For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રામાયણના પાઠ બિઝનેસમાં અમલી બનાવીને સફળતા મેળવી શકાય છે

Updated: Apr 17th, 2024

રામાયણના પાઠ બિઝનેસમાં અમલી બનાવીને સફળતા મેળવી શકાય છે

- રોજીંદુ કોમ્યુનિકેશન અને સંયમ કેળવવો જરૂરી

- પ્રસંગપટ

- રામાયણમાં લીડરશીપના ગુણો જોવા મળે છે અને સમયસર સત્તા અન્યને સોંપવા પણ કહે છે

આજે રામનવમી. લોકસભાના જંગમાં ચોમેર જય શ્રી રામના નારા સાંભળવા મળે છે. મર્યાદા પુરષોત્તમ રાજા રામના જીવનમાંથી ઘણું શીખવા મળે છે. અયોધ્યામાં ભગવાન રામના મંદિરે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. 

 જેમણે પણ અયોધ્યામાં ભગવાન રામની પ્રતિમાના દર્શન કર્યા છે તે તેના તેજને ભૂલી શકતા નથી. રામાયણ આપણને નેતૃત્વની કળા સહીતના મેનેજમેન્ટના અનેક પાઠ ભણાવે છે.

 પોતાની પાસેની ઉપલબ્ધ સેનાનો ઉપયોગ કરીને ભગવાન રામે રાવણનું કાસળ કાઢી નાખ્યું હતું. ભગવાન રામે લોકોને મનેજમેન્ટ પાઠ ભણાવ્યા છે. રામાયણમાં લીડરશીપ કે મેનેજમેન્ટના કોઇ સ્પેશીયલ ચેપ્ટર નથી પણ તેમાં સતત લીડરશીપ અને મેનેજમેન્ટ જોવા મળે છે. 

રામાયણમાં સૌથી સારૃં કોઇ મનેજમેન્ટ કોઇ કરતું  હોય તો તે સુગ્રીવનું હતું. સુગ્રીવનું મેનેજમેન્ટ ભગવાન રામને  રાવણના અંત સુધી કામ લાગ્યું હતું. પોતાની સેનાના લોકોની સમસ્યામાં રસ લેવો અને તેનું નિરાકરણ લાવવા પણ પ્રયાસ કરતા હતા. 

ભગવાન રામ પણ તેમની સાથે લંકા પર હુમલો કરવામાં જોડાયેલા લોકોની સાથે ફ્રેન્ડલી વર્તતા હતા. આ દર્શાવે છે કે વેપારીઓએ પોતાના સ્ટાફ અને ગ્રાહકો સાથે સારા સંબંધો રાખવા જોઇએ જેથી બિઝનેસ કરવાનું સરળ રહે અને તેમાં નવા ઇનોવેશન માટે ચાન્સ ઉભા થાય.

લીડરશીપ કરનારા અન્ય લીડર્સ પણ ઉભા કરી શકે છે જે ભગવાન હનુમાને સીતાજી ક્યાં છે તે શોધી કાઢ્યું હતું તેમજ લંકાને આગ પણ લગાડી હતી.

 લંકાને આગ લગાડવાનો નિર્ણય હનુમાનજીનો પોતાનો હતો. ભગવાન રામને  કોમ્યુનિકેશન અર્થાત સંવાદનું મહત્વ રામાયણમાં જોવા મળે છે. બિઝનેસમાં ટોચના લોકોએ અંદરો અંદરનું કોમ્યુનિકેશન ચાલુ રાખીને રોજ બરોજની ગતિવિધિની ચર્ચા કરવી જોઇએ. 

રામાયણમાં સમયસર ગાદી છોડીને પોતાના સંતાનો કેે ભાઇઓને સોંપીને નિર્ણયો લેવાની સત્તા તેમને સોંપવી જોઇએ. રાજા દશરથે પુત્ર રામને રાજા બનાવવાનો નિર્ણય સમયસર લીધો હતો. કથાકારો તેને વાળની સફેદ લટ જોઇને લેવાયેલો નિર્ણય કહે છે પરંતુ ઘટના પરથી માત્ર બિઝનેસ સર્કલ નહીં પણ કુટુંબ સ્તરે પણ હવાલો અન્યને સોંપવાનું રામાયણ શીખવાડે છે. કહે છેકે લવકુશ માટે પણ ભગવાન રામે રાજ્ય બે ભાગમાં વહેંચી દીધું હતું.

   રામાયણમાં વિભિષણ જ્યારે ભગવાન રામને શરણે આવે છે ત્યારે તમને સ્વિકારવા કે કેમ તે અંગેનો નિર્ણય લેતા પહેલાં ભગવાન રામે યુધ્ધમાં સામેલને થયેલા દરેકનો ઓપિનિયન લીધો હતો. 

જે દર્શાવે છે કે દરેકને સાથે રાખીને તેમના બિઝનેસના ઓપિનીયન લેવા જોઇએ અને પછી નિર્ણય લેવા જોઇએ. હનુમનાજીનો ઓપિનિયન એવો હતો કે વિભિષણને આવકારીને તેમની સેન્સનો ઉપયોગ કરવો જોઇએ. અંતે ભગવાન રામે વિભિષણને સમાવી લીધા હતા. આ ઘટના દર્શાવે છે કે મહત્વના નિર્ણયો લેતા પહેલાં પોતાની નજીકનાએાને પૂછવું જોઇએ અને બહુમતીની સાથે જવું જોઇએ.

રામાયણ આપણને સંયમ અને લીડરશીપના ગુણો શીખવે છે તેમજ સમયસાથે રહેતાં શીખવાડે છે. ભગવાન રામ-સીતા તેમજ ભાઇ લક્ષ્મણ પર પહાડ જેવી મુસિબતો હતી છતાં દરેક સંયમ રાખીને સમયની સાથે ચાલ્યા હતા. બિઝનેસ કરનારાઓએ રામાયણને સંયમના પાઠ શીખવા માટચે પણ વાંચવું જોઇએ. ભગવાન રામના ભાઇ ભરતનું પાત્ર પણ ભાઇઓ વચ્ચેના પ્રેમનું અનોખું દર્શન કરાવે છે.

Gujarat