ડેન્ગ્યુ ફીવરના લક્ષણોની અવગણના ન કરો

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
ડેન્ગ્યુ ફીવરના લક્ષણોની અવગણના ન કરો 1 - image


- ઉપચાર-મંજૂષા - વિસ્મય ઠાકર

- ડેન્ગ્યુના ત્રીજા તબક્કામાં શરીરનું તાપમાન વધે છે, સાથે ભૂખનાશ, ઉબકા અને ઊલટી જેવા લક્ષણો જોડાય છે. લોહીમાં રહેલાં પ્લેટલેટસ ઘટતાં પેઢામાંથી લોહી નીકળે છે 

આ જે વિશ્વની બે પંચમાંશ વસતી ડેન્ગ્યુ ફીવરના સંક્રમણની ભય સપાટીને આંબી રહી છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ ડેન્ગ્યુ તાવના કારણે પોતાના જાન ગુમાવી દીધાં છે. સિત્તેરથી વધુ દેશોમાં આ તાવ એન્ડેમીક (સ્થાનવર્તી) થઈ રહ્યો છે. તાવ આવ્યા પછી હોસ્પિટલમાં દાખલ થયેલા વ્યક્તિઓનો મરણાંક ૨.૫ ટકાથી પણ વધુ છે.

દક્ષિણ અમેરીકા, ઉત્તરીય આર્જેન્ટીના, ઉત્તરીય ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, બ્રાઝીલ, ઈન્ડોનેશિયા, જમૈકા, મેક્સિકો, પાકિસ્તાન, પનામા, ફીલીપીન્સ, શ્રીલંકા, તાઇવાન, થાયલેન્ડ, વિએતનામ, દક્ષિણ ચીન અને ભારત જેવાં દેશોમાં સંક્રમણ કરી રહેલો ડેન્ગ્યુ ફીવર આ દેશો માટે આજે એક પ્રાણપ્રશ્ન બની ગયો છે.

તાવની આ સ્થિતિ માટે આજે કોઈ ચોક્કસ રસાયણ ઔષધિ, બાયોએક્ટિવ ઔષધિ કે રસી થકી થતાં મૂળગામી ઉપચારની સ્પષ્ટતા મળતી નથી. સ્વચ્છતાના ધોરણો કથળી રહ્યા છે અને રોગીઓની સંખ્યા તથા મૃત્યુદર વધી રહ્યો છે.

એડીસ ઈજિપ્તા નામના મચ્છરના કરડવાથી થતો ડેન્ગ્યુ ફીવર એ જાત-જાતના અગણિત લક્ષણો વાળો તાવ છે. ક્યારેક તદ્દન સામાન્ય દેખાતા લક્ષણોની આપણે અવગણના કરીએ છીએ. આ તાવના લક્ષણો ટાયફોઈડ અને મેલેરિયાના લક્ષણોને મળતા આવતા હોઈ એને પરખવામાં ભૂલ થઈ શકે. નજીવા દેખાતા આ લક્ષણો સમય જતાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી માણસને મૃત્યુ સુધી લઈ જાય છે. આજે ડેન્ગ્યુ તાવના આ છેતરામણા લક્ષણોની સૂચિ પર નજર નાખીએ. નીચે જણાવેલ લક્ષણ સમુદાયમાંનું કોઈપણ લક્ષણ દેખાતા તુરંત તબીબી સલાહ લેવી આવશ્યક બની જાય છે.

મચ્છર કરડતા ડેન્ગ્યુના વાયરસ શરીરમાં દાખલ થયાના પાંચ-સાત દિવસમાં આ વિષાણુઓની સંખ્યા ઝડપથી વધવા માંડે છે. અઠવાડિયા બાદ સ્નાયુનો સાધારણ દુઃખાવો શરૂ થાય છે અને સાંધા જકડાઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં માત્ર માથાનો દુઃખાવો રહે છે તો ક્યારેક આંખોના પોપચા પર ભાર જણાય છે. શરૂઆતનો આ પ્રથમ તબક્કો છેતરામણો છે. કારણ રોગી આવા સામાન્ય લક્ષણો તરફ વધુ ધ્યાન આપતા નથી પણ વાસ્તવમાં આ માઈલ્ડ ડેન્ગ્યુ ફીવરનો પ્રાથમિક તબક્કો છે.

દ્વિતિય તબક્કામાં દર્દીને સાધારણ થાક અનુભવાય છે. આંખો લાલ રહે છે અને શરીર થોડું ગરમ રહે છે. સાંધા તથા સ્નાયુના દુઃખાવાની તીવ્રતા વધે છે. મોઢાનો સ્વાદ કડવો થાય છે. તાવના આ તબક્કા સુધી રોગ હવે પછી કેટલું ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે એનો ખ્યાલ આવતો નથી.

ડેન્ગ્યુ ફીવરના ત્રીજા તબક્કામાં શરીરનું તાપમાન વધે છે, સાથે ભૂખનાશ, ઉબકા અને ઊલટી જેવા લક્ષણો જોડાય છે. લોહીમાં રહેલાં પ્લેટલેટસ ઘટતાં પેઢામાંથી લોહી નીકળે છે, નસ્કોરી ફૂટે છે, હોજરી અને આંતરડામાં રક્તસ્ત્રાવ થવાની શરૂઆત થાય છે. ત્વચા પર લાલ ચાઠા ઉપસી આવે છે. મળનો રંગ ગહેરો લાલ દેખાય છે. નાડીના ધબકારા ઓછા થાય છે, મોઢામાં છાલા પડવા માંડે છે. આને ડેન્ગ્યુ હેમરેજીક ફીવરનો પ્રકાર ગણાય. આ સ્થિતિ તાવની ઉગ્ર અવસ્થાનું સૂચન કરે છે. અન્ય એક શોક સિન્ડ્રોમ અવસ્થામાં ઉપર જણાવેલા લક્ષણો સાથે બ્લડપ્રેશર ઘટી જવું, હાથ-પગ ઠંડા પડવા અને હૃદયના ધબકારા વધી જવા જેવા વિશિષ્ટ લક્ષણો દેખાય છે. આવી અવસ્થા અંતે વ્યક્તિને મૃત્યુ તરફ દોરી જાય છે.

ડેન્ગ્યુ ફીવરના શરૂઆતના લક્ષણોથી લઈ અંતિમ તબક્કા સુધીના લક્ષણો પ્રત્યે કદિ અનાસક્ત રહેશો નહિ. આવા ભ્રામક લક્ષણો મૃત્યુ તરફ દોરી જાય એ પહેલાં...


Google NewsGoogle News