પહેલી ડિબેટમાં હેરીસ સ્માર્ટ પુરવાર થયાં, ટ્રમ્પ કાચા પડયા

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
પહેલી ડિબેટમાં હેરીસ સ્માર્ટ પુરવાર થયાં, ટ્રમ્પ કાચા પડયા 1 - image


- ડિબેટ બાદ ટેલર સ્વિફ્ટ અને મસ્ક વચ્ચે કોલ્ડ વોર

- પ્રસંગપટ

- હેરીસ ડિબેટમાં સ્પષ્ટ મેસેજ આપતા હતાં, જ્યારે ટ્રમ્પ આક્રમક જણાતા હતા

- ટેલર સ્વિફ્ટ  - ઇલોન મસ્ક

સઘળું અટેન્શન પોતાની તરફ વાળતાં કોઈ આ બે સેલિબ્રિટીઓ પાસેથી શીખે. એક છે, ગ્રેમી એવોર્ડ વિજેતા સિંગર-પર્ફોર્મર ટેલર સ્વિફ્ટ અને બીજા છે, ટેસ્લા કાર ફેમ ઇલોન મસ્ક. મૂળ ચર્ચા હતી ડિબેટ અમેરિકાના પ્રમુખપદની રેસમાં ઊભેલાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરીસ વચ્ચે હતી, પણ આ ડિબેટ પૂરી થતાં જાણે કે તખ્તા પર બે જુદાં જ કિરદાર આવી ગયાં! 

ડોનાવ્ડ ટ્રમ્પ અને કમલા હેરીસ વચ્ચે યોજાયેલી આ ડિબેટની ભારે  આતુરતાથી રાહ જોવાતી હતી. તો ડિબેટમાં સમગ્રપણે કોણ વધુ પ્રભાવી રહ્યું -  કમલા હેરીસ કે ડોનાલ્ડ ટ્રમ્પ? ડિબેટમાં કમલા હેરીસ ટુ-ધ-પોઇન્ટ બોલ્યાં હતાં, જ્યારે ટ્રમ્પ આક્રમક બની રહ્યા. બાઇડનને ડિબેટમાં હરાવનાર ટ્રમ્પ આ વખતે કમલા હેરીસ સામે બહુ તેજસ્વી સાબિત થઇ ન શક્યા. એક વર્ગ કહે છે કે ડિબેટની શરૂઆતથી જ કમલા હેરીસનું વર્ચસ્વ રહ્યું હતું, જે અંત સુધી સતત જળવાયેલું રહ્યંુ. કમલા હેરીસ કોર્ટમાં દલીલો કરતાં હોય એમ એક પછી એક મુદ્દાને ઉઠાવતાં હતાં અને સ્પષ્ટ મેસેજ આપતાં હતાં. હેરીસ પાક્કું હોમવર્ક કરીને આવ્યાં હતાં, જ્યારે ટ્રમ્પની વિશેષ તૈયારી હોય એમ લાગતું નહોતું.

કમલા હેરીસે કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ મોટી કોર્પોરેટ કંપનીઓના માલિકો અને અબજોપતિઓના મિત્ર છે. આ એ લોકો છે, જે મધ્યમ વર્ગનું શોષણ કરે છે. સામે પક્ષે ટ્રમ્પે કહ્યું હતું કે હેરીસની નીતિઓ બહુ કડક નથી. આવી ઢીલી નીતિઓથી દેશનું નેતૃત્વ ન થઈ શકે.  

અમેરિકામાં પ્રમુખપદ માટેના ઉમેદવારો વચ્ચે થતી ચૂંટણી-ડિબેટ પર લોકોની નજર હોય છે. આ ડિબેટ્સમાં મળતી સફળતાથી ચૂંટણી જીતવામાં ઘણો ટેકો મળી રહે છે.૧૯૬૦માં કેનેડી અને નિક્સન વચ્ચે પહેલીવાર ડિબેટ થઈ ત્યારે કેનેડીએ નિક્સનને ઝાંખા પાડી દીધા હતા. કેનેડી આ ડિબેટમાં યંગ અને વાઇબ્રન્ટ નેતા તરીકે ઊપસ્યા હતા. આ ડિબેટનું લાઇવ ટેલિકાસ્ટ જોકે રેડિયો પર થયું હતું. ૧૯૭૬માં જીમી કાર્ટર અને ગેરાલ્ડ ફોર્ડ વચ્ચે પણ ધમાકેદાર ડિબેટ થઈ હતી,  તો ઓક્ટોબર૧૯૮૦માં જીમી કાર્ટર અને રોનાલ્ડ રેગન વચ્ચે થયેલી ડિબેટ યાદગાર પૂરવાર થઈ હતી. ૧૯૯૨માં જ્યોર્જ એચ. ડબલ્યુ. બુશ અને બિલ ક્લિન્ટન વચ્ચેની ડિબેટ પણ લોકોએ રસપૂર્વક માણી હતી. આ ડિબેટમાં બુશ વધારે પ્રભાવશાળી પૂરવાર થયા હતા.

ડોનાલ્ડ  ટ્રમ્પ અગાઉ ૨૭ જુને બાઇડન સાથે ડિબેટ કરી ચૂક્યા હતા. આ ડિબેટમાં એમણે બાઇડનને તે  ચિત્ કરી નાખ્યા હતા. તેથી જ અમેરિકાના પ્રમુખપદ માટે બાઇડનની જગ્યાએ કમલા હેરીસને ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યાં. 

ટ્રમ્પ-હેરીસની ડિબેટ પછી અતિ લોકપ્રિય ગાયિકા ટેલર સ્વિફ્ટે ઇન્સ્ટાગ્રામ પર કમલા હેરીસને  ટેકો જાહેર કર્યો.  તેણે લખ્યું કે દેશની સામાન્ય ચૂંટણી જેવા મામલામાં સૌ કોઈએ રસ લેવો જોઇએ. દેશના સળગતા પ્રશ્નો અંગે બન્ને નેતાઓ શો ઉકેલ સૂચવે છે તે આપણે જોઈ લીધું. મતદારો અને મારા સમર્થકોને આ જણાવવાની જરૂર હતી, તેથી મેં મારી ફરજ બજાવી છે. ટેલર શિફ્ટે એમ પણ કહ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ટ્રમ્પના સમર્થકો મારું તદ્દન વિપરીત ચિત્ર ઊપસાવી રહ્યા છે. તેઓ એવી અસર ઊભી કરી રહ્યા છે કે જાણે મેં ટ્રમ્પને સપોર્ટ કર્યા હોય. આ કારણે જ મારે સ્પષ્ટતા કરવી પડી છે કે હું ટ્રમ્પનું નહીં હેરીસનું સમર્થન કરૃં છું. 

બાઇડન રેસમાંથી ખસી ગયાં હતાં ત્યારે સ્વિફ્ટી તરીકે ઓળખાતા પોતાના સમર્થકોના ઓનલાઇન ગ્રુપની સહાયથી ટેલરે ૧,૨૨,૦૦૦ ડોલરનું ચૂંૂંટણી ભંડોળ એકઠું કર્યું હતું. જે રીતે ટેલર સ્વિફ્ટ હેરીસની સમર્થક છે એમ ટેસ્લાના સર્વેસર્વા ઇલોન મસ્ક ટ્રમ્પના જાહેર સમર્થક છે. તેમને કહ્યું હતું કે જે હેરીસ કરી શકે છે તે સઘળંુ ટ્રમ્પ પણ કરી શકે છે, પણ તેનાથી ઉલટું શક્ય નથી. 

ડિબેટ પછી  આ બંને સેલિબ્રિટી સામસામી છાવણીમાં ગોઠવાઇ ગા છે. ટેલરે હેરીસને ટેકો આપ્યો તેથી મસ્કે એની ટીકા પણ કરી છે. 

Prasangpat

Google NewsGoogle News