શહેરોમાં સીસીટીવી હોવા છતાં કારચોરો બિન્દાસ્ત બની ગયા છે

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
શહેરોમાં સીસીટીવી હોવા છતાં કારચોરો બિન્દાસ્ત બની ગયા છે 1 - image


- ભારતમાં ચોરાતી કાર પૈકી 80 ટકા દિલ્હીની હોય છે

- પ્રસંગપટ

- ચોરાતી કાર પૈકી સૌથી વધુ કાર મારૂતિ સુઝૂકીની વેગન આર,મારૂતિ સ્વિફ્ટ હોય છે

વાહનોની ચોરી આપણે ત્યાં સામાન્ય બનતી જાય છે. વાહન ચોરોની નજર જુના વહાનોના બદલે નવા વાહનો પર વધુ હોય છે. વાહન ચોરો માટે નવા વાહનો વેચવા બહુ આસાન હોય છે. અનેક કિસ્સામાં પોલીસ એમ કહે છે કે વાહન જુનું હશે અને જો બે દિવસમાં ના મળે તો તેને ભૂલી જવાનું કેમકે તેના પાર્ટને ભઠ્ઠીમાં નાખીને ઓગાળી નાખવામાં આવે છે. એક અહેવાલ અનુસાર દિલ્હીમાં ૧૪ મિનિટમાં એક વાહન ચોરાય છે. ૨૦૨૨ની સરખાણીમાં ૨૦૨૩માં વાહનચોરીની ધટનામાં અઢી ગણો વધારો થયો હતો.

પહેલાં લોકો બહાર ગામ જાય તો નજીકના પાડોશીને એમ કહેતા હતા કે મારા ઘર પર ધ્યાન રાખજો પરંતુ હવે કહે છે કે ઘર અને ગાડી બંનેનું ધ્યાન રાખજો. જો તમે ગાડી પાર્કીંગ સિવાયના સ્થળ પર મુકી હોય તો ત્યાં આંટા મારતા વાહનચોર ગમે ત્યારે ત્રાટકી શકે છે. પોલીસો માને છે કે ચાર રસ્તા જેવા સ્થળે કે અન્ય બિઝી રોડ પર બેઠેલા ફેરિયાઓ રોડ પર પાર્ક કરેલી અને લાંબો સમય પડી રહેલી કારની માહિતી કારચોરને મોકલતા હોય છે. 

કારચોર બહુ ઓછો સમયમાં તેની કળા કરીને કાર ઉઠાવી લે છે. પોલીસનું ધ્યાન ભાગ્યેજ આવા ચોરો તરફ જાય છે. જેમ ફેરિયા કારચોરને રીંગ મારે છે એમ કદાચ કાર ચોર પણ સ્થળ પરના પોલીસવાળાને રીંગ મારતો હશે કે હમણાં દિશામાં રાઉન્ડ ના મારતા. જ્યારે કાર ચોરાય છે ત્યારે તેનો માલિક રઘવાયો બનીને એમ તેમ લોકોને ફોન કર્યા કરે છે. પરંતુ જો પોલીસ રસ લે તોજ કાર ચોર સુધી પહોંચી શકાય છે.

દરેક પોતાની કારને સાચવે છે પરંતુ ઉતાવળમાં તે કારનું પાર્કીંગ નિયમ વિરૂધ્ધનું કરે છે. તેમને એ ખબર નથી હોતી કે વાહન ચોરો બહુ સક્રિય હોય છે. જેમ દિલ્હીમાં વાહનચોરોના રફડો છે એમ ચેન્નાઇમાં પણ હોય છે.

શહેરોમાં ઢગલાં બંધ સીસીટીવી મુક્યા હોવા છતાં વાહન ચોર ભાગ્યેજ પકડાય છે. વાહન ચોરીને ગણત્રીની મિનિટોમાં અદ્રશ્ય થઇ શકતો વાહન ચોર ચોરેલી ગાડીને ખરીદનારા સુધી પહોંચાડી દે છે. ૨૦૨૩ના એક આંકડા પર નજર કરીએ તો ભારતમાં ચોરાતી કાર પૈકી ૮૦ ટકા તો દિલ્હીની હોય છે. કાર ચોરીનો વિમો પણ હોઇ કારના માલિકને થોડી રાહત રહે છે પરંતુ બીજી કાર ના લે ત્યાં સુધી ઓટોમાં ફરવું પડે છે. 

ચેન્નાઇમાં પણ કાર ચોરો બહુ બિન્દાસ રહીને ચોરી કરે છે. ચેન્નાઇમાં  કાર ચોરીની સંખ્યા પાંચ ટકા હતી જે ૨૦૨૨માં ૧૦ ટકા પર પહોંચી ગઇ હતી. એક અહેવાલ પ્રમાણે ચોરાતી કાર પૈકી ૮૦ ટકા કાર મારૂતિ સુઝૂકીની હોય છે. ખાસ કરીને વેગન આર,મારૂતિ સ્વિફ્ટ હોય છે.  ત્યારબાદ હૂંંડાઇ ક્રેટા, હૂંડાઇ ગ્રાન્ડ આઇટેનનો સમાવેશ થાય છે.

કાર ચોર પણ આધુનિક બની ગયા છે. નવી આધુનિક કારમાં કાર ચોરીના થાય તે માટેની સેફ્ટીના અનેક પગલાં લેવાયા છે પરંતુ કાર ચોર તે પણ ચોરી લે છે. બારકોડ પર કાર ખુલે તેવી કી-લેસ કાર પણ કારચોર બારકોડનો એસેસ મેળવીને ચોરી લે છે.બેંગલુરૂથી મળતી કેટલીક માહિતી અનુસાર ૨૦૨૩માં આ શહેરમાં કાર કરતાં બાઇક વધુ ચોરાઇ હતી. હિરો સ્પેલન્ડર, હોન્ડા એક્ટિવા, રોયલ એન્ફિલ્ડ, હોન્ડી ડીયો, હિરો પેશન જેવી બાઇક મોટા પાયે 

ખરેખર તો, વાહન ચોરીના આખા નેટવર્કને પકડવાની જરૂર છે. વાહન ચોરી કર્યા પછી તે કયા ગેરેજમાં જાય છે અને આવી ચોરેલી ગાડીઓ કોણ લે છે તેનું આખું માળખું પકડવાની જરૂર છે. જ્યારે બાઇક કે અન્ય ટુ વ્હીલરની ચોરી થાય છે ત્યારે તેને દૂર કોઇ ગામડામાં વેચી મરાય છે અથવા તો તેના મહત્વના મશીનો કાઢીને તેને ગરમ ભઠ્ઠીને હવાલે કરી દેવાય છે.

જ્યારે દર ચાર રસ્તે સીસીટીવી હોવાનો દાવો કરાય છે ત્યારે પણ કાર ચોરો છટકી જાય તે પોલીસ માટે શરમજનક કહી શકાય. જેમની કાર ચોરી થાય છે તે તેને શોધવાના અહીં તહીં પ્રયાસ કરે છે પરંતુ તે બહુ ખાસ ફાવતા નથી. પોલીસ ફરિયાદ કરાયા પછી પણ તેના ભાગે નિરાશા આવે છે.

Prasangpat

Google NewsGoogle News