રોજીંદી જરૂરીયાતની અછત સામે વ્યૂહ: કાંદા એક્સપ્રેસે રંગ રાખ્યો
- ભાજપ ફૂંકી ફૂંકીને આગળ વધે છે
- પ્રસંગપટ
- 42 વેગનોમાં 1600 ટન ડુંગળી ભરીને દિલ્હીના માર્કેટમાં ઠલવાઇ ત્યારે કાળાબજાર કરનારા ફસાયા
ડુંગળીની અછત છાશવારે ઉભી થાય છે. ડુંગળી, કાંદા, ઓનીયન, ગરીબોની કસ્તુરી જેવા વિવિધ નામે ઓળખાતી અને રોજીંદા વપરાશમાં આવતી ખાધા ખોરાકીની આ ચીજનો સંગ્રહ કરીને તેના સ્ટોકને બ્લેકમાં વેચનારા તહેવારોમાં તેની સંભવીત અછતને ધ્યાનમાં રાખીને એડવાન્સમાં સ્ટોક કરે છે અને પછી વધુ કમાણી કરે છે
તાજેતરના દિવાળીના તહેવારોમાં દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં ડુંગળીની અછત ઉભી થઇ ત્યારે સરકારે ગઇ ૨૦ ઓક્ટોબરે એક ટ્રેન ભરીને ડુંગળી દિલ્હીના બજારોમાં ઠાલવીને કાળા બજાર કરનારાઓની મેલી મૂરાદ પર પાણી ફેરવી દીધું હતું. ૪૨ વેગનોમાં ૧૬૦૦ ટન ડુંગળી ભરીને દિલ્હીના માર્કેટમાં ઠલવાઇ ત્યારે તેના છૂટક બજારમાં ભાવ અડધા થઇ ગયા હતા. જે ૪૨ વેગનો ભરીને ટ્રેન આવી તેને કાંદા એક્સપ્રેસ નામ અપાયું હતું.
આવોજ બીજો ૮૪૦ ટન ડુંગળીનો જથ્થો તાજેતરમાં દિલ્હી પહોંચ્યો હતો. પહેલી ડુંગળી એક્સપ્રેસનો પ્લાન નેશનલ કોઓપરેશન કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઇન્ડિયાએ(શભભખ) કર્યો હતો જ્યારે બીજી ટ્રેનનો પ્લાન નેશનલ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઇન્ડીયા(શચકીગ)એ કર્યો હતો.
પહેલી વાર આટલી મોટી માત્રામાં ડુંગળી ટ્રેન દ્વારા એક શહેરમાંથી બીજા શહેરમાં ઠલવાઇ હતી. જ્યારે દિલ્હીના માર્કેટમાં આ ૧૬૦૦ ટનનો સ્ટોક પહોંચ્યો ત્યારે તે જાહેર હરાજી કરીને વેચાયો હતો. નાસિકના કિસાનો પાસેથી ૨૮ રૂપિયે કિલો લીધેલો માલ દિલ્હીમાં હરાજી મારફતે ૩૫ રૂપિયે કિલો વેચાયો હતો. જેમ દિલ્હીમાં જેમ ડુંગળીનો જથ્થો ડુંગળી એક્સપ્રેસ મારફતે મોકલાયો એમ લખનૌ, વારાણસી,આસામ, નાગાલેન્ડ અને મણીપુરમાં પણ જથ્થો મોકલાયો હતો.
ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન મહારાષ્ટ્રના નાશિકમાં થાય છે. હાલમાં મહારાષ્ટ્રમાં ચૂંટણીનો માહોલ છે. સરકાર જાણે છે કે એકવાર દિલ્હીમાં ભાજપની સરકાર માત્ર અને માત્ર ડુંગળીની અછતના કારણે સત્તા ગુમાવી બેઠી હતી. માટે મહારાષ્ટ્રની ચૂંટણીમાં કોઇ ડંુગળીની અછતની ગેમના રમી જાય તેનું ખાસ ધ્યાન રખાઇ રહ્યું છે.
જ્યારથી ડુંગળી એક્સપ્રેસ દિલ્હી પહોંચી છે ત્યારથી દિલ્હીમાં છૂટથી ડુગળી મળી રહી છે અને તેના ભાવોમાં ઘટાડો થયો છે. જે ડંુગળી ૫૦ રૂપિયે કિલો મળતી હતી તે ટ્રેન પહોંચ્યા પછી ૩૫ રૂપિયે કિલો મળતી થઇ ગઇ છે. મહત્વની વાત એ છે કે જે વેપારીઓએ કાળા બજારમાં વેચવા ડુંગળીનો સ્ટોક રાખ્યોે હતો તેમને રોવાનો વારો આવ્યો હતો. તેમણે પણ પોતાનો છૂપો સ્ટોક બહાર કાઢીને વેચી દેવો પડયો હતો.
શિયાળામાં જે ડુગળીનું વાવેતર કરાયું હતું તેના પાક પૈકી ૪૭૦,૦૦૦ ટન જેટલો બફર સ્ટોક સરકારે ગોડાઉનોમાં રાખ્યો છે. સરકારે સપ્ટેમ્બરથી આ સ્ટોક ખરીદવો શરૂ કર્યો હતો. રોડ ટ્રેન્સપોર્ટ મારફતે પણ સરકારે કેટલાક રાજ્યોમાંં ૧૪૦,૦૦૦ ટન ડુંગળી સપ્લાય કરી હતી. ૨૨ રાજ્યોના ૧૦૪ સ્થળોે પર શભભખએ ડુંગળીનો સપ્લાય મોકલ્યો હતો તો શચકીગ એ૧૬ રાજ્યોના ૫૨ સ્થળે પર સપ્લાય મોકલ્યો હતો.
જે લોકોને ડુંગળીનો જથ્થો મોકલાયો તેમાં સફલ, કેન્દ્રીય ભંડાર,રીલાયન્સ રીટેલ વગેરેનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને પણ ડુંગળીની અછત ઉભીના થાય તે માટે આદેશ આપ્યા છે. કમનસીબી એ છે કે નાશિકમાં ઉત્પાદીત થતી ડુંગળી છૂટક બજારમાં ૪૦ રૂપિયે વેચાય છે તો દિલ્હીની છૂટક બજારમાં ૩૫ રૂપિયે વેચાય છે.કર્ણાટકમાંથી આવતો ડુંગળીનો સપ્લાય સખત્ત વરસાદના કારણે બગડી ગયેલો જોવા મળ્યો હતો. કર્ણાટકથી આવેલી સડેલી ડુંગળી ખરીદવા કોઇ વેપારી તૈયાર નહોતા.
ટ્રેન ભરીને જીવનજરૂરી ચીજોનો જથ્થોે મોકલવો એ હવે બહુ નવી વાત નથી રહી સૌરાષ્ટ્ર-કચ્છમાં જ્યારે પાણીની અછત ઉભી થઇ ત્યારે કેશુભાઇ પટેલની સરકારના સમયમાં પાણીથી ભરેલી આખી ટ્રેન મોકલાઇ હતી એવીજ રીતે મહારાષ્ટ્રના દુકાળગ્રસ્ત લાતુરમાં ૫૪,૦૦૦ લીટર પાણી મોકલાયું હતું. ૧૯૭૯-૮૦માં પ.બંગાળમાં પણ દુકાળ દરમ્યાન પાણી ભરેલી ટ્રેન મોકલાઇ હતી. કાંદા એક્સપ્રસ પણ જીવન જરૂરી ચીજોની અછત દુર કરવા માટે કરાયેલું આયોજન હતું.