છેલ્લા પાંચ વર્ષમાં 18,179 બાળકોને દત્તક તરીકે લેવાયા

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
છેલ્લા પાંચ વર્ષમાં 18,179 બાળકોને દત્તક તરીકે લેવાયા 1 - image


- ખોડવાળા બાળકને દત્તક લેવા કોઇ તૈયાર થતું નથી

- પ્રસંગપટ

- હજુ પણ આપણે ત્યાં વારસદાર તરીકે પુત્રની જરૂરીયાત પર ભાર મુકાતો આવ્યો છે

- સુરતમાં દત્તક લેવાયેલી બાળકી

બાળકોને દત્તક લેવાની પ્રથા મા-બાપ વિનાના બાળકો માટે આશીર્વાદ રૂપ છે. સંતાન વિહોણા લોકો બાળકને દત્તક લેવાનો વિચાર કરે તે તેમના પર ઇશ્વરની કૃપા સમાન હોય છે. પોતાના માટે સંતાન મેળવવા દોરા ધાગા સુધીની વિધિ કરાવીને થાકેલા લોકો બાળકને દત્તક લેવાનો વિચાર કરીને બહુ પુણ્યનું કામ કરે છે. દત્તક લેનાર જ્યારે બાળકીને પસંદ કરે છે ત્યારે તે વધુ ઉત્તમ પગલું કહેવાય છે. દત્તક લેવાનો વિચાર હવે સર્વગ્રાહી બનતો જાય છે. દત્તક લેનારા દેખાવડાં બાળકોને વધુ પસંદ કરે છે  જ્યારે અપંગ અને શ્યામ વર્ણા બાળકોને બહુ પસંદ કરતા નથી એવું લાગી રહ્યું છે. એક અહેવાલ અનુસાર ૨૦૧૯થી અત્યાર સુધીમાં ૧૮,૧૭૯ બાળકોને દત્તક લેવાયા છે. સ્પેશ્યલ નીડ વાળા એટલેકે નાદુરસ્ત કે જેમના પર ખાસ ધ્યાન રાખવું પડે એવા માનસિક રીતે બિમાર ૧૪૦૪ જેટલા બાળકોને પણ દત્તક લેવામાં આવ્યા છે.

બાળકોને દત્તક લેવા માટે સામાન્ય રીતે લોકો અનાથ આશ્રમોનો સંપર્ક કરતા હોય છે. સામાન્ય રીતે નિઃસંતાન યુગલ પોતાની નજીકના કુટુંબીજનોને ત્યાંથી સંતાન દત્તક લેતા હોય છે. આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે. હજુ પણ આપણે ત્યાં વારસદાર તરીકે પુત્રની જરૂરીયાત પર ભાર મુકાતો આવ્યો છે. પરંતુ જ્યારથી દિકરીઓ પણ પુત્રની સમોવડી બનતી આવી છે ત્યારથી પુત્રનો ક્રેઝ મંદ પડતો ગયો છે. સંતાનને દત્તક લેવાથી પ્રથા હજુ પણ મંદ રીતે ચાલી રહી છે. ૨૦૧૯-૨૦ના વર્ષ દરમ્યાન દત્તક લેવાની કુલ ૩૭૪૫ કેસ જોવા મળ્યા હતા જેમાં ૩૯૪ વૈશ્વિક સ્તરે અને ૩૭૪૫ ભારતમાં બનેલા કેસ છે. 

જેમાં સ્પેશ્યલ નીડવાળા એટલેકે જેમનું ખાસ ધ્યાન રાકવું પડે એવા ૧૧૦ છોકરીઓ અને ૫૬ છોકરાઓને સમાવેશ થાય છે. સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરીટીએ આ આંકડા આપ્યા છે. ૨૦૨૦-૨૧ દરમ્યાન વિશ્વ સ્તરે ૪૧૭ બાળકો દત્તક લેવાયા અને દેશમાં ૩,૧૪૨ બાળકોને દત્તક લેવાયા હતા પરંતુ તેમાં સ્પેશ્યલ નીડવાળા બાળકોમાં ૧૩૩ છોકરીઓ અને ૧૧૦ છોકરાઓનોે સમાવેશ થાય છે. ૨૦૨૧-૨૨માં  બાળકોને દત્તક લેવાની સંખ્યામાં ઘટાડો થયો હતો. જેમાં વિશ્વ સ્તરે ૪૧૪ અને દેશમાં ૨૯૯૧ બાળકોને દત્તક લેવાયા હતા. જ્યારે સ્પેશયલ નીડ વાળા ૧૩૬ છોકરા અને ૨૦૬ છોકરીઓને દત્તક લેવાઇ હતી.

છેલ્લા પાંચ વર્ષમાં સ્પેશ્યલ નીડ વાળા બાળકોને દત્તક લેવાની સંખ્યા વધી છે. તંદુરસ્ત બાળકોને લોકો દત્તક તરીકે વધુ સ્વીકારે છે. જે બાળકોને માઇનોર ખોડ હોય છે તેને લોકો દત્તક તરીકે સ્વીકારે છે પરંતુ વધુ ખોડ વાળા કે થોડા મંદબુધ્ધિ જેવા લાગતા બાળકેા દત્તક લેનારા માટે બહુ સ્વીકાર્ય નથી હોતા. વિશ્વના અનેક દેશોમાં અપંગ બાળકોને દત્તક લેનારને વિવિધ એલાઉન્સ આપીને પ્રોત્સાહીત કરવામાં આવે છે પરંતુ ભારતમાં એવી કોઇ સવલત અપાતી નથી. સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા સરકારે નક્કી કરેલી સ્પેશ્યલ નીડ વાળા બાળકોની કેટેગરીમાં સુધારો ઇચ્છે છે કેમકે સામાન્ય ખોડવાળા બાળકોને પણ આ કેટેગરીમાં મુકતા દત્તક લેનાર બહુ પ્રોત્સાહિત થતા નથી.

નવા એક્ટ અનુસાર જિલ્લા મેજીસ્ટેટની હાજરીમાં દત્તક લેવાની વિધિને આખરી સ્વરૂપ અપાતું હોય છે. એડોપ્શન રેગ્યુલેશન-૨૦૨૨ બાદ ભારતમાં દત્તક લેવાનો પહેલો કિસ્સો સુરતમાં જોવા મળ્યો હતો. જેમાં અમેરિકાના ન્યુયોર્કની  એક બિઝનેસ વુમને એક બાળકીને દત્તક લીધી હતી. તેના ગળામાં કાણું હોવાથી તેના માતા પિતાએ તેને ત્યજી દીધી હતી. જોકે હવે તેનું નસીબ ખુલી ગયું છે.

Prasangpat

Google NewsGoogle News