્મો કરવા તત્પર થયો છે. તું મારી સામે ઉંચા અવાજે વાત કરે છે. અત્યારે જ આ સેટ છોડીને જતો રહેજે નહીંતર જીવતો પાછો નહીં જઈ શકે. સિક્યોરિટી મારો સાલાને. કપડાં કાઢીને મારજો, નહીંતર કપડાં ફાટી જાય ત્યાં સુધી મારજો સાલાને. અજય કપૂરની સામે બોલે છે.'- અજયે એટલું કહ્યું ત્યાં જ બે-ત્રણ સિક્યોરિટી ગાર્ડ આવ્યા અને રાજને મારવા લાગ્યા.

'પ્લીઝ ઊભા રહો. મારશો નહીં. શાંતિ રાખો. રાજ તું અહીંયાથી જતો રહે. આપણે પછી વાત કરીશું. હું ઘરે આવીને બધું જ એક્સપ્લેન કરીશ. પ્લીઝ અત્યારે અહીંયાથી જતો રહે. સિચ્યુએશન બહુ જ પેનિક થઈ જશે અને પરિણામ સારું નહીં આવે. અજય તું પણ થોડી શાંતિ રાખ પ્લીઝ. આ રીતે રાજને... અરે યાર આપણે મિત્રો છીએ.'- જીયાએ વચ્ચે પડતાં કહ્યું.

'એ છી**ળ... માઈન્ડ યોર લેન્ગવેજ એન્ડ માઈન્ડ યોર વર્ડ્ઝ... તું મારી મિત્ર નથી, મારી એમ્પ્લોઈ છે. તું મારે ત્યાં કામ કરે છે. આજે વધારે કામ લેવા અને હિરોઈન બનવા માટે તું મારી પાસે આવી હતી. તો તને પણ કહ્યું છે કે, તારી લિમિટમાં રહેજે નહીંતર તને પણ અહીંયાથી ફેંકાવી દઈશ. મને એક મિનિટ નહીં લાગે. સાલા સડકછાપ લોકો મને શીખવવા નીકળ્યા છે. તારા જેવી રોજની પચાસ છોકરીઓ મારી પાસે આવતી હોય છે. રોજ હજારો લોકો ટ્રેન પકડીને ફિલ્મોમાં કામ શોધવામુંબઈ આવે છે . તમારા જેવાને આંગળી શું આપી સાલાઓ પહોંચો પકડવા લાગ્યા છે. તું ય નીકળ અહીંયાથી.'- અજયે જીયાને પણ છણકો કર્યો.

'યાર ક્યા બોલ રહા હૈ... તને આજે નશો વધારે થઈ ગયો લાગે છે. તને ના પાડી હતી કે પાઉડર ના લઈશ પણ તું માન્યો નહીં. તું કેવી ભાષામાં વાત કરી રહ્યો છે. આ રીતે તો બધા જ સંબંધોનું અહીંયા જ અને આજે જ પૂર્ણવિરામ આવી જશે.'- સ્વેનીએ બરાડો પાડયો.

'ઓ મેક અપ આર્ટિસ્ટ. તું મેકઅપ સે જ્યાદા તો આર્ટિસ્ટ હૈ... મિસ લેસ્બિયન. ઓહ સોરી... તું તો બાયસેક્સ્યુઅલ છે ને... દુનિયાને કંઈક બતાવતી હતી અને હવે કંઈક અલગ છે. આજે તારો પણ મેકઅપ વગરનો ચહેરો જોઈજ લીધો છે. તું તો શિવાંગીને પણ વેચી આવે એવી છે. સો ડોન્ટ ટ્રાય ટુ બી માય એડવાઈઝર. તારી સલાહ તારી પાસે જ રાખજે. યુ બીચ. ગેટ લોસ્ટ'- અજય તાડુક્યો.

રાજ ત્યાંથી ઊભો થઈને જતો રહે છે અને જીયા તથા સ્વેની સેટ તરફ જાય છે. અજય લથડિયા ખાતો ખાતો સેટ તરફ ચાલવા લાગે છે. બાકીના ક્રુ મેમ્બર્સ પણ તેની પાછળ પાછળ જાય છે. 

અજય સેટ ઉપર આવીને આજનું શૂટ કેન્સલ કરવાનું કહે છે અને બધાને એક દિવસનો આરામ જાહેર કરે છે. બધા બધું પેક કરવા લાગે છે. અજય પોતાની વેનિટિ વાન પાસે આવે છે અને દરવાજો ખોલીને અંદર જાય છે. અંદર ફિલ્મની હિરોઈન તેની રાહ જોતી બેઠી હોય છે. અજય અંદર આવે છે એટલે પેલી તેને એક ગોળી બતાવે છે અને સ્કોચનો ગ્લાસ તેની તરફ ધરે છે. અજય ગોળી પોતાના મોઢામાં લઈ લે છે. તેના ઉપર સ્કોચનો એક ઘુંટડો મારી જાય છે. અજય તેને કમરેથી પકડે છે અને બંને બેડ ઉપર ફસડાય છે અને અજય લાઈટ બંધ કરી દે છે.

બહાર જીયા અને સ્વેની દુ:ખી થઈને એક ખુણામાં બેઠા હોય છે. તેઓ રાજને ફોન કરે છે પણ રાજનો મોબાઈલ બંધ આવતો હોય છે. જીયાને વધારે ચિંતા થાય છે. તે રાજને મનાવવા જવાનું કહે છે પણ સ્વેની ના પાડે છે. 

'જીયા રહેવા દે. હવે કશું થવાનું નથી. કપડું હોય કે સંબંધો સહેજ ફાટયું હોય તો સાંધી શકાય પણ હવે આ સંબંધોને થિગડું મારી શકાય તેમ નથી. રાજ હવે તારી સાથે વાત પણ નહીં કરે. એ ખૂબ જ સેન્સિટિવ છોકરો છે. આપણે આગળ વધવાની જે રીત નક્કી કરી હોય તે પણ તેણે આજે આપણા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને સાવ બદલી કાઢયું છે. નવું મેળવવામાં જે હતું એ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. હવે રાજને મનાવવા કરતા આગળ શું કરવું તેને વધારે મહત્ત્વ આપવું પડશે. બાકી તો કાલથી જ ભીખ માંગવાના વારા આવશે. આ અજય હલકટ  છે તે પોતાની ટીમમાંથી તો કાઢશે જ પણ બીજા કોઈને ટીમમાં પણ કામ નહીં કરવા દે. અજયની નાલાયકીનો કોઈ ઉકેલ લાવવો પડશે'- સ્વેનીએ આટલું કહીને દાંત ભીંસ્યા.

'સ્વેની તું એની ચિંતા ના કરીશ. અજયને તો એની સાત પેઢી યાદ આવી જશે એવી હાલતમાં લાવી દઈશ. એણે મારા કેરેક્ટર ઉપર આંગળી ઉઠાવી છેને હવે આખા સમાજ વચ્ચે અને ઈન્ડસ્ટ્રી વચ્ચે એના લુગડાં ના ઉતારું તો મારું નામ જીયા નહીં.'- જીયાએ પોતાના જ પગ ઉપર મુક્કો મારતા કહ્યું.

બંને ત્યાંથી ઊભા થઈને ઘર તરફ નીકળ્યા. ઘરે પહોંચ્યા તો તેમની ધારણા પ્રમાણે રાજ ત્યાં હતો જ નહીં. બંનેને એમ થયું કે, આજે કદાચ તે ઘરે નહીં આવે અથવા તો એકાદ બે દિવસ લેશે પણ પછો આવી જશે. બંને ત્યાં જ બેડ ઉપર લંબાવ્યું અને ઉંઘી ગયા. બીજા દિવસે સવારે જીયા વહેલી જાગી ગઈ. તેણે ગરમા ગરમ ગ્રીન ટી બનાવી અને સ્વેનીને પણ ઉઠાડી. બંને ગ્રીન ટી પીતા હતા અને રાજનો નંબર ડાયલ કરતા હતા પણ નંબર બંધ બતાવતો હતો. થોડીવાર પ્રયાસ કર્યા પછી બંનેએ નંબર ડાયલ કરવાનું છોડી દીધું.

'સ્વેની એક કામ કર તું ઘરે જઈને તૈયાર થઈને મને અંધેરી સ્ટેશન ઉપર મળજે. હું પણ તૈયાર થઈને કલાકમાં ત્યાં પહોંચી જાઉં છું. તું મારી સાથે આવજે. આપણે આજે આપણું ભવિષ્ય સુવર્ણ અક્ષરોમાં લખવાનું છે. તું મને થોડી મદદ કરજે અને હું તને મદદ કરીશ. જો તીર નિશાના ઉપર વાગ્યું તો માલામાલ થઈ જઈશું. હું જે કહું અને જે કરું તેમાં તારે સાથ આપવાનો છે. તારી મેકઅપનું ટેલેન્ટ પણ આપણે ઉપયોગમાં લેવાનું છે. ખાસ કરીને તારી પેલી જર્નાલિસ્ટ ફ્રેન્ડ સુરભીને બોલાવી લેજે. આજે આપણે એક એવું કામ કરવાનું છે આપણા વર્તમાનને સાચવવાની સાથે સાથે ભવિષ્યને ઉજ્જવળ બનાવી દેશે.'- જીયાએ મક્કમ અવાજે કહ્યું.

બીજી તરફ રાજ ગોરેગાંવ સ્ટેશન ઉપર જ બેઠો હતો. રાત્રે તે સેટ ઉપરથી ત્યાં આવીને બેઠો હતો અને ક્યારે ઉંઘી ગયો તેનું તેને ભાન જ નહોતું. સવારે તે જાગ્યો ત્યારે તેણે આસપાસ જોયું તો તેને સમજાયું કે તે સ્ટેશન ઉપર જ ઉંઘી ગયો હતો. તેણે પાસેની કેન્ટિનમાંથી પાણીની બોટલ લીધી અને મોઢું ધોયું. તેના મગજમાં હજી કાલ રાતના વિચારો અને દ્રશ્યો ચાલતા હતા. તેને પોતાના જિંદગી અને લોકો ઉપરથી જાણે કે વિશ્વાસ ઉઠી ગયો હતો. તેને સતત એક જ વિચાર આવતો હતો કે, દુનિયા આવી જ છે અને આવી રહેવાની છે. હવે ઘરે પાછા જવાનો પણ અર્થ નથી કારણ કે પાછા ગયા પછી કઈ દિશામાં કેરિયર બનાવીશ તેનું કંઈ જ નક્કી નથી. પરિવારજનો મારી નિષ્ફળતા જોઈને વધારે નિરાશ થઈ જશે. ક્યાં તો અહીંયા ફરી સંઘર્ષ કરવો અથવા તો દરિયામાં કૂદીને કે પછી ટ્રેન નીચે પડતું મૂકીને આ અણગમતી વાર્તાનો અહીંયા જ અંત લાવી દેવાનો તેને વિચાર આવતો હતો. 

આ અસમંજસ વચ્ચે તે રેલવે સ્ટેશનમાંથી બહાર આવ્યો અને ખિસ્સામાંથી મોબાઈલ કાઢયો તો જોયું કે તે સ્વીચ ઓફ થઈ ગયો છે. તેને સમજાઈ ગયું કે, બેટરી ઉતરી ગઈ હશે. તેણે સ્ટેશનની બહાર આવીને ચા પીધી અને પછી ઘર તરફ ચાલવાનું શરૂ કરી દીધું. તે ચાલતો ચાલતો ઘરે પહોંચ્યો ત્યારે ઘરે તાળું હતું. તેણે પોતાની પાસે રહેલી ચાવીથી ઘર ખોલ્યું અને અંદર આવ્યો. તેણે પોતાના ખિસ્સામાંથી ફોન કાઢયો અને ચાર્જિંગમાં મૂક્યો તથા રસોડામાં જઈને જોયું તો કશું જ બદલાયેલું જોવા મળ્યું નહીં. તેને એમ થયું કે જીયા પણ રાત્રે ઘરે નહીં આવી હોય. તે બાથરૂમમાં નહાવા જતો રહ્યો અને તૈયાર થઈને બહાર આવ્યો. તેણે ફોન સ્વીચઓન કર્યો અને તરત જ ફોન રણકવા લાગ્યો.

'બોલ યાર અમોલ... આજ અચાનક મુઝે ક્યું યાદ કર લીયા તુને. હું ક્યારનો વિચારતો હતો કે કોની સાથે વાત કરું પણ કંઈ સમજાતું નહોતું અને તારો અચાનક ફોન આવી ગયો. તું તો દેવદૂત સાબિત થઈ ગયો.'- રાજ બોલ્યો છતાં તેના ચહેરા ઉપરથી નિરાશાના ભાવ દૂર થયા નહોતા.

'યાર તેરે કો કબસે ફોન લગા રહા હું. કાલ રાત સે તેના ફોન ઓફ આ રહા હૈ. તું છે ક્યાં અત્યારે. મારે તને મળવું હોય તો ક્યાં મળી શકાય. જો તને ફાવે તો સીધો જ જુહુ ચોપાટી આવી જા. એક કલાકમાં પહોંચી જવાય તો વધારે સારું.'- અમોલે આદેશાત્મક ભાષામાં જ વાત કરી હતી. 

'અત્યારે તો ઘરે જ છું. ચાલ કલાકમાં જુહુ બીચ ઉપર આવી જાઉં છું. આપણે ક્યાં ભેગા થઈશું. કોઈની સાથે મિટિંગ છે કે શું છે. તું ખરું બધું સિક્રેટ રાખે છે. ચાલ મળીએ છીએ. બાય...'- રાજે આટલું કહીને ફોન કટ કર્યો. તેના ચહેરા ઉપર જાણે કે થોડી હળવાશ આવી હતી.

તે તરત જ જીન્સ અને ટીશર્ટ પહેરીને તૈયાર થયો અને પાંચ જ મિનિટમાં ઘર લોક કરીને એપાર્ટમેન્ટની બહાર આવી ગયો. તેની નિયત જગ્યાએ જઈને ચા અને વડાપાઉ ખાધું અને પછી નીકળી પડયો જુહુ બીચ જવા માટે. 

લગભગ સવા કલાકમાં તો જુહુ બીચ પહોંચી ગયો. તેણે જોયું તો સાઈકૃપા ભાજીપાઉ સેન્ટરની પાસે નાળીયેરપાણીના ઠેલા પાસે અમોલ ઊભો હતો. તેની સાથે એક છોકરો ઊભો હતો. અજય દોડીને એ લોકો પાસે પહોંચી ગયો.

'ક્યા ગુજ્જુ... ખાના ખાયા તુને કે ભુકા હૈ... ભુકા હૈ તો ચલ પહેલે ખાના ખાતે હૈ... આજે તો સવારે ભાજીપાઉ ખાઈ નાખીએ. મુંબઈના ભાજીપાઉ ગમે ત્યારે ખાઈ શકાય એવા હોય છે. એના માટે સાંજ કે સવારની જરૂર નથી. ચાલો પહેલાં પેટપૂજા અને પછી બીજું બધું.'-અમોલે કહ્યું અને સાઈકૃપા રેસ્ટોરાંમાં એન્ટ્રી લીધી. રાજ અને પેલો બીજો યુવાન પણ તેની પાછળ પાછળ રેસ્ટોરાંમાં ગયા.

અમોલે ત્રણ ભાજીપાઉ અને પુલાવનો ઓર્ડર આપ્યો અને પછી રાજની સામે જોઈને વાત કહેવાની શરૂઆત કરી.

'પહેલાં કામની વાત કરીએ પછી બીજી વાત ઉપર આવીશ. આ મારો દોસ્ત છે. રઘુબીર દાસગુપ્તા. તેણે કર્મા પ્રોડક્શનમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામગીરી શરૂ કરી છે. તેને હાલમાં એક આસિસ્ટન્ટની જરૂર છે. તેણે મને ઓફર કરી હતી પણ અત્યારે મારી પાસે બે પ્રોજેક્ટ છે અને હું આવતા વર્ષ પહેલાં ફ્રી થઈ શકું તેમ નથી. મને એમ થયું કે, તારે ડિરેક્શનમાં કેરિયર બનાવવી છે તો તારા માટે આ બેસ્ટ અપર્ચ્યુનિટી છે. તું આસિસ્ટન્ટ તરીકે જોડાઈ જા. સૌથી મોટી વાત એ છે કે, આ પ્રોજેક્ટમાં સંજયસર પોતે એક્ટિવલી કામ કરવાના છે. તેઓ ડાયરેક્શન કરવા ઉપરાંત એક્ટિંગ ડેબ્યૂ કરવાના છે. રઘુબીર તેમનો મેઈન આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે. તેની સાથે તારે જોડાઈ જવાનું છે. આ તક ફરીથી જીવનમાં ક્યારેય આવશે નહીં.'- અમોલ ગુપ્તાએ આટલું કહ્યું અને પાણીનો ગ્લાસ મોઢે માંડયો.

'થેંક્સ યાર. તે મારા માટે આટલું વિચાર્યું એ જ બહુ છે. બાકી તો પોતાના કહેવાય એવા તમામ લોકોએ વિશ્વાસઘાત સિવાય કશું જ કર્યું નથી. તેમણે તો એવા ઘા માર્યા છે કે જેની દવા પણ થાય એવી નથી કે કોઈને દુઆ કરવા માટે પણ કહેવાય એવું હવે રહ્યું નથી. સંજય સરના પ્રોજેક્ટમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરવાની આટલી મોટી ઓફર તું મારા માટે લઈને આવ્યો તેનો મને અઢળક આનંદ છે. મને ખબર નથી પડતી કે તારા આ ઉપકારનું ઋણ હું કેવી રીતે ઉતારીશ. થોડીવાર પહેલાં જ આ જ દરિયામાં પડીને જીવન અને કવન બધું જ ટૂંકાવી દેવાનું નક્કી કર્યું હતું પણ તે આ જ દરિયા કિનારે મને નવું જીવન ભેટમાં આપ્યું છે.'- અજયના અવાજમાં ભીનાશ આવી ગઈ. 

'તારે ઋણ ઉતારવું હોય તો ભાજીપાઉ ખાઈને ઉતરાજે, જો આવી ગયા. આ ભાજીપાઉ ખાઈ લે અને પછી આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કર્મા પ્રોડક્શનથી જ ડેબ્યૂ કરી લે. તારું પહેલું પેમેન્ટ આવે ત્યારે હું કહીશ એ હોટેલમાં પાર્ટી આપી દેજે તારું ઋણ ઉતરી જશે. એક વાત યાદ રાખજે મિત્રતામાં કોઈ ઋણ હોતું નથી અને જો ઋણ હોય તો પછી તે મિત્રતા હોતી નથી. તારી એક અનાયાસ મદદે મને જૂના પ્રોજેક્ટમાં મોટો બ્રેક અપાવ્યો હતો. આ વખતે મારો વારો હતો કે મારા મિત્રની આવડતને દુનિયા સામે લાવું. તો ભાજીપાઉ ખા અને પછી પ્રોજેક્ટ વિશે રઘુ પાસેથી બધું સમજી લેજે.'- અમોલે કહ્યું અને ત્રણેય લોકો ભાજીપાઉ ઉપર તૂટી પડયા.

ખાતા ખાતા અમોલ સહેજ અટક્યો અને તેણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢયો અને એક વીડિયો પ્લે કરીને મોબાઈલ રાજ સામે ધરી દીધો. રાજ ફાટી આંખે આ વીડિયો જોતો રહ્યો.

'રાજ આ વીડિયો સાચો છે. અજયની ફિલ્મના સેટ ઉપર ખરેખર આ બધું થયું હતું. મારું તો એમ પુછવું છે કે, ખરેખર અજયના સેટ ઉપર આવું ચાલતું જ હોય છે. આમાં તો જીયા અને સ્વેની દેખાય છે. ખરેખર આ વીડિયો સાચો છે કે પછી મોર્ફ કરવામાં આવ્યો છે.'- અમોલ ગુપ્તા એક શ્વાસે બોલી ગયો.

'આ વીડિયોમાં જે દેખાય છે તે બધું જ સાચું છે. તે જે વીડિયોમાં જોયું તે મેં લાઈવ જોયું હતું. મને એક વાત સમજાતી નથી કે, એક રાત પહેલાં બનેલી ઘટનાનો વીડિયો ઉતાર્યો કોણે અને કેવી રીતે આટલી જલદી બધે સ્પ્રેડ પણ થઈ ગયો. હજી તો હું આ ઘટનાના આઘાતમાંથી બહાર નથી આવ્યો ત્યાં તે વીડિયો બતાવીને બીજો આઘાત આપી દીધો. આ નગરી ખરેખર માયાનગરી છે.'- રાજે આશ્ચર્ય સાથે કહ્યું.

'ધીસ ઈઝ બ્લડી બોલિવૂડ. અહીંયા વીડિયોના નામે ફિલ્મો બને છે અને ફિલ્મોના નામે વીડિયો ઉતરી જતા હોય છે. મને નવાઈ માત્ર એ વાતની છે કે, અજય, જીયા અને તું ખાસ મિત્રો હતા અને તેમાંય તું અને જીયા તો લગ્ન કરવાના હતા તો પછી આ બધું કેવી રીતે થઈ ગયું. એકાએક સ્ક્રીપ્ટ ચેન્જ કેવી રીતે થઈ ગઈ.'- અમોલના ચહેરા ઉપર પ્રશ્નસુચક ભાવ સ્પષ્ટ જણાતા હતા.

'એ વાત તો મને પણ સમજાતી નથી. જે બંને છોકરીઓને હું સારી અને સાચી માનતો હતો. જેમના કેરેક્ટર ઉપર મને ક્યારેય શંકા જતી નહોતી તે બંને એકસાથે હતી. મારા માટે તે ખરેખર આઘાતજનક હતું. માત્ર હિરોઈન બનવા માટે આ હદ સુધી એ લોકો જઈ શકે છે એ વાત જ મને ગળે ઉતરતી નથી. જવા દે એ વાતને, મારે હવે ભૂતકાળને ખોતરવો નથી. ખોટી વધારે પીડા થશે.'- રાજે કહ્યું.

'અરે હું તો માત્ર જાણવા માગતો હતો. મારો આશય તને પીડા આપવાનો નહોતો. હવે તું કોની સાથે રહેવાનો છે. તે રહેવા માટે બીજી કોઈ વ્યવસ્થા વિચારી છે.'- અમોલ બોલ્યો.

'ના યાર. હજી સુધી કોઈ વિચાર આવ્યો નથી. હા જીયાથી કાયમી છૂટા પડવાનો અને મરી જવાનો બે જ વિચાર ચાલતા હતા. હવે તે જીવવાનું કારણ આપ્યું છે તો જિંદગી સેટ કરવાનું ઠેકાણું પણ તું જ શોધવામાં મદદ કરજે.'- રાજના ચહેરા ઉપર સ્મિત આવી ગયું.

'ચાલો એ પણ કરી દઈશું. પ્રોજેક્ટ માટે ભેગા થઈએ ત્યારે તારી રહેવાની વ્યવસ્થાનું પણ કંઈક વિચારીશું.'- અમોલે રાજનો હાથ પકડયો અને સિમ્પથી સાથે કહ્યું. 

આ દરમિયાન ભોજન પૂરું થતાં ત્રણેય જણા ઊભા થયા અને રઘુબીરે રાજનો નંબર લઈ લીધો અને રાજે તેનો નંબર લઈ લીધો. બે દિવસ પછી કર્મા પ્રોડક્શનની ઓફિસે ભેગા થવાનું નક્કી કરીને ત્રણેય છુટા પડયા. રાજે ઘર તરફ પ્રયાણ કર્યું. તે ઘરે પહોંચ્યો ત્યારે ઘરે તાળું જ હતું. તે તાળું ખોલીને અંદર જતો રહ્યો પણ બાકીના લોકો વિશે વિચાર કરવાના બદલે તેણે બેડ ઉપર લંબાવી દીધું.

બીજી તરફ અજય સાંજે પોતાની ફિલ્મના સેટ ઉપર આવ્યો. તેણે આસપાસ નજર કરી તો રાજ, જીયા કે સ્વેની ત્રણેયમાંથી કોઈ દેખાયું નહીં. તેને સમજાઈ ગયું કે ગઈકાલની ઘટના પછી એ કોઈ આવશે નહીં. તે પોતાની કારમાંથી ઉતરીને વરુણના ટેન્ટમાં જવા માટે ચાલવા લાગ્યો. તે હજી માંડ આઠ-દસ ડગલા ચાલ્યો હશે ત્યાં જ તેની પીઠ ઉપર અવાજ અથડાયો.

'અજય સર... ઓ અજય સર... જરા સુનીએ તો...'

અજયે અવાજની દિશામાં પાછળ જોયું. 

(ક્રમશ:)


Google NewsGoogle News