Get The App

પાકિસ્તાન સામે ચાલીને બાંગ્લાદેશ સાથે સંબંધો વધારવા પ્રયાસ કરે છે

Updated: Apr 23rd, 2025

GS TEAM


Google News
Google News
પાકિસ્તાન સામે ચાલીને બાંગ્લાદેશ સાથે સંબંધો વધારવા પ્રયાસ કરે છે 1 - image


- લઘુમતીઓ પર થતા આક્રમણોથી ભારત ચિંતિત

- પ્રસંગપટ

- 27 એપ્રિલે બાગ્લાદેશ પહોંચનાર પાકિસ્તાનના નાયબ વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારી 

બાંગ્લાદેશ હવે પાકિસ્તાનની કઠપુતળી બવા જઇ કહ્યું છે.  આજથી ચાર દિવસ પછી ૨૭ એપ્રિલે  પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન બાંગ્લાદેશ પહોંચશે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારી થઇ રહી છે. રાજકારણમાં એમ કહેવાય છે કે અહીં કોઇ કાયમી દોસ્ત કે દુુશ્મન નથી એવું વૈશ્વિત સ્તરે બે દેશોના સંબંધોમાં પણ છે. તેનું લેટેસ્ટ ઉદાહરણ બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વધતા સંબંધો છે. જે બાંગ્લા દેશ પર પાકિસ્તાને અત્યાચારનો કોરડો આંઠ આંઠ મહિનાઓ સુધી વિંઝ્યો હતો તે બાંગ્લાદેશ હવે પાકિસ્તાન સાથે હાથ મિલાવવા થગનનગી રહ્યું છે.

મુજીબર રહેમાને અલગ બાંગ્લાદેશની રચના માટે લોહી રેડયું હતું પરંતુ તેમને હવે કોઇ યાદ નથી કરતું અને તેમની પ્રતિમાઓને ઉખાડીને ફેંકી દેવાઇ છે. બાંગ્લાદેશની આઝાદી માટે લડનાર જુની પઢી લગભગ આથમી ગઇ છે. તેમનું સાંભળનાર કોઇ નથી.

 પાકિસ્તાનના લશ્કરે બાગ્લાદેશમાં કરેલા અત્યાચારોને ઓપરેશન સર્ચ લાઇટ કરીકે ઓળખાય છે. એક અહેવાલ અનુસાર તેમાં ૪૦ લાખ લોકોના હત્યા કરાઇ હતી અને ૧૦ લાખ સ્ત્રીઓ પર બળાત્કાર કરાયો હતો. બાંગ્લાદેશના પીડીતોના ડૂંસકાં આખા વિશ્વએ સાંભળ્યા હતા. ભારતે અણીના સમયે બાંગ્લાદેશને સહાય કરી હતી.

આજે સ્થિતિ એ છે કે બાંગ્લાદેશ કટ્ટરપંથીઓના હાથમાં આવી ગયું છે ્અને તેમના વડા મોહમ્મદ યુનુસનું ક્યાંતો કશું ચાલતું નથી કે તે ચીનના હાથનું રમકડું બની ગયા છે. પાકિસ્તાન સામે ચાલીને બાંગ્લાદેશ સાથે સંબંધો વધારવા મથે છે. બાંગ્લાદેશની આઝાદીની લડતને બચાવવા પાકિસ્તાનના લશકરે કરેલા અત્યાચાર માફ થઇ શકે એમ નથી. પાકિસ્તાનના વિદેશ સચિવ તેમના ડેલિગેશન સાથે બાંગ્લાદેશ ગયા ત્યારે બાંગ્લાદેશે તેમને બહુ ભાવ નહોતો આપ્યો અને બાગ્લાદેશ પર કરાયેલા અત્યાચારની માફી માંગવા કહેયું હતું અને પાકિસ્તાન પાસે લેવાના નીકળતા ૪.૩૨ અબજ ડોલરની પણ માંગણી કરી હતી.

હવે ૨૭ એપ્રિલે જ્યારે પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન બાંગ્લાદેશ જશે ત્યારે તેમની પાસે બાંગ્લાદેશના શાસકો કોઇ જુની વાત નહીં ઉક્લે કે બાકીના નાણા નહીં માંગે તેવી ખાત્રી ચીન મારફતે પાકિસ્તાનને મળી છે. પાક્સ્તિાન દેવાળીયો દેશ છે. બાંગ્લાદેશ પણ દેવાળીયો દેશ છે. આ બંને દેવાળીયા દેશ ભેગા થઇને ભારતની ટીકા કરી શકે છે. ભારતે કરેલી પ્રગતિ સામે આ બંનેની વૈશ્વિક તખ્તા પર કોઇ કિંમત નથી. ભારત બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓની હત્યા બાબતે વારંવાર બાંગ્લાદેશના શાસકો સમક્ષ પોતાનો વિરોધ નોંધાવે છે.

ભારતના લોકો પણ બાંગ્લાદેશમાં ચાલતી હિન્દુઓની કત્લેઆમ સામે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. ભારતના લોકો બાંગ્લાદેશ અને પ.બંગાળ એમ બંનેમાં લઘુમતીઓ પર થતા આક્રમણોથી બહુ ચિંતિત છે. ભારતનો એક પાડોશી એવો બાંગ્લાદેશ બિઝનેસ રીલેશેન્સમાં સારો સંબંધ રાખતો દેશ હતો. પાકિસ્તાન અને ચીન જાની દુશ્મન સમાન દેશો હતા હવે તે યાદીમાં બાગ્લાદેશ પણ જોડાયો છે. પાકિસ્તાન બાંગ્લાદેશ સાથે સંબંધો બાંધવા ઉત્સુક હોવા પાછળનું મુખ્ય કારણ ચીન છે. આ બંને દેવાળીયા દેશોને આર્થિક મદદ કરીને ચીન  સરહદી પટ્ટા પર પોતાનું સ્થાન મજૂત કરવા માંગે છે. ભારત વિરોધી આ બંને દેશોને ચીન સહાય કરીને તેમને ભારત વિરોધી એજન્ડામાં સામેલ કરી શકે છે. કહે છે કે ભારત સામે બાંયો ચઢાવવાનું બાંગ્લેદેશને ભારે પડી શકે છે.

Tags :