તહેવારોમાં સાયબર ગુનેગારોને તેજીઃ સર્ફીંગ કરનારા ફસાય છે
- સર્ફીંગ કરનારનું બેધ્યાન અને સાયબર ક્રિમિનલ
- પ્રસંગપટ
- વિશીંગ યુ હેપ્પી દિવાલીના બદલે ફિશીંગ યુ હેપ્પી દિવાલી કહેવાની જરૂર છે
દિવાળીના તહેવારોનો માહોલ જામેલો છે. લોકો દિવાળીની ચીજોની ખરીદી ઓનલાઇન કરતા થયા છે. દિવાળીના તહેવારોમાં પોતાના માટે કે અન્ય માટે ગિફ્ટ આઇટમો શોધનારાને એ ખબર હોવી જોઇએ કેે હેકર્સ માટે પણ દિવાળીના તહેવારો તગડી મોસમ લઇને આવ્યા છે. સાયબર ક્રિમિનલ્સ પણ પોતાની જાળ બિછાવીને બેઠા હોય છે. સર્ફીંગ કરનારની નાની ભૂલ તેની દિવાળી બગાડી શકે છે. લોકો સર્ફીંગ કરતી વખતે પોતાને જોઇતી મૂળ ચીજની શોધ કરતાં કરતાં અન્ય દિશામાં જેવીકે ડેટીંગ સાઇટ કે સેકસી સીન તરફ ખેંચાઇ જતા હોય છે. કોઇ શેરબજારના રોકાણના પ્રલોભનોમાં ફસાય છે તો કોઇ એકના ડબલ કરવાની સ્કીમના ટ્રેપમાં ફસાય છે.
સર્ફીંગ કરનારા સાવ અજાણી સાઇટ પર રજીસ્ટ્રેશન કરવામાં ઉતાવળ બતાવતા હોય છે. તેમજ ફોન નંબર અને ઇમેલ આઇડી પણ જોયા જાણ્યા વિના આપતા હોય છે. સાયબર ક્રમિનલ માટે ઇમેલ આઇડી અને ફોન નંબર મહત્વના શસ્ત્ર સમાન હોય છે. સર્ફીંગ કરનાર સર્ફીંગ કરતી વખતે બેધ્યાન થઇ જાય છે. કોમ્પ્યુટર પર રોજ કામ કરતાં લોકો પણ બેધ્યાન થયાનો અનુભવ કરી ચૂક્યા છે. સર્ફીંગ કરનારનું બેધ્યાન તેને સીધોજ સાયબર ક્રિમિનલના ટ્રેપમાં ફસાવી દે છે. હવે તો આર્ટિફિશ્યલ ઇન્ટેેલીજન્સ અને મશીન લર્નીંગની દિશામાં રોજ નવાં સંશોધનો થઇ રહ્યા છે તેનો ઉપયાગે કરવામાં સાયબર ક્રિમિનલ્સ પાવરધા બની ગયા છે.
વિશીંગ યુ હેપ્પી દિવાલીના બદલે ફિશીંગ યુ હેપ્પી દિવાલી કહેવાની જરૂર છે. ઉત્સવોના સમયમાં ફિશીંગ એટેકમાં ૨૫ ટકાનો વધારો જોેવા મળે છે. વિવિધ વેબસાઇટો એઆઇ આધારિત ટેકનોલોજી તેમજ ડીપફેક ટેકનોલોજીના ઉપયોગથી સર્ફીંગ કરનારની લાલચ સેક્સ તરફની છે કે રાતોરાત પૈસા કમાવવાની છે તે જાણી શકે છે. સર્ફીંગ કરનારાની સેન્સ સાયબર ક્રિમિનલ તરત જ જકડી લે છે અને તે સર્ફીંગ કરનારના મગજ તેમજ કોમ્પયુટર પર કબજો જમાવી દે છે.
સર્ફીંગ કરનારાઓને આ કોલમ મારફતે વારંવાર ચેતવવામાં આવે છે કે સર્ફીંગ કરતી વખતે બેધ્યાન ના રહેા. સર્ફીંગ કરનારાઓેએ તેમની લોગીન ડીટેલ, બેંક ડીટેલ, વન ટાઇમ પાસવર્ડ વગેરે કોઇને પણ આપવાથી ચેતવું જોઇએ.
અહીં મહત્વની વાત એ પણ છે કે જેમ સર્ફીંગ કરનારા જાગૃત બન્યા છે એમ હવે સાયબર ગુનેગારો પણ વધુ ચાલાક બન્યા છે અને લોકોને ટ્રેપમાં લેવાની નવી સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે. જેમાં એઆઇનો સમાવેશ થાય છે. ડેટા પોઇન્ટસ પણ મહત્વનો મુદ્દો બની રહ્યો છે. સાયબર ક્રિમિનલ એઆઇનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારથી વધુ સર્ફીંગ કરનારા ટ્રેપમાં ફસાવવા લાગ્યા છે.
એઆઇ અને મશીન લર્નીંગના કારણે ફ્રોડ કરનારા ખોટી વેબસાઇટો ઉભી કરી શકે છે અને ફીશીંગ ઇમેલનો મારો અસરકારક રીતે ચલાવી શકે છે. ઇકોમર્સ અને ટ્રાવેલ્સની ખોટી વેબસાઇટો ઉભી કરીને ફિશીંગ કરનારા ત્રાટકતા હોય છે. સર્ફીંગ કરનારા વધુ માહિતી મેળવવા જેવો ઇમેલ આઈડી સાઇટ પર લખે છે કે તે ફસાયો એમ સમજી લેવાનું હોય છે.
ઉદાહરણ તરીકે વેકેશનમાં વૈશ્નોદેવી જવા સર્ફીંગ કરનારને સસ્તી ટીકીટનું પ્રલોભન મેળવવા સાઇટ પર પોતાનો ઇમેલ આઈડી લખીને લેટેસ્ટ અપડેટ મેળવવા પ્રયાસ કરે છે. પરંતુ તે અપડેટ માટે નથી હોતું પણ સર્ફીંગ કરનારને ફસાવવા માટે હોય છે.