2024માં ઇન્ટરનેટ જાયન્ટ કંપનીઓએ એડથી 60,000 કરોડ રૂપિયાની કમાણી કરી
- પ્રસંગપટ
- ભારતમાં ૮૦૦ મિલીયન ઇન્ટરનેટ યુઝર્સ છે
- ઓનલાઇન જાહેરાતો પર કોઇ અંકુશ નથી, એટલેજ સ્ટોક માર્કેટના કૌભાંડીઓનું તે પ્લેટફોર્મ બની ગયું હતું
ઇન્ટરનેટ જાયન્ટ કેટલીક સર્વિસો મફત આપે છે પણ તેમાંથી તગડી આવક જાહેરાત મારફતે મેળવતા હોય છે. ગુગલ,મેટા, એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી જાયન્ટ કંપનીઓએ ૨૦૨૪માં જાહેેર ખબરો મારફતે જાયન્ટ એવી ૬૦,૦૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે ગયા વર્ષ ૨૦૨૩ કરતાં નવ ટકા વધારે છે. આ આંકડા કંપનીે નથી આપ્યા પણ રજીસ્ટ્રાર ઓફ કંપનીમાં દર્શાવેલા આંકડા છે.
ગુગલ અને મેટાની ભારતની બ્રાન્ચ ૫૦૦૦ કરોડની આવકને વટાવી ગઇ છે. એમેઝોને પણ તગડી કમાણી કરી છે. તેના આંકડા બહાર નથી આવ્યા પણ તેની ૨૦૨૩માં ૫૩૮૦ કરોડની હતી જે દર્શાવે છે કે ૨૦૨૪માં તે આંકમાં વધારો થયો હશે. જાહેર ખબરોની આવકમાં વધારો થાય તેને પોઝિટીવ ટ્રેન્ડ કહી શકાય.
ડિજીટલ જાહેર ખબરોની આવકમાં વધારો થાય છે તેની પાછળના કારણોમાં ઇન્ટનરેટની સ્પીડ વધવી તેમજ દરેક ઠેકાણે તે એસેસ થઇ શકે છે તે ઉપરાંત સ્માર્ટ ફોનનો વધતો ઉપયોગ હોઇ શકે છે. આ ઉપરાંત મનોરંજનના કાર્યક્રમો-ફિલ્મો વગેરે જોવા કે ઇ કોમર્સ પર ખરીદી કરવી વગેરે પણ જાહેરખબરો જોનારાની સંખ્યમાં વધારો કરે છે.
ગૂગલ અને મેટા ટાર્ગેટ ઓડિયનેસને પકડી શકે છે અને તેમને જાહેર ખબરો જોવા સુધી ખેંચી રાખે છે.
ક્વિક કોમર્સ પ્લેટફોર્મ ભલે હાલમાં નવું હોય પણ જે રીતે તેની ડિમાન્ડ વધી છે તે જોતાં એમ કહી શકાય કે તે ૨૫૦૦થી ૩૦૦૦ કરોડ રૂપિયા સુધીની જાહેરાતો ખેંચી લાવશે.
ગુગલની જાહેર ખબરોની આવકમાં ૧૧ ટકાનો વધારો થયો છે. મેટાએ ૨૦૨૩માં ૧૮,૩૦૮ કરોડ રૂપિયાની કમાણી કરી હતી જે ૨૦૨૪માં ૨૨,૭૩૦ કરોડ પર પહોંચી છે. ફ્લિપકાર્ટે પણ તેની આવકમાં ૫૦ ટકાનો વધારો કર્યો છે.
ભારતમાં ઇન્ટરનેટ એડવર્ટાઇઝીંગનું માર્કેટ સમગ્ર એશિયા પેસિફીકમાં સૌથી વધુ ઝડપે વિકસી રહ્યું છે. ૨૦૨૮સુધીમાં તે ૮૫,૦૦૦ કરોડ પર પહોંચવાની ધારણા છે.
ભારતની ડિજીટલ ઇકો સિસ્ટમ ઓનલાઇન ગ્રાહકોને ખેંચી શકે છે. સર્ફીંગ કરનારની નજર ક્યા વિષય પર છે તે એનાલીટીક્સ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ મારફતે જાણી શકાય છે.
ભારતમા ડિજીટલ એડવર્ટાઇઝમેન્ટનું કુલ માર્કેટ ૨૦૨૩માં ૪.૯૫ અબજ ડેાલરનું હતું. ૨૦૨૫માં તે ૭.૫૫ અબજ ડોલર પર પહોંચવાની સંભાવના છે. વૈશ્વિક બ્રાન્ડ ભારતમાં સફળ થઇ રહી હોય પણ જાહેર ખબરોનો મારોે ચલાવી રહી છે.
ભારતમાં ૮૦૦ મિલીયન ઇન્ટરનેટ યુઝર્સ છે. ઓનલાઇન જાહેરખબરોનું માર્કેટ આ યુઝર્સ પર આધારીત છે. સોશ્યલ મિડીયા, ઓટીટી પ્લેટફોર્મ, ઇ કોમર્સ અને હવે ક્વિક કોમર્સના યુઝર્સના કારણે જાહેરખબરો જોનારાની સંખ્યા પણ વધી છે અને જાહેર ખબરોના કંપનીને લોકો અનુસરતા પણ થયા છે.
ડેટા એનાલીસ્ટો યુઝર્સને શેની જરૂર છે અને તેેમને શું ગમે છે તે જાણી શકે છે. સર્ફીંગ કરનારા સર્ચ કરે છે તે પરથી તેની ચોઇસની ખબર પડી જાય છે. તે બિઝનેસમન છે કે કોઇ રખડુ નૌજવાન છે તેપણ ખબર પડી જાય છે.
સર્ફીંગ કરનારા વિવિધ ડિજીટલ પ્લેટફોર્મ પર કલાકો ગાળે છે. કેટલાક ન્યુઝ જુુવે છે તો કેટલાક ડેટીંગ સાઇટો ખોલીને બેસી રહે છે. તાજેતરમાં જે સ્ટોક માર્કેટના ઓનલાઇન સ્કેમ થયા તે બધાજ ઓનલાઇન ેએડવર્ટાઇઝમેન્ટના કારણે થયા છે. લોકોને રોકાણ બમણી કરવાની લાલચ આપીને છેતરવામાં આવતા હતા એવીજ રીતે ડાયાબીટીસને કન્ટ્રેાલમાં રાખવાની દવાઓની ટીપ્સ અને તેેનું વેચાણ બંનેનો ઉપયોગ લોકોને છેતરવા માટે કરાતો આવ્યો છે.
ઓનલાઇન જાહેરાતો પર સરકારનો કોઇ અંકુશ નથી, એટલેજ સ્ટોક માર્કેટના કૌભાંડીઓનું તે પ્લેટફોર્મ બની ગયું હતું. કેટલીક જાહેરાતો પર્સનલ લેવલની હોય છે તો કેટલીક કંપનીઓની હોય છે તે અનેક એકના ડબલ કરી આપતી સ્કીમ સાથે જોડોયલી હોય છે. કૈાભાંડીઓ પોતાની જાહેરાતો માટે ચોક્કસ જગ્યા અને ચોેક્કસ સમયે તે ડિસ્પ્લે કરવા માટે તગડી ફી પણ ચૂકવતા હોય છે.ભારતમાં કોર્પોરેટ સર્કલ પોતાની પ્રોડક્ટની જાહેરાતો આપતું થયું છે. જેમ સર્ફીગ કરનારા વધશે એમ ઓનલાઇન જાહેરાતોને ટ્રેન્ડ પણ વધશે.