For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દુબઇ અલ નીનોની અસર હેઠળ દોઢ વર્ષનો વરસાદ દોઢ કલાકમાં

Updated: Apr 18th, 2024

દુબઇ અલ નીનોની અસર હેઠળ દોઢ વર્ષનો વરસાદ દોઢ કલાકમાં

- ઓમાનમાં પણ પૂરનાં પાણી ભરાયાં

- પ્રસંગપટ

- જે ગુલમર્ગમાં સહેલાણીઓ બર્ફીલી સિઝન માણવા આવતા હોય છે ત્યાં આ વખતે પાણીના ફાંફાં હતા

અલ નીનોની અસર હોય, ગ્લોબલ ર્વોમિંગની અસર હોય કે  વાદળો પર દવા છાંટીને કૃત્રિમ વરસાદ વરસાવવાની અસર હોય, પરંતુ કુદરતી પ્રકોપ જ્યારે વરસાદ બનીને વરસે છે ત્યારે માનવજીવનને સ્તબ્ધ કરી નાખેે છે. દોઢ વર્ષમાં જેટલો વરસાદ પડે એટલો વરસાદ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઇ)ના ઉત્તરીય ભાગમાં તાજેતરમાં એક જ દિવસમાં પડી ગયો છે. એક કલાકના ૫.૭ ઇંચ જેટલા ધોધમાર વરસાદે મુખ્ય હાઇવે અને એરપોર્ટને પાણીથી તરબોળ કરી દીધાં. આપણે જેને વર્ષાતાંડવ કહીએ છીએ એવું તાંડવ રણપ્રદેશ સમાન દુબઇએ જોઈ લીધું.  રણપ્રદેશમાં દોઢ વર્ષનો વરસાદ દોઢ કલાકમાં ખાબક્યો એટલે ગ્લોબલ વોર્મિંગના રક્ષકો ફરી સક્રિય બની ગયા છે. ચારેબાજુ પાણી પાણી જાઇને દુબઇના લોકો હેબતાઇ ગયા છે. જે શહેરમાં પાણીનું એક ટીપું ઘરની બહાર ઢોળાયેલું જોવા મળે તેને દંડ કરાતો હોય ત્યાં પાણીમાં અડધોઅડધ વિસ્તાર ડૂબી ગયો હતો. દુબઇની નજીક આવેલા ઓમાનમાંતો પૂરના પાણીના આતંકમાં ૧૮ લોકો ગુમ થયા છે. યુએઇમાં એમિરેટ ફૂજૈરહ ખાતે ૫.૭ ઇંચ વરસાદ પડયો છે.  

વાચકોને યાદ હશે કે અલ નીનોની હડફેટમાં વર્ષની શરૂઆતમાં ભારતનું ગુલમર્ગ પણ આવી ગયું હતું. જે ગુલમર્ગમાં સહેલાણીઓ બર્ફીલી સિઝન માણવા આવતા હોય છે ત્યાં આ વખતે પાણીના ફાંફા હતા. કાશ્મીરની જે ખીણમાં લોકો સ્કીઇંગ કરતા હતા ત્યાં બધું જ સૂકુંભઠ્ઠ હતું. બર્ફીલી ચાદર જોવા આવેલા લોકો નિરાશ થઈને પાછળ ફર્યા હતા. કાશ્મીરની ખીણ વિસ્તારમાં ૭૯ ટકા ઓછો વરસાદ પડયો હતો.

અચાનક આવતાં કુદરતી તોફાનો પાછળનાં કારણો જાણવા હવામાન વિજ્ઞાાનીઓ પ્રયાસ કરી રહ્યા છે. ૨૦૨૨માં યુએઇમાં સામાન્ય કરતો ઓછો વરસાદ પડયો હતો. છેલ્લા ૨૦ વર્ષમાં ૨૦૨૨માં સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો. આ સમય સૌથી સૂકો કહેવાયો હતો. સતત ગરમીથી ત્રસ્ત દુબઇ એ.સી.માં ધબકતું હોય છે. ગ્લોબલ વોર્મિંગના મુદ્દે વિશ્વે જાગવાની જરૂર છે. વિશ્વ ચિંતિત છે, પરંતુ સમૃધ્ધ દેશો જ સૌથી વધુ કાર્બનનું ઉત્સર્જન કરે છે. અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગની ચર્ચા બહુ લાંબા સમયથી ચાલી આવે છે. સૌ કોઈ સુધરવા માગે છે, પરંતુ પોતાનાથી પહેલાં બીજાઓ સુધરે એમ ઇચ્છે છે. દરકે દેશ ગ્લોબલ વોર્મિંગના સપાટામાં આવી શકે છે. કમોસમી વરસાદ અને તીવ્ર ચક્રવાત વગેરેની અસર વિશ્વના અનેક ભાગોમાં જોવા મળે છે. ક્યારે ક્યો દેશ કુદરતી ફેરફારની અસરમાં આવી જશે તે કહી શકાતું નથી.

  યુએઇમાં ૭૫ વર્ષમાં સૌથી વધુ વરસાદ પડયો છે. યુએઇના ખાતમ-એ -શકલા નામના વિસ્તારમાં તો ૨૪ કલાકમાં ૨૫૪.૮ મિલીમીટર વરસાદ પડયો હતો. યુએઇના સાત એમિરેટ્સ પૈકી દુબઇનો એરપોર્ટ વિસ્તાર એટલો જળબંબાકાર બની ગયો હતો કે ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવી પડી હતી. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી કેટલીક વીડિયા ક્લિપ્સમાં તો વિમાનોનાં પૈંડાં પાણમાં ગરકાવ થયેલાં દેખાય છે.  

  યુએઇ અરેબિયન દ્વીપકલ્પ પર આવેલો છે.આ સાવ સૂકા પ્રદેશ ગણાય છે. ત્યાંનુ હવામાન સતત ગરમ રહે છે. જે દુબઇની સિસ્ટમ અને ગરમીને મારવાની યોજનાના વખાણ થતા હતા તે દુબઇ પાસે એક સાથે સાડાપાંચ ઇંચ વરસાદનો સામનો શકવાની કોઇ સિસ્ટમ નહોતી. હવે તો ગ્લોબલ વોર્મિંગના સપાટામાં અમેરિકાનાં સમૃધ્ધ શહેરો આવી છે ત્યારે ત્યાં પણ જળબંબાકાર થઈ જાય છે.

 અરેબિયન દ્વીપકલ્પના કિનારે આવેલું ઓમાન પણ પૂરને કારણે ત્રાહિમામ્ પોકારી ગયું છે. ૨૦૦૨માં ક્લાયમેટ એસેસમેન્ટ કરાયું ત્યારે સ્પષ્ટપણે કહેવાયું હતું કે અરેબિયન દ્વીપકલ્પ ક્લાયમેટ ચેન્જના સપાટામાં આવી શકે છે. એટલાન્ટિક સી સરફેસ ટેમ્પરેચર, અ

લ નીનોની અસરનો અભ્યાસ અને વિવિધ ટેલિકનેક્શન પેટર્ન પરથી ક્લાયમેટ ચેન્જની અસર ક્યાં ક્યાં થઈ શકે તેમ છે તેનું એસેસમેન્ટ કરાતું હોય છે. ૨૦૨૨માં યુએઇમાં છેલ્લા ૨૦ વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો... ને અત્યારે આ હાલ છે. 

Gujarat