For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઓનલાઇન સ્ટોક માર્કેટ કૌભાંડમાં પાંચ કરોડ રૂપિયાનો ચૂનો ચોપડાયો

Updated: Apr 25th, 2024

ઓનલાઇન સ્ટોક માર્કેટ કૌભાંડમાં પાંચ કરોડ રૂપિયાનો ચૂનો ચોપડાયો

- અજાણી લિન્કને ડાઉનલોડ કરવાનું રહેવા દો

- બે વિષયોની જાહેરાતો સૌથી વધુ આવે છે. એક છે, ડાયાબિટીસ ભગાડો અને બીજી છે, શેરબજારમાં નાણાં રોકો

- પ્રસંગપટ

સોશિયલ નેટવર્ક પર બે વિષયોની જાહેરાતો સૌથી વધુ આવે છે. એક છે, ડાયાબીટીસ ભગાડો અને બીજી છે, શેરજારમાં નાણા રોકો ને લાખો કમાઓ.  આ બંને જાહેરાતો છેતરામણી હોય છે. એવી ભ્રમણા ફેલાવવામાં આવે છેે કે તમારો ડાયાબિટીસ ચપટીમાં કાબુમાં આવી જશે, અને શેરબજારમાં રોકાણની લાલચ આપનારા કહે છે કે તમારો પૈસો ઘેર બેઠા ડબલ થઇ જશે.

સુગર નિયંત્રણ કરવા માગતા ડાયાબિટીસના દર્દીઓ આવી ઓનલાઇન જાહેરાતો ખાસ જુએ છે. તેઓ આડીટેઢી દવા લઇને સુગરનું બેલેન્સ બગાડી નાખે છે. એવી જ રીતે રાતોરાત લખપતિ બનવા મથતા લોકો શેરબજારમાં રોકાણની લાલચમાં ફસાય છે. એક જાહેરાત શરીર બગાડે છે, તો બીજી પૈસેટકે પાયમાલ કરી નાખે છે.

 શેરબજારમાં ઓનલાઇન છેતરનારા તમામ કૌભાંડકારી ખુદને 'સેબી એપ્રૂવ્ડ' ગણાવીને લોકોને ફસાવે છે.  શેરબજારમાં લખપતિ બનાવવાની લાલચ આપતી જાહેરાતો સામે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ પગલાં ભરવા જોઇએ. એવી જ રીતે, ડાયાબિટીસની ભ્રામક જાહેરાતો સામે મેડિકલ કાઉન્સિલે પગલાં લેવાં જોઇએ. તમામ ડાયાબિટોલોજીસ્ટો ચેતવણી આપે છે કે કોઇ પણ ભ્રામક જાહેરાતોમાં સપડાતા નહીં, તેનાથી ઊલટાનું તમારું બ્લડ સુગર વધી શકે છે. 

સોશિયલ નેટવર્કનો પ્રભાવ વધવાની સાથે ઓનલાઇન આંબળી-પીપળી બતાવનારા પણ વધ્યા છે. શેરબજારમાં નાણાં રોકીને તગડી રકમ કમાવવાની લાલચ તાજેતરમાં બેંગલુરૂના એક બિઝનેસમેનને ભારે પડી હતી. એમણે પાંચ કરોડ રૂપિયા ગુમાવ્યા પડયા. આ કમનસીબ કિસ્સો સમાચાર-માધ્યમોમાં ચમકી રહ્યો છે.

સોશિયલ નેટવર્ક પર સર્ફીંગ કરતાં કરતાં બેંગલુરૂનો એક બિઝનેસમેન સ્ટોક ઇન્વેસ્ટમેન્ટમાં એવો ફસાયો કે એમણે પાંચ કરોડ રૂપિયાનું નાહી નાખવું પડયું છે. સિલસિલાની શરૂઆત ૧૧ માર્ચે થઈ હતી. એને એક મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું હતું. તેમાં ૧૬૦ સભ્યો હતા. એક અલાયદું વોટ્સએપ ગુ્રપ બનાવવામાં આવ્યું હતું, જેનું નામ રૂ-૫ ઈપીિ ર્ભિી ખૈહચહબૈચન ન્ીચગીિ હતું.

શરૂઆતમાં આ વેપારીએ બહુ ધ્યાન નહોતું આપ્યું, પરંતુ તેને વારંવાર ઓનલાઇન કહેવાતું રહ્યું કે આવી તક વારંવાર નથી આવતી. એ જરા પલળ્યો અને પૈસા રોકવા માટે તૈયાર થઈ ગયો. તરત એને પૈસા ટ્રાન્સફર કરવા માટે એને વિવિધ બેંક એકાઉન્ટ્સની વિગતો મોકલવામાં આવી. ૧૧ માર્ચથી ૨ એપ્રિલ સુધી તેણે કુલ પાંચ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પછી એને અમુક રકમની જરૂર કરતાં આ એપ્લિકેશન દ્વારા જમા કરાવેલી રકમમાંથી કેટલીક રાશિ પાછી માગી. એને ધડ્ કરતાં ના પાડી દેવામાં આવી. પોતે જ રોકેલા પૈસા પાછા આપવાની ના પાડી એટલે બિઝનેસમેનને શંકા ગઇ. એણે નોંધ્યું કે તેની પાસે વિવિધ કંપનીઓમાં રોકાણ કરાવાયું હતું. બજાર તૂટેલું હોય તો પણ તેના એકાઉન્ટમાં પ્રોફિટ જમા થયેલું દેખાડવામાં આવ્યું હતું.  આ બાવન વર્ષીય બિઝનેસમેનને ફસાવનારાએ એવી જાળ બિછાવી હતી કે વધુ ને વધુ કમાવાની લાલચમાં એ ફસાતો ગયો ને અંતે પોતે મૂરખ બન્યો છે તેની જાણ થતાં પોલીસ પાસે ગયો.

ઓનલાઇન છેતરપીંડી કરનારાઓથી  કેવી રીતે દૂર રહેવું તેની સલાહો સોશિયલ નેટવર્ક પર, સમાચાર માધ્યમો મારફતે તેમજ પોલીસ તંત્ર મારફતે વારંવાર જણાવાય છે, પરંતુ તોય પૂરેપૂરી જાગૃતિ આવતી નથી. કવિ અખો કહે છે ને કે  કથા સૂણી ફૂટયા કાન તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાાન. આ વાત ઓનલાઇન છેતરાતા લોકોને એકદમ બંધ બેસે છે. 

તમને વોટ્સએપ, ઇમેઇલ કે એસએમએસમાં મળતી કોઈ પણ અજાણી લિન્કને ડાઉનલોડ ન કરવી.  રાતોરાત વગર મહેનતે લખપતિ બનવાની લાલચ છોડી દેવી. ધારો કે ભૂલેચુકેય તમે લિન્ક ડાઉનલોડ કરી લીધી, તો પણ એકાદ ડીલીંગ પછી તો ખ્યાલ આવી જવો જોઇએ કે તમે ફ્રોડના હાથમાં રમી રહ્યા છો. તે જ તબક્કે સાયબર પોલીસ પાસે જઈને ફરિયાદ નોંધાવવી જોઇએ.

અલબત્ત, સાયબર પોલીસની કેટલીક મર્યાદા છે. ફ્રોડ કરનારા શિડયુલ બેંકના કોઇ ખાતામાં પૈસા જમા કરાવડાવે છે. જરૂર પડયે જે-તે બેંકે આ ખાતાની વિગતો જાહેર કરવી જોઇએ. બેંકો નવાં ખાતાં ખોલતી વખતે થોડી જાગૃતિ બતાવે તો ઘણા લોકો છેતરાતા બચી શકે છે.

Gujarat