Get The App

યુએસની વિનાશક આગ અને કુદરત ખલનાયક પવન, હીરો બર્ફીલો વરસાદ

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
યુએસની વિનાશક આગ અને  કુદરત ખલનાયક પવન, હીરો બર્ફીલો વરસાદ 1 - image


- અમેરિકાએ કુદરત સામે હાથ જોડી દીધા

- પ્રસંગપટ

- હજારોને બેઘર કરનારી આગને અમેરિકાની કોઇ ટેકનોલોજી કાબુમાં લઇ શકી નહોતી

ટ્રમ્પની શપથ વિધિ અને ત્યારબાદ અમેેરિકામાં ગેરકાયદે ઘૂસનારાઓની હકાલપટ્ટી જેવી દોડધામમાં લોસએંજલસમાં લાગેલી ભયાનક આગના અહેવાલો પણ દુર હડસેલાઇ ગયા હતા. ૨૯ લોકોના મૃત્યુ અને ૨૩,૪૪૮ એકર વિસ્તારને ઉજ્જડ બનાવ્યા તેમજ ૬,૮૦૦ મકાનોને રાખમાં મીલાવનાર આગ હવે લગભગ ઠંડી પડી ગઇ છે. કેલિફોર્નિયાના જંગલ ખાતાએ આગમાં થયેલા નુકશાનની વિગતો બહાર પાડી છે. 

અહીં સૌથી મહત્વની વાત એ છે કે કુદરતી પવનના કારણે પ્રસરેલી વિનાશક આગને ટેકનોલોજીને વરેલો દેશ અમેરિકા અટકાવી શક્યો નહોતો. અમેરિકાના વહીવટી તંત્રે અનેક પ્રયાસો કર્યા છતાં આગની જ્વાળાઓ સતત મકાનો અને વૃક્ષોને ભરખી રહી હતી. 

આગ કાબુમાં આવી ગયા પછી અહીં તેનો ઉલ્લેખ એટલા માટે જરૂરી બન્યો છે કે વિનાશક આગ પાછળ ખલનાયક તરીકે પવન હતો જ્યારે તેને કાબુમાં લેનાર હિરો તરીકે બરફનો વરસાદ મદદે આવ્યો હતો. માત્ર વરસાદ પડયો હોતતો આગ કાબુમાં ના આવત પરંતુ બરફ સાથે વરસાદ પડયો તેમજ વાતાવરણ પણ બર્ફીલું હોવાથી વાયુવેગે આગળ પ્રસરી રહેલી આગ કાબુમાં આવી ગઇ હતી.

ઇન્ટરનેટ પર લોકો કુદરતનો આભાર માનતા હતા કે કુદરતે એવો ચમત્કાર કર્યો કે હજારોને બેઘર કરનારી આગને અમેરિકાની કોઇ ટેકનોલોજી કાબુમાં લઇ શકી નહોતી જ્યારે કુદરતે એકજ ફૂંફાડો મારીને આગને ઓલવી નાખી હતી અને કાબુમાં લઇ લીધી હતી. જો બર્ફીલો વરસાદ ના પડયો હોત તો વિનાશક આગ વધુ પ્રસરત અને મોટું નુકશાન કરત.

કેલિફોર્નિયાનું ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ અને ફાયર પ્રોટેક્શન કેલફાયર તરીકે ઓળખાય છે. આ કેલ ફાયરે સત્તાવાર અહેવાલમાં જણાવ્યું છે કે ૬,૮૦૦ જેટલા મકાનો ખાખ થઇ ગયા છે. બે સેન્ટરો પર લાગેલી આગ પૈકી લોસ એંજલસને જેટલું નુકશાન થયું છે એટલુંજ મેન્ડેવીલીને થયું હતું

વિનાશક આગમાં ૨૨ લોકો મોતને ભેટયા હતા જ્યારે ૨૨ લોકો ગુમ થયા છે. કહે છે કે આ લોકો ભડથું થઇ ગયા હશે. આગ કાબુમાં આવશે ત્યારે તેમની સ્થિતિ જાણી શકાશે. દક્ષિણ કેલિફોર્નિયાના ૫૦,૦૦૦ લોકોને ઘર ખાલી કરીને સલામત સ્થળે જવાનું કહેવામાં આવ્યું ત્યારે ત્યાં વસતા સિનીયર સિટીઝનો રડી પડયા હતા કેમકે  તેમને ખબર હતીકે તેમના ઘરો બળીને ખાખ થઇ જવાના છે.

જે લોકોએ પોતાની નજર સામે પોતાના ઘરને આગની જ્વાળામાં લપેટાતું જોયું છેતે લોકો ડરી ગયા છે

જ્યારે આગ સાથે સંકળાયેલા લોકોને રાહતની એ વાત મળી  હતી કે આગામી ત્રણ દિવસ માટે આગગ્રસ્ત લોસએંજલસમાં  વરસાદ અને બરફ પડવાની સંભાવના છે. જો આગાહી પ્રમાણે આગ લાગી છે તે પર્વતીય વિસ્તારોમાં વરસાદ અને બરફ પડે તો આગનું જોર ખતમ થઇ શકે છે. લોકો ત્યાં બરફ પડે એવું ઇચ્છતા હતા.  

હાલની સ્થિતિ એ છે કે આગ ગ્રસ્ત વિસ્તારોમાં જે પવન કલાકે ૪૨ કિલોમીટરની ઝડપે વાતો હતો તે છેલ્લા બે દિવસથી ૬૦ કિલોમીટરની ઝડપે ફૂંકાઇ રહ્યો છે જેના કારણે આગ વધુ વિકરાળ બની હતી અને જ્યાં આગ ઠરેલી હતી ત્યાં ફરી ભભૂકી ઉઠી હતી. 

ફાયર ફાઇટીંગ એરક્રાફ્ટ અને મીન પર રહીને આગ ઠારવાનું કામ કરતા લોકો હાંફી ગયા હતા.,એમ કહી શકાય કેમકે આગ કાબુમાં આવી શકતી નહોતી. 

અમેરિકાના સત્તાવાળાઓની યાદી અનુસાર ઇટોન ખાતેની આગમાં ૧૪,૦૦૦થી વધુ મકાનો અને ઓફિસો ખાખ થઇ ગયા છે.

કુદરતી પવનના વેગના કારણે પ્રસરેલી આગમાં લાખો એકર જમીન વેરણ થઇ ગઇ છે. આખા વિસ્તારને વૃક્ષો વિનાનો ઉજ્જડ બનાવી દીધો છે. હવે એજ કુદરત આગની ઉપર વરસાદ અને બરફ પાડીને તેને ઠારી નાખશે ત્યારે ટેકનોલોજી અને વિજ્ઞાનના સંશોધન પર જોર કરતું અમેરિકા કુદરત સામે હાથ જોડશે તે નક્કી છે.

Prasangpat

Google NewsGoogle News