Get The App

ડાયાબીટીસ મેનેજમેન્ટની સૌથી વધુ જરૂર દિવાળીના તહેવારોમાં

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
ડાયાબીટીસ મેનેજમેન્ટની સૌથી વધુ જરૂર દિવાળીના તહેવારોમાં 1 - image


- તહેવારોની રજાઓનો પુરતો લાભ ઉઠાવી શકાય છે

- પ્રસંગપટ

- મનમાં છુપાયેલું સ્વીટ ખાવાનું ક્રેવીંગ જોર કરતું હોય છે.  જેના કારણે ડાયાબીટીસવાળાનું મન કાબુમાં રહેતું નથી 

દિવાળીના તહેવારોમાં ડાયાબીટીસની અસર વાળા લોકોએ બહુ સંભાળીને રહેવું પડશે. દિવાળીના તહેવારોમાં મિઠાઇની આપ-લેનું પ્રમાણ મોટા પાયે થાય છે. આપણે ત્યાં એવો રિવાજ છે કે કશું ના લોતો કંઇ નહીં પણ ગળ્યું મોં કરવાનો રિવાજ ચાલી આવે છે. ડાયાબીટીસ હવે ઘેર ઘેર પહોંચેલો છે. જ્યારે દિવાળીના તહેવારોમાં મિઠાઇ અને અન્ય ગળપણ ખાવાનો રિવાજ પણ પરંપરાગત રીતે ચાલ્યો આવે છે. ભારતમાં ઝડપભેર ડાયાબીટીસ પ્રસરી રહ્યો છે. બેઠાડું અને ટેન્શનવાળી રોજીંદી જીવન શૈલી ડાયાબીટીસ માટે શરીરના દ્વાર ખોલી નાખે છે. દિવાળીના દિવસોમાં જે લોકો સ્વિટ ખાવાની મર્યાદા ભૂલશે તેમને ઇન્સ્યૂલીન સુધીની સારવાર લેવી પડી શકે છે.

જેમને ડાયાબીટીસ થયો છે એવા લોકોને ગળપણ ખાવાની તીવ્ર ઇચ્છા થાય છે. તેને ક્રેવીંગ (તૃષ્ણા- લાલસા) કહે છે. હવે જ્યારે નજર સામે ચોખ્ખા ધી ની મિઠાઇઓ પડી હોય અને બીજી તરફ તે ખાવાનો આગ્રહ થતો હોય ત્યારે પેલું મનમાં છુપાયેલું ક્રેવીંગ જોર કરતું હોય છે.  જેના કારણે ડાયાબીટીસવાળાનું મન કાબુમાં રહેતું નથી અને તે મિઠાઇનો ટુકડો મોંમા પધારવી દેતો હોય છે. આવી રીતે મિઠાઇના ટુકડા ખાવાની ટેવ ડાયાબીટીસ વધારી દે છે. તહેવારો ડાયાબીટીસ થયેલા લોકોને સ્વિટ ખાવા લલચાવે છે. એટલેજ તહેવારોના સમયમાં ડાયાબીટીસ મેનેજમેન્ટ બહુ જરૂરી હોય છે.

ડાયાબીટીસના મેનેજમેન્ટના મુદ્દા ખિસ્સામાં રાખવા આસાન છે પરંતુ તેનો અમલ બહુ અધરો છે. અહીં એ પણ યાદ રાખવાની જરૂર છે કે શહેરમાં રહેતા લોકો ડાયાબીટીસનો શિકાર વધુ બને છે.  કેમકે તેમની જીવન શૈલી બેઠાડંુ પ્રકારની બની ગઇ હોય છે. એક અહેવાલ અનુસાર  ૧૧ લોકો પર થયેલા પ્રયોગો અનુસાર તેમને ૨૦ વર્ષ સુધી કોઇ ડાયાબીટીસ નહોતો પરંતુ તેમનું જીવન આગળ વધે છે ત્યારે તેમાંથી ૬૦ ટકા લોકો ડાયાબીટીસની ઝપેટમાં આવી ગયા હોય છે. બેઠાડુ જીવનના કારણે ઓબેસીટીથી પીડાતા લોકો પણ ડાયાબીટીસની ઝપેટમાં આવી શકે છે. સોશ્યલ નેટવર્ક પર સુગર કન્ટ્રેાલ કરવાની ગેરંટી આપતી પોસ્ટ હકીકતે તો નુકશાન કારક બની શકે છે.  હકીકત તો એ છેકે દિવાળીના દિવસોમાં મળનારી અઠવાડીયા જેટલી રજાઓમાં ગળું, તળેલું વગેરે ખાવા પર સ્વૈચ્છીક પ્રતિબંધ મુકીને ડાયાબીટીસ સુગર કન્ટ્રોલ કરવાની જરૂર છે. 

સવાર સાંજ ચોક્કસ કિલોમીટર ચાલીને તેમજ થોડી કસરતો કરીને પરસેવો પાડવાની જરૂર છે. રજાઓના કારણેે સવાર સાંજની મોર્નિંગ વોક માટે નિશ્ચિત સમય ફાળવી શકાય છે. જેના કારણે શરીરની બાયોલોજીકલ ક્લોક પણ શરીરના રીધમ પ્રમાણે કામ કરતી જોવા મળી શકે છે. કેટલાક લોકો કહે છે કે સ્વિટ ખાઇને કેટલાક કિલોમીટર ચાલી નાખવું જોઇએ. જો કે આવી ભ્રામક વાતોમાં ફસાવવાના બદલે  સ્વિટનો ત્યાગ કરવાનો ઉપાય ઉત્તમ છે. હાયપર ટેન્શન વગેરેના કારણે પણ ડાયાબીટીસ ઘર કરી જતો હોય છે. રજાના દિવસોમાં ટેન્શન કે ઉશ્કેરાટ વિનાના કામો થઇ શકે છે. ઓફિસો કે બિઝનેસ પર જવાની કોઇ દોડધામ નથી હોતી કે અન્ય બેંકોમાં જવા જેવી આર્થિક બાબતોની દોડધામ પણ નથી હોતી.

જેના કારણે દિવાળીના તહેવારોની રજાઓનો પુરતો લાભ ઉઠાવી શકાય છે. અહીં એ યાદ રાખવું જોઇએ કે ડાયાબીટીસના ખરા લક્ષણો તે થયા પછી  ખબર પડે છે. રોજીંદી જીવન સાવજ બીબા ઢાળ સમાન બની ગયું છે. તેમાં થોડો પણ ચેન્જ ટેન્શન વધારે છે. પરંતુ દિવાળીના તહેવારોનો ઉપયોગ આરોગ્યની માવજત તેમજ શરીરની બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવા કરી શકાય છે.

Prasangpat

Google NewsGoogle News