Get The App

ઝંંડા ઉંચા હૈ હમારાઃ આઝાદીના 75 વર્ષ દેશદાઝ-રાષ્ટ્રવાદ છલકાવતો માહોલ

- રંગમાં ભંગ પાડવાનો ત્રાસવાદીઓનો આશય સફળ થયો નથી

Updated: Aug 14th, 2022


Google NewsGoogle News
ઝંંડા ઉંચા હૈ હમારાઃ આઝાદીના 75 વર્ષ દેશદાઝ-રાષ્ટ્રવાદ છલકાવતો માહોલ 1 - image

- આઝાદી પહેલાં અને પછી શહીદોની પરંપરા ક્યારેક સરહદ પર કે ક્યારેક દેશની અંદર ચાલુ રહી છે

આજે આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી અમૃત મહોત્સવ રૂપે થઇ રહી છે. ચોમેર તિરંગા લહેરાઇ રહ્યા છે. વાતાવરણ હર્ષોલ્લાસથી ભરેલું છે. બે દિવસ અગાઉ રાજૌરીમાં ઉરી જેવો હુમલો નિષ્ફળ બનાવાયો હતો. જેમાં ત્રણ જવાન શહીદ થયા હતા. રંગમાં ભંગ પાડવાનો ત્રાસવાદીઓનો આશય સફળ થયો નથી. 

આઝાદીની ચળવળ વખતે આપણે જાહેર જીવન સાથે સંકળાયેલા ેઆઝાદી અપાવનારા નામોના ગુણગાન ગાઇએ છીયે તેનાથી અનેક ગણા વધુ લોકોએ અંગ્રેજોની ગોળીએ જાન ગુમાવ્યા હતા. તેમના કુટુંબ ક્યાં છે અને કેવી અવસ્થામાં છે તેની કોઇ નોંઘ લેવાતી નથી. ભગત સિંહ, ચંન્દ્રશેખર આઝાદ, વીર સાવરકર જેવી અનુકરણીય હસ્તીઓને સાઈડમાં ઘકેલી દેવાઇ હતી.  આઝાદીના મીઠા ફળ પ્રજા સુધી પહોંચી શક્યા નહીં અને કેટલાક લોકેા તેનો યશ હેક કરી લીધો હતો. ત્યારે જેમ અંગ્રેજોની ગોળીઓ ચાલતી હતી એમ આજે સરહદે ત્રાસવાદીઓની ગોળી ચાલે છે. સરહદે જવાનો વીંધાય છે તેા શહેરોમાં ગળા કાપવાનું કલ્ચર માથું ઉંચકી રહ્યું છે.

    આઝાદીના ૭૫ વર્ષના ઉમંગને કડવાશ ભરી બનાવતી ઘટનાઓને બાજુ પર મુકીને વાત કરીયે તો ભારત આજે વિશ્વમાં ટટ્ટાર ઉભો રહી શકે એવો દેશ બની ગયો છે.  ભારતના શહીદોની પ્રશંસા કરતી અનેક લાઇનો ઇન્ટરનેટ પર જોવા મળે છે.

સચ હૈ.. હમારે ઇરાદે વિધ્વંસક નહીં હૈ

અકારણ યુધ્ધ કે હમ ભી પ્રશંસક નહીં હૈ,

અહિંસા કે પૂજારી હૈ હમ.. પર,સુનલે યે દુનિયા 

હમ અહિંસક હૈૈ પર નપુંસક નહીં...

વિશ્વના અબજો પતિઓમાં ભારતના બે ચહેરા પણ છે. ગયા અઠવાડીયે સમાપન થયેલી વૈશ્વિક ગેમ્સમાં ભારતજ ૨૨ ગોલ્ડ સહીત કુલ ૬૧ મેડલ્સ મળેલા છે. એટલેજ કહે છે કે રાષ્ટ્ર ધ્વજ માટે ઝંડા ઉંચા રહે હમારા ના બદલે ઝંડા ઉંચા હૈ હમારા કહેવું જોઇએ.

કિસાન પોતાના ખેતરના શેઢે દર અઠવાડીયે લટાર મારવા નિકળે છે. તેના ખભે ધારીયું  હોય છે અને સાથે દાતરડું પણ હોય છે. જે લોકો ગ્રામ્ય જીવન સાથે સંકળાયેલા છે તેમણે આ દ્રશ્ય જરૂર જોયું હશે. લટાર મારતા કિસાનની નજર નીચે જમીન પર હોય છે.  તેના ઉભા પાક વચ્ચે ઉગી નીકળેલા બીન જરૂરી ઘાસને તે કાઢી નાખે છે. કેટલાક જંગલી વનસ્પતિના છોડવા અને વેલાને ફરજીયાત કાપવા પડે છે. તે નાના હોય ત્યારે કૂમળા હોય છે માટે હાથના ઝાટકાથી કે ધારીયાથી ખેંચવાથી નીકળી જાય છે. એકવાર તેને પોષણ મળતું બંધ થાય એેટલે તે સુકાઇ જાય છે.

આશ્ચર્યતો એ વાતનું છે કે જમીનમાં ઉગે એવા બિયારણ કરતાં બમણી ઝડપે આવા જંગલી ઝાંખરા ઉગતા હોય છે. જો તેને કાપવામાં ના આવે તો તે જમીનનું ફળદ્રુપ શોષણ પણ ખેંચી લે છે. એટલેજ કિસાન આવા ઝાંખરા દુર કરવા ખેતરમાં લટાર મારે છે. તેને નિંદામણ કહે છે.  કિસાન કેટલો બુધ્ધિશાળી છે તે આ ઉદાહરણ પરથી ખબર પડે છે. 

આપણે ત્યાં કમનસીબી એ છે કે જે સેન્સ ભારતના કિસાનોમાં હતી તે ભારતના રાજકીય સત્તાધીશોમાં નહોતી. ભારતમાં જ્યારે સમયાંતરે આવા નિંદામણની જરૂર હતી ત્યારે આ સત્તાધીશો આઝાદી મળ્યાના મદમાં મસ્ત હતા. આવું ૭પ વર્ષ ચાલ્યું હતું. ૭૫ વર્ષમાં તુષ્ટીકરણના ખાતર અને ભાઇચારાની સીંચનથી આ ફૂટી નીકળેલી ત્રાસવાદી વિચાર આજે ઝેરી વેલ સમાન બની ગયો છે.

જે વિચારના વેલા મોટા વૃક્ષ થઇ ગયા છે. જે ભારતની સમૃધ્ધિને શોષી રહ્યા છે.  અહીં બીનજરૂરી ઉગેલા વેલા ઝાંખરાને ત્રાસવાદ અને ઘૂસણખોર સાથે સરખાવો તો ખ્યાલ આવે કે ભારતના સત્તાધીશોએ સમયસર નિંદામણ ના કર્યું તે તો ઠીક છે પણ તેમને તુષ્ટીકરણનું ખાતર-પાણી આપીને ઉછેરવા દીધા છે. જેના કારણે ભારતની પ્રજાને  બેરોજગારી અને અરાજકતાના ચક્કરમાં ફસાયેલી રહે છે. તેમજ એક ભારતીય નાગરીક બીજા ભારતીયનું ગળું કાપવાની હિંમત કરી શકે છે. આ રીતે મૃત્યુ પામતા લોકોને શહીદ કહેવા જોઇએ. આઝાદી પહેલાં અને પછી શહીદોની પરંપરા ક્યારેક સરહદ પર કે ક્યારેક દેશની અંદર ચાલુ રહી છે.

જીસ દીન તું શહીદ હુઆ થા

ન જાને કિસ તરહ તેરી માં સોઇ હોગી

લોગ તો બસ ઇતના જાનતે હૈ કી 

વો ગોલી ભી તેરી સીનેમેં જાને સે પહેલે રોઇ હોગી

એટલેજ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇએ લખ્યું હતું કે યે આઝાદી અભી અધૂરી હૈ. સૌ વાચકોને અમૃત મહોત્સવની સેલ્યુટ..


Google NewsGoogle News