Get The App

ડોક્ટરની સલાહ વગર આડેધડ ગુણવત્તા વિહોણી દવા લેતા પહેલાં સાવધાન

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
ડોક્ટરની સલાહ વગર આડેધડ ગુણવત્તા વિહોણી દવા લેતા પહેલાં સાવધાન 1 - image


- 53 દવાઓ ગુણવત્તાના માપદંડમાં નિષ્ફળ

- પ્રસંગપટ

- સામાન્ય તાવ કે એલર્જી માટે લોકો પોતે ડોક્ટર બની જતા હોય છે જે જીવલેણ સાબિત થઇ શકે છે..

વર્ષોથી મેડિકલ સ્ટેાર્સમાં ખુલ્લેઆમ વેચાતી પેરાસિટામોલ સહિતના ૫૩ દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ ગઇ હોવાના રિપોર્ટ ચોંકાવનારા છે. જ ેદવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ ગઇ છે તેમાં કેલ્શિયમ, વિટામીન ડી-થ્રી કેટલીક એન્ટીબાયોટીક્સ, હાઇ બ્લડપ્રેશર અને ડાયાબીટીસ મટાડવા વપરાતી દવાઓનો પણ સમાવેશ થાય છે. સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન(ભઘજીર્ભં) ક્વોલિટી ટેસ્ટમાં ફેલ ગયેલા ડ્રગ્સની યાદી બહાર પાડી છે.

ક્વોલિટી ટેસ્ટમાં જ્યારે કોઇ દવા ફેલ જાય એનો અર્થ એ થયો કે તે જે રોગ માટે લેવાય છે તેના પર અસર કરી શકતી નથી. તેની કોઇ ગુણવત્તા નથી. શરીરમાંના જે બેક્ટેરીયા કે વાઇરસને ખતમ કરવા લેવાયેલી આવી દવા અસર વિહોણી રહે છે.  આવી ગુણવત્તા વિહોણી દવા એ માત્ર બિન ઉપયોગી પાવડર બની જાય છે જે શરીરને નુકશાન કરી શકે છે. પેરાસિટામોલ તાવ માટેની ટેબલ્ટ છે જે ધૂમ વેચાય છે. આજકાલ જ્યારે વાઇરસ ઇન્ફેક્શનનું જોર છે ત્યારે લોકો હાલતાં ચાલતાં પેરાસીટામોલ લેતા હોય છે. 

ફેમિલીમાં લોકોને કેટલીક ઘરેલું દવાઓના નામ મોઢેે થઇ ગયા છે. લોકો તાવની, દુખાવાની, ઉલટીની વગેરેની ગોળીઓ ઘરમાં અને પ્રવાસમાં રાખતા હોય છે.ઓફિસોમાં પણ લોકો પેરાસિટામોલ અને શરદીની દવાનો સ્ટેાક રાખતા હોય છે. લોકો પણ જાહેરમાં દવાઓ લેવાની વાતો છૂટથી કરતા હોય છે. આવી છૂટથી લેવાતી દવાઓ જો ક્વોલિટી ટેસ્ટમાં ફેલ જાય તો  જેણે તેનો ઉપયોગ કર્યો હોય તેનું શું? આવી ટેબલ્ટના સ્ટોકનું શું? આ . પ્રશ્નનો જવાબ ક્વોલિટી ટેસ્ટ કરીને તેને અયોગ્ય જાહેર કરનારા પાસે પણ નથી. પેરાસિટામોલ એ તાવ મટાડવા માટેની ગોળી છે તે દરેક જાણે છે. કોરોના કાળમાં ડોલો ટેબ્લેટ લેવાની લોકો સલાહ આપતા હતા. ડોલો એ પેરાસિટામોલ છે. પરંતુ તે બ્રાન્ડના નામથી વેચાય છે.

સેલ્ફ મેડિકામેન્ટનું જોર આપણા દેશમાં એટલું મોટા પાયે છે તેના કારણે  સામાન્ય તાવ કે વાઇરલ ઇન્ફેક્શનને કોઇ ગણકારતું નથી અને સીધાજ મેડિકલ સ્ટોર્સ પર જઇને દવા ખરીદી લે છે. સામાન્ય તાવ કે એલર્જી માટે લોકો પોતેજ ડોક્ટર બની જતા હોય છે જે જીવલેણ સાબિત થઇ શકે છે. મોટા દેશોમાં જતા ભારતીયો પ્રવાસમાં સાથે રોજીંદી જરૂરીયાતની દવાઓ લેતા જાય છે. આપણે ત્યાં અહીં શહેર કે ગામડાની કોઇ પણ દવાની દુકાનમાં ડાયરીયા (ઝાડા ) બંધ કરવાની ગોળી આસાનીથી મળી જાય છે જ્યારે વિદેશમાં ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકામાં ડોક્ટરના પ્રિસક્રીપશન વગર એક પણ દવા નથી મળતી તેમાંય એન્ટીબાયોટીક્સ મેળવવા તો ફાંફા મારવા પડે એવો ધાટ હોય છે.

સેલ્ફ મેડિકામેન્ટ એટલેકે જાતેજ કઇ દવા લેવી તે નક્કી કરવું. લોકો જાતેજ દવાઓ એટલા માટે લેતા થયા છે કે આવી દવાઓ મેડિકલ સ્ટોર્સમાં આસાનીથી મળી રહે છે. મેડિકલ સ્ટોર્સવાળા પણ ડોક્ટરની ભૂમિકા ભજવતા જોવા મળે છે. સેલ્ફ મેડિકામેન્ટનો કોન્સેપ્ટ પ્રચલિત એેટલા માટે થયો છે કે લોકો પાસે ડોક્ટર પાસે જવાનો ટાઇમ નથી અને ડોક્ટરો દરેક સમયે ઉપસ્થિત નથી હોતા. જ્યારે મેડિકલ સ્ટોર્સ પર પ્રતિબંધીત દવાઓ પણ મળી જાય છે. જ્યારે કોઇ દવા ક્વેલિટી ટેસ્ટમાં ફેલ જાય ત્યારે તને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવા સાથે સરખાવી શકાય.  ભારતમાં બનતી દવાઓ વૈશ્વિક તખ્તા પર અનેકવાર બદનામી અપાવી ચૂકી છે. જેમકે ક્યારેક કફ સિરપની બેચ કેન્સલ થાય છેે તો ક્યારેક આઇડ્રોપની બેચ કેન્સલ થાય છે. આવી ધટનાઓના કારણે ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે ભારતની ઇમેજ બગડતી હોય છે.

સેેલ્ફ મેડિકામેન્ટ બહુ જોખમી બાબત છે. શરીરને ક્યા તત્વની એલર્જી છે અને કઇ દવાની એલર્જી છે તે જોયા જાણ્યા વિના સીધીજ દવા લઇ લેવી તે બહુ જોખમ કારક બની રહે છે. 

એક તરફ પોતાની જાતેજ તાવ જેવા રોગની દવા ખરીદતા લોકો છે તો બીજી તરફ મેડિકલ સ્ટોર્સના કાઉન્ટર પર આસાનીથી ખરીદી શકાય એવી ગુણવત્તા વિહોણી પેરાસિટામોલ જેવી દવાઓ છે. આરોગ્ય ક્ષેત્રે લોકો જોખમ પર સવારી કરી રહ્યા છે. પોતાની મેળેજ દવા લેવી કે તે સંદર્ભે કોઇને સલાહ આપવી બંને બાબતથી દુર રહેવું જરૂરી છે. મેડિકલ જગતે સેલ્ફ મેડિકામેન્ટ સામે ઝુંબેશ શરૂ કરવાની જરૂર છે.

Prasangpat

Google NewsGoogle News