સ્વામી વિવેકાનંદઃ સુભાષચંદ્ર બોઝથી અબ્દુલ કલામ સુધીના કેટલાય મહાનુભાવોના પ્રેરણાસ્રોત
- 12 જાન્યુઆરી અર્થાત્ રાષ્ટ્રીય યુવા દિવસ
- પ્રસંગપટ
- જ્યાં સુધી જિંદગી છે, ત્યાં સુધી શીખતાં રહો, કારણ કે અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષક છે તેવું સ્વામી વિવેકાનંદ કહેતા
૧૨ જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ એટલે ૧૨ જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ. ૧૮૬૩ની બારમી જાન્યુઆરીએ કોલકાતામાં એમનો જન્મ થયો અને ૪ જુલાઈ ૧૯૦૨ના રોજ એમનું નિધન થયું. હિંદુ ધર્મના સનાતન મૂલ્યોને વિશ્વભરમાં પ્રસરાવવામાં સ્વામી વિવેકાનંદનો સિંહફાળો છે. સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમે એમના વિશે સરસ વાતો કરી છે.
આપણા સહુના જીવનમાં એક લક્ષ્ય હોય છે. એક ધ્યેય હોય છે. તેને પામવાની મહત્ત્વાકાંક્ષા આપણા દિલ-દિમાગમાં સદાય રહે છે, પણ અમુક જ લોકો ધ્યેય સિદ્ધ કરી શકે છે. જેમને ધ્યેય પ્રાપ્તિ થઈ છે એમણે સંઘર્ષ કરવો જ પડે છે, એમની સાથે પણ આ દુનિયાએ આકરો વ્યવહાર કર્યો જ હોય છે, પણ તેઓ અટકતા નથી. આગળ જ વધતા રહે છે. બસ, આપણને પણ જરૂર છે આવી પ્રેરણાની. પ્રેરણાં મેળવવા માટે ઘણા લોકો ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામને યાદ કરે છે, પણ કલામના પ્રેરણા ોત કોણ હતા? અબ્દુલ કલામ જ નહીં, પણ નિકોલા ટેસ્લા, સુભાષચંદ્ર બોઝ, લાલબહાદુર શાી અને અન્ય ઘણી મહાન વ્યક્તિઓના પ્રેરણાોત એક જ છે - સ્વામી વિવેકાનંદ. આ એ વ્યક્તિ છે, જેમણે શિકાગોની ધર્મ પરિષદમાં પ્રવચન કરીને લોકોને તાળીઓ પાડવા માટે મજબૂર કરી દીધા હતા. આ એ વ્યક્તિ છે, જેના એક સારા વિચારના આધારે કેટલાક લોકો પોતાની કારકિર્દી આજે પણ ઘડી રહ્યા છે. વિવેકાનંદ એટલે વિવેક અને આનંદનો સમન્વય. ભારતીય સંસ્કૃતિનો અખંડિત સ્તંભ, રાત્રે પણ ચમકતો અજોડ સૂર્ય.
જ્યાં સુધી જિંદગી છે, ત્યાં સુધી શીખતાં રહો, કારણ કે અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષક છે તેવું સ્વામી વિવેકાનંદ કહેતા. તેમણે કહ્યું છે કે, તમારા જીવનનું એક લક્ષ્ય નિર્ધારિત કરો અને તમારાં તન-મનને એ એક લક્ષ્યથી જ ભરી દો. દરેક બીજા વિચારને જિંદગીથી કાઢી મુકો. આ જ સફળ થવાનો મૂળમંત્ર છે. સ્વામી વિવેકાનંદના પ્રેરણાદાયી પ્રસંગો આપણને એ જ શીખવે છે કે, કઈ રીતે આપણા લક્ષ્ય સિવાયના મોળા વિચારોને આપણા પર હાવી ન થવા દેવા.
એકવાર એક માણસ સ્વામીજીને આશ્રમે આવ્યો અને હતાશ થઈને કહેવા લાગ્યો કે, મેં મારા જીવનમાં ઘણા પ્રયત્નો કર્યા પણ સફળતા મળતી જ નથી, જશ મળતો નથી. સ્વામીજીએ તેને કહ્યું કે, તમે આ કૂતરાને લઈને ગામમાં ફેરવીને આવો. એ માણસ કૂતરાને ગામમાં ફેરવવા લાગ્યો. જ્યાં જાય ત્યાં અન્ય કૂતરાંઓ એની સામે ભોંકે, આ કૂતરો પણ સૌની સામે ભોંકે... અને સાંજ પડતાં કૂતરો હાંફી ગયો. એ વ્યક્તિ મનોમન જવાબ મળી ગયો કે, આપણાં સારાં કાર્યોમાં ભસવાવાળા ઘણાં કૂતરાં મળી રહેશે, પણ જો તેમને જવાબ આપવામાં રહ્યા તો એનર્જી એમાં જ વેડફાઈ જશે અને અગત્યનાં કાર્યો રહી જશે.
એકવાર સ્વામી વિવેકાનંદ પોતાના ગુરૂ શ્રી રામકૃષ્ણ પરમહંસ સાથે કશેક જઈ રહ્યા હતાં. રસ્તામાં ગુરૂએ એક મૂતકારને પૂછયું કે, તમે આ પથ્થર પર શું બનાવી રહ્યાં છો? મૂતકારે કહ્યું કે, રાજાની પ્રતિમા બનાવું છું. ગુરૂએ પૂછયું, તમારી પાસે રાજાની તસવીર છે? મૂતકારે કહ્યું, એ તો નથી પણ મારા દિમાગમાં એમની સ્પષ્ટ તસ્વીર છપાયેલી છે... અને પછી મૂતકારે સુંદર મૂત બનાવી દીધી. સ્વામી વિવેકાનંદ સમજી ગયા કે કોઈપણ વ્યક્તિ જીવનમાં લક્ષ્યને પામવા ઈચ્છતી હોય તો એ લક્ષ્યની તસવીર એના દિમાગમાં સ્પષ્ટ હોવી જોઈએ. બીજું કશું જ વચ્ચે આવવું ન જોઈએ.
સ્વામી વિવેકાનંદ વિદેશમાં પણ નિત્ય ગીતા વાંચતા. એકવાર તેમનાં કક્ષમાં કોઈ અંગ્રેજ આવ્યો અને હસતાં હસતાં કહેવા લાગ્યો કે, તમારી ડેસ્ક પર સૌથી નીચે ભગવદ્ગીતા છે અને તેની ઉપર અંગ્રેજી લેખકોએ લખેલા પ્રેરણાદાયી પુસ્તકોનો થપ્પો છે. સ્વામી વિવેકાનંદે નીચેથી ગીતા ખેંચી લીધી. તેની ઉપર મૂકેલાં અંગ્રેજી પુસ્તકો પડી ગયાં. સ્વામીજીએ સ્મિતપૂર્વક કહ્યુંઃ ગીતા એ પાયો છે. એના આધારે જ બીજું બધું જ્ઞાાન ટકેલું છે.
આપણે પણ આપણાં ઉત્તમ ધાર્મિક અને દાર્શનિક પુસ્તકોનું નિયમિત વાંચન કરવું જોઈએ. ખુદ સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચવા જોઈએ. જીવનને વધુ ને વધુ સુંદર બનાવવા માટેનો આ એક ઉત્તમ માર્ગ છે.