For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુગલનો પ્રોજેક્ટ નિમ્બસ જોખમી 28 વિરોધી કર્મચારીઓને પાણીચુંં

Updated: Apr 19th, 2024

ગુગલનો પ્રોજેક્ટ નિમ્બસ જોખમી 28 વિરોધી કર્મચારીઓને પાણીચુંં

- પ્રોજેક્ટ નિમ્બસ ઇઝરાયલને વધુ તાકાતવાન બનાવે છે

- પ્રસંગપટ

- આઠ કલાક સુધી કર્મચારીઓએ દેખાવો કર્યા હતા અને ગુગલ ક્લાઉડના સીઇઓ થોમસ કુરીયનને બાનમાં લીધા હતા

ઇઝરાયલ સાથેનો ૧.૨ અબજ ડોલરનો પ્રોજક્ટ નિમ્બસ  રદ કરવા માટે આંદોલન કરી રહેલા કેટલાક કર્મચારીઓ પૈકી ૨૮ને ગુગલે પાણીચું આપી દીધું છે. ઇઝરાયલને મદદ કરવાનો વિરોધ ગુગલ જેવી કંપનીમાંથી ઉઠે તે ઘટના તરત ધ્યાન ખેંચે એવી છે.ગુગલ તો પ્રાઇવેટ કંપની છે. ઇઝરાયલ અને એમેઝોન વચ્ચે પ્રોેજેક્ટ નિમ્બસ  માટે ૧.૨ અબજ ડોલરનો કરાર કર્યો છે, જેમાં ગુગલ પણ સાથીદાર છે. કંપનીના કેટલાક કર્મચારીઓેએ નિમ્બસનો વિરોધ કર્યો છે, કેમ કે તે ઇઝરાયલને વધુ તાકાતવાર બનાવે છે.

કંપનીએ કોની સાથે ડીલીંગ કરવું ને કોની સાથે નહીં તે આમ તો કર્મચારીઓના અધિકારક્ષેત્રની બહારની વસ્તુ છે. ગુગલમાં કામ કરતાં ઇઝરાયલ-વિરોધી તત્ત્વોને હકીકતમાં હમાસના સમર્થકો કહી શકાય. ગુગલની કેલિફોર્નિયા અને ન્યૂયોર્ક ખાતેની ઓફિસના કેટલાક કર્મચારીઓેેએ સ્થાનિક બોસને રીતસર બાનમાં લઇને આઠ કલાક દેખાવો કર્યા તેનાથી ગુગલના વહીવટકારો ચોંકી ઉઠયા હતા. નિમ્બસના વિરોધની આગ વધારે ફેલાય તે પહેલાં જ તેમણે કેટલાક કર્મચારીઓની હકાલપટ્ટી કરી નાખી.

આ કર્મચારીઓને જે વાંધો છે તે પ્રોજેક્ટ નિમ્બસ બાબતે છે. વિરોધીઓની નજરે પ્રોજેક્ટ નિમ્બસ બહુ ખતરનાક છે.  તે ઇઝરાયલને લશ્કરનો વહીવટ કેવી રીતે કરવો, ક્યાં આધુનિક શસ્ત્રો વસાવવા અને ભવિષ્યમાં ક્યાં શસ્ત્રોની જરૂર પડશે વગેરે નક્કી કરવામાં મદદ કરે છે.  પ્રોજક્ટ નિમ્બસ હેઠળ ગુગલ ઇઝરાયલને ક્લાઉડ સર્વિસ મારફતે બહુ જોખમી ટેકનોલોજી વેચવા ધારે છે. હકીકતમાં પ્રોજેક્ટ નિમ્બસ  ક્લાઉડ કમ્પ્યુટિંગ આધારીત છે. વિરોધ કરનારા આ રીતે હમાસની આડકતરી તરફેણ કરી રહ્યા હોય એમ લાગે છે.

ગુગલના કર્મચારીઓએ કેલિફોર્નિયાની ઓફિસમાં બે દિવસ અગાઉ ગુગલ ક્લાઉડના સીઇઓ થોમસ કુરીયનને બાનમાં લીધા હતા. આઠ કલાક સુધી આ કર્મચારીઓએ દેખાવો કર્યા હતા. આંદોલન જોકે સાયલન્ટ હતું. આ કર્મચારીઓની માગણી હતી કે ગુગલે ઇઝરાયલની સરકાર સાથે કામ કરવાનું બંધ કરવું જોઇએ. પોતાની માંગણી પૂરી ના થાય ત્યાં સુધી કેટલાક કર્મચારીઓ ખસવા તૈયાર નહોતા. દેખાવકારો સાથેની મંત્રણા નિષ્ફળ જતાં પોલીસ બોલાવવી પડી હતી. કેલિફોર્નિયાની સાથે ગૂગલની ન્યૂયોર્કના ઓફિસના કર્મચારીઓ પણ આ વિરોધમાં જોડાયા હતા. આ ઘટનાએ આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ગુગલના કર્મચારીઓ સામાન્યપણે ખાસ્સા ક્રિયેટિવ હોય છે અને કંપનીને વફાદાર હોય છે.  

આ કર્મચારીઓની ડિમાન્ડ એવી છે કે ગુગલે ઇઝરાયલ સરકાર સાથે ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસ બંધ કરી દેવી જોઇએ. પ્રોજક્ટ નિમ્બસ હેઠળ ગુગલ કંપની ઇઝરાયલની સરકારને ૧.૨ અબજ ડોલરની   આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સર્વિસ પુરી પાડવાની છે.  દેખાવકારોની ડિમાન્ડ એવી પણ છે કે ગુગલે ઇઝરાયલના લશ્કર સાથેના તમામ પ્રકારનો સંબંધો તોડી નાખવા જોઇએ. 

ગુગલના અધિકારીઓએ કહ્યું હતું કે અમે પહેલાં કર્મચારીઓને ેસમજાવ્યા હતા, પરંતુ કેટલાક કર્મચારીઓ વધુ આક્રમક બનીને કંપની પાસેથી સ્પષ્ટતા ંમાગતા હતા.  આંદોલન કરનારાઓ કહે છે કે અમે માનવજાત તરફની નૈતિક ફરજ  બજાવી રહ્યા છીએ. ગુગલ અને એમેઝોનના કર્મચારીઓએ કહ્યું છે કે અમે વિવિધ દેશોમાંથી આવ્યા છીએ, અને અમે માનીએ છીએ કે અમે જે ટેકનોલોજી જાણીએ છીએ તેનો ઉપયોગ માનવજાતના ઉત્કર્ષ માટે થવો જોઇએ. અમારી કંપનીની પ્રોડક્ટ વાપરનારાઓના ઉત્કર્ષનો પણ અમે ખ્યાલ રાખીએ છીયે. આ કંપની ખરેખર તો અમે લોકો ચલાવીએ છીએ  એમ કહી આ કર્મચારીઓ કહે છે કે  લોકોનું હિત જોખમાતું હોય ત્યારે વિરોધ પ્રદર્શિત કરવો તે અમારી નૈતિક ફરજ છે અને અમે આ ફરજનું અમે પાલન કરી રહ્યા છીએ. અમારો આત્મા ડંખી રહ્યો છે એમ કહીને ગુગલ અને એેમેઝોનના કર્મચારીઓએ તેમના માલિકોને પત્ર લખ્યો છે, જેમાં  ગુગલના ૯૦ અને એમેઝોનના ૩૦૦ કર્મચારીઓએે સહી કરી છે. આવી સહી કરનારાઓએ પોતાના નામ છૂપાવી રાખ્યા છે, કેમ કે કંપની તેમને તગેડી મુકી શકે છે. અહીં જાણે કે હમાસ જેવા ખતરનાક ઓર્ગેનાઇઝેશનને બિચારું અને લાચાર ચિતરવાનો આડકતરો પ્રયાસ થયો છે.

Gujarat