Get The App

વૃક્ષો કાપનારા કે પ્રદૂષણ ફેલાવનારાઓએ ગોવર્ધન પૂજાનો અર્થ સમજવાની જરૂર છે

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
વૃક્ષો કાપનારા કે પ્રદૂષણ ફેલાવનારાઓએ ગોવર્ધન પૂજાનો અર્થ સમજવાની જરૂર છે 1 - image


- બધાં મંદિરો પરંપરાગત અન્નકૂટ દર્શન યોજે છે

- પ્રસંગપટ

- શ્રીકૃષ્ણએ સાત દિવસ ભૂખ્યા રહીને ગોવર્ધન પર્વત ઉંચકીને ઇન્દ્રના પ્રકોપ વચ્ચે વ્રજવાસીઓને બચાવ્યા હતા

અન્નકૂટની મોસમ જોવા મળે છે.  હવે અન્નકૂટ માત્ર દેવદિવાળી સુધીજ જોવા મળે છે એવું નથી. ધાર્મિક ઉત્સવોમંા પણ અન્નકૂટનું આયોજન થાય છે. દરેક મંદિરોમાં વિશાળ અન્નકૂટ જોઇને મોંમા પાણી આવી જાય તે સ્વભાવિક છે. ભગવાન સમક્ષ ધરાવાયેલો અન્નકૂટનો પ્રસાદ વધુને વધુ લોકો સુધી પહોંચે એવી ભાવના દરેક મંદિરોની હોય છે. તમામ કૃષ્ણમંદિરો, વૈષ્ણવ સમાજના મંદિરો, સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક ફીરકાઓ વગેરે સાથે સંકળાયેલા મંદિરોમાં અન્નકૂટના આયોજન થયા હતા.

કયા મંદિરનો અન્નકૂટ ભવ્ય છે એવી સ્પર્ધા પણ જોવા મળે છે. ગોવર્ધન પર્વત ઉંચકીને તેની નીચે ગામવાસીઓને શરણું આપીને ઇન્દ્રના તાંડવથી લોકોને બચાવનાર ભગવાન કૃષ્ણની લીલા અપરંપાર છે. તેમનો આભાર વ્યક્ત કરવા છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા હતા તેને અન્નકૂટ કહે છે. 

ગોવર્ધન પર્વતનું પૂજન એ હકીકતે તો પ્રકૃતિનું પૂજન છે. ગોવર્ધનની પૂજાનું મહત્વ જુની પેઢી અને સંતો મહંતો નવી પેઢીને સમજાવી શક્યા નથી એટલે નવા વર્ષે પરંપરાગત રીતે અન્નકૂટના દર્શન યોજાય છે અને લોકો પ્રસાદ આરોગીને સંતુષ્ઠ થાય છે. અન્નકૂટ અને ૫૬ ભોગ વગેરે માત્ર પ્રસાદ ખાઇને સંતોષ લેવાની જરૂર નથી. ભગવાન શ્રી કૃષ્ણએ સાત દિવસ ભૂખ્યા રહીને ગોવર્ધન પર્વત ઉંચકીને ઇન્દ્રના પ્રકોપ વચ્ચે વ્રજવાસીઓને બચાવ્યા હતા. પૌરાણિક કથા અનુસાર જશોદા મૈયા તેમના પુત્રને દિવસમાં આંઠ વાર ભોજન આપતા હતા. એટલે ૫૬ (૭ઠ૮-૫૬)ભોગ ધરાવાયા હતા. 

અન્નકૂટનું માર્કેટીંગ થાય છે કેમકે તેને પ્રસાદના રૂપે લોકોને આપી શકાય છે. અન્નકૂટના આયોજનને ઝીણવટથી ચકાસશો તો ખ્યાલ આવશે કે તેનાથી સંપર્કો વધે છે અને મજબૂત થાય છે. મોટા મંદિરોનું વિશષ મિડીયા નેટવર્ક હોય છે. મંદિરોના ઉત્સવો અને ધાર્મિક સંબોધનો વગેરેને તે પ્રચાર પ્રસાર કરતા હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાય મિડીયા નેટવર્ક ઉભું કરવામાં સફળ થયું છે. ટૂંકમાં મંદિરોના વિકાસ માટે તેનો પ્રચાર પ્રસાર જરૂરી હોય છે.

શ્રધ્ધાળુઓની ભાવનાને આવા પૈસાથી મળતા પ્રસાદથી ઠેસ પહોંચે છે. પરંતુ હવે દરેક મંદિરો અન્નકૂટનો પ્રસાદ મંદિરના વિકાસમાં વારે તહેવારે મદદ કરનાર તેમજ શહેરના અગ્રણીઓને તેમજ રાજકીય નેતાઓને પહોંચાડાય છે. 

મોટા મંદિરોમાં અન્નકૂટનો વિશેષ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હોય છે. જેમાં યજમાનો મારફતે આરતી-પૂજા વગેરેનું આયોજન થાય છે.  ટાઉન લેવલે તેમજ મોટા શહેરોના સોસાયટી વિસ્તારોમા ગણપતિ મહોત્સવ વખતે પણ ભગવાનને અન્નકૂટ ધરાવાય છે અને પછી સોસાયટીના સભ્યો રાઉન્ડમાં બેસીને તે આરોગે છે. જેમાં દરેક ઘરમાંથી એક એક વાનગી મંગાવાય છે. શ્રધ્ધાળુઓ જ્યારે પ્રસાદને ભેગા થઇને આરોગે છે ત્યારે તેમનામાં સંઘભાવના વધે છે.

સોસાયટીઓ અને ફ્લેટમાં આવેલા મંદિરોમાં સરળ અન્નકૂટ યોજાય છે. જેમાં દરેક પોતાની ઇચ્છા શક્તિ અનુસાર પોતાના ઘેરથી કોઇ વાનગી લઇને આવે છે. બધી વાનગીને ભગવાન સમક્ષ ગોઠવીને આરતી કરાય છે અને પછી તેનું વિતરણ કરવામાં આવે છે.

મંદિરોમાં અન્નકૂટનું વિશેષ બજેટ રાખવામાં આવે છે. અન્નકૂટનું પર્વ એ શીખવાડે છે કે જે આપણું કામ કરે અને નવું જીવન બક્ષે તેને અન્નકૂટ સમાન પ્રસાદ ધરાવીને સંતુષ્ઠ કરવા જોઇએ. દરેક તહેવારમાંથી ધાર્મિક ભાવના શીખવાની જરૂરછે. પ્રકૃતિના પૂજનનું વિશેષ મહત્વ આપણે ત્યાં  ઉભું થઇ શક્યું નથી. પર્વત, નદી, વક્ષો,વાયુ વગેરે પ્રકૃતિના પાયામાં ઉભેલા છે. તેમનું પૂજન એ ગોવર્ધનના પૂજન સમાન છે. વૃક્ષો કાપનારા કે નદીઓને પ્રદૂષિત કરનારાઓને ગોવર્ધન પૂજાનો અર્થ સમજવાની જરૂર છે.

Prasangpat

Google NewsGoogle News